આયુર્વેદ
હિંગ્વાષ્ટક ચૂર્ણ (ઔષધિ)
હિંગ્વાષ્ટક ચૂર્ણ (ઔષધિ) : આયુર્વેદિક ઔષધિ. તે પાચનની ખામીથી થતાં ખાસ કરી વાયુ અને કફદોષથી થનારાં દર્દોની સર્વાધિક લોકોપયોગી અને પ્રચલિત ઔષધિ છે. ઔષધિના સંઘટકો : આ ચૂર્ણમાં સૂંઠ, મરી, લીંડી પીપર, અજમો, સિંધાલૂણ, સફેદ જીરુ, શાહજીરુ અને સંચળ હોય છે. આ બધા 11 ભાગ અને 8મો ભાગ ઘીમાં સાંતળેલી…
વધુ વાંચો >હીમજ (બાળહરડે)
હીમજ (બાળહરડે) : મોટી પાકી હરડેનું બાલ-સ્વરૂપ – નાની કાચી હરડે. ગુજરાતના લોકો તેનો રેચ (જુલાબ) માટે ખાસ ઉપયોગ કરે છે. વિવિધભાષી નામો : સં. બાલહરીતકી; હિં. કાલી હડ, છોટી હડ, હર્ર, બાલહડ, જોંગી હડ; ગુ. હીમેજ, હીમજ, નાની હરડે, કાળી હરડે; મ. બાલહરડા; અ. હતીલજ, ઇહલીલજ, અસ્વદ; ફા. હલીલ…
વધુ વાંચો >હીરા દખણ (બિયાનો ગુંદ)
હીરા દખણ (બિયાનો ગુંદ) : બિયાના વૃક્ષમાંથી પ્રાપ્ત થતો ચીકણો રસ કે ગુંદર. તેનું સ્વરૂપ અને ગુણ ખાખરાના ગુંદની સાથે મળતાં આવે છે. વિવિધભાષી નામો : સં. વિજયસાર, બીજક નિર્યાસ; હિં. હીરાદોખી, હીરા દક્ખણ, ચિનાઈ ગોંદ; ગુ. હીરા દખણ; મ. બિબળા; ક. કેપિનહોન્ને; ફા. દમ્મુલ અખબીન; અં. મલબાર કિનો; લૅ.…
વધુ વાંચો >હૃદ્-રોગ જન્મજાત (congenital heart disease)
હૃદ્-રોગ, જન્મજાત (congenital heart disease) : ગર્ભના વિકાસ સમયે હૃદયની સંરચનામાં વિકૃતિ ઉદભવતાં તેનાથી થતો રોગ. એમાં વિવિધ પ્રકારની વિકૃતિઓ ઉદભવે છે માટે વિવિધ પ્રકારના જન્મજાત હૃદ્-રોગો હોય છે. મોટા ભાગે તે બાળપણમાં લક્ષણો અને ચિહનો સર્જે છે, પરંતુ ક્યારેક તે પુખ્ત વયે જ તકલીફ કરે છે. બે કર્ણક વચ્ચેના…
વધુ વાંચો >હેમગર્ભ પોટલી રસ (રસૌષધિ)
હેમગર્ભ પોટલી રસ (રસૌષધિ) : આયુર્વેદની રસ-ઔષધિ પ્રકારની એક વિશિષ્ટ ઔષધિ. તે રસવિજ્ઞાનના અમૂલ્ય ઔષધિરત્નોમાંનું એક ઉત્તમ રત્ન છે. આ એક જ નામની ઔષધિના વિવિધ રસગ્રંથોમાં તેમાં પડનારા દ્રવ્યોના પ્રકાર અને તેમની લેવાતી માત્રાની વિવિધતાને કારણે લગભગ 10થી પણ વધુ પ્રકાર જોવા મળે છે. એકલા ‘આર્યભિષક’ ગ્રંથમાં તેના 10 પ્રકાર…
વધુ વાંચો >હેમાદ્રિ
હેમાદ્રિ : આયુર્વેદિક ટીકાકાર. આયુર્વેદના પ્રાચીનતમ સાહિત્યમાં ‘બૃહદ્ત્રયી’ ગ્રંથોમાંના એક ‘અષ્ટાંગહૃદય’(લેખક : મહર્ષિ વાગ્ભટ્ટ)ના ગ્રંથ ઉપર હેમાદ્રિએ ‘આયુર્વેદ રસાયન’ નામની સુંદર ટીકા ઈ. સ. 1271થી 1309ની વચ્ચે લખી છે. શ્રી હેમાદ્રિ દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં ખૂબ પ્રસિદ્ધ મહા પંડિત ગણાય છે; જેમણે ઉપર્યુક્ત ટીકા ઉપરાંત ‘ચતુર્વર્ગ ચિન્તામણિ’ નામનો બીજો…
વધુ વાંચો >