ઇતિહાસ – જગત

પિસિસ્ટ્રેટસ

પિસિસ્ટ્રેટસ (જ. ઈ. સ. પૂ. 600; અ. ઈ. સ. પૂ. 527) : પ્રાચીન ગ્રીસના પ્રસિદ્ધ નગરરાજ્ય ઍથેન્સનો પ્રબુદ્ધ સરમુખત્યાર. એનો જન્મ ઈ. સ. પૂ. 600માં ઉમરાવ કુટુંબમાં થયો હતો. તે મહત્ત્વાકાંક્ષી હતો અને ઍથેન્સમાં સરમુખત્યાર થવા ઇચ્છતો હતો. એ સમયે ઍથેન્સમાં મેદાન પક્ષનો નેતા લાયકરગસ અને સમુદ્રકિનારા પક્ષનો નેતા મૅગાક્લીસ…

વધુ વાંચો >

પીટર ધ ગ્રેટ

પીટર, ધ ગ્રેટ (જ. 9 જૂન 1672, મૉસ્કો; અ. 8 ફેબ્રુઆરી 1725) : આધુનિક રશિયાનો પાયો નાખનાર શક્તિશાળી રશિયન શહેનશાહ. તેના નબળા મનના ભાઈ ઇવાન પાંચમાની સાથે તે દસ વરસની વયે રશિયાનો સંયુક્ત ગાદીપતિ થયો. તેના પાલક તરીકે બહેન સોફિયા હતી. પીટરના અનુયાયીઓએ ઇવાનને રીજંસી પદેથી 1689માં પદભ્રષ્ટ કરતાં તે…

વધુ વાંચો >

પીસા

પીસા : મધ્ય ઇટાલીમાં આર્નો નદીના ઉત્તરકાંઠે આવેલું નગર. ઈ. પૂ. 180 પછી પીસામાં રોમનોની વસાહત સ્થપાઈ હતી. દસમી સદીમાં ટસ્કની પ્રાંતના મોટા શહેર તરીકે તે પ્રસિદ્ધ હતું. તેરમી સદીના અંતમાં અહીં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. 1348માં અહીં પ્લેગનો રોગ ફાટી નીકળ્યો ત્યારે ઘણો વિનાશ થયો હતો. 1406માં ફ્લૉરેન્સની આણ નીચે…

વધુ વાંચો >

પુરુષપુર (પેશાવર)

પુરુષપુર (પેશાવર) : ભારતની વાયવ્ય સરહદે આવેલું શહેર. ઈ. સ.ની પ્રથમ સદીમાં થઈ ગયેલ કુષાણ વંશના મહાન પ્રતાપી સમ્રાટ કનિષ્ક પહેલાની તે રાજધાની હતી. ચીની પ્રવાસીઓ ફાહિયાન, સુંગ યુન અને હ્યુએન સંગના જણાવવા મુજબ કનિષ્કે ત્યાં 183 મી. ઊંચો સ્તૂપ બંધાવ્યો હતો. તેમણે તે સ્તૂપની ભવ્યતાનું વર્ણન કર્યું છે. બુદ્ધના…

વધુ વાંચો >

પૂર્વીય પ્રશ્ન

પૂર્વીય પ્રશ્ન : યુરોપના દક્ષિણ-પૂર્વના વિસ્તારોમાં ઓગણીસમી સદી દરમિયાન તુર્કી સત્તા નબળી પડવાને કારણે અને યુરોપીય મહાસત્તાઓ વચ્ચેની સત્તાની સાઠમારીમાંથી ઊભી થયેલી રાજકીય સમસ્યા. મધ્યયુગ દરમિયાન તુર્કી સુલતાનોએ દક્ષિણપૂર્વીય યુરોપના બાલ્કન પ્રદેશ તરીકે ઓળખાતા વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી હતી. ત્યાં વંશીય અને ધાર્મિક વિભિન્નતા ધરાવતી અનેક પ્રજાઓ વસતી હતી. અઢારમી…

