૯.૧૬
દીવાદાંડીથી દૂતાંગદ
દુલ્બેકો રેનાટો
દુલ્બેકો રેનાટો (જ. 22 ફેબ્રુઆરી 1914, કેન્ટાન્ઝેરો, ઇટાલી; અ. 19 ફેબ્રુઆરી 2012, કૅલિફૉર્નિયા) : ગાંઠોના વિષાણુ અને કોષના જનીનદ્રવ્ય (genetic material) વચ્ચેની આંતરક્રિયા શોધી કાઢવા માટે ડેવિડ બાલ્ટિમોર અને હાવર્ડ માર્ટિન ટેમિન સાથે 1975નો તબીબી વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. દુલ્બેકો ટોરીનો યુનિવર્સિટીમાં ભણ્યા અને 1936માં એમ.ડી.ની ઉપાધિ મેળવી. થોડોક…
વધુ વાંચો >દુષ્કાળ
દુષ્કાળ : અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિને કારણે ઊભું થતું અન્નસંકટ. આહારની ચીજોની લાંબો સમય ચાલતી તીવ્ર તંગી, જેને પરિણામે લોકો મોટી સંખ્યામાં ભૂખમરો ભોગવે અને મૃત્યુપ્રમાણ વધી જાય. લોકો ખેતી કરીને સ્થિર વસવાટ કરતા થયા ત્યારથી દુષ્કાળો પડતા આવ્યા છે. નોંધવામાં આવેલો સહુથી જૂનો દુષ્કાળ ઇજિપ્તમાં ઈ. સ. પૂર્વે 3500માં પડેલો.…
વધુ વાંચો >દુહામેલ, જ્યોર્જ
દુહામેલ, જ્યોર્જ (જ. 30 જૂન 1884, પૅરિસ; અ. 13 એપ્રિલ 1966, વાલ્મોન્દોઈ) : ફ્રેન્ચ નવલકથાકાર, કવિ, વિવેચક. 1908માં વિજ્ઞાન-વિદ્યાશાખામાં પદવી મેળવ્યા બાદ તબીબી વિદ્યાનો અભ્યાસ કરીને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરની અગ્રિમ હરોળમાં સર્જન તરીકે સેવા આપી. યુદ્ધમાં ઘવાયેલ સૈનિકોની વેદના જોઈ તે દ્રવી ઊઠ્યા. યુદ્ધની નિરર્થકતાની અનુભૂતિ થતાં તેમણે ‘લા…
વધુ વાંચો >દુહુ
દુહુ : પ્રાચીન તમિળ છંદ. એમાં 2, 4 અને 12 માત્રાની દોઢ પંક્તિઓ હોય છે. ઈસવી સનની બીજી કે ત્રીજી સદીમાં તિરુવલ્લુવરે રચેલો ગ્રંથ તિરુક્કુરળ એ છંદમાં રચાયો છે. એ છંદનું અન્ય નામ વેણ્વા છે. તિરુક્કુરળમાંએ છંદના 1330 દુહુ છે. તિરુતક્કદૈવરનું મહાકાવ્ય ’જિવગ ચિંતામણિ’ પણ આ છંદમાં રચાયું છે. આદિકાળ…
વધુ વાંચો >દુહો
દુહો : અપભ્રંશ છંદનો એક પ્રકાર અને લોકપ્રિય સાહિત્યસ્વરૂપ. સંસ્કૃતમાં શ્લોકનું અને પ્રાકૃતમાં ગાથાનું જેવું સર્વોપરી સ્થાન છે તેવું જ અપભ્રંશમાં દુહા(દોહા)નું મહત્વપૂર્ણ સ્થાન છે. અપભ્રંશકાળથી વિકસતાં આવેલાં લોકપ્રિય ગુર્જર કથાગીતોનો રાજા દુહો છે. રાજસ્થાની તથા હિંદી ભાષામાં પણ ‘દુહો’ લોકપ્રિય છે. દુહાનો એક વિશેષ પ્રકાર દોહાવિદ્યાની લોકપ્રિય ભૂમિ સોરઠના…
