ઇતિહાસ – જગત

ફિરિશ્તા, મોહંમદ કાસિમ

ફિરિશ્તા, મોહંમદ કાસિમ (જ. 1570; અ. 1620) : યુરોપના ફારસી તવારીખનવીસોમાં પ્રસિદ્ધ ઇતિહાસકાર. કાસ્પિયન સમુદ્રને કિનારે આવેલા અસ્તરાબાદ મુકામે જન્મ્યા હતા. તેમના પિતા ગુલામઅલી હિન્દુશાહ પણ વિદ્વાન પુરુષ હતા, ફિરિશ્તાને બાલ્યાવસ્થામાં પોતાની સાથે હિંદ લઈ આવીને દક્ષિણ હિંદમાં અહમદનગર મુકામે વસવાટ કર્યો હતો. અહીં મુર્તુઝા નિઝામશાહે પોતાના પુત્ર મીરાન હુસયનના…

વધુ વાંચો >

ફિલિપ – બીજો

ફિલિપ – બીજો (1)  (જ. ઈ. પૂ. 382, પેલ્લા, મેસિડોનિયા; અ. ઈ. પૂ. 336) : ગ્રીસની ઉત્તરે આવેલા મેસિડોનિયાના રાજા અને ઍલેક્ઝાંડર(સિકંદર)ના પિતા. એમિન્ટાસ બીજાના સૌથી નાના પુત્ર ફિલિપને તેમની કિશોરવયમાં કેટલાંક વર્ષ થિબ્સમાં બાન (hostage) તરીકે રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તત્કાલીન જાણીતા સેનાપતિઓ પાસે તે લશ્કરી વિજ્ઞાન શીખ્યા.…

વધુ વાંચો >

ફીચ, રાલ્ફ

ફીચ, રાલ્ફ (જ. 1550; અ. 4 ઑક્ટોબર, 1611 લંડન) : ભારત તથા અગ્નિએશિયાનો પ્રવાસ કરનાર પ્રથમ અંગ્રેજોમાંનો એક; લંડનનો વેપારી. ફેબ્રુઆરી 1583માં જૉન ન્યૂબેરી, જૉન એલ્ડર્ડ, વિલિયમ લિડીઝ, જેમ્સ સ્ટોરી અને ફીચ રાલ્ફ જહાજમાં પ્રવાસ શરૂ કરીને સિરિયા ગયા. ત્યાંથી તેઓ બગદાદ તથા બસરા થઈને ઈરાની અખાતના જાણીતા નગર હોરમઝ…

વધુ વાંચો >

ફુ-નાન

ફુ-નાન : કંબોડિયાના મેકોંગની નીચલી ખીણમાં સ્થપાયેલું સહુથી જૂનું હિંદુ રાજ્ય. હાલ હિંદી-ચીન દ્વીપકલ્પમાં સમાયેલો વિસ્તાર ‘ફુનાન’ તરીકે ઓળખાતો હતો ને એની રાજધાની વ્યાધપુર (પ્રાયઃ બા ફ્નોમ્ પાસે) હતી. અભિલેખોમાં નોંધાયેલી અનુશ્રુતિ અનુસાર એ ઈ. સ.પૂર્વે 1લી સદીમાં ભારતથી આવેલા કૌણ્ડિન્ય નામના બ્રાહ્મણે સ્થાપ્યું હતું. એણે એ સ્થળની નાગ રાજકન્યા…

વધુ વાંચો >

ફુસી

ફુસી (ઈ. પૂ. 2900) : પ્રાચીન દંતકથા મુજબ ચીનનો પ્રથમ સમ્રાટ. તે પાઓ સી અથવા મી સી તરીકે પણ ઓળખાય છે. તેનો જન્મ દૈવી માનવામાં આવે છે. તેણે પ્રાણીઓને કેળવ્યાં, તેની પ્રજાને ખોરાક રાંધતાં, જાળ વડે માછલીઓ પકડતાં અને લોખંડનાં હથિયારો વડે શિકાર કરતાં શીખવ્યું. તેણે ચીનમાં લગ્ન કરવાની પ્રથા…

