૬(૨).૧૧
ગુરુત્વીય ત્રિજ્યા થી ગુંફિત ઝરણાં
ગુરુત્વીય ત્રિજ્યા
ગુરુત્વીય ત્રિજ્યા : આઇન્સ્ટાઇનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત મુજબ M દ્રવ્યમાનના તારકના કેન્દ્રથી r અન્તરે આવેલા બિન્દુએ પ્રકાશનો વેગ C નહિ રહેતાં ઘટશે અને થશે. અહીં G એ ગુરુત્વનો અચલાંક છે. આ ઘટેલો પ્રકાશનો વેગ જો શૂન્ય થઈ જાય તો અથવા ને તારકની ગુરુત્વ ત્રિજ્યા કહે છે. તે અંતરે પ્રકાશનો વેગ શૂન્ય…
વધુ વાંચો >ગુરુત્વીય નિપાત (gravitational collapse)
ગુરુત્વીય નિપાત (gravitational collapse) : આંતરતારકીય વાદળમાં અને તારકની અંદર, ગુરુત્વાકર્ષણ દ્વારા થતાં સંકોચન અને નિપાત. ખભૌતિકીમાં આ ઘટના ઘણી મહત્વની છે, કારણ કે તેની દ્વારા તારકો, તારકગુચ્છો અને તારકવિશ્વોનું સર્જન અને વિસર્જન બંને થતાં હોય છે. કેટલીક વખત આંતરતારકીય વાદળનું સંઘટ્ટન એટલા બધા પ્રમાણમાં થાય છે કે તેના કેન્દ્રીય…
વધુ વાંચો >ગુરુદત્ત
ગુરુદત્ત (જ. 9 જુલાઈ 1925, બૅંગાલુરુ, કર્ણાટક; અ. 20 ઑક્ટોબર 1964, મુંબઈ) : ભારતીય ચલચિત્ર જગતની એક આગવી કલાકાર-દિગ્દર્શક પ્રતિભા. મૂળ કન્નડભાષી છતાં મુંબઈને કર્મભૂમિ બનાવી હિંદી ચલચિત્રોમાં દિગ્દર્શન અને અભિનયમાં નવી ભાત પાડી. પૂરું નામ ગુરુદત્ત શિવશંકર પદુકોણ. બાળપણ અને શાળાકીય શિક્ષણ કોલકાતા ખાતે. 1941માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી…
વધુ વાંચો >ગુરુદયાલસિંહ
ગુરુદયાલસિંહ (જ. 10 જાન્યુઆરી 1933, ભૈયાનીફતેહ, સંગરુર, પંજાબ; અ. 16 ઑગસ્ટ 2016, ભટીંડા, પંજાબ) : પંજાબી વાર્તાકાર. પંજાબના પતિયાલા જિલ્લાના નાભા શહેરમાં પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ લીધેલું. ઉચ્ચશિક્ષણ અમૃતસરમાં લીધેલું. ત્યાંથી પંજાબી અને અંગ્રેજી વિષયો લઈને બી.એ. તથા એમ.એ. થયા. કૉલેજમાં હતા ત્યારથી જ જુદાં જુદાં સામયિકોમાં એમની વાર્તાઓ પ્રગટ…
વધુ વાંચો >ગુરુદ્વારા (ગુરદ્વાર)
ગુરુદ્વારા (ગુરદ્વાર) : શીખોનું ધર્મમંદિર. દસ ગુરુમાંથી કોઈ એકે ધર્મપ્રચાર માટે જેની સ્થાપના કરી હોય અથવા જ્યાં ગુરુ ગ્રંથસાહિબનો આવિર્ભાવ થયો હોય એવું સ્થાન. શીખોના પહેલા ગુરુ નાનકદેવથી પાંચમા ગુરુ અર્જુનદેવ સુધી આ ધર્મમંદિરોને ‘ધર્મશાળા’ કહેતા હતા. ગુરુ અર્જુનદેવજીએ સૌપ્રથમ અમૃતસરના ધર્મમંદિરને ‘હરિમંદિર’ નામ આપ્યું અને છઠ્ઠા ગુરુ હરિગોબિંદજીએ આવાં…
વધુ વાંચો >ગુરુ નાનકદેવ
ગુરુ નાનકદેવ (જ. 15 એપ્રિલ 1469, રાયભોઈ દી તલવંડી [વર્તમાન નાનકાના સાહિર, લાહોર પાસે, પાકિસ્તાન]; અ. 22 સપ્ટેમ્બર 1539, કરનારપુર, પંજાબ) : શીખ ધર્મપ્રવર્તક અને આદ્યગુરુ. એમનો જન્મ કાલુરામ વેદીને ત્યાં તલવંડી(પશ્ચિમ પંજાબ)માં થયો હતો. એમણે પંડિત તથા મૌલાના પાસે શિક્ષણ લીધું હતું. અઢારમે વર્ષે એમનાં લગ્ન સુલક્ષણાદેવી સાથે થયાં.…
