૫.૧૮

કૅમરલિંગ-ઑનસ, હાઇકથી કેરોસીન

કૅમરલિંગ-ઑનસ – હાઇક

કૅમરલિંગ-ઑનસ, હાઇક (જ. 21 સપ્ટેમ્બર 1853, ગ્રોનિંગન, નેધરલૅન્ડ; અ. 21 ફેબ્રુઆરી 1926, લેડન) : નિમ્ન તાપમાન અંગેના સંશોધનકાર્ય અને પ્રવાહી હીલિયમની બનાવટ માટે 1913માં ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કારવિજેતા ડચ વૈજ્ઞાનિક. નિરપેક્ષ શૂન્ય (absolute zero) નજીકના તાપમાન સુધી ઠંડા કરેલા કેટલાક પદાર્થોમાં વિદ્યુતઅવરોધના લગભગ સંપૂર્ણ અભાવની એટલે કે અતિવાહકતા(superconductivity)ની તેમણે શોધ કરી.…

વધુ વાંચો >

કેમર્જી

કેમર્જી : અખાદ્ય કૃષિનીપજોનો લાભપ્રદ ઉપયોગ કરવા માટે વિકસાવાયેલી પ્રયુક્ત વિજ્ઞાનની શાખા. chem = રસાયણવિજ્ઞાન, તથા urgy = કાર્ય, પરથી બનેલો આ શબ્દ 1930થી 1950 દરમિયાન વિશેષ પ્રચલિત થયો. કેમર્જી સંકલ્પના રસાયણશાસ્ત્ર, જીવરસાયણ, ભૌતિકશાસ્ત્ર, જીવાણુશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, ઇજનેરી વગેરે શાખાઓને આવરી લે છે. ખેતપેદાશોની વધારાની નીપજનો શો ઉપયોગ કરવો તે…

વધુ વાંચો >

કૅમિલો જોઝે સેલા (Camilo Jose Cella)

કૅમિલો જોઝે સેલા (Camilo Jose