આયુર્વેદ

શિરીષ (સરસડો) વનસ્પતિ

શિરીષ (સરસડો) વનસ્પતિ : આયુર્વેદમાં નિર્દિષ્ટ ઔષધીય વનસ્પતિ. તેનાં વિવિધ ભાષાઓમાં નામો આ પ્રમાણે છે : સં. शिरीष, शुकतरु, मृदुपुष्प; हिं. शिरस, शिरीषा, सिरस; મ. શિરસી, શિરસ; બં. शिरीष; ક. शिरीषमारा, बागेमारा; તે. शिरीषमु, ગિરિષમુ; તા. બાગેમારં; મલા. નેન્નેની; ફા. દરખ્તેજ કરિયા, दरखोज कारिया; અ. सुलतानुल् असजार; અં. Parrot tree;…

વધુ વાંચો >

શિરોરોગ (આયુર્વેદ)

શિરોરોગ (આયુર્વેદ) : મસ્તકના રોગો. આ રોગમાં મસ્તકમાં અનેક સ્થળે અનેક જાતની પીડા-વેદના (pain) થાય છે. તે તેનું સામાન્ય લક્ષણ છે. શિરોરોગ થવાનાં કારણો : આયુર્વેદના મતે શિરોરોગ ઉત્પન્ન થવામાં અનેક કારણો ભાગ ભજવે છે : ધુમાડો, તાપ, તુષાર (ઝાકળ, હિમ), વધુ પડતી જળક્રીડા (સ્નાન, તરણ), અતિનિદ્રા, અતિજાગરણ, ઊંચા સ્થાનેથી…

વધુ વાંચો >

શિલાજિત્યાદિવટી

શિલાજિત્યાદિવટી : આયુર્વેદિક ઔષધિ. નિર્માણવિધિ : શુદ્ધ શિલાજિત 50 ગ્રામ; અભ્રક ભસ્મ, લોહ ભસ્મ, સુવર્ણમાક્ષિક ભસ્મ અને બંગ ભસ્મ 10-10 ગ્રામ, અંબર 3 ગ્રામ લઈને આ બધાંને ખરલમાં એકત્ર કરી, તેને ત્રિજાત(તજ, તમાલપત્ર અને એલચી)ના ક્વાથ અથવા વડની જટાના સ્વરસમાં ઘૂંટી, તેની ભાવના આપી, 3 દિવસ ખરલ કરી, બે બે…

વધુ વાંચો >

શીતપિત્ત (શીળસ; urticaria)

શીતપિત્ત (શીળસ; urticaria) : શીતપિત્તના પ્રકોપથી થતો એક રોગ. રોગસ્વરૂપ : જેમાં શરીરનો કફ અને વાયુદોષ ઠંડી હવાના સ્પર્શ કે પ્રકોપક કારણોથી પ્રકુપિત થઈ દેહના પિત્તદોષ સાથે મળી જઈને, શરીરની બહારની ત્વચા તથા અંદર રક્તાદિ ધાતુઓમાં પ્રસરી જઈ, ત્વચા ઉપર અનેક સ્થળે મધમાખીનાં દંશથી થતાં ઢીમણાં જેવાં અનેક ઉપસેલાં, રતાશ…

વધુ વાંચો >

શુક્લ, સી. પી.

શુક્લ, સી. પી. (જ. 1 નવેમ્બર 1922, ભુજ, કચ્છ) : ગુજરાત રાજ્યમાં ‘ચરક ચતુરાનન’ અને ‘વૈદ્યશિરોમણિ’ તરીકે આયુર્વેદના ખ્યાતનામ પ્રાધ્યાપક તથા આચાર્ય. પૂરું નામ ચંદ્રકાંત પ્રભુદાસ શુક્લ. તેમનો જન્મ વૈદ્ય શાસ્ત્રી અને કર્મકાંડી પ્રભુશંકર દેવશંકર શુક્લના ઘેર થયેલો. તેમણે મૅટ્રિક સુધીનો અભ્યાસ ભુજની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં મેળવ્યા બાદ પાટણની શ્રી ઉજમશી…

