૬(૨).૧૭
ગોસ્વામી, કિશોરીલાલ થી ગ્રહશાન્તિ
ગોસ્વામી, કિશોરીલાલ
ગોસ્વામી, કિશોરીલાલ (જ. 15 ફેબ્રુઆરી 1865, બનારસ; અ. 29 મે 1933, બનારસ) : વારાણસીના હિંદીના સર્વતોમુખી પ્રતિભા ધરાવતા સર્જક. તેઓ ધાર્મિક વૃત્તિના અને નિમ્બાર્ક સંપ્રદાયના અનુયાયી હતા. હિંદુ ધર્મના હોવાનું તેમને અભિમાન હતું. તેમણે કાશીમાં શિક્ષણ લીધું હતું. તેમના માતામહ કૃષ્ણ ચૈતન્ય હિંદી સાહિત્યકાર ભારતેન્દુ હરિશ્ચંદ્રના ગુરુ હતા. તેથી ભારતેન્દુ…
વધુ વાંચો >ગોસ્વામી, ચુન્ની
ગોસ્વામી, ચુન્ની (જ. 15 જાન્યુઆરી 1938, કૉલકાતા; અ. 30 એપ્રિલ 2020 કોલકાતા) : ફૂટબૉલના ભારતીય ખેલાડી. ભારતીય ફૂટબૉલના ઇતિહાસમાં તેમનું નામ તેમની સિદ્ધિ માટે ઘણા લાંબા સમય સુધી યાદ રહેશે. અસલ નામ સુબિમલ ગોસ્વામી. ભારતીય આમજનતા તેમને ચુન્ની ગોસ્વામી તરીકે ઓળખે છે. પોતાના બાળપણના દિવસોમાં મિત્રોને ફૂટબૉલ રમતા જોઈ તેમણે…
વધુ વાંચો >ગોસ્વામી, જય
ગોસ્વામી, જય (જ. 10 નવેમ્બર 1954, કૉલકાતા, બંગાળ) : બંગાળી કવિ અને નવલકથાકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘પાગલી તોમાર સંગે’ બદલ 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ પત્રકારની હેસિયતથી ‘આનંદ બજાર સમાચારપત્ર’ સાથે સંકળાયેલા છે. તેમણે અત્યાર સુધીમાં 20 ગ્રંથો આપ્યા છે. તેમાં મુખ્ય આ છે :…
વધુ વાંચો >ગોસ્વામી, ત્રૈલોક્યનાથ
ગોસ્વામી, ત્રૈલોક્યનાથ (જ. 3 માર્ચ 1906, નલબારી જિ. કામરૂપ; અ. 1 ડિસેમ્બર 1988) : અસમિયા વાર્તાકાર તથા વિવેચક. તેમના પિતાનું નામ જામિનીકાન્ત ઉર્ફે સિદ્ધેશ્વર અને માતાનું નામ અમૃતપ્રિય દેવી હતું. તેમણે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ નલબારીમાં લીધું. 1926માં મૅટ્રિક થયા. ગુવાહાટીની કૉટન કૉલેજમાંથી ફિલૉસૉફીમાં 1930માં બી.એ. અને અંગ્રેજી સાથે 1932માં…
વધુ વાંચો >ગોસ્વામી, બ્રહ્માનંદ
ગોસ્વામી, બ્રહ્માનંદ (જ. 8 ફેબ્રુઆરી 1907, સિંધ-હૈદરાબાદ) : ભારતના વિખ્યાત સંગીતકાર. સંગીતના સંસ્કાર પિતા સંગીતાચાર્ય મહંત ચૈતન્યદેવજી પાસેથી મળ્યા હતા. કંઠસંગીત, મૃદંગ અને તબલાવાદન ઉપરાંત વિભિન્ન વાદ્યો પર પ્રભુત્વ હતું, પણ સિતાર એમનું પ્રિય વાદ્ય હતું. પોતે સામવેદી પરંપરાના સંગીતજ્ઞ હોવાથી 1925માં બ્રહ્માનંદજીએ શ્રી નાદબ્રહ્મ વિદ્યાલય નામની સંસ્થાની સ્થાપના કરી…
