આયુર્વેદ
શુક્લ, સી. પી.
શુક્લ, સી. પી. (જ. 1 નવેમ્બર 1922, ભુજ, કચ્છ) : ગુજરાત રાજ્યમાં ‘ચરક ચતુરાનન’ અને ‘વૈદ્યશિરોમણિ’ તરીકે આયુર્વેદના ખ્યાતનામ પ્રાધ્યાપક તથા આચાર્ય. પૂરું નામ ચંદ્રકાંત પ્રભુદાસ શુક્લ. તેમનો જન્મ વૈદ્ય શાસ્ત્રી અને કર્મકાંડી પ્રભુશંકર દેવશંકર શુક્લના ઘેર થયેલો. તેમણે મૅટ્રિક સુધીનો અભ્યાસ ભુજની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં મેળવ્યા બાદ પાટણની શ્રી ઉજમશી…
વધુ વાંચો >શૂલરોગ
શૂલરોગ : વાત, પિત્ત, કફ તથા આમથી થતો પેટનો દુ:ખાવો (colic pain). આયુર્વેદમાં પારિભાષિક શબ્દ તરીકે પેટના દુખાવા માટે ‘શૂલ’ શબ્દ રોગ તરીકે વપરાય છે. શૂલરોગ (પેટનો દુખાવો) આઠ પ્રકારનો થાય છે : વાત, પિત્ત, કફથી એક એક કરી ઉત્પન્ન થાય છે તે ત્રણ; વાતપિત્ત, પિત્તકફ, કફવાત એમ બે બે…
વધુ વાંચો >શ્વાસકુઠારરસ (આયુર્વેદિક ઔષધિ)
શ્વાસકુઠારરસ (આયુર્વેદિક ઔષધિ) : નિર્માણવિધિ : શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ, ટંકણખાર અને મન:શિલ 10-10 ગ્રામ, કાળાં મરી 80 ગ્રામ લેવામાં આવે છે. પ્રથમ ખરલમાં પારો અને ગંધક એકત્ર કરી ઘૂંટીને તેની કજ્જલી બનાવી લેવાય છે. પછી તેમાં વછનાગ, ટંકણખાર અને મરી વારાફરતી મેળવતાં જઈ ઘૂંટવામાં આવે છે. પછી…
વધુ વાંચો >શ્વાસરોગ (આયુર્વેદ દૃષ્ટિએ)
શ્વાસરોગ (આયુર્વેદ દૃષ્ટિએ) : દમ રોગ. આ રોગને પ્રાણાંતક રોગ કહેવામાં આવે છે. શ્વાસરોગ પ્રાણવહ સ્રોતની દૃષ્ટિથી ઉત્પન્ન થાય છે. ચરક કહે છે કે, પ્રાણનું હરણ કરનારા અનેક રોગો છે. પણ શ્વાસ અને હેડકી જે રીતે તાત્કાલિક પ્રાણનાશ કરે છે તે રીતે કોઈ રોગ કરતો નથી. શ્વાસરોગ પાંચ પ્રકારના છે…
વધુ વાંચો >ષડ્ધરણ યોગ (ચૂર્ણ-કલ્પ)
ષડ્ધરણ યોગ (ચૂર્ણ–કલ્પ) : વાતવ્યાધિની ચિકિત્સા માટેનો ઔષધપ્રયોગ. આયુર્વેદના બૃહતત્ર કે વૃદ્ધત્રયી ગ્રંથોમાં ગણાતા મહર્ષિ વાગ્ભટ્ટ કૃત ‘અષ્ટાંગહૃદય’ ગ્રંથના ‘ચિકિત્સાસ્થાન’ના 21મા અધ્યાયમાં શરીરના દોષરૂપ ત્રણ મુખ્ય દોષો વાત, પિત્ત અને કફમાંના પ્રથમ ‘વાતદોષ’ કે ‘વાયુના રોગોની આયુર્વેદિક ચિકિત્સા’નું એક ખાસ પ્રકરણ છે. ગ્રંથકારે વાયુદોષની ચિકિત્સામાં સીધા જ ઔષધિપ્રયોગો ન બતાવતાં,…
વધુ વાંચો >ષષ્ઠી ઉપક્રમ