વધુ વાંચો >ગુરુબક્ષસિંહ
ગુરુબક્ષસિંહ (જ. 26 એપ્રિલ 1895, સિયાલકોટ, પશ્ચિમ પંજાબ; અ. 10 ઑગસ્ટ 1977) : પંજાબી લેખક. મૅટ્રિક સુધીનું શિક્ષણ વતનમાં જ લીધું. પછી અમેરિકા ગયા અને ત્યાં બી.એસસી. તથા ઇજનેરીનું શિક્ષણ લીધું. ભારત આવીને થોડાં વર્ષ રેલવેમાં નોકરી કરી, 1931માં રાજીનામું આપ્યું અને પછી ખેતી કરવા લાગ્યા. 1933માં એમણે ‘પ્રીતલડી’ નામનું…
વધુ વાંચો >ગુરુમુખી
ગુરુમુખી : પંજાબમાં બોલાતી તથા લખાતી લિપિ. આ લિપિ ઉત્તર ભારતમાં પ્રચલિત શારદા તથા ટાકરી લિપિઓ દ્વારા પ્રચલિત બની. પંજાબમાં ધર્મગુરુઓ દ્વારા એનો ઉપયોગ થતો હોવાથી એને ‘ગુરુમુખી’ નામ મળ્યું. ‘ગુરુમુખી’ લિપિ નામનો દુરુપયોગ છે. શીખ-ગુરુઓ દ્વારા આ લિપિ યોજવામાં આવી નથી. અદ્યતન સંશોધકોએ સાબિત કર્યું છે કે વિખ્યાત સૂફી…
વધુ વાંચો >ગુરુવાયુર મંદિર
ગુરુવાયુર મંદિર : ભારતમાં અત્યંત પવિત્ર ગણાતાં મંદિરોમાંનું એક મંદિર. તે કેરળ રાજ્યના ત્રિચુર જિલ્લાના ગુરુવાયુર નામક ગામમાં આવેલું છે. મંદિરમાં શ્રીકૃષ્ણની મૂર્તિ સૌથી વધારે પૂજનીય ગણવામાં આવે છે. ભગવાન કૃષ્ણ ટટ્ટાર અવસ્થામાં ઊભા છે અને તેમના ચાર હાથમાં અનુક્રમે શંખ, સુદર્શનચક્ર, કમળનું ફૂલ અને ગદા છે. શ્રીકૃષ્ણના જીવનની જુદી…
વધુ વાંચો >ગુરુ સાથે ધૂમકેતુની અથડામણ
ગુરુ સાથે ધૂમકેતુની અથડામણ : સૌર મંડળના ઘણા ધૂમકેતુ ગુરુ ગ્રહના પ્રબળ ગુરુત્વાકર્ષણને લીધે ગુરુની પકડમાં આવી જાય છે અને એ રીતે ‘ગુરુ-પરિવારના ધૂમકેતુ’ બની જાય છે. માર્ચ 1993માં શુમેકર પતિ-પત્ની તથા ડેવિડ લેવી નામના ખગોળ-વિજ્ઞાનીઓએ એક નવતર પ્રકારનો ગુરુ-પરિવારનો ધૂમકેતુ શોધી કાઢ્યો હતો, જે એ પહેલાં લગભગ જુલાઈ 1992માં…
વધુ વાંચો >ગુલબદન બેગમ
ગુલબદન બેગમ (જ. 1523, કાબુલ; અ. 7 ફેબ્રુઆરી 1603, આગ્રા) : હુમાયૂંની સાવકી બહેન અને અકબરની ફોઈ. માતા દિલદાર બેગમ. મૂળ નામ સાલિકા સુલતાન. તે સમરકંદના હાકેમ સુલતાન મહેમૂદ મિર્ઝાનાં પુત્રી હતાં. ગુલબદન બેગમ 8 વર્ષનાં હતાં ત્યારે તેમના પિતા મરણ પામ્યા. તેમના પિતા હિંદુસ્તાન પર વિજય મેળવવા ગયા હતા…
વધુ વાંચો >ગુલબાસ
ગુલબાસ : દ્વિદળી વર્ગમાં આવેલા નિક્ટેજીનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mirabilis jalapa Linn. (સં. નક્તા; મ. ગુલબાશી, સાયંકાળી; બં. વિષલાંગુલિયા; હિં. ગુલવાસ; તે. ચંદ્રકાંતા, ચંદ્રમાલી; તા. અંધીમાલીગાઈ; ક. ચંદ્રમાલીગ, સંજામાલીગ; મલા. અંતીમાલારી; અં. ફોર ઓ’ક્લૉક પ્લાન્ટ, માર્વલ ઑવ્ પેરૂ) છે. તેના સહસભ્યોમાં વખખાપરો, પુનર્નવા, બોગનવેલ, વળખાખરો વગેરેનો સમાવેશ…
વધુ વાંચો >ગુલમર્ગ
ગુલમર્ગ : જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના પર્યટનસ્થળોમાંનું એક. તે બારામુલા જિલ્લામાં આવેલું છે. તે સમુદ્રસપાટીથી 2591 મીટર ઊંચાઈ ધરાવે છે. રાજ્યના પાટનગર શ્રીનગરથી તે 46 કિમી. પશ્ચિમે આવેલું છે. તેની વસ્તી આશરે 1200 (2022) છે. શ્રીનગરથી તંગમાર્ગ સુધીનો 39 કિમી.નો રસ્તો સીધો છે; પરંતુ તે પછી ચઢાણ શરૂ થાય…
