ઇતિહાસ – જગત

બેદુઇન

બેદુઇન : મધ્યપૂર્વના રણપ્રદેશોમાં ટોળીઓમાં વિચરતી અરબ જાતિના લોકો. આ લોકો તેમના જીવનનિર્વાહ માટે પાણીની તેમજ તેમનાં ઊંટો, ઘેટાં, બકરાં માટેની ગોચરભૂમિની શોધમાં પરંપરાગત રીતે રણોમાં ભટકતા રહે છે. આશરે 10 લાખ જેટલા બેદુઇનો પૈકીના ઘણાખરા મુસ્લિમ છે અને અરબી ભાષાની કેટલીક બોલીઓનો ઉપયોગ કરે છે, તેઓ તંબુઓમાં રહે છે.…

વધુ વાંચો >

બેન્ટિન્ક, લૉર્ડ વિલિયમ

બેન્ટિન્ક, લૉર્ડ વિલિયમ (જ. 14 સપ્ટેમ્બર 1774, બલ્સ્ટ્રોડ, બકિંગહામશાયર, ઇંગ્લૅન્ડ; અ. 17 જૂન 1839, પૅરિસ) : બ્રિટિશ રાજ દરમિયાન 1828થી 1835 સુધી ભારતનો ગવર્નર જનરલ. તેણે 17 વર્ષની વયે લશ્કરમાં કમિશન મેળવ્યું અને 1794માં લેફ્ટેનન્ટ કર્નલ બન્યો. 1803માં મદ્રાસ ઇલાકાના ગવર્નર તરીકે તેને નીમવામાં આવ્યો. તે દરમિયાન લશ્કરના દેશી સિપાઈઓને…

વધુ વાંચો >

બેસ્તાઇલ

બેસ્તાઇલ : પૅરિસમાં રાજકીય કેદીઓ માટે જેલ તરીકે વપરાતો કિલ્લો. ફ્રાંસના રાજા ચાર્લ્સ પાંચમાએ 1370માં તે કિલ્લો બંધાવ્યો હતો. સત્તરમી સદીથી રાજાના વિરોધી અમલદારો કે પ્રતિપક્ષીઓને પૂરવા માટે જેલ તરીકે તે વપરાવા લાગ્યો. 14 જુલાઈ 1789ના રોજ પૅરિસના લોકોએ લુઈ સોળમાના અમલ દરમિયાન તેમાં રાખેલાં શસ્ત્રો તથા દારૂગોળો કબજે કરવા…

વધુ વાંચો >

બૉક્સર વિદ્રોહ

બૉક્સર વિદ્રોહ (1900) : ચીનમાંથી વિદેશીઓને દૂર કરવા થયેલો વિદ્રોહ. ચીનમાં બૉક્સર વિદ્રોહના સમયે સમ્રાટ કુઆંગ-શુનું શાસન હતું; પરન્તુ રાજમાતા ત્ઝૂ–શી વાસ્તવિક સત્તા ભોગવતી હતી. આ દરમિયાન જાપાની, રશિયન, બ્રિટિશ, અમેરિકન વગેરે વિદેશી લોકોએ આર્થિક સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓ દ્વારા ચીનનું આર્થિક શોષણ કર્યું. ચીનના સાર્વભૌમત્વ માટે પણ ભય પેદા થયો. ચીનમાં…

વધુ વાંચો >

બોલિવિયા

બોલિવિયા : દક્ષિણ અમેરિકાની મધ્યમાં ઍન્ડીઝ ગિરિમાળામાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 9° 40´થી 22° 40´ દ. અ. અને 57° 30´થી 69° 40´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેનો કુલ વિસ્તાર 10,98,581 ચોકિમી. જેટલો છે. તેનું ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 1,448 કિમી. અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ અંતર 1,287 કિમી. છે.…

વધુ વાંચો >

બ્રહ્મદેશ

બ્રહ્મદેશ : જુઓ મ્યાનમાર

વધુ વાંચો >

બ્રિટિશ હિંદસેના

બ્રિટિશ હિંદસેના : ભારતમાં બ્રિટિશ સરકારનું લશ્કર. ઈ. સ. 1858માં ભારતની સરકારનો વહીવટ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તાજને સોંપી દીધો. તે પછી લશ્કરની પુનર્રચનાનો પ્રશ્ન સૌથી વધુ મહત્વનો હતો. બળવાના બનાવમાંથી અંગ્રેજોએ ત્રણ સિદ્ધાંતો ઘડ્યા હતા : (1) બ્રિટિશ સૈનિકોની સંખ્યા વધારવી અને ભારતીય સૈનિકો ઘટાડવા; (2) કોઈ એક કોમના…

વધુ વાંચો >

બ્રૂસ, જેમ્સ

બ્રૂસ, જેમ્સ (જ. 1730, ફૉલકર્ક, મધ્ય સ્કૉટલૅન્ડ; અ. 1794) : સંશોધનલક્ષી સાહસખેડુ. 1763થી 1965 દરમિયાન તેમણે અલ્જિરિયા ખાતે કૉન્સલ જનરલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. 1768માં તેમણે નાઇલ નદી મારફત ઍબિસિનિયાનો સાહસપ્રવાસ ખેડ્યો, તેથી જ તેઓ ‘ધી ઍબિસિનિયન’ના લાડકા નામે લોકપ્રિય બન્યા. 1770માં તેઓ ‘બ્લૂ નાઇલ’ના મૂળ સુધી પહોંચ્યા હતા. તેમણે…

વધુ વાંચો >

બ્રેસ્ટર્ડ, જેમ્સ હેનરી

બ્રેસ્ટર્ડ, જેમ્સ હેનરી (જ. 1865, રૉકફૉર્ડ II, અમેરિકા; અ. 1935) : પુરાતત્વવિજ્ઞાની અને ઇતિહાસકાર. તેમણે અમેરિકામાં ઇજિપ્ત-વિદ્યાનો સૌપ્રથમ આરંભ અને અભ્યાસ કર્યો. તેમણે યેલ યુનિવર્સિટી તથા બર્લિનમાં પણ અભ્યાસ કર્યો હતો. 1894માં તેઓ શિકાગો યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા. 1894માં 5 ગ્રંથો રૂપે પ્રગટ થયેલ અભ્યાસ-સંશોધનના પુસ્તક ‘ઍન્શિયન્ટ કૉર્ડ્ઝ ઑવ્ ઇજિપ્ત’માં…

વધુ વાંચો >

બ્રેસ્ત-લિતોવસ્કની સંધિ

બ્રેસ્ત-લિતોવસ્કની સંધિ : ઑક્ટોબર 1917ની ક્રાંતિ બાદ સોવિયેત રશિયાની સરકારે પ્રથમ વિશ્વયુદ્ધમાંથી ખસી જવા જર્મની સાથે કરેલી સંધિ. લેનિન માનતો હતો કે ક્રાંતિ અને પોતાની સત્તા જાળવવા કોઈ પણ ભોગે જર્મની સાથે સંધિ કરવી જોઈએ. બ્રેસ્ત-લિતોવસ્કમાં સોવિયેત પ્રતિનિધિમંડળના આગેવાન વિદેશમંત્રી ત્રોત્સ્કીએ જર્મની અને ઑસ્ટ્રિયાના વિદેશમંત્રીઓ સાથે મંત્રણા શરૂ કરી. 3જી…

વધુ વાંચો >