વધુ વાંચો >ગોસ્વામી, હેમચંદ્ર
ગોસ્વામી, હેમચંદ્ર (જ. 8 જાન્યુઆરી 1872, ગોલાઘાટ; અ. 2 મે 1928, ગુવાહાટી) : અસમિયા કવિ, નિબંધકાર, પુરાતત્વવિદ અને ઇતિહાસકાર. તેમણે ગોલાઘાટમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધું. પછી ઉચ્ચ શિક્ષણ માટે તેઓ કૉલકાતા ગયા અને બી.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરી. થોડો સમય શિક્ષકની નોકરી કર્યા પછી સરકારી નોકરીમાં જોડાયા અને…
વધુ વાંચો >ગોહાઈ, હીરેન
ગોહાઈ, હીરેન (જ. 1939, ગોલાઘાટ, અસમ) : અસમિયા લેખક. તેમની લખેલી ‘જાતીય જીવનાત મહાપુરુષીયા પરંપરા’ કૃતિને સાહિત્ય અકાદમી તરફથી 1989ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. તેઓ નામાંકિત લેખક હોવા સાથે વિદ્વત્તા ધરાવતા વિચારક છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે આવી એમ.એ.ની ડિગ્રી મેળવી; 1969માં તેઓ મિલ્ટન…
વધુ વાંચો >ગોહિલ, પાર્થિવ
ગોહિલ, પાર્થિવ (જ. 18 ફેબ્રુઆરી 1976, ભાવનગર) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલ ‘ધ્રુપદ-ધમાર’ ગાયનશૈલીમાં વિશેષ રૂપે અને સંગીતમાં સર્વસામાન્ય રીતે નિપુણતા ધરાવતા ગુજરાતના યુવાકલાકાર. તેમણે બી.કૉમ.ની તથા શાસ્ત્રીય સંગીતમાં ‘વિશારદ’ની પદવીઓ પ્રાપ્ત કરી છે. તેઓ શાસ્ત્રીય સંગીત ઉપરાંત પાશ્ચાત્ય સંગીત અને ફ્યૂઝન (fusion) સંગીતના પણ અગ્રણી ગાયક કલાકાર…
વધુ વાંચો >ગોહિલ, ભાવસિંહજી
ગોહિલ, ભાવસિંહજી (શાસનકાળ : 1703; 1764) : ભાવનગર શહેરના સ્થાપક અને ભાવનગર રાજ્યની આબાદીના સર્જક રાજવી. ગોહિલ રાજવી રતનજીના ઈ. સ. 1703માં મૃત્યુ બાદ ભાવસિંહજી શિહોરની ગાદીએ આવ્યા. 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થતાં મુઘલ સત્તા નબળી પડી તેનો લાભ લઈને ઈ. સ. 1722–23માં મરાઠા સરદારો પિલાજી ગાયકવાડ અને કંથાજી કદમબાંડે સૌરાષ્ટ્રમાં…
વધુ વાંચો >ગોહિલો