વધુ વાંચો >દુ:ક્ષીણતા
દુ:ક્ષીણતા (degeneration) : ફરીથી સામાન્ય સ્થિતિ સ્થપાઈ શકે તેવું કોષનું કાર્ય નીચલા સ્તરે ઊતરી ગયેલું હોય તેવી સ્થિતિનો વિકાર. તેમાં કોષો કોઈક અસામાન્ય રાસાયણિક ક્રિયાને કારણે કાં તો લઘુતાકક્ષા(lower level)માં આવે છે અથવા તો કોઈ અન્ય રસાયણનો ભરાવો (infiltration) થાય છે. પોષણના અભાવે કોષ કે અવયવના કદમાં થતા ઘટાડાને અપોષી…
વધુ વાંચો >દુ:ખત્રય
દુ:ખત્રય : સંસારમાં અનુભવવા મળતાં આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક એ ત્રણે પ્રકારનાં દુ:ખોનો સમૂહ. દુ:ખ એટલે શારીરિક કે માનસિક વ્યથા અથવા પીડા. ભારતીય દર્શનોએ દુ:ખ વિશે સૂક્ષ્મ વિચાર કર્યો છે; કારણ કે રોગ, ઘડપણ, મૃત્યુ વગેરે જગતનાં દુ:ખોમાંથી છુટકારો એટલે મોક્ષ જગતના પરમ તત્વના જ્ઞાનથી થાય છે. પરિણામે દુ:ખ એ…
વધુ વાંચો >દુ:શાસન
દુ:શાસન : ધૃતરાષ્ટ્રના સો પુત્રોમાંનો એક. જેને કાબૂમાં રાખવો મુશ્કેલ પડે, નિયંત્રિત ન થઈ શકે, તે દુ:શાસન. જીવનનાં કોઈ મૂલ્યો કે આદર્શોને પણ ન સ્વીકારનાર, ઉદ્દંડ એવું આ મહાભારતનું પાત્ર છે. પોતાના મોટા ભાઈ દુર્યોધનના જેવો જ તે શૂરવીર, પરાક્રમી, મહારથી અને યુદ્ધપ્રેમી હતો. આમ છતાં સ્વભાવે દુષ્ટ અને નિરંકુશ…
વધુ વાંચો >દુ:સંભોગ
દુ:સંભોગ (dyspareunia) : પીડાકારક જાતીય સમાગમ. તે યોનિ(vagina)ના સ્થાનિક વિકારો કે કેટલાક માનસિક વિકારોમાં જોવા મળતો એક દોષ (symptom) છે. તેમાં મુખ્યત્વે યોનિની દીવાલના સ્નાયુઓનું સતત આકુંચન (spasm) થતું હોય છે. યોનિની દીવાલના સ્નાયુઓના પીડાકારક સતત આકુંચનને યોનિપીડ (vaginismus) કહે છે. જો દુ:સંભોગની સમયસર સારવાર ન થાય તો યોનિપીડનો વિકાર…
વધુ વાંચો >દૂઆ, મનજિત
દૂઆ, મનજિત (જ. 19 ઑક્ટોબર 1954) : ટેબલટેનિસનો ખ્યાતનામ ભારતીય ખેલાડી. શ્રી ગુરુ તેગબહાદુર ખાલસા સ્કૂલ, દિલ્હીમાં બૅડમિન્ટનની રમતમાં નિપુણતા ધરાવતા મનજિત પર દિલ્હીના બીજા ક્રમના ખેલાડી અને એના મોટા ભાઈ રાજીન્દર દૂઆની અસર થતાં બારમા વર્ષે એણે ટેબલટેનિસ ખેલવાનું શરૂ કર્યું. 1966માં દિલ્હીમાં ચૅકોસ્લોવૅકિયાની ટીમને રમતી જોઈને પ્રભાવિત થયેલા…
વધુ વાંચો >દીવાદાંડી