ષષ્ઠી ઉપક્રમ : વ્રણ-ચિકિત્સાની વિધિઓમાં વ્રણ રૂઝાવનાર પદ્ધતિ. આયુર્વેદની બે મુખ્ય ચિકિત્સા-શાખાઓ : (1) ઔષધિ – Medicine અને (2) શલ્ય-શાલાક્ય (શસ્ત્રક્રિયા – Surgery) છે. તેમાં વર્તમાન સમયે પણ વૃદ્ધત્રયી ગ્રંથોમાં જેની ગણના થાય છે, તે ‘સુશ્રુત-સંહિતા’ આયુર્વેદની સર્જરીનો ઉપલબ્ધ સૌથી શ્રેષ્ઠ ચિકિત્સા-ગ્રંથ છે. વર્તમાન જગતની અત્યાધુનિક સર્જરીના નિષ્ણાતો પણ હજારો…
વધુ વાંચો >સમીર પન્નગ રસ-કલ્પ
સમીર પન્નગ રસ–કલ્પ : આયુર્વેદિક રસૌષધિ. આયુર્વેદમાં રસ-કલ્પના અંતર્ગત વિવિધ ખનિજ ધાતુઓ અને કાષ્ઠાદિ ઔષધિઓના યોગથી બનતી રસૌષધિ ‘સમીર પન્નગ રસ’ વૈદ્યોમાં બહુ વપરાય છે. ‘રસતંત્રસાર’ અને ‘સિદ્ધપ્રયોગ સંગ્રહ ખંડ 1’માં તેનો પાઠ આ પ્રમાણે આપેલ છે : શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, શુદ્ધ સોમલ, શુદ્ધ મન:શિલ અને શુદ્ધ હરતાલ 100/100…
વધુ વાંચો >સમુદ્રી અસ્વસ્થતા (sea sickness) (આયુર્વેદ)
સમુદ્રી અસ્વસ્થતા (sea sickness) (આયુર્વેદ) : સમુદ્રયાત્રાના કારણે થતી અસ્વસ્થતા. જહાજસ્ટીમરો દ્વારા દરિયામાં લાંબી મુસાફરી કરનારા ઘણા બિનઅનુભવી કે નવા લોકોને ‘સમુદ્રી અસ્વસ્થતા’ કે sea sickness કે sea uneasinessના રોગનો સામનો કરવો પડે છે. આ બીમારી જહાજયાત્રામાં જહાજની સતત થતી હાલન-ડોલનની ક્રિયા, શીતળ પવન અને વ્યક્તિની વાયુ કે પિત્તદોષની તાસીર…
વધુ વાંચો >સંન્યાસ (વ્યાધિપરિચય apoplexy)
સંન્યાસ (વ્યાધિપરિચય apoplexy) : બેહોશીનો એક રોગ. આયુર્વેદવિજ્ઞાનમાં ‘મૂર્ચ્છા રોગ’ની સાથે જ છેવટે ‘સંન્યાસ’ રોગનું વિવરણ આપેલું છે. મૂર્ચ્છા અને સંન્યાસ બંનેમાં દર્દી બેહોશ થઈ પડી રહે છે. પ્રાય: વ્યક્તિના મગજમાં લોહીની અછત સર્જાય ત્યારે મૂર્ચ્છા (બેભાન અવસ્થા) થાય છે. આ મૂર્ચ્છા થોડો સમય રહીને વિના ઉપચારે મટી જાય છે;…
વધુ વાંચો >સાટોડી (પુનર્નવા)
સાટોડી (પુનર્નવા) : દ્વિદળી વર્ગમાં આવેલા નિકટેજિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Boerhavia diffusa Linn. (સં. પુનર્નવા; હિં. વિષખપરા, સાંઠ, ગહદપૂર્ણા; મ. પુનર્નવા, ઘેટુળી, રક્તવાસુ; બં. શ્વેતપુણ્યા; ક. બિળેબેલ્લડકિલુ, સનાડિડા; તે. તેલ્લાઅટાલામામિડી; ત. મુક્કિરાટે; મલ. તાલુતામ્; તામિળામા; અં. સ્પ્રેડિંગ હોગવીડ) છે. સાટોડીની બીજી ત્રણ જાતિઓ આપવામાં આવી છે :…
વધુ વાંચો >