ગોહિલો : રજપૂતોમાં સૌથી વધુ કુળવાન તથા શૌર્ય અને ટેક માટે સુપ્રસિદ્ધ રાજવંશ. ગુહિલ ઉપરથી ગુહિલપુત્ર, ગુહિલુત્ત અને ગુહિલોત વંશવાચક શબ્દો બન્યા. ગેહિલોત અને ગૈહલોત શબ્દો પણ પ્રચલિત છે. ગોભિલ, ગૌહિલ્ય અને ગોહિલ જેવી વંશવાચક અટક પણ શિલાલેખોમાં જોવા મળે છે. આ વંશનો સ્થાપક ગુહદત્ત ઈ. સ. 566માં થઈ ગયો…
વધુ વાંચો >ગૌણ ખડક-ખનીજો
ગૌણ ખડક-ખનીજો : અગ્નિકૃત ખડકોના બંધારણમાં અલ્પ પ્રમાણમાં રહેલાં ખનીજો. આવાં ખનીજોને આવશ્યક ખનીજો, ગૌણ ખનીજો અને પરિણામી ખનીજો એ પ્રમાણેના ત્રણ વર્ગોમાં વર્ગીકૃત કરેલાં છે. આ પૈકી જે ખનીજો અગ્નિકૃત ખડકોના બંધારણમાં અલ્પ પ્રમાણમાં રહેલાં હોય અને જેમનું અસ્તિત્વ કે અભાવ ખડકોના પ્રકાર પર અસર કરતાં નથી તે ખનીજો…
વધુ વાંચો >ગૌણ ખનીજ-વર્ગો
ગૌણ ખનીજ-વર્ગો : ખડકોમાં અલ્પ પ્રમાણમાં રહેલાં ખનીજો. ખડકોના બંધારણમાં રહેલાં ખનીજો પૈકી કેટલાંક ખનીજોનું અસ્તિત્વ કે અભાવ ખડક પ્રકાર પર અસર કરતાં નથી. વધુમાં, આ ખનીજો ખડકોમાં અલ્પ પ્રમાણમાં રહેલાં હોય છે. આ પ્રકારનાં ખનીજોનો ગૌણ ખનીજ-વર્ગોમાં સમાવેશ કરેલો છે. ગૌણ ખનીજ-વર્ગોની સંક્ષિપ્ત માહિતી કક્કાવારી પ્રમાણે નીચે મુજબ છે…
વધુ વાંચો >ગૌણ નીપજનું વ્યવસ્થાપન
ગૌણ નીપજનું વ્યવસ્થાપન : રાસાયણિક ઉદ્યોગમાં ઉત્પાદન દરમિયાન મુખ્ય નીપજની સાથે ઉત્પન્ન થતી ગૌણ નીપજનો ઇષ્ટતમ ઉપયોગ કરવાની વ્યવસ્થા. કાર્બનિક રસાયણમાં મોટા ભાગની પ્રક્રિયાઓમાં મુખ્ય નીપજની સાથે ગૌણ નીપજ ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે અકાર્બનિક રસાયણમાં તેનું ઉત્પાદન બહુ ઓછી પ્રક્રિયામાં જોવા મળે છે. ક્યુમીન સાથે હવા અને ઉદ્દીપકની હાજરીમાં…
વધુ વાંચો >ગૌણ ભૂકંપ-તરંગો
ગૌણ ભૂકંપ-તરંગો : પૃથ્વીના પેટાળ તરફ ગતિ કરતા તરંગો. ભૂકંપ દરમિયાન ઉદભવતા તરંગોના ત્રણ પ્રકાર છે : (1) મુખ્ય તરંગો (P-waves), (2) ગૌણ તરંગો (S waves) અને (3) ભૂપૃષ્ઠ તરંગો (L waves અથવા Free waves). આ પૈકી મુખ્ય અને ગૌણ તરંગો પૃથ્વીના પેટાળ તરફ ગતિ કરે છે, જ્યારે ભૂપૃષ્ઠ તરંગો…
વધુ વાંચો >ગૌણ મૅગ્મા