દીવાદાંડી : વહાણો અને આગબોટોને રાત-દિવસ નાવીય સંદર્ભસ્થળ દર્શાવી તેમના માર્ગો નક્કી કરવામાં કે આસપાસ રહેલ ભયજનક ખડકોના અસ્તિત્વની ચેતવણી આપવા ઊભો કરેલો દીવા સાથેનો મિનાર. દિવસના દીવાદાંડીના ચોક્કસ પ્રકારના રંગ જોઈને નાવિકને ખ્યાલ આવે છે, જ્યારે રાતના તેમાંથી ફેંકાતા જુદા જુદા રંગના જુદી જુદી તીવ્રતા ધરાવતા પ્રકાશથી સંકેતો મળે…
વધુ વાંચો >દીવાન, અમરજી કુંવરજી નાણાવટી
દીવાન, અમરજી કુંવરજી નાણાવટી (જ. 1744, માંગરોળ; અ. 6 માર્ચ 1784, જૂનાગઢ) : જૂના જૂનાગઢ રાજ્યના બાહોશ દીવાન. તેમનો જન્મ નાગર જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતા તથા પૂર્વજો મુત્સદ્દીઓ હતા. માત્ર 18 વર્ષની વયે અમરજી જૂનાગઢ આવ્યા અને નવાબ મહોબતખાન પાસે નોકરી માગી. નવાબને આરબ સૈનિકોએ નજરકેદ કરેલા. તેમણે કહ્યું…
વધુ વાંચો >દીવાન, ગૌતમ
દીવાન, ગૌતમ (જ. 22 જુલાઈ 1940) : ટેબલ-ટેનિસની સ્પર્ધાનો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનારો ભારતીય ખેલાડી. 1956માં સોળ વર્ષની ઉંમરે ટેબલ-ટેનિસની રાષ્ટ્રીય સ્પર્ધામાં વિજય મેળવનારો તે સૌથી નાની વયનો ખેલાડી બન્યો. 1959માં સતત ત્રીજી વાર રાષ્ટ્રીય વિજેતા બનતાં અગાઉ કોઈએ મેળવી નહોતી એવી સિદ્ધિ હાંસલ કરી. દેખાવડા, મધ્યમ બાંધો ધરાવતા, જય-પરાજયને પચાવી…
વધુ વાંચો >દીવાનજી, આત્મારામ મોતીરામ
દીવાનજી, આત્મારામ મોતીરામ (જ. 7 ઑગસ્ટ 1873; અ. 24 ફેબ્રુઆરી 1936) : ગુજરાતી લેખક અને અનુવાદક. વતન સૂરત. દક્ષિણ ગુજરાતના વાલ્મીક કાયસ્થ. માધ્યમિક શિક્ષણ સૂરતમાં પ્રાપ્ત કરીને 1891માં એમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં મેળવ્યું અને 1896માં વિજ્ઞાન વિષય સાથે બી.એ.ની ઉપાધિ મેળવી. મુંબઈ પ્રાન્તના કેળવણી-ખાતામાં નોકરીની શરૂઆત…
વધુ વાંચો >દીવાન, જીવણલાલ હરિપ્રસાદ
દીવાન, જીવણલાલ હરિપ્રસાદ (જ. 27 માર્ચ 1877, અમદાવાદ; અ. 18 ડિસેમ્બર 1952, અમદાવાદ) : સ્વાતંત્ર્યસૈનિક. કૉંગ્રેસ આગેવાન અને કેળવણીકાર. જીવણલાલે 1899માં બી. એ.ની પરીક્ષા પસાર કરી, ગુજરાત કૉલેજમાં દક્ષિણા ફેલો તરીકે કામ કર્યું. જૂન, 1901માં સૂરતની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા. ત્યાંથી અમદાવાદ બદલી થયા બાદ 1906માં એમ.એ. થયા. 1908માં પ્રોપ્રાયટરી…
વધુ વાંચો >દીવાન, બિપિનચન્દ્ર જીવણલાલ
