ગુરુત્વીય ત્રિજ્યા : આઇન્સ્ટાઇનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત મુજબ M દ્રવ્યમાનના તારકના કેન્દ્રથી r અન્તરે આવેલા બિન્દુએ પ્રકાશનો વેગ C નહિ રહેતાં ઘટશે અને થશે. અહીં G એ ગુરુત્વનો અચલાંક છે. આ ઘટેલો પ્રકાશનો વેગ જો શૂન્ય થઈ જાય તો  અથવા ને તારકની ગુરુત્વ ત્રિજ્યા કહે છે. તે અંતરે પ્રકાશનો વેગ શૂન્ય થઈ જાય છે. તેથી તે અંતરેથી પ્રકાશ આગળ વધતો નથી એટલે તે ત્રિજ્યા ઉપરથી કોઈ માહિતી ઉપલબ્ધ થતી નથી.

ઉત્ક્રાંતિને આરે પહોંચેલા કેટલાક લાંબું આયુ ધરાવતા તારા માટે આ ત્રિજ્યાનું મહત્વ છે. જે તારાની ત્રિજ્યા ગુરુત્વ-ત્રિજ્યા જેટલી થાય તે તારો શ્યામ છેદ(black hole)માં પરિવર્તન પામે છે.

પ્ર. ચૂ. વૈદ્ય