આયુર્વેદ

યોગરાજ ગૂગળ

યોગરાજ ગૂગળ : એક આયુર્વેદિક ઔષધિ. ‘યોગરાજ ગૂગળ’ના વિવિધ અનેક પાઠ જોવા મળે છે. જેમાં ભસ્મો ઉમેરી હોય તે ‘મહાયોગરાજ’ અને જેમાં ભસ્મો ન હોય તે ‘લઘુયોગરાજ’. લઘુયોગરાજના પણ ‘આયુર્વેદ નિબંધમાળા’ કે ‘રસતંત્રસાર’નો પાઠ તથા ‘આર્યભિષક્’માં આપેલ ‘બોપદેવશતક’વાળો એમ બે પાઠ છે. અત્રે બોપદેવશતકનો ‘આર્યભિષક્’માં આપેલ પાઠ આપ્યો છે. આ…

વધુ વાંચો >

યોગેન્દ્ર રસ

યોગેન્દ્ર રસ : આયુર્વેદની રસ-ઔષધિ. તે કીમતી, ઉત્કૃષ્ટ અને વીર્યવાન (ખૂબ પ્રભાવશાળી) ઔષધિઓમાંની એક છે; જે ખાસ કરીને હૃદય, મસ્તિષ્ક, મન, વાતવાહી નાડીઓ અને રક્ત ઉપર સીધી સુંદર અસર કરે છે. આ રસનો પાઠ ‘ભૈષજ્યરત્નાવલિ’ તથા ‘રસતંત્રસાર અને સિદ્ધ પ્રયોગસંગ્રહ’ ભાગ–1માં આપેલ છે. પાઠદ્રવ્યો : રસસિંદૂર 20 ગ્રામ, સુવર્ણભસ્મ, કાંતલોહભસ્મ,…

વધુ વાંચો >

રક્તગુંજ (ગુંજ; ચણોઠી)

રક્તગુંજ (ગુંજ; ચણોઠી) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના પૅપિલિયોનૉઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Abrus precatorius Linn. (સં. રક્તગુંજ, ગુંજા; મ. ગુંજ; હિં. ગુંજા, ધુધચી, ચોટલી, ચિરમિટી; બં. કુંચ; ગુ. ચણોઠી, ગુંજા; તે. ગુલવિંદે; ત. ગુંડુમની, કુંતુમની, મલ. કુન્ની, કુન્નીકુરુ; અં. ક્રૅબ્ઝ આઇ, ઇંડિયન લિકોરિશ, જેક્વિરિટી.) છે. તે…

વધુ વાંચો >

રક્તપિત્ત (આયુર્વેદ)

રક્તપિત્ત (આયુર્વેદ) : શરીરનાં કુદરતી છિદ્રોમાંથી થતા રક્તસ્રાવનો આયુર્વેદમાં વર્ણવેલો એક રોગ. લોકવ્યવહારમાં ‘રક્તપિત્ત’ યાને કુષ્ઠ (કોઢ) કે ‘લેપ્રસી’ નામે ઓળખાતા રોગથી આયુર્વેદની પરિભાષામાં કહેલ આ ‘રક્તપિત્ત’નું દર્દ સાવ ભિન્ન છે. આયુર્વેદોક્ત આ રક્તપિત્ત રોગમાં શરીરનાં કુદરતી છિદ્રોમાંથી રક્તસ્રાવ થાય છે તે તેની ખાસ ઓળખ છે. રોગની વ્યાખ્યા : પિત્તદોષ…

વધુ વાંચો >

રક્તમોક્ષણ (ફસ ખોલવી)

રક્તમોક્ષણ (ફસ ખોલવી) : આયુર્વેદની એક વિશિષ્ટ ચિકિત્સા.  આયુર્વેદવિજ્ઞાનની અનેક પેટાશાખાઓ છે. આયુર્વેદમાં જેમ વનસ્પતિ-ઔષધિ-ઉપચાર છે, તેમ નાની-મોટી સર્જરી કે વાઢ-કાપનું પણ જ્ઞાન છે. ‘સુશ્રુત-સંહિતા’ લખનાર મહર્ષિ સુશ્રુત ભારતના પ્રાચીન કાળના મહાન જનરલ સર્જ્યન હતા, જેમણે વનસ્પતિ કે ઔષધિ-ઉપચારોથી ન મટી શકતાં કે ખૂબ વિલંબે મટનારાં દર્દો માટે શલ્ય-શાલાક્ય (surgery)…