વધુ વાંચો >

પૂર્વીય રોમન સામ્રાજ્ય

પૂર્વીય રોમન સામ્રાજ્ય : પ્રાચીન રોમન સામ્રાજ્યનો પૂર્વ વિભાગ. તેનું રોમન સામ્રાજ્યના પતન પછી એક સ્વતંત્ર સામ્રાજ્ય તરીકે પંદરમી સદી સુધી અસ્તિત્વ ટકી રહ્યું. મધ્યયુગમાં તે બાયઝેન્ટાઇન સામ્રાજ્ય તરીકે જાણીતું બન્યું હતું. છઠ્ઠી સદી દરમિયાન તેની સત્તાની પરાકાષ્ઠાએ પશ્ચિમમાં દક્ષિણ સ્પેનથી પૂર્વમાં ઈરાનની સરહદ સુધીના ભૂમધ્યકાંઠા, ઉત્તર આફ્રિકા અને એશિયા…

વધુ વાંચો >

પેટ્રિશિયન

પેટ્રિશિયન : પ્રાચીન રોમમાં વિશેષાધિકારો ભોગવતા શ્રીમંતોનો વર્ગ. રોમમાં ઈ. સ. પૂ. છઠ્ઠી સદીના પ્રારંભે (ઈ. સ. પૂ. 509) રાજાશાહી શાસનનો અંત આણીને પ્રજાસત્તાક સરકારની સ્થાપના કરવામાં આવી. આ સમયે રોમમાં મુખ્ય બે સામાજિક વર્ગો : (1) પેટ્રિશિયન તથા (2) પ્લેબિયન હતા. પેટ્રિશિયનમાં વહીવટકર્તાઓ, ઉમરાવો, ઉદ્યોગપતિઓ, મોટા વેપારીઓ વગેરેનો સમાવેશ…

વધુ વાંચો >

પેટ્રિશિયન-પ્લેબિયન વિગ્રહો

પેટ્રિશિયન–પ્લેબિયન વિગ્રહો : રોમના બે વર્ગો વચ્ચે થયેલ આંતરવિગ્રહ. રોમની પ્રજાએ ઈ. સ. પૂ. છઠ્ઠી સદીના પ્રારંભે રાજાશાહીનો અંત લાવીને પ્રજાસત્તાકની સ્થાપના કરી (ઈ. સ. પૂ. 509). આ પછી રાજાશાહી પુન:સ્થાપિત થાય તથા એક વ્યક્તિ સરમુખત્યાર ન બને તે માટે લોકશાહી માળખું ઊભું કરવામાં આવ્યું. તે અનુસાર લોકો મારફત કૉન્સલ…

વધુ વાંચો >

પેતાં હેન્રી ફિલિપ (બેનોની ઓમાર)

પેતાં, હેન્રી ફિલિપ (બેનોની ઓમાર) (જ. 24 એપ્રિલ 1856, કાઉચી-લા-તૂર; અ. 23 જુલાઈ, 1951, લિદયુ) : ફ્રાન્સના લશ્કરના સેનાપતિ તથા રાજદ્વારી નેતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનો સાથે સાથ અને સહકાર સાધવા સબબ વૃદ્ધ વયે તેમના પર કામ ચલાવીને જન્મટીપની સજા ફટકારવામાં આવી હતી. ઉત્તર ફ્રાન્સમાં એક ખેડૂત પરિવારમાં જન્મ. પ્રાથમિક…

વધુ વાંચો >

પેપિરસ

પેપિરસ : એક જાતની વનસ્પતિનો છોડ. પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદી નજીકની ભેજવાળી જગ્યામાં તથા ખાબોચિયાંમાં પેપિરસ નામનો છોડ ઊગતો હતો. તેની છાલને ઘસીને સુંવાળી બનાવી, એકબીજી સાથે જોડીને કાગળના લાંબા વીંટા (roll) બનાવવામાં આવતા હતા. એ રીતે દુનિયામાં સૌપ્રથમ કાગળ બનાવવાની શરૂઆત થઈ. તેથી જગતમાં સૌપ્રથમ લેખનકળાનો વિકાસ પણ અહીં…

વધુ વાંચો >