આયુર્વેદ

રસાયનતંત્ર (આયુર્વેદ)

રસાયનતંત્ર (આયુર્વેદ) : આયુર્વેદવિજ્ઞાનના આદિ પ્રવર્તક પ્રજાપતિ-સૃદૃષ્ટિકર્તા બ્રહ્માજી છે. આયુર્વેદવિજ્ઞાનને શાશ્વત કહેલું છે. બ્રહ્માજીથી શરૂ કરી દેવાધિદેવ ઇન્દ્ર સુધી મૂળ આયુર્વેદ એક લાખ શ્ર્લોકો અને એક હજાર અધ્યાયોમાં એકધારો પરંપરાથી વારસામાં ઊતરતો રહેલો. પરંતુ પછીથી મનુષ્યોની મેધાશક્તિ તથા આયુષ્ય ઘટવાને કારણે મૂળ આયુર્વેદવિજ્ઞાનને આઠ અંગોમાં વિભક્ત કરી દેવાયું, જેથી જેને…

વધુ વાંચો >

રાજયક્ષ્મા (ક્ષય : ટી.બી.) :

રાજયક્ષ્મા (ક્ષય : ટી.બી.) : એક દુર્ધર રોગ. તેને ‘રોગરાજ’ કહેવામાં આવે છે. ‘યક્ષ્મા’ એટલે ક્ષયનો રોગ. ‘રોગોનો રાજા’ એટલે ‘રાજયક્ષ્મા’. આધુનિક વૈદક પ્રમાણે ‘ટ્યુબરક્યુલૉસિસ’ (ટી.બી.) નામથી જે રોગ પ્રસિદ્ધ છે તેને આયુર્વેદમાં ‘રાજયક્ષ્મા’ કહેવામાં આવે છે. આ રોગમાં દેહની ધાતુઓમાં કાર્યક્ષય થાય છે તેથી તેને ક્ષયરોગ કહે છે. રસાદિ…

વધુ વાંચો >

રાળ (resin)

રાળ (resin) : ખાસ કરીને કેટલીક ઈજાગ્રસ્ત વનસ્પતિઓ દ્વારા થતો ગુંદર જેવો ચીકણો પ્રવાહીમય સ્રાવ. તે મુખ્યત્વે વધારે ઊંચો અણુભાર ધરાવતાં બહુલકિત (polymerized) ઍસિડો, ઍસ્ટરો અને ટર્પેનૉઇડ સંયોજનોનું મિશ્રણ છે. તે પાણીમાં અદ્રાવ્ય અને ઇથેનૉલમાં દ્રાવ્ય છે. હવાના સંપર્કમાં આવતાં બાષ્પશીલ ઘટકો ઊડી જાય છે, અને ઈજાગ્રસ્ત વિસ્તારને રક્ષણ આપતો…

વધુ વાંચો >

લક્ષ્મીનારાયણ રસ

લક્ષ્મીનારાયણ રસ : એક આયુર્વેદિક ઔષધિ. યોગરત્નાકર, રસતંત્રસાર અને સિદ્ધયોગસંગ્રહમાં તેની નિર્માણવિધિનું નિરૂપણ છે. ઔષધઘટકો : શુદ્ધ હિંગળોક, અભ્રકભસ્મ, શુદ્ધ ગંધક, ફુલાવેલ ટંકણખાર, શુદ્ધ વછનાગ, નગોડનાં બીજ, અતિવિષ, લીંડીપીપર, સિંધાલૂણ અને કડાછાલ – આ 10 દ્રવ્યો સમભાગે લેવાય છે. પ્રથમ ખરલમાં હિંગળોક અને ગંધકને બારીક રીતે ઘૂંટવામાં આવે છે. વછનાગને…

વધુ વાંચો >

લક્ષ્મીવિલાસ રસ (નારદીય)

લક્ષ્મીવિલાસ રસ (નારદીય) : વાત-કફજ દર્દોની એક ઉત્તમ આયુર્વેદીય રસૌષધિ. દ્રવ્ય-ઘટકો : (1) કૃષ્ણાભ્રક-ભસ્મ 8 ભાગ, (2) શુદ્ધ ગંધક 4 ભાગ, (3) શુદ્ધ પારદ 4 ભાગ, (4) કપૂર 2 ભાગ, (5) જાવંત્રી 2 ભાગ, (6) જાયફળ 2 ભાગ, (7) વિધારાબીજ 2 ભાગ, (8) ધંતૂરાનાં બી 2 ભાગ, (9) ભાંગનાં બી…

