આયુર્વેદ

લવિંગ

લવિંગ : દ્વિદળી વર્ગમાં આવેલા મિરટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Syzygium aromaticum (Linn.); Merrill & Perry syn. Caryophyllus aromaticus Linn.; Eugenia caryophyllata Thunb.; E. aromatica Kuntze (સં., મ., બં., ક., લવંગ; હિં. લોંગ; તે. લવંગા-મુચેટ્ટુ, લવંગામુલુ.; ત. કિરામ્બુ; મલ. કરાયામ્પુ, ક્રામ્બુ; અં. ક્લોવ ટ્રી) છે. તે પિરામિડ કે…

વધુ વાંચો >

લસણ

લસણ : એકદળી વર્ગમાં આવેલા લિલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Allium sativum Linn. (સં. રસોન, લશુન; હિં. લહસન; બં. રસુન; મ. લસુણ; ગુ. લસણ; ક. બીલ્લુલી; ત. મલ. વેળુળિ; તે. વેળુળી તેલ્લા – ગડ્ડા; અં. ગાર્લિક) છે. તે બહુવર્ષાયુ, સહિષ્ણુ (hardy) અને આશરે 60 સેમી. જેટલી ઊંચાઈ ધરાવતી…

વધુ વાંચો >

લીંડીપીપર (પીપર)

લીંડીપીપર (પીપર) : દ્વિદળી વર્ગમાં આવેલા પાઇપરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Piper longum Linn. (સં., તે. પિપ્પલી; હિં. પીપર; બં. પિપુલ; ગુ. લીંડીપીપર, પીપર; મ. પિંપળી; ક. હિપ્પલી; ત., મલ. તિપ્પિલી; અં. ઇંડિયન લોંગ પેંપર) છે. તે એક નાજુક, સુગંધિત વેલ છે અને કાષ્ઠમય મૂળ ધરાવે છે. ભારતના…

વધુ વાંચો >

લોકનાથ-રસ

લોકનાથ-રસ : ક્ષય અને સૂતિકારોગની રામબાણ ઔષધિ. તેની નિર્માણવિધિનો નિર્દેશ શાર્ઙ્ગધર સંહિતા અને ‘રસતંત્રસાર’- (ભાગ 1)માં અપાયો છે. નિર્માણવિધિ : શુદ્ધ (બુભુક્ષિત) પારો 20 ગ્રામ, શુદ્ધ ગંધક 20 ગ્રામ એક ખરલમાં મિશ્ર કરી, તેને ઘૂંટીને કજ્જલી કરવામાં આવે છે. પછી 80 ગ્રામ શુદ્ધ પીળી કોડીઓ લઈ, તેમાં તૈયાર કજ્જલી ભરવામાં…

વધુ વાંચો >

વરરુચિ

વરરુચિ : આયુર્વેદ વિદ્યાના ટીકાકાર. ભારતમાં 13માથી 18મા શતક દરમિયાન આયુર્વેદ કે વૈદક વિદ્યાના અનેક સંગ્રહ-ગ્રંથો રચાયા હતા. તેમાં શ્રીકંઠદાસ નામના આયુર્વેદાચાર્યે ‘યોગશતક’ નામનો ઔષધિસંગ્રહ ગ્રંથ લખેલો છે. વરરુચિ નામના ટીકાકારે આ ‘યોગશતક’ ગ્રંથ ઉપર ‘અભિધાનચિંતામણિ’ નામની ટીકા લખેલ છે. શ્રી વરરુચિનો ચોક્કસ સમય-કાળ આયુર્વેદના ઇતિહાસ-ગ્રંથોમાં પણ ઉપલબ્ધ નથી. વળી…

વધુ વાંચો >

વરુણાદિ ક્વાથ

વરુણાદિ ક્વાથ : આયુર્વેદની મેદ, કફ રોગ અને ગાંઠની અકસીર ઔષધિ. ઘટકદ્રવ્યો : વાયવરણો, અગથિયો, બીલી (છાલ); અઘેડો, ચિત્રો, મોટી અરણી, નાની અરણી, મીઠો સરગવો (છાલ), કરડો સરગવો (છાલ), ઊભી ભોરિંગણી, બેઠી ભોરિંગણી, ધોળો કાંટા અશેળિયો, પીળો કાંટા અશેળિયો, કાળો કાંટા અશેળિયો, મોરવેલ, કરિયાતું, મરડાશીંગી, કાકડાશીંગી, કડવી ઘિલોડીનાં મૂળ, કરંજ…

