ગૌણ ખનીજ-વર્ગો : ખડકોમાં અલ્પ પ્રમાણમાં રહેલાં ખનીજો. ખડકોના બંધારણમાં રહેલાં ખનીજો પૈકી કેટલાંક ખનીજોનું અસ્તિત્વ કે અભાવ ખડક પ્રકાર પર અસર કરતાં નથી. વધુમાં, આ ખનીજો ખડકોમાં અલ્પ પ્રમાણમાં રહેલાં હોય છે. આ પ્રકારનાં ખનીજોનો ગૌણ ખનીજ-વર્ગોમાં સમાવેશ કરેલો છે. ગૌણ ખનીજ-વર્ગોની સંક્ષિપ્ત માહિતી કક્કાવારી પ્રમાણે નીચે મુજબ છે :

(1) અશુદ્ધીકરણ પેદાશ-સમૂહ – કોરંડમ, ઍન્ડેલ્યૂસાઇટ ચાયસ્ટોલાઇટ, સિલિમેનાઇટ, મુલાઇટ, કાયનાઇટ, કોર્ડિરાઇટ

(2) ઍપેટાઇટ સમૂહ

(3) ગાર્નેટ સમૂહ (જુઓ ગાર્નેટ)

(4) ઝિર્કોનિયમયુક્ત સમૂહ – ઝિર્કોન, યુડીએલાઇટ

(5) ટાઇટેનિયમયુક્ત સમૂહ – રૂટાઇલ, એનાટેઝ, બ્રુકાઇટ, સ્ફિન, પેરોવસ્કાઇટ

(6) લોહ ધાતુખનીજ સમૂહ – મૅગ્નેટાઇટ, ઇલ્મેનાઇટ, પાયરાઇટ, પાયહ્રોટાઇટ, હૅમેટાઇટ, લિમોનાઇટ

(7) વાયવીય સમૂહ – ટૂર્મેલિન, ટોપાઝ, ફ્લોરાઇટ (ફ્લોરસ્પાર)

(8) સ્પાઇનેલ સમૂહ – માણેક, પ્લીઓનાસ્ટ, પિકોટાઇટ

વ્રિજવિહારી દીનાનાથ દવે