દીવાન, બિપિનચન્દ્ર જીવણલાલ (જ. 20 ઑગસ્ટ 1919, અમદાવાદ; અ. 12 માર્ચ 2012, અમદાવાદ) : વિખ્યાત ન્યાયવિદ તથા ગુજરાતની વડી અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ. રાષ્ટ્રવાદી ર્દષ્ટિકોણથી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલની સ્થાપના કરનાર શિક્ષણશાસ્ત્રી અને સ્વાતંત્ર્યસેનાની જીવણલાલ હરિપ્રસાદ દીવાનના પુત્ર. 1935માં મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી. મુંબઈની વિલ્સન કૉલેજમાંથી 1939માં ગ્રૅજ્યુએટ, 1941માં એલએલ.બી. અને 1942માં એમ.એ.…
વધુ વાંચો >દીવાન, રણછોડજી અમરજી નાણાવટી
દીવાન, રણછોડજી અમરજી નાણાવટી (જ. 2 ઑક્ટોબર 1768, જૂનાગઢ; અ. 12 ફેબ્રુઆરી, 1841) : જૂના દેશી રાજ્ય જૂનાગઢના દીવાન. દીવાન રણછોડજીનો જન્મ યુદ્ધવીર દીવાન અમરજી જ્યારે તેમની કારકિર્દીની પરાકાષ્ઠાએ હતા ત્યારે થયો હતો. તેમનાથી પાંચ વર્ષ મોટા ભાઈ રઘુનાથજી તથા પાંચ વર્ષ નાના ભાઈ દલપતરામ હતા. પ્રતાપી પિતાની છત્રછાયામાં તેમણે…
વધુ વાંચો >દીવાન, શારદાબહેન
દીવાન, શારદાબહેન (જ. 1903; અ. ) : મહિલા શિક્ષણના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર મહિલા કેળવણીકાર. પિતા ચીમનલાલ સેતલવાડ ખ્યાતનામ કાયદાવિદ અને 12 વર્ષ સુધી મુંબઈ યુનિવર્સિટીના માનાર્હ કુલાધિપતિ હતા. માતા કૃષ્ણાગૌરી. કુટુંબમાં રાષ્ટ્રીય નેતાઓ અને મહાનુભાવોની સતત આવનજાવનને કારણે સૌ સાથે આ કિશોરીનો જીવંત સંપર્ક રહેતો. રાષ્ટ્રીયતા અને સ્વદેશીના વાતાવરણમાં…
વધુ વાંચો >દીવાની કાર્યવહી
દીવાની કાર્યવહી : નાગરિકોના પરસ્પર ચાલતા વ્યવહાર દરમિયાન થનાર અયોગ્ય કૃત્યોને અનુલક્ષીને કરવામાં આવતી કાયદાકીય કાર્યવહી. સમાજે ઘડેલા નિયમોના ભંગ માટે સજા જ કરવામાં આવે છે એવું નથી. કેટલીક વાર નુકસાન પામનાર વ્યક્તિને વળતર રૂપે પૈસા ભરપાઈ કરી આપવામાં આવે છે. અમુક નિયમો વ્યક્તિઓના પરસ્પર ચાલતા વ્યવહારોને નિયંત્રિત કરવા માટે…
વધુ વાંચો >દીવાને આમ
દીવાને આમ : સામાન્ય જનને મળવા માટે મોગલ શાસકો દ્વારા ઉપયોગમાં લેવાતો વિશાળ દરબાર-ખંડ. ‘દીવાન’ મૂળ અરબી શબ્દ છે જેનો અર્થ “નોંધણી” થાય છે અને તેવી પ્રશાસકીય નોંધણી કરનાર માટે ‘દીવાન’ શબ્દ વપરાતો. આમજનતા પાસેથી પ્રશાસકીય બાબત માટે કોઈ પણ વાતની સુનાવણી માટે વપરાતો ઓરડો તે ‘દીવાને આમ’. ભારતમાં મુસ્લિમ…
વધુ વાંચો >