આયુર્વેદ

વિષતિંદુકાદિવટી

વિષતિંદુકાદિવટી : વાયુનાં દર્દો માટે પ્રચલિત એક આયુર્વેદિક ઔષધિ. ભેષજ સંહિતા – રસોદ્ધાર તંત્ર અનુસાર તેનાં ઘટકદ્રવ્યો આ પ્રમાણે છે : શુદ્ધ ઝેરકોચલું, અજમો, સિંધવ, અતિવિષ, નાડી હિંગ, શુદ્ધ વચ્છનાગ, કાળાં મરી, લતાકરંજ-બી, દાલચીની (તજ), સૂંઠ, લીંડીપીપર, ગંઠોડા, ઇન્દ્રજવ અને લવિંગ. નિર્માણની રીત : આ દ્રવ્યોનું બારીક ચૂર્ણ સરખા ભાગે…

વધુ વાંચો >

વિસર્પ (રતવા : Erysipelas)

વિસર્પ (રતવા : Erysipelas) : રોગપરિચય : ‘વિસર્પ’ શબ્દ – ‘सर्वतो विसरणाद् विसर्प:’ શરીરમાં સર્વાંગમાં પ્રસરતો-ફેલાતો જે રોગ હોય તેને માટે વપરાયો છે. આ રોગમાં વ્યાનવાયુ કુપિત થઈને ચામડીમાં વહેતાં રસ, રક્ત, માંસ અને મેદ – આ ચારેય ધાતુઓને દૂષિત કરી એક સ્થળે રોકી રાખે છે અને તેની સાથે વાયુ,…

વધુ વાંચો >

વૃદ્ધિરોગ (scrotal swelling)

વૃદ્ધિરોગ (scrotal swelling) : વૃષણ(ટેસ્ટિકલ્સ-અંડકોષ)ને અથવા તેના પર આવેલ ચામડીઓના આવરણ-વૃષણકોષને કદમાં મોટો કરનાર રોગ. પ્રકાર અને સંખ્યા : તેના બે પ્રકાર છે : (1) દોષોથી થનાર  દોષજ વૃદ્ધિ અને (2) દુષ્યજ વૃદ્ધિથી થનાર. દોષજ વૃદ્ધિ ત્રણ પ્રકારની હોય છે : વાતજ વૃદ્ધિ, પિત્તજ વૃદ્ધિ અને કફજ વૃદ્ધિ. દુષ્યજ વૃદ્ધિ…

વધુ વાંચો >

વૃદ્ધિ(અંડવૃદ્ધિ : Orchitis)રોગ તથા સારણગાંઠ (હર્નિયા)

વૃદ્ધિ(અંડવૃદ્ધિ : Orchitis)રોગ તથા સારણગાંઠ (હર્નિયા) : શરીરનો નીચે ગતિ કરનાર (અપાન) વાયુ પ્રકુપિત થઈને શૂળ-પીડા તથા સોજો પેદા કરતો મૂત્રાશય નીચેના (વંક્ષણ) પ્રદેશમાં થઈ પુરુષની ઇંદ્રિયની નીચે રહેતા અંડકોષો(વૃષણ : ટેસ્ટિકલ્સ)માં જઈને વૃષણ-કોશવાહિની ધમનીને દૂષિત કરીને અંડકોષોનું કદ મોટું કરી દે (વધારી દે), તેને આયુર્વેદમાં ‘વૃદ્ધિ’ રોગ કહેલ છે.…

વધુ વાંચો >

વૈદ્ય, ગોવિંદપ્રસાદ હરિદાસ

વૈદ્ય, ગોવિંદપ્રસાદ હરિદાસ (જ. 19 સપ્ટેમ્બર 1919, સૌરાષ્ટ્ર; અ. 23 ઑક્ટોબર 1986, અમદાવાદ) : આયુર્વેદના જાણીતા વિદ્વાન અને ચિકિત્સક. તેમણે અમદાવાદ શહેરને કર્મભૂમિ બનાવી, આયુર્વેદ માટે આજીવન ઐતિહાસિક મૂલ્યવાન સેવા બજાવી હતી. તેમનો જન્મ સૌરાષ્ટ્રના એક ગરીબ, શિવભક્ત, સંસ્કારી સાધુ પરિવારમાં થયેલ. પિતા એક સામાન્ય વૈદ્ય હતા, પણ પુત્રને તેઓ…

