ઇતિહાસ – જગત

પ્યુનિક વિગ્રહો (ઈ. પૂ. 264–146)

પ્યુનિક વિગ્રહો (ઈ. પૂ. 264–146) : પ્રાચીન સમયમાં રોમ અને કાર્થેજ વચ્ચે લડાયેલા વિગ્રહો. ભૂમધ્ય સમુદ્રના વિસ્તારમાં રોમન સત્તાનો ફેલાવો કરવા રોમ અને કાર્થેજ વચ્ચે ત્રણ યુદ્ધો થયાં, તે ‘પ્યુનિક વિગ્રહો’ તરીકે જાણીતાં છે. તે ત્રણેય વિગ્રહોમાં રોમનો વિજય થયો હતો. ફિનિશિયનોએ કાર્થેજ વસાવ્યું હતું. લૅટિન ભાષામાં ફિનિશિયનો માટે ‘પ્યુનિક’…

વધુ વાંચો >

પ્રતિધર્મસુધારણા

પ્રતિધર્મસુધારણા : જુઓ ધર્મસુધારણા

વધુ વાંચો >

પ્રાગનો કિલ્લો

પ્રાગનો કિલ્લો : ચેક રાષ્ટ્રનાં ઐતિહાસિક સ્મૃતિચિહ્નો પૈકી મહત્વનો ગણાતો કિલ્લો. તે એની ભવ્યતા માટે પ્રસિદ્ધ છે; એટલું જ નહિ, તે રાષ્ટ્રની ઓળખનું પ્રતીક બની રહેલો છે. તે સમયભેદે દેશનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર, પ્રાગના ધર્મગુરુના મઠનું સ્થળ, રાજવીઓ તથા પ્રમુખોના કાર્યાલયનું સ્થળ છે. પ્રાગમાં આજ સુધીમાં અવારનવાર ઘટેલી મુખ્ય…

વધુ વાંચો >

પ્રાગ્-ઇતિહાસ

પ્રાગ્-ઇતિહાસ : પૃથ્વીના ગ્રહ ઉપર મનુષ્યનો ઉદભવ એ જીવસૃષ્ટિની એક રોમાંચક ઘટના છે. માણસ એ વિશે કુતૂહલ સેવતો આવ્યો છે અને વૈજ્ઞાનિક સંશોધનો પહેલાં એણે આ વિષયમાં અનેક અટકળો કરી છે. દંતકથાઓ ને ધર્મકથાઓમાં મનુષ્યજાતિની ઉત્પત્તિ વિશે રસપ્રદ કલ્પનાઓ કરવામાં આવી છે. વિજ્ઞાન અને ઇતિહાસ વિષયક બુદ્ધિના ઉદય અને વિકાસ…

વધુ વાંચો >

પ્લિની (ગેયસ પ્લિનિયસ સિક્ધદસ)

પ્લિની (ગેયસ પ્લિનિયસ સિક્ધદસ) (જ. ઈ. સ. 23, નોવમ કોમમ, ઉત્તર ઇટાલી; અ. ઈ. સ. 79) : રોમન ઇતિહાસકાર. તે રોમ ગયો અને વકીલાત શરૂ કરી. ત્યારબાદ લશ્કરમાં જોડાઈને જર્મની, સ્પેન અને ગોલ પ્રદેશમાં સેવા આપી. સમ્રાટ વેસ્પેસિયન તેનો મિત્ર હતો. તેણે પ્લિનીને ગવર્નર તરીકે નીમ્યો હતો. તે ઘણો ઉદ્યમી…

વધુ વાંચો >

પ્લેબિયન

પ્લેબિયન : પ્રાચીન રોમમાં રાજકીય અધિકારોથી વંચિત વિશાળ નીચલો વર્ગ. રોમની પ્રજાએ ઈ. પૂ. છઠ્ઠી સદીની શરૂઆતમાં (ઈ. પૂ. 509) રાજાશાહી શાસનનો અંત લાવીને પ્રજાકીય સરકારની સ્થાપના કરી. આ સમયે રોમમાં બે મુખ્ય સામાજિક વર્ગ હતા : (1) પેટ્રિશિયન અને (2) પ્લેબિયન. પેટ્રિશિયન વર્ગ ઉચ્ચ હોદ્દેદારો, ઉમરાવો, ઉદ્યોગપતિઓ, મોટા વેપારીઓ…

વધુ વાંચો >

ફાતિમા

ફાતિમા (જ. ઈ. સ. 605/611; અ. 632) : ઇસ્લામના પયગંબર મુહમ્મદ (સ.અ.વ.) અને તેમનાં પ્રથમ પત્ની હજરત ખદીજા(રદિ.)ની 4 દીકરીઓમાંની એક દીકરી. હજરત ફાતિમાની અન્ય 3 બહેનો તે હજરત ઝૈનબ; હ. રૂકય્યા; અને હ. ઉમ્મે કુલસૂમ હતી. તેઓ પયગંબર સાહેબનાં સૌથી વધુ પ્રિય પુત્રી હતાં. માત્ર હ. ફાતિમાની ઓલાદ દ્વારા…

વધુ વાંચો >

ફારૂક

ફારૂક (1લો) (જ. 11 ફેબ્રુઆરી 1920, કેરો; અ. 18 માર્ચ 1965, રોમ) : 1936થી 1952 સુધી ઇજિપ્તના રાજા. રાજા ફાઉદના તે પુત્ર હતા અને તેથી તેમના વારસદાર તરીકે પસંદ થયા હતા. તેમણે પ્રારંભમાં ઇજિપ્તમાં અને પછીથી ઇંગ્લૅન્ડમાં શિક્ષણ લીધું. 1936માં ઇજિપ્તના રાજા તરીકે તેમની તાજપોશી થઈ. રાજ્યાભિષેક બાદ તેમણે રાજ્ય–વહીવટનાં…

વધુ વાંચો >

ફાહિયાન

ફાહિયાન : (જ. આશરે ઈ. સ. 340, વુચાંગ, ચીન; અ. આશરે ઈ. સ. 422) : બૌદ્ધ ધર્મના અભ્યાસ તથા બૌદ્ધ તીર્થ-સ્થળોની યાત્રા માટે ભારત અને દક્ષિણ એશિયાના દેશોનો પ્રવાસ કરનાર બૌદ્ધ સાધુ. તેમણે ગુપ્તવંશના ચંદ્રગુપ્ત બીજાના શાસન દરમિયાન ઈ. સ. 400–411 દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી. તેઓ ઉત્તર ચીનના ચાંગાનના…

વધુ વાંચો >

ફિદા, અબુલ

ફિદા, અબુલ (અબુલ ફિદા ઇમામુદ્દીન) (જ. 1273; અ. 1331) : મધ્યયુગના વિખ્યાત ભૂગોળશાસ્ત્રી તથા ઇતિહાસકાર. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆતમાં મમ્લૂક (ગુલામ) વંશના સુલતાનોના એક દરબારી તરીકે કામ કર્યું હતું. મધ્યપૂર્વના પ્રખ્યાત સુલતાન સલાહુદ્દીન અય્યૂબીના વંશજ અબુલ ફિદા 1331માં હમાતના સ્વતંત્ર રાજવી પણ બન્યા હતા. તેઓ પોતે વિદ્વાન હતા અને કવિઓ…

વધુ વાંચો >