વધુ વાંચો >

ફેરો

ફેરો : ઇજિપ્તના પ્રાચીન રાજા માટે વપરાતો શબ્દ. ઇજિપ્તની ભાષામાં તેનો અર્થ ‘રાજમહેલ’ થાય છે. ઇજિપ્તના અઢારમા રાજવંશથી એટલે કે ઈ. પૂ. 1554થી ત્યાંનો રાજા ‘ફેરો’ કહેવાતો અને બાવીસમા રાજવંશથી એટલે ઈ. પૂ. 954થી તે માનદર્શક ખિતાબ તરીકે વપરાવા લાગ્યો. ઓલ્ડ ટેસ્ટામેન્ટના લેખકોએ ઇજિપ્તના રાજાના ખિતાબ તરીકે ‘ફેરો’ શબ્દનો ઉપયોગ…

વધુ વાંચો >

ફૉર્બ્સ, ઍલેક્ઝાન્ડર કિન્લૉક

ફૉર્બ્સ, ઍલેક્ઝાન્ડર કિન્લૉક (જ. 7 જુલાઈ 1821, લંડન; અ. 31 ઑગસ્ટ 1865, પુણે) : સાહિત્ય-સંસ્કૃતિપ્રેમી, ઇતિહાસવિદ્, ગુજરાત-વત્સલ અંગ્રેજ અમલદાર. સ્થપતિ થવા માટે બ્રિટિશ કલાવિદ જ્યૉર્જ બાસ્સેવિની પાસે શિલ્પ-સ્થાપત્યનો અભ્યાસ કર્યો. સંજોગોવશાત્ હિંદી સનદી સેવા માટે હેલિબરી સ્કૂલમાં તાલીમ લઈ સનદી અમલદાર તરીકે ભારતમાં, અહમદનગરમાં ત્રીજા મદદનીશ કલેક્ટર તરીકે જોડાયા (1843).…

વધુ વાંચો >

ફ્રાંસની ક્રાન્તિ (1789થી 1799)

ફ્રાંસની ક્રાન્તિ (1789થી 1799) : ફ્રાંસની રાજાશાહી વિરુદ્ધ થયેલી ક્રાન્તિ. આપખુદ તેમજ પીડક રાજ્યતંત્ર, દોષપૂર્ણ શોષણખોર અર્થતંત્ર, કુલીનતા અને સામાજિક ભેદભાવ, કાયદાની અસમાનતા, ધાર્મિક અસહિષ્ણુતા વગેરેને આ ક્રાન્તિ કે રાષ્ટ્રીય ચળવળના ઉદભવનાં મુખ્ય પરિબળો કહી શકાય. આને લગતી ચિંતકો–સાહિત્યકારોની કૃતિઓને પણ પ્રેરણાસ્રોત ગણી શકાય. લોકશાસન તથા મુક્ત સમાજની સ્થાપના માટે…

વધુ વાંચો >

ફ્રેડરિક બાર્બારૉસા

ફ્રેડરિક બાર્બારૉસા (જ. આશરે 1121; અ. 1190) : જર્મનીના રાજા અને પવિત્ર રોમન સમ્રાટ. તેમના કાકા જર્મનીના રાજા કૉનરાડ ત્રીજાના અવસાન બાદ તેઓ 1152માં ગાદીએ બેઠા. તેઓ ‘ફ્રેડરિક પહેલા’ તરીકે ઓળખાય છે. 1155માં તે પવિત્ર રોમન સમ્રાટ બન્યા. જર્મન લોકો મહાન રાષ્ટ્રીય વીરપુરુષ તરીકે તેમની પ્રશંસા કરે છે અને તેમને…

વધુ વાંચો >

બરામિકા

બરામિકા : એક ઈરાની ખાનદાન (વંશ). ‘બરમક’ શબ્દનું અરબી બહુવચન. જોકે બરમક મૂળ ફારસી શબ્દ છે. તેનું મૂળ સ્વરૂપ ‘બરમુગ’ યા ‘પીરમુગ’ છે. તેનો અર્થ ‘અગિયારીનો મોટો પૂજારી’ એવો થાય છે. ‘નવબહાર’ના પૂજારીઓને ‘બરમક’ કહેવામાં આવતા. આમ ‘બરમક’ કોઈ એક વ્યક્તિનું નામ નહોતું, પરંતુ તે ‘નૌ બહાર’ના વંશ-પરંપરાગત મુખ્ય પૂજારીનો…

વધુ વાંચો >