ગૌણ મૅગ્મા : પરિવર્તિત મૅગ્મા. મૅગ્મા તરીકે ઓળખાતો ખડકોનો પીગળેલો રસ જાડો અને સ્નિગ્ધ (pasty) હોય છે. ખડકવિદ્યાની ર્દષ્ટિએ મૅગ્માના બે પ્રકાર પાડેલા છે : (1) મુખ્ય અથવા બિનપરિવર્તિત મૅગ્મા અને (2) ગૌણ મૅગ્મા અથવા પરિવર્તિત મૅગ્મા. જે મૅગ્મામાં સ્વભેદનની ક્રિયા થયેલી છે એવા મૅગ્માના સંચયસ્થાનની છતના કે દીવાલોના ખડકોને…
વધુ વાંચો >ગૌણ સલ્ફાઇડ નિક્ષેપો
ગૌણ સલ્ફાઇડ નિક્ષેપો (secondary sulphide deposits) : ભૂગર્ભજળસપાટીથી નીચેના કેટલાક વિભાગોમાં અનુકૂળ સંજોગો હેઠળ ઉદભવતા સલ્ફાઇડજન્ય નિક્ષેપો. ભૂપૃષ્ઠના ખડકો પર લાંબા ગાળાની ખવાણની ક્રિયાની અસર થાય છે ત્યારે તેમાંના ખનિજ-ઘટકો વિભંજન – વિઘટન પામીને છૂટા પડી જાય છે. મોટા ભાગનાં દ્રવ્યો જળવહન દ્વારા સ્થાનાંતરિત થાય છે; પરંતુ ખડકોમાં ધાતુખનિજ-દ્રવ્ય હોય…
વધુ વાંચો >ગૌણી ભક્તિ
ગૌણી ભક્તિ : દેવાર્ચન, ભજન-સેવાની પ્રવૃત્તિ. એને સાધન-ભક્તિ પણ કહે છે. પરાભક્તિની ભૂમિકામાં પ્રવેશ માટેનું આ પહેલું પગથિયું છે. એનાથી પરાભક્તિની સાધનામાં આવતી અનેક બાધાઓ દૂર થાય છે. નારદભક્તિસૂત્રમાં ગુણભેદ અનુસાર એના ત્રણ પ્રકારો બતાવ્યા છે : (1) સાત્વિકી – જેમાં કેવળ ભક્તિ માટે જ ભક્તિ કરવામાં આવે છે. (2)…
વધુ વાંચો >ગૌતમ ધર્મસૂત્ર
ગૌતમ ધર્મસૂત્ર : જુઓ ધર્મસૂત્ર.
વધુ વાંચો >ગૌતમીપુત્ર શાતકર્ણિ
ગૌતમીપુત્ર શાતકર્ણિ (શાસનકાળ આશરે ઈ. સ. 106થી 130) : દક્ષિણાપથનો સાતવાહન વંશનો પરાક્રમી રાજા. એણે ક્ષહરાત વંશની સત્તાનો અંત આણ્યો ને સાતવાહન કુળના યશને પુન: પ્રતિષ્ઠિત કર્યો. એણે મહારાષ્ટ્ર, વિદર્ભ, માળવા, સુરાષ્ટ્ર અને રાજસ્થાનના પ્રદેશ જીતી લીધા ને સાતવાહનોની સત્તા વિંધ્યથી મલય (ત્રાવણકોર) અને મહેન્દ્ર પર્વત(પૂર્વઘાટ)થી સહ્ય (પશ્ચિમઘાટ) પર્યંત પ્રસારી.…
વધુ વાંચો >ગૌર, હરિસિંગ (સર)
ગૌર, હરિસિંગ (સર) (જ. 26 નવેમ્બર 1870, સાગર; અ. 25 ડિસેમ્બર 1949, સાગર) : જાણીતા કેળવણીકાર, ધારાશાસ્ત્રી તથા પ્રખર રાષ્ટ્રવાદી સાંસદ. જન્મ ક્ષત્રિય ખેડૂત કુટંબમાં. હરિસિંહ બાળલગ્નના વિરોધી હોવાથી જ્ઞાતિમાં મોટી ઉંમરની કન્યા ન મળતાં તેઓ ઑલિવિયા નામની ખ્રિસ્તી કન્યા સાથે પરણ્યા. માધ્યમિક શાળાની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પાસ થયા અને…
વધુ વાંચો >