આયુર્વેદ

મૃતસંજીવની સુરા

મૃતસંજીવની સુરા : આયુર્વેદની એક પ્રભાવશાળી પ્રવાહી ઔષધિ. આયુર્વેદમાં અનેક પ્રકારની પ્રવાહી ઔષધિઓ છે; જેમાં ક્વાથ, આસવ, અરિષ્ટ અને અર્ક જેવા પ્રકારો છે. આસવ-અરિષ્ટો એ ઔષધિઓને એક પાત્રમાં રાખી, તેમાં આથો લાવી, તૈયાર કરાય છે. આયુર્વેદની આસવ કે અર્ક પદ્ધતિએ તૈયાર થતી અનેક ઔષધિઓમાં ‘મૃતસંજીવની સુરા’ નામની એક ઔષધિ છે.…

વધુ વાંચો >

મેથી

મેથી : દ્વિદળી વર્ગમાં આવેલા ફૅબેસી કુળના પૅપિલિયોનૉઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Trigonella foenum–graecum Linn. (સં. મેથિકા, અશ્વબલા; મ. હિં. બં. ગુ., મેથી; ક. મેથક, મેથય; તે. મેંલ; ત. વેંદાયામ; મલ. ઊળુવા; અં. ફેનુગ્રીક) છે. તેનું મૂળ વતન ઈશાન યુરોપ અને પશ્ચિમ આફ્રિકા છે. તે કાશ્મીર, પંજાબ અને…

વધુ વાંચો >

મેદ રોગ (મેદસ્વિતા, Obesity) (આયુર્વેદ)

મેદ રોગ (મેદસ્વિતા, Obesity) (આયુર્વેદ) : શરીરમાં વધુ પડતી ચરબી પેદા કરતો રોગ. આ રોગના કારણે શરીર પર– ખાસ કરીને, પેટ, સાથળ, બાવડાં, છાતી, નિતંબ તથા ચહેરા પર – ચરબી(મેદ : fat)ના વધુ પડતા થર જામે છે અને શરીરનું વજન ખૂબ વધી જાય છે અને તેથી શરીર કદરૂપું કે બેડોળ…

વધુ વાંચો >

મેંદાલકડી

મેંદાલકડી : દ્વિદળી વર્ગમાં આવેલા લૉરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Litsea glutinosa (Louc.) C. B. Robins syn. L. chinensis Lam; L. sebifera Pars (સં. મેદાસક; હિં. મ. મૈદાલકડી; બં. ગરૂર, કુકરચિતે, મૈદાલકડી; તા. તે મેદાક નરમમીદી; પં. મેદાસક, મેદાલકડી; અ. મગાસે હિન્દી; ફા. કિલ્જ) છે. બાહ્ય લક્ષણો :…

વધુ વાંચો >

મેંદી

મેંદી : દ્વિદળી વર્ગમાં આવેલા લિથ્રેસી (મદયન્તિકા) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lawsonia inermis Linn. syn. L. alba Lam. (સં. મદયન્તિકા, મેદિકા, રંજકા, યવનેષ્ટા; હિં., બં. મેંદી, હિના; મ. ઈસબંધ; તે. ગોરંટમ્; ફા. હિના; ક. મદરંગી; અં. હેના) છે. બાહ્ય લક્ષણો : તે અરોમિલ (glabrous), 3થી 4 મી. ઊંચો,…

વધુ વાંચો >

મોગરો (મદનબાણ)

મોગરો (મદનબાણ) : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીદા) વર્ગના ઓલિયેસી (પારિજાતક) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jasminum sambac (Linn) Ait. (સં. મુદગર, મલ્લિકા, ભૂપદી, વાર્ષિકી, કુન્દમ્, માધ્યં, સપ્તલા, અસ્ફીતા, શીતભીરુ; હિં. મોતીઆ, બનમલ્લિકા, ચંબા, મોઘરા; બં. મોતીઆ, મોગરા; મ. મોગરા, બટ-મોગરી; ગુ. મોગરો, બટ-મોગરો; તે. બૉડ્ડુમલ્લે, ગુંડુમલ્લે; તા. ગુંડુમલ્લી ઈરૂવાડી; ક. ઇંદ્રવતીંગે,…

વધુ વાંચો >

મોચરસ

મોચરસ : શીમળાની છાલમાંથી સ્રવતો ગુંદર. શીમળો દ્વિદળી વર્ગમાં આવેલા બૉમ્બેકેસી કુળની એક વૃક્ષ-જાતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ Salmalia malabarica(DC) Scott & Endl. syn. Bombax ceiba Linn; B. malabaricum DC (સં. શાલ્મલી, રક્તપુષ્પા, કંટકદ્રુમ; હિં. સેમુલ, સેંબલ, રક્ત સેમ્બલ, કંટકીસેંબલ; બ. સિમુલ, રોક્તો સિમુલ, શેમ્બલ; મ. સીમલો સાવરી સામર, શેવરી;…

વધુ વાંચો >

મોથ

મોથ : એકદળી વર્ગમાં આવેલા સાયપરેસી (મુસ્તાદિ) કુળમાં આવેલી એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cyperus rotundus Linn. (સં. જલતૃણ, નાગરમુસ્તા, મુસ્તા; ભદ્રમુસ્તા, કુરુબિલ્વ, હિં. મોથ, મુથ, નાગરમોથ; બં. મુથ, મુથ, નાગરમુથી, મ. મોથ, લહવાળા; ગુ. મોથ, ચીઢો, ચિયો, ગુંદરડો, નાગરમોથ, તા. કોરે કિલંગુ, તુંગગડાઈ; તે. તુંગમુસ્તે, નાગરમુસ્તા; મલ. કરિમુતાના; ક.…

વધુ વાંચો >

મોરવેલ

મોરવેલ : દ્વિદળી (મેગ્નોલિયૉપ્સીડા) વર્ગમાં આવેલા રેનન્ક્યુલેસી (વત્સનાભ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Clematis triloba Heyne ex. Roth (સં. મૂર્વા, લઘુપર્ણિકા, ત્રિપર્ણી, મધુરસા; હિં. ચૂરણાહાર, મૂવા, મરીરફલી; મ. રંજની, મોરવેલ, મહુરશી; બં. મૂર્વા, મુર્ગા, મુરહર; ગુ. મોરવેલ, ત્રેખડિયો વેલો, ક. સૌગવલ્લી; તે. સાંગા, ચાગચેટ્ટ; તા. મરૂલ; અં. બોસ્ટ્રિંગ હેંપ)…

વધુ વાંચો >

યવાની ખાંડવચૂર્ણ

યવાની ખાંડવચૂર્ણ : આયુર્વેદના ‘શાર્ડ્ંગધર સંહિતા’ તથા ‘યોગરત્નાકર’ ગ્રંથમાં ‘અરોચક-ચિકિત્સા’ માટે દર્શાવેલ ઉપચાર. યવાની ખાંડવચૂર્ણનો પાઠ : (યોગરત્નાકર) : અજમો (યવાની), આંબલી, સૂંઠ, અમ્લવેતસ, દાડમના સૂકા દાણા તથા ખાટાં બોરની (સૂકી ઉપલી) છાલ – આ દરેક દ્રવ્ય 10-10 ગ્રામ લઈ પછી સૂકા ધાણા, સંચળ, જીરું અને તજ – આ દરેક…

વધુ વાંચો >