વધુ વાંચો >

શૂલરોગ

શૂલરોગ : વાત, પિત્ત, કફ તથા આમથી થતો પેટનો દુ:ખાવો (colic pain). આયુર્વેદમાં પારિભાષિક શબ્દ તરીકે પેટના દુખાવા માટે ‘શૂલ’ શબ્દ રોગ તરીકે વપરાય છે. શૂલરોગ (પેટનો દુખાવો) આઠ પ્રકારનો થાય છે : વાત, પિત્ત, કફથી એક એક કરી ઉત્પન્ન થાય છે તે ત્રણ; વાતપિત્ત, પિત્તકફ, કફવાત એમ બે બે…

વધુ વાંચો >

શ્વાસકુઠારરસ (આયુર્વેદિક ઔષધિ)

શ્વાસકુઠારરસ (આયુર્વેદિક ઔષધિ) : નિર્માણવિધિ : શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ, ટંકણખાર અને મન:શિલ 10-10 ગ્રામ, કાળાં મરી 80 ગ્રામ લેવામાં આવે છે. પ્રથમ ખરલમાં પારો અને ગંધક એકત્ર કરી ઘૂંટીને તેની કજ્જલી બનાવી લેવાય છે. પછી તેમાં વછનાગ, ટંકણખાર અને મરી વારાફરતી મેળવતાં જઈ ઘૂંટવામાં આવે છે. પછી…

વધુ વાંચો >

શ્વાસરોગ (આયુર્વેદ દૃષ્ટિએ)

શ્વાસરોગ (આયુર્વેદ દૃષ્ટિએ) : દમ રોગ. આ રોગને પ્રાણાંતક રોગ કહેવામાં આવે છે. શ્વાસરોગ પ્રાણવહ સ્રોતની દૃષ્ટિથી ઉત્પન્ન થાય છે. ચરક કહે છે કે, પ્રાણનું હરણ કરનારા અનેક રોગો છે. પણ શ્વાસ અને હેડકી જે રીતે તાત્કાલિક પ્રાણનાશ કરે છે તે રીતે કોઈ રોગ કરતો નથી. શ્વાસરોગ પાંચ પ્રકારના છે…

વધુ વાંચો >

ષડ્ધરણ યોગ (ચૂર્ણ-કલ્પ)

ષડ્ધરણ યોગ (ચૂર્ણ–કલ્પ) : વાતવ્યાધિની ચિકિત્સા માટેનો ઔષધપ્રયોગ. આયુર્વેદના બૃહતત્ર કે વૃદ્ધત્રયી ગ્રંથોમાં ગણાતા મહર્ષિ વાગ્ભટ્ટ કૃત ‘અષ્ટાંગહૃદય’ ગ્રંથના ‘ચિકિત્સાસ્થાન’ના 21મા અધ્યાયમાં શરીરના દોષરૂપ ત્રણ મુખ્ય દોષો  વાત, પિત્ત અને કફમાંના પ્રથમ ‘વાતદોષ’ કે ‘વાયુના રોગોની આયુર્વેદિક ચિકિત્સા’નું એક ખાસ પ્રકરણ છે. ગ્રંથકારે વાયુદોષની ચિકિત્સામાં સીધા જ ઔષધિપ્રયોગો ન બતાવતાં,…

વધુ વાંચો >

ષષ્ઠી ઉપક્રમ

ષષ્ઠી ઉપક્રમ : વ્રણ-ચિકિત્સાની વિધિઓમાં વ્રણ રૂઝાવનાર પદ્ધતિ. આયુર્વેદની બે મુખ્ય ચિકિત્સા-શાખાઓ : (1) ઔષધિ – Medicine અને (2) શલ્ય-શાલાક્ય (શસ્ત્રક્રિયા – Surgery) છે. તેમાં વર્તમાન સમયે પણ વૃદ્ધત્રયી ગ્રંથોમાં જેની ગણના થાય છે, તે ‘સુશ્રુત-સંહિતા’ આયુર્વેદની સર્જરીનો ઉપલબ્ધ સૌથી શ્રેષ્ઠ ચિકિત્સા-ગ્રંથ છે. વર્તમાન જગતની અત્યાધુનિક સર્જરીના નિષ્ણાતો પણ હજારો…

વધુ વાંચો >