ઇતિહાસ – જગત

પેતાં હેન્રી ફિલિપ (બેનોની ઓમાર)

પેતાં, હેન્રી ફિલિપ (બેનોની ઓમાર) (જ. 24 એપ્રિલ 1856, કાઉચી-લા-તૂર; અ. 23 જુલાઈ, 1951, લિદયુ) : ફ્રાન્સના લશ્કરના સેનાપતિ તથા રાજદ્વારી નેતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનો સાથે સાથ અને સહકાર સાધવા સબબ વૃદ્ધ વયે તેમના પર કામ ચલાવીને જન્મટીપની સજા ફટકારવામાં આવી હતી. ઉત્તર ફ્રાન્સમાં એક ખેડૂત પરિવારમાં જન્મ. પ્રાથમિક…

વધુ વાંચો >

પેપિરસ

પેપિરસ : એક જાતની વનસ્પતિનો છોડ. પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદી નજીકની ભેજવાળી જગ્યામાં તથા ખાબોચિયાંમાં પેપિરસ નામનો છોડ ઊગતો હતો. તેની છાલને ઘસીને સુંવાળી બનાવી, એકબીજી સાથે જોડીને કાગળના લાંબા વીંટા (roll) બનાવવામાં આવતા હતા. એ રીતે દુનિયામાં સૌપ્રથમ કાગળ બનાવવાની શરૂઆત થઈ. તેથી જગતમાં સૌપ્રથમ લેખનકળાનો વિકાસ પણ અહીં…

વધુ વાંચો >

પેરિક્લિસ

પેરિક્લિસ (જ. ઈ. સ. પૂ. 490, ઍથેન્સ; અ. ઈ. સ. પૂ. 429, ઍથેન્સ) : ઍથેન્સનો પ્રતિભાશાળી રાજપુરુષ અને સર્વતોમુખી પ્રગતિનો સર્જક. તે ઉમરાવ કુટુંબમાં જન્મ્યો હતો. તેના પિતા ઝેનથિપ્પસ ઍથેન્સના સેનાપતિ અને રાજકીય નેતા હતા. તેની માતા લોકશાહીવાદી ક્લિસ્થેનિસની ભત્રીજી હતી. પેરિક્લિસ તત્વજ્ઞાન, તર્કશાસ્ત્ર અને સાહિત્યનો પ્રખર અભ્યાસી હતો. ડેમન…

વધુ વાંચો >

પૅરિસ

પૅરિસ : ફ્રાન્સનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 48o 52′ ઉ. અ. અને 2o 20′ પૂ. રે. મધ્ય ફ્રાન્સના ઉત્તર ભાગમાં તે સીન નદીના બંને કાંઠે વિશાળ ગોળાકાર વિસ્તારમાં પથરાયેલું છે. ઇંગ્લિશ ખાડી પરના સીન નદીના મુખથી અગ્નિકોણમાં 170 કિમી.ને અંતરે તે ગીચ વસ્તીવાળા ફળદ્રૂપ પ્રદેશમાં આવેલું…

વધુ વાંચો >

પેરુ

પેરુ : દક્ષિણ અમેરિકા ખંડના પશ્ચિમ ભાગમાં પૅસિફિક મહાસાગર કિનારે આવેલો સ્વતંત્ર પ્રજાસત્તાક દેશ. વિસ્તારની દૃષ્ટિએ દક્ષિણ અમેરિકામાં તે બ્રાઝિલ અને આર્જેન્ટિના પછી ત્રીજા ક્રમે આવે છે. 0oથી 18o 20′ દ. અ. અને 68o 35’થી 81o 20′ પ. રે. વચ્ચેનો 12,85,216 ચોકિમી. જેટલો કુલ ભૌગોલિક વિસ્તાર તે આવરી લે છે.…