વધુ વાંચો >

રગતરોહિડો

રગતરોહિડો : દ્વિદળી વર્ગમાં આવેલા બિગ્નોનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Tecoma undulata G. Don = Tecomella undulata (Sm.) Seem. syn. Bignonia undulata Sm. (સં. રક્તરોહિતક; હિં. રગત્રોરા, કુટશાલ્મલી; મ. રક્તરોહીડા; બં. રોઢા, ગુ. રગતરોહિડો; અં. રોહિડા ટ્રી.) છે. તે પર્ણપાતી (deciduous), શોભન ક્ષુપ કે નાનું વૃક્ષ અને વાયવ્ય…

વધુ વાંચો >

રવિગુપ્ત

રવિગુપ્ત : પ્રાચીન આયુર્વેદિક ગ્રંથલેખક. આજે આયુર્વેદવિજ્ઞાનમાં મૂળ આધારભૂત ગણાતી ‘ચરક’ તથા ‘સુશ્રુત’ સંહિતાઓ રચાયા પછી, ભારતમાં અન્ય વૈદકીય લેખકો દ્વારા અનેક સંગ્રહગ્રંથો લખાયા હતા. જૂનામાં જૂનો સંગ્રહગ્રંથ ‘નાવનીતક’ ઈ. સ. ચોથા શતકમાં લખાયો છે. આ સંગ્રહગ્રંથોમાં વાગ્ભટ્ટપુત્ર તીસટાચાર્યકૃત ‘ચિકિત્સાકલિકા’, તીસટાચાર્યના પુત્ર ચન્દ્રટકૃત ‘યોગરત્નસમુચ્ચય’, માધવાચાર્યકૃત ‘માધવનિદાન’, વૃન્દકૃત ‘સિદ્ધયોગ’, ભોજરાજાકૃત ‘રાજમાર્તંડ’,…

વધુ વાંચો >

રસતંત્ર (આયુર્વેદ)

રસતંત્ર (આયુર્વેદ) : આયુર્વેદવિજ્ઞાન અંતર્ગત વિશિષ્ટ ચિકિત્સાનું શાસ્ત્ર. તેને આધુનિક ભાષામાં ‘કેમિસ્ટ્રી’ કહી શકાય. ‘રસતંત્ર’ કે ‘રસશાસ્ત્ર’ શબ્દનો અર્થ છે – ‘માનવચિકિત્સા-કાર્યમાં પારો, સુવર્ણ, ચાંદી, તાંબું, સોમલ, ગંધક, હરતાલ, કલાઈ, અભ્રક જેવી ખનિજ ધાતુઓ તથા અન્ય ખનિજોનો ઔષધિરૂપ ઉપયોગ કરનારી વિશિષ્ટ કીમિયારૂપ વિદ્યા’. આયુર્વેદના ‘રસતંત્ર’માં ‘રસ’ શબ્દ પારા (mercury) માટે…

વધુ વાંચો >

રસમાણિક્ય

રસમાણિક્ય : એક આયુર્વેદિક ઔષધ. રોગ મુજબ ઔષધોનું નિરૂપણ કરનારા આયુર્વેદના જાણીતા ગ્રંથ ‘ભૈષજ્યરત્નાવલી’ના ‘કુષ્ઠરોગાધિકાર’ નામના પ્રકરણમાં ‘રસમાણિક્ય’ નામનું ઔષધ બનાવવા માટે નીચે જણાવેલાં દ્રવ્યોની જરૂર પડે છે : (1) શુદ્ધ પારદ  8 ભાગ, (2) શુદ્ધ મન:શીલ  8 ભાગ, (3) શુદ્ધ હરતાળ  એક ભાગ, (4) શુદ્ધ ગંધક  8 ભાગ અને…

વધુ વાંચો >

રસાયન-ચિકિત્સા

રસાયન-ચિકિત્સા : આયુર્વેદમાંની એક સારવાર-પદ્ધતિ. આયુર્વેદશાસ્ત્રમાં બે પ્રકારની ચિકિત્સા દર્શાવેલ છે : (1) વ્યાધિયુક્ત શરીરમાં એકઠા થયેલા રોગનાં કારણો-દોષોને દૂર કરી, શરીરને નીરોગી બનાવવું તે, દોષ-નિવૃત્તિ; (2) જે માણસ સ્વસ્થ છે, તેના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું, જેના દ્વારા ભવિષ્યમાં રોગો થવાની શક્યતા ઓછી જ રહે, તે ચિકિત્સા સ્વાસ્થ્યરક્ષાવૃદ્ધિ. આ બીજા પ્રકારની…

વધુ વાંચો >