ઇતિહાસ – જગત

બારૂક, બર્નાર્ડ મેન્સ

બારૂક, બર્નાર્ડ મેન્સ (જ. 19 ઑગસ્ટ 1870, કામદેન, સાઉથ કૅરોલિના, યુ.એસ.; અ. 20 જૂન 1965, ન્યૂયૉર્ક, યુ.એસ.) : વીસમી સદીના પૂર્વાર્ધના ઘણા અમેરિકી રાષ્ટ્રપ્રમુખોના આર્થિક સલાહકાર, શાહુકાર અને દાનવીર. 1889માં ન્યૂયૉર્કમાંથી સ્નાતકની પદવી હાંસલ કરી શેરબજાર દ્વારા તેમણે અઢળક સંપત્તિ એકત્ર કરી. નાણાક્ષેત્રે તેમના કૌશલ્યને અનુલક્ષીને 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18)…

વધુ વાંચો >

બાર્થોલૉમ્યુ, ડાયઝ

બાર્થોલૉમ્યુ, ડાયઝ (જ. આશરે 1450; અ. 1500) : પૉર્ટુગલના પંદરમી સદીના સાહસિક દરિયાઈ પ્રવાસી અને સંશોધક. એમણે પશ્ચિમ યુરોપથી આફ્રિકા થઈને એશિયા આવવાનો જળમાર્ગ શોધ્યો હતો. એમના શરૂઆતના જીવન વિશે માહિતી મળતી નથી; પરંતુ એ દરિયો ખેડવાનું કામ કરતા હશે. 1481–82માં આફ્રિકાના ગોલ્ડ કોસ્ટ(વર્તમાન ઘાના)ના પ્રવાસે જનાર દરિયાઈ ટુકડીમાં એક…

વધુ વાંચો >

બાસ્કરવિલ, જૉન

બાસ્કરવિલ, જૉન (જ. 1706, ઇંગ્લૅન્ડ; અ. 1775) : વિખ્યાત આંગ્લ મુદ્રક. તેમણે સૌપ્રથમ બર્મિંગહામમાં રાઇટિંગ માસ્ટર તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. 1740માં તેમણે વાર્નિશકામનો વ્યવસાય સફળતાપૂર્વક અપનાવ્યો અને ધીકતી કમાણી કરી. આશરે 1750થી તેમણે અક્ષરોના કોતરણીકામ (letter-founding) વિશે પ્રયોગો કરવાનો પ્રારંભ કર્યો. તેના પરિણામે તેમણે એક નવી જ જાતના ટાઇપનું નિર્માણ…

વધુ વાંચો >

બાહલિક (રાજા)

બાહલિક (રાજા) : કુરુવંશનો એક પ્રતાપી રાજા. તે બાહલિક દેશના રાજા પ્રતીપ અને રાણી સુનંદાનો પુત્ર અને ઉત્તરાધિકારી હતો. જરાસંધનો મિત્ર હોઈને તે મથુરા પરના આક્રમણ વખતે જરાસંધની સહાયતામાં રહ્યો હતો. જરાસંધે તેને દક્ષિણ પ્રવેશદ્વાર અને ગોમાંતકથી દક્ષિણના પ્રદેશનો અધિપતિ બનાવ્યો હતો. તેની બહેનો રોહિણી અને પૌરવીનાં લગ્ન યાદવનેતા વસુદેવ…

વધુ વાંચો >

બિયર્ડ, ચાર્લ્સ એ.

બિયર્ડ, ચાર્લ્સ એ. (જ. 27 નવેમ્બર 1874, કિંગ્સટાઉન, ઇન્ડિયાના; અ. 1 સપ્ટેમ્બર 1948, ન્યૂ હેવન, ‘કનેક્ટિકટ) : યુનાઇટેડ સ્ટેટ્સનો વીસમી સદીનો અગ્રણી ઇતિહાસકાર. એણે યુ.એસ.ના ઇતિહાસનું આર્થિક ર્દષ્ટિબિંદુથી મૌલિક અર્થઘટન કર્યું હતું. એનો જન્મ સમૃદ્ધ કુટુંબમાં થયો હતો. એણે ઇન્ડિયાનાના ગ્રીન કેસલની ડી પૉ યુનિવર્સિટીમાં રાજનીતિ અને રાજ્યશાસ્ત્ર વિષયનો અભ્યાસ…

