વરરુચિ : આયુર્વેદ વિદ્યાના ટીકાકાર. ભારતમાં 13માથી 18મા શતક દરમિયાન આયુર્વેદ કે વૈદક વિદ્યાના અનેક સંગ્રહ-ગ્રંથો રચાયા હતા. તેમાં શ્રીકંઠદાસ નામના આયુર્વેદાચાર્યે ‘યોગશતક’ નામનો ઔષધિસંગ્રહ ગ્રંથ લખેલો છે. વરરુચિ નામના ટીકાકારે આ ‘યોગશતક’ ગ્રંથ ઉપર ‘અભિધાનચિંતામણિ’ નામની ટીકા લખેલ છે. શ્રી વરરુચિનો ચોક્કસ સમય-કાળ આયુર્વેદના ઇતિહાસ-ગ્રંથોમાં પણ ઉપલબ્ધ નથી. વળી તેમના વિશે વધુ માહિતી પણ ઉપલબ્ધ નથી.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા