બ્રૂસ, જેમ્સ (જ. 1730, ફૉલકર્ક, મધ્ય સ્કૉટલૅન્ડ; અ. 1794) : સંશોધનલક્ષી સાહસખેડુ. 1763થી 1965 દરમિયાન તેમણે અલ્જિરિયા ખાતે કૉન્સલ જનરલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. 1768માં તેમણે નાઇલ નદી મારફત ઍબિસિનિયાનો સાહસપ્રવાસ ખેડ્યો, તેથી જ તેઓ ‘ધી ઍબિસિનિયન’ના લાડકા નામે લોકપ્રિય બન્યા. 1770માં તેઓ ‘બ્લૂ નાઇલ’ના મૂળ સુધી પહોંચ્યા હતા.

તેમણે લખેલું ‘ટ્રાવેલ્સ ટુ ડિસ્કવર ધ સૉર્સિઝ ઑવ્ ધ નાઇલ’ નામનું પુસ્તક 1790માં પ્રગટ થયું અને સાહસપ્રેમી વર્ગમાં તે ખૂબ આદર પામ્યું.

મહેશ ચોકસી