૬(૨).૧૭
ગોસ્વામી, કિશોરીલાલ થી ગ્રહશાન્તિ
ગોસ્વામી, ચુન્ની
ગોસ્વામી, ચુન્ની (જ. 15 જાન્યુઆરી 1938, કૉલકાતા; અ. 30 એપ્રિલ 2020 કોલકાતા) : ફૂટબૉલના ભારતીય ખેલાડી. ભારતીય ફૂટબૉલના ઇતિહાસમાં તેમનું નામ તેમની સિદ્ધિ માટે ઘણા લાંબા સમય સુધી યાદ રહેશે. અસલ નામ સુબિમલ ગોસ્વામી. ભારતીય આમજનતા તેમને ચુન્ની ગોસ્વામી તરીકે ઓળખે છે. પોતાના બાળપણના દિવસોમાં મિત્રોને ફૂટબૉલ રમતા જોઈ તેમણે…
વધુ વાંચો >ગોસ્વામી, જય
ગોસ્વામી, જય (જ. 10 નવેમ્બર 1954, કૉલકાતા, બંગાળ) : બંગાળી કવિ અને નવલકથાકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘પાગલી તોમાર સંગે’ બદલ 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ પત્રકારની હેસિયતથી ‘આનંદ બજાર સમાચારપત્ર’ સાથે સંકળાયેલા છે. તેમણે અત્યાર સુધીમાં 20 ગ્રંથો આપ્યા છે. તેમાં મુખ્ય આ છે :…
વધુ વાંચો >ગોસ્વામી, ઝુલન
ગોસ્વામી, ઝુલન (જ. 25 નવેમ્બર 1982 ચકદહા,પશ્ચિમ બંગાળ) : મહિલાક્રિકેટના ઇતિહાસમાં મહાન ઝડપી ગોલંદાજમાંની એક. ઝુલન નિશિત ગોસ્વામીને નાનપણથી જ ક્રિકેટમાં ઊંડો રસ હતો. જોકે કૉલકાતામાં 1997ના મહિલા ક્રિકેટ વર્લ્ડ કપથી પ્રેરિત થઈને, તેણે ગંભીરતાથી ક્રિકેટ રમવાનું નક્કી કર્યું. તે સમયે મહિલાક્રિકેટ માટે મર્યાદિત સુવિધાઓ હોવા છતાં, ઝુલન પ્રૅક્ટિસ સત્રોમાં…
વધુ વાંચો >ગોસ્વામી, બ્રહ્માનંદ
ગોસ્વામી, બ્રહ્માનંદ (જ. 8 ફેબ્રુઆરી 1907, સિંધ-હૈદરાબાદ) : ભારતના વિખ્યાત સંગીતકાર. સંગીતના સંસ્કાર પિતા સંગીતાચાર્ય મહંત ચૈતન્યદેવજી પાસેથી મળ્યા હતા. કંઠસંગીત, મૃદંગ અને તબલાવાદન ઉપરાંત વિભિન્ન વાદ્યો પર પ્રભુત્વ હતું, પણ સિતાર એમનું પ્રિય વાદ્ય હતું. પોતે સામવેદી પરંપરાના સંગીતજ્ઞ હોવાથી 1925માં બ્રહ્માનંદજીએ શ્રી નાદબ્રહ્મ વિદ્યાલય નામની સંસ્થાની સ્થાપના કરી…
વધુ વાંચો >ગોસ્વામી, હેમચંદ્ર
ગોસ્વામી, હેમચંદ્ર (જ. 8 જાન્યુઆરી 1872, ગોલાઘાટ; અ. 2 મે 1928, ગુવાહાટી) : અસમિયા કવિ, નિબંધકાર, પુરાતત્વવિદ અને ઇતિહાસકાર. તેમણે ગોલાઘાટમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધું. પછી ઉચ્ચ શિક્ષણ માટે તેઓ કૉલકાતા ગયા અને બી.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરી. થોડો સમય શિક્ષકની નોકરી કર્યા પછી સરકારી નોકરીમાં જોડાયા અને…
વધુ વાંચો >ગોહિલ, પાર્થિવ
ગોહિલ, પાર્થિવ (જ. 18 ફેબ્રુઆરી 1976, ભાવનગર) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલ ‘ધ્રુપદ-ધમાર’ ગાયનશૈલીમાં વિશેષ રૂપે અને સંગીતમાં સર્વસામાન્ય રીતે નિપુણતા ધરાવતા ગુજરાતના યુવાકલાકાર. તેમણે બી.કૉમ.ની તથા શાસ્ત્રીય સંગીતમાં ‘વિશારદ’ની પદવીઓ પ્રાપ્ત કરી છે. તેઓ શાસ્ત્રીય સંગીત ઉપરાંત પાશ્ચાત્ય સંગીત અને ફ્યૂઝન (fusion) સંગીતના પણ અગ્રણી ગાયક કલાકાર…
વધુ વાંચો >ગોહિલ, ભાવસિંહજી
ગોહિલ, ભાવસિંહજી (શાસનકાળ : 1703; 1764) : ભાવનગર શહેરના સ્થાપક અને ભાવનગર રાજ્યની આબાદીના સર્જક રાજવી. ગોહિલ રાજવી રતનજીના ઈ. સ. 1703માં મૃત્યુ બાદ ભાવસિંહજી શિહોરની ગાદીએ આવ્યા. 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થતાં મુઘલ સત્તા નબળી પડી તેનો લાભ લઈને ઈ. સ. 1722–23માં મરાઠા સરદારો પિલાજી ગાયકવાડ અને કંથાજી કદમબાંડે સૌરાષ્ટ્રમાં…
વધુ વાંચો >ગ્રહવર્મા
ગ્રહવર્મા : કાન્યકુબ્જ(કનોજ)ના મૌખરિ વંશનો રાજવી. થાનેશ્વરના રાજવંશ સાથે મૌખરિ વંશની મૈત્રી હતી. થાનેશ્વરના પ્રતાપી રાજા પ્રભાકરવર્ધનને રાજ્યશ્રી નામની કુંવરી હતી. અનેક રાજકુલો તરફથી એનાં માગાં આવતાં હતાં. આમાંથી મૌખરિ રાજા અવંતિ વર્મા (ઈ. સ. 576–600)ના પુત્ર ગ્રહવર્માની પસંદગી કરવામાં આવી હતી. આ સંબંધને કારણે બંને રાજકુટુંબો વચ્ચે ગાઢ સંબંધ…
વધુ વાંચો >ગ્રહશાન્તિ
ગ્રહશાન્તિ : મનુષ્યજીવન પર ગ્રહોની થતી વિપરીત અસરની શાન્તિ અર્થે તેમજ શુભ અસરની પુષ્ટિ અર્થે કરાતો યજ્ઞ. સૂર્ય, ચંદ્ર આદિ ખગોલીય પિંડો તેમની સારીમાઠી અસર દ્વારા મનુષ્યને ગ્રહણ કરે છે – પકડે છે, તેથી તે ગ્રહ કહેવાય છે. गृहणन्ति इति ग्रहा: (ग्रह् + अच्) એવી તે શબ્દની વ્યુત્પત્તિ છે. વૈદિક…
વધુ વાંચો >