વધુ વાંચો >

લવણભાસ્કર ચૂર્ણ

લવણભાસ્કર ચૂર્ણ : પેટનાં દર્દો માટેની અકસીર ઔષધિ. સૂર્ય ભગવાને લોકોના હિતાર્થે  પેટનાં અનેક દર્દો માટે અકસીર કહેલું અને ‘શાઙ્ર્ગધર સંહિતા’માં આપેલું આ ચૂર્ણ આયુર્વેદની ખૂબ જ ઉપયોગી અને પ્રચલિત ઔષધિ છે. તેનો પાઠ નીચે મુજબ છે : ઔષધ-સંયોજન : સમુદ્ર-લવણ 8૦ ગ્રામ, સંચળ 5૦ ગ્રામ અને બિડલવણ, સિંધાલૂણ, ધાણા,…

વધુ વાંચો >

લીંડીપીપર (પીપર)

લીંડીપીપર (પીપર) : દ્વિદળી વર્ગમાં આવેલા પાઇપરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Piper longum Linn. (સં., તે. પિપ્પલી; હિં. પીપર; બં. પિપુલ; ગુ. લીંડીપીપર, પીપર; મ. પિંપળી; ક. હિપ્પલી; ત., મલ. તિપ્પિલી; અં. ઇંડિયન લોંગ પેંપર) છે. તે એક નાજુક, સુગંધિત વેલ છે અને કાષ્ઠમય મૂળ ધરાવે છે. ભારતના…

વધુ વાંચો >

લોકનાથ-રસ

લોકનાથ-રસ : ક્ષય અને સૂતિકારોગની રામબાણ ઔષધિ. તેની નિર્માણવિધિનો નિર્દેશ શાર્ઙ્ગધર સંહિતા અને ‘રસતંત્રસાર’- (ભાગ 1)માં અપાયો છે. નિર્માણવિધિ : શુદ્ધ (બુભુક્ષિત) પારો 20 ગ્રામ, શુદ્ધ ગંધક 20 ગ્રામ એક ખરલમાં મિશ્ર કરી, તેને ઘૂંટીને કજ્જલી કરવામાં આવે છે. પછી 80 ગ્રામ શુદ્ધ પીળી કોડીઓ લઈ, તેમાં તૈયાર કજ્જલી ભરવામાં…

વધુ વાંચો >

વરરુચિ

વરરુચિ : આયુર્વેદ વિદ્યાના ટીકાકાર. ભારતમાં 13માથી 18મા શતક દરમિયાન આયુર્વેદ કે વૈદક વિદ્યાના અનેક સંગ્રહ-ગ્રંથો રચાયા હતા. તેમાં શ્રીકંઠદાસ નામના આયુર્વેદાચાર્યે ‘યોગશતક’ નામનો ઔષધિસંગ્રહ ગ્રંથ લખેલો છે. વરરુચિ નામના ટીકાકારે આ ‘યોગશતક’ ગ્રંથ ઉપર ‘અભિધાનચિંતામણિ’ નામની ટીકા લખેલ છે. શ્રી વરરુચિનો ચોક્કસ સમય-કાળ આયુર્વેદના ઇતિહાસ-ગ્રંથોમાં પણ ઉપલબ્ધ નથી. વળી…

વધુ વાંચો >

વરુણાદિ ક્વાથ

વરુણાદિ ક્વાથ : આયુર્વેદની મેદ, કફ રોગ અને ગાંઠની અકસીર ઔષધિ. ઘટકદ્રવ્યો : વાયવરણો, અગથિયો, બીલી (છાલ); અઘેડો, ચિત્રો, મોટી અરણી, નાની અરણી, મીઠો સરગવો (છાલ), કરડો સરગવો (છાલ), ઊભી ભોરિંગણી, બેઠી ભોરિંગણી, ધોળો કાંટા અશેળિયો, પીળો કાંટા અશેળિયો, કાળો કાંટા અશેળિયો, મોરવેલ, કરિયાતું, મરડાશીંગી, કાકડાશીંગી, કડવી ઘિલોડીનાં મૂળ, કરંજ…

વધુ વાંચો >