વધુ વાંચો >

વૈદ્ય જુગતરામ વિશ્વનાથ દવે

વૈદ્ય જુગતરામ વિશ્વનાથ દવે (જ. 19 નવેમ્બર 1909, પડધરી, જિ. જામનગર, સૌરાષ્ટ્ર; અ. 9 ડિસેમ્બર 1992, ભાવનગર) : ભાવનગરના જાણીતા વૈદ્ય. વૈદ્યોની નગરી ગણાતા ભાવનગર શહેરને કર્મભૂમિ બનાવીને ગાંધીવાદી સિદ્ધાંત મુજબ જીવનશૈલી અપનાવી, આયુર્વેદીય ચિકિત્સા તથા શિક્ષણક્ષેત્રે ધૂણી ધખાવનાર પ્રખ્યાત સેવાભાવી ચિકિત્સક. ગુજરાતભરમાં અમદાવાદમાં રહી આયુર્વેદ ચિકિત્સા, શિક્ષણ અને સાહિત્યક્ષેત્રે…

વધુ વાંચો >

વૈદ્ય જુગતરામ શંકરપ્રસાદ ભટ્ટ

વૈદ્ય જુગતરામ શંકરપ્રસાદ ભટ્ટ : ઝંડુ ફાર્મસી સાથે સંકળાયેલા વિખ્યાત વૈદ્ય. જામનગરના મહારાજા રણમલ જામના રાજવૈદ્ય વિઠ્ઠલ ભટ્ટના પુત્ર ઝંડુ ભટ્ટજીના પૌત્ર. તેઓ દાદા ઝંડુ ભટ્ટજી તથા પિતા શંકરપ્રસાદ પાસેથી આયુર્વેદનું જ્ઞાન મેળવીને વૈદ્ય બનેલા. પણ તેમને વધુ રસ હતો ઔષધનિર્માણ(ફાર્મસી)માં. આ વિષયમાં વિશિષ્ટ અને વધુ જ્ઞાન-અનુભવ મેળવવા જુગતરામભાઈએ રાજકોટ…

વધુ વાંચો >

વૈદ્ય, પંડિત હરિપ્રપન્નજી શર્મા

વૈદ્ય, પંડિત હરિપ્રપન્નજી શર્મા : ભારતીય રસ-ઔષધીય શાખાના વિદ્વાન લેખક. બિહાર રાજ્યના ‘આરા’ ગામના નિવાસી પંડિત હરિપ્રપન્નજી શર્માજીએ સને 1927થી 1930ના સમયગાળા દરમિયાન આયુર્વેદમાં ‘રસશાસ્ત્ર’ (ઔષધ-પ્રકાર-ભેદ) વિષયના ‘રસયોગ સાગર’ નામના એક ઉત્તમ ગ્રંથની બે ભાગમાં રચના કરી છે. આ ગ્રંથનું પ્રકાશન મુંબઈના નિર્ણયસાગર પ્રેસે કરેલું. રસશાસ્ત્રના ઔષધિયોગોનો આ ગ્રંથમાં દરિયા…

વધુ વાંચો >

વૈદ્ય પ્રભાશંકર ગઢડાવાળા

વૈદ્ય પ્રભાશંકર ગઢડાવાળા (જ. 1883, ગઢડા, સૌરાષ્ટ્ર; અ. 16 ડિસેમ્બર 1956) : પ્રખ્યાત વૈદ્ય. સૌરાષ્ટ્રનાં નાનકડા ‘સ્વામીના ગઢડા’ ગામના પેઢી દર પેઢી જેમને ત્યાં વૈદું ઊતરી આવતું, તેવા વિપ્ર પરિવારના વૈદ્ય નાનભટ્ટ ગઢડાવાળાને ત્યાં પ્રભાશંકરનો જન્મ થયેલો. સમર્થ વૈદ્ય નાનભટ્ટના લાડલા પુત્ર પ્રભાશંકર 18 વર્ષની વય સુધી સાવ અભણ હતા.…

વધુ વાંચો >

વૈદ્ય બાપાલાલ ગ. શાહ

વૈદ્ય બાપાલાલ ગ. શાહ (જ. 17 જાન્યુઆરી 1896, સણસોલી, પંચમહાલ, ગુજરાત; અ. 10 ડિસેમ્બર 1993) : ગુજરાતના જાણીતા આયુર્વેદજ્ઞ અને વૈદ્ય. ગુજરાતમાં આયુર્વેદક્ષેત્રની ઉત્તમ વિભૂતિઓમાં તેમનું સ્થાન છે. તેમનું કાર્યક્ષેત્ર સૂરત હતું. તેમના પિતાનું નામ ગરબડદાસ. જ્ઞાતિ દશા ખડાયતા વણિક. પ્રાથમિક શાળાંત પાસ કરી 12 વર્ષની ઉંમરે આગળનો અભ્યાસ વડોદરામાં…

વધુ વાંચો >