વધુ વાંચો >

વર્ધમાન પિપ્પલી રસાયણપ્રયોગ

વર્ધમાન પિપ્પલી રસાયણપ્રયોગ : આયુર્વેદનો વ્યક્તિના આરોગ્ય, બળ અને રોગપ્રતિકારશક્તિની વૃદ્ધિ કરી, તેની યુવાનીને ટકાવી રાખે (વૃદ્ધત્વ આવવા ન દે) તેવો એક રસાયણ-પ્રયોગ. ગળો, ગોખરુ અને આમળાં ત્રણેય સરખે ભાગે લઈ, બનાવેલ ચૂર્ણ ‘રસાયણ’ ઔષધ તરીકે ભારતમાં સર્વાધિક પ્રચલિત છે. વૈદકમાં રસાયણ ગુણ ધરાવતાં અનેક ઔષધો છે, તેના અનેક પ્રયોગો…

વધુ વાંચો >

વસંતકુસુમાકર રસ (સુવર્ણયુક્ત)

વસંતકુસુમાકર રસ (સુવર્ણયુક્ત) : સપ્તધાતુવર્ધક ઉત્તમ ફલપ્રદ, આયુર્વેદિક રસાયન-ઔષધિ. આયુર્વેદના ગ્રંથોમાં ‘વસંતકુસુમાકર રસ’નો પ્રથમ પાઠ શાર્ઙ્ગધર સંહિતામાં આપેલ છે; પરંતુ આ પાઠ મુજબની ઔષધિ વૈદ્યોમાં હાલ પ્રચલિત નથી. હાલમાં વૈદ્યો ‘રસયોગ સાગર’, ‘રસરાજ સુંદર’, ‘રસતંત્રસાર’ તથા એવા અન્ય મહત્વના રસ-ગ્રંથોમાં આપેલ પાઠ મુજબ આ ઔષધિ તૈયાર કરી વાપરે છે. મોટાભાગની…

વધુ વાંચો >

વસાણી, શોભન

વસાણી, શોભન (જ. 15 માર્ચ 1936, રાયપર, તા. બાબરા, જિ. અમરેલી; અ. 14 જુલાઈ 2002, અમદાવાદ) : ગુજરાતના જાણીતા આયુર્વેદજ્ઞ. ‘શોભન’ અને ‘પ્રત્યૂષ’ એ બંને તેમનાં તખલ્લુસો હતાં. તેમનું નામ દલપતભાઈ, તેમના પિતાનું નામ રવજીભાઈ વસાણી અને તેમની માતાનું નામ જીવકુંવરબા. પોતાની ચાર બહેનો અને ત્રણ ભાઈઓને તેમણે પૈસેટકે ઘણી…

વધુ વાંચો >

વાગ્ભટ્ટ

વાગ્ભટ્ટ : આયુર્વેદ ક્ષેત્રના એક જાણીતા ગ્રંથકાર. વૃદ્ધ વાગ્ભટ્ટ અને વાગ્ભટ્ટ નામથી બે આચાર્યો આયુર્વેદમાં પ્રસિદ્ધ છે. વૃદ્ધ વાગ્ભટ્ટે ‘અષ્ટાંગસંગ્રહ’ નામના ગ્રંથની રચના કરી છે તો વાગ્ભટ્ટે ‘અષ્ટાંગ-હૃદય’ નામનો ગ્રંથ લખ્યો છે. કેટલાક વિદ્વાનો માને છે કે આ બે વ્યક્તિઓ જુદી નથી, એક જ છે. ‘અષ્ટાંગસંગ્રહ’ ગ્રંથમાં ચરક, સુશ્રુત વગેરેના…

વધુ વાંચો >