વધુ વાંચો >ગુલમેંદી
ગુલમેંદી : દ્વિદળી વર્ગમાં આવેલા લિથ્રેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lagerstroemia indica Linn (હિં. બં. ફરશ, તેલિંગચિના; તે. ચિનાગોરંટા; તા. પાવાલાક-કુરિન્જી, સિનાપ્પુ; ગુ. ગુલમેંદી, લલિત, ચિનાઈ મેંદી; અં. કૉમન ક્રેપ મિર્ટલ) છે. તે સુંદર પર્ણપાતી (deciduous) ક્ષુપ કે નાનું વૃક્ષ છે. ગુલમેંદી ચીનની મૂલનિવાસી વનસ્પતિ છે અને સુંદર…
વધુ વાંચો >ગુલમોર
ગુલમોર : દ્વિદળી વર્ગમાં આવેલા સિઝાલ્પિનિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Delonix regia Rafin. syn. Poinciana regia Bojer ex Hook. (પં. શંખોદરી, મ. ગલતુર, ગુલતુરા, ગુલ્પરી, શંખાસર, ધાક્ટી-ગુલમોહોર; તે. સામિડીતાં-ઘેડું; અં. ગોલ્ડન મોહર, ફ્લેમ ટ્રી, ફ્લેમ્બોયન્ટ) છે. તે ધ્યાનાકર્ષક, શોભન, મધ્યમ કદનું 10 મી. જેટલી ઊંચાઈ ધરાવતું છાયા વૃક્ષ છે.…
વધુ વાંચો >ગુલરાજાણી, જેઠમલ પરસરામ
ગુલરાજાણી, જેઠમલ પરસરામ (જ. 1886 હૈદરાબાદ (હાલનું સિંધ), પાકિસ્તાન; અ. 6 જુલાઈ 1948 મુંબઈ) : અર્વાચીન સિંધી સાહિત્યના સર્જક. તેઓ મધ્યમ વર્ગના આર્થિક રીતે નબળા પરિવારમાં 1886માં જન્મ્યા હતા. તેઓ સૂફીવાદ અને વેદાંતી વિચારધારા ધરાવનાર થિયૉસૉફિસ્ટ ઉદારચરિત હિંદુ હતા. તેઓ તત્ત્વજ્ઞાન અને દર્શનના ઊંડા અભ્યાસી હતા. તેઓ સાહિત્યને મનોરંજનનું સાધન…
વધુ વાંચો >ગુલાબ
ગુલાબ : ગુ. તરુણી, મંજુલા, સં. तरुणीया, લૅ. Rosa Sp. દ્વિબીજ- દલાના કુળ રોઝેસીનો છોડ. તે કુળનો એક જ ફેલાતો શાકીય છોડ નર્મદાના તળ(bed)માં અને પાવાગઢના ખાબોચિયામાં ઊગતો Pontentilla supina L છે. બદામ અને સફરજન તે કુળના છે. ગુલાબની ઉત્પત્તિ કે સ્થાન અગમ્ય રહેલ છે. R. centifolia કૉકેસસમાં, R. indica…
વધુ વાંચો >ગુલાબ કાતર (secateures)
ગુલાબ કાતર (secateures) : છોડની નાનીમોટી ડાળીઓ સરળતા અને સહેલાઈથી કાપી શકાય તે માટેની મોટી કાતર. ગુલાબની કાંટાવાળી વાંકીચૂકી ડાળીઓ કાપવા માટે ખાસ અનુકૂળ હોવાથી તેને ગુલાબ કાતર કહે છે. ડાળી કાપવાનું પાનું પોપટની ચાંચ જેવું વાંકું હોય છે અને પાછળના હાથાના ભાગમાં સ્પ્રિંગ હોય છે. તેથી તે ડાળી ઉપર…
વધુ વાંચો >ગુલાબરાય
ગુલાબરાય (જ. 17 જાન્યુઆરી 1888 ઈટાવા; અ. 13 એપ્રિલ 1963, આગ્રા) : હિંદી સાહિત્યના કાવ્યશાસ્ત્રકાર, સમીક્ષક, નિબંધકાર, દાર્શનિક લેખક. દર્શનશાસ્ત્રમાં એમ.એ. અને પછી એલએલ.બી.ની પદવી પ્રાપ્ત કરી. આગ્રા વિશ્વવિદ્યાલયમાંથી ડિ. લિટ્ની ઉપાધિ મેળવી. જોકે આઠમી કક્ષા સુધી ફારસી ભણ્યા ત્યાર બાદ સંસ્કૃત લઈ બી.એ. થયા અને ઘેર રહીને કાવ્યશાસ્ત્ર અને…
વધુ વાંચો >