વધુ વાંચો >

બિસ્માર્ક, ઑટો વૉન

બિસ્માર્ક, ઑટો વૉન (જ. 1 એપ્રિલ 1815, શોનહોઝન, પ્રશિયા; અ. 30 જુલાઈ 1896, ફ્રેડરિશરૂહ, જર્મની) : પ્રશિયાના વડા પ્રધાન. જર્મન સામ્રાજ્યના સર્જક અને પ્રથમ ચાન્સેલર. તે પ્રશિયાના જમીનદારના પુત્ર હતા. તેમણે ગોટિંગન અને બર્લિન યુનિવર્સિટીમાં કાયદાનું શિક્ષણ લીધું. પછી પ્રશિયાના ન્યાયતંત્રમાં વહીવટદાર તરીકે જોડાયા; પરંતુ તેમાંથી રાજીનામું આપી 1847માં ત્યાંની…

વધુ વાંચો >

બુવયહ

બુવયહ : એક ઈરાની રાજવંશનું નામ. તેના રાજવીઓએ ઈરાન તથા ઇરાકના પ્રદેશો ઉપર દસમા સૈકામાં શાસન કર્યું હતું. બુવયહ અથવા બુયહ નામના એક સરદારના નામ ઉપરથી વંશનું નામ બુવયહ પડ્યું હતું. આ વંશની શરૂઆત બુવયહના ત્રણ દીકરા અલી, અલ-હસન અને અહમદે કરી હતી. તેઓ બનૂ બુવયહ (બુવયહના વંશજો) કહેવાતા હતા.…

વધુ વાંચો >

બેક, ચાર્લ્સ ટિલસ્ટૉન

બેક, ચાર્લ્સ ટિલસ્ટૉન (જ. 1800, લંડન; અ. 1874) : ઇંગ્લૅન્ડના સાહસખેડુ સંશોધક અને બાઇબલના વિવેચક. પ્રાચીન ઇતિહાસ, તત્વજ્ઞાન તથા માનવવંશશાસ્ત્રના નિષ્ણાત અભ્યાસી. તેમણે ‘રિસર્ચિઝ ઇન પ્રિમીવલ હિસ્ટ્રી’ (1834) નામનું આધારભૂત લેખાતું પુસ્તક લખ્યું. 1840–43 દરમિયાન તેમણે ઍબિસિનિયાનો સંશોધનલક્ષી સાહસપ્રવાસ ખેડ્યો અને બ્લૂ નાઇલના વહેણમાર્ગનો અભ્યાસ કર્યો તથા 70,000 જેટલા ચોમી.…

વધુ વાંચો >

બૅક્ટ્રિયા

બૅક્ટ્રિયા : મધ્ય એશિયાનો પ્રાચીન દેશ. એશિયામાં હિંદુકુશ પર્વતમાળા અને અમુદરિયા (ઓક્ષસ) નદી વચ્ચેના પ્રદેશમાં તે આવેલો છે. હાલના અફઘાનિસ્તાનનો થોડો ભાગ અને ઉઝબેકિસ્તાનના પ્રદેશોનો એ બનેલો હતો. તેની ઉત્તર તરફ સોઘડિયાના, પૂર્વ અને દક્ષિણ તરફ હિન્દુકુશ પર્વતો તથા પશ્ચિમે આરાકોસિયા અને અરિયાની સીમાઓ આવેલી છે. તેનો કુલ વિસ્તાર અફઘાનિસ્તાનના…

વધુ વાંચો >

બેદુઇન

બેદુઇન : મધ્યપૂર્વના રણપ્રદેશોમાં ટોળીઓમાં વિચરતી અરબ જાતિના લોકો. આ લોકો તેમના જીવનનિર્વાહ માટે પાણીની તેમજ તેમનાં ઊંટો, ઘેટાં, બકરાં માટેની ગોચરભૂમિની શોધમાં પરંપરાગત રીતે રણોમાં ભટકતા રહે છે. આશરે 10 લાખ જેટલા બેદુઇનો પૈકીના ઘણાખરા મુસ્લિમ છે અને અરબી ભાષાની કેટલીક બોલીઓનો ઉપયોગ કરે છે, તેઓ તંબુઓમાં રહે છે.…

વધુ વાંચો >