વધુ વાંચો >

પેલેન્ક્યુ

પેલેન્ક્યુ : મેક્સિકોમાં આવેલ પ્રાચીન માયા સંસ્કૃતિનું નાશ પામેલ પ્રસિદ્ધ નગર. તેનું મૂળ નામ જાણવા મળતું ન હોવાથી, નજીકના ગામ પરથી આ નામ આપ્યું છે. ઈ. સ.ની સાતમી અને આઠમી સદીમાં તે નગરની જાહોજલાલી હતી. મેક્સિકોના હાલના ચિયાપાસ રાજ્યમાં તે આવેલ હતું. સ્પૅનિશ લોકોએ સોળમી સદીમાં તે વિસ્તારો જીતી લીધા…

વધુ વાંચો >

પૅલેસ્ટાઇન (ઇતિહાસ)

પૅલેસ્ટાઇન (ઇતિહાસ) : ભૂમધ્ય સમુદ્રના પૂર્વ કિનારે આવેલો નાનકડો પ્રદેશ. દુનિયાના સૌથી વધારે ઐતિહાસિક મહત્વ ધરાવતા પ્રદેશોમાંનો તે એક છે. યહૂદી અને ખ્રિસ્તી ધર્મની શરૂઆત આ પ્રદેશમાં થઈ હતી. બાઇબલમાં વર્ણવેલાં ઘણાં સ્થળો આ પ્રદેશમાં આવેલાં છે. ઇજિપ્ત અને નૈર્ઋત્ય એશિયા વચ્ચે આવેલા આ પ્રદેશ ઉપર ઘણાં આક્રમણો થયાં છે…

વધુ વાંચો >

પેલોપોનિશ્યન યુદ્ધો

પેલોપોનિશ્યન યુદ્ધો : ઍથેન્સ ને સ્પાર્ટાનાં નગરરાજ્યો વચ્ચેનાં યુદ્ધો. પ્રાચીન ગ્રીસમાં કેટલાંક સ્વાયત્ત નગરરાજ્યો આવેલાં હતાં; જેમાં ઍથેન્સ તથા સ્પાર્ટા મુખ્ય તેમજ શક્તિશાળી નગરરાજ્યો હતાં. ગ્રીસનાં નગરરાજ્યોના ભૌગોલિક તેમજ પ્રાદેશિક રીતે બે વિભાગ હતા : (1) પેલો પોનેસસનો પ્રદેશ તથા (2) ગ્રીસનો અન્ય પ્રદેશ. પેલો પોનેસસમાં ડોરિયન લોકોની મુખ્ય વસ્તી…

વધુ વાંચો >

પોલિબિયસ

પોલિબિયસ (જ. ઈ. સ. પૂ. 2૦૦, મૅગાલોપોલીસ, ગ્રીસ; અ. ઈ. સ. પૂ. 118) : પ્રાચીન ગ્રીસનો પ્રખ્યાત ઇતિહાસકાર. તેનો સમય ગ્રીસ પરનાં રોમનાં આક્રમણોનો સમય હતો. તેણે રોમ સામે ત્રીજા મેસિડોનિયન યુદ્ધમાં (ઈ. સ. પૂ. 1681-66) ભાગ લીધો હતો. આ યુદ્ધમાં ગ્રીકોનો પરાજય થતાં યુદ્ધકેદી તરીકે તેને રોમ લઈ જવામાં…

વધુ વાંચો >

પોલો માર્કો

પોલો, માર્કો (જ. 15 સપ્ટેમ્બર 1254, વેનિસ, ઇટાલી; અ. 8 જાન્યુઆરી 1324, વેનિસ) : ઇટાલીના વેનિસનો વેપારી, વિશ્ર્વપ્રવાસી તથા સંશોધક, જેનો એશિયાના પ્રવાસવર્ણનનો ગ્રંથ પ્રમાણભૂત માહિતી-સ્રોત મનાતો. પોલો કુટુંબ મધ્યપૂર્વ સાથે વેપાર કરીને સમૃદ્ધ બન્યું હતું. માર્કોના પિતા નિકોલો અને કાકા મેફિયો વેપારી તરીકે 1260-69 દરમિયાન ચીન ગયા હતા. ત્યાંથી…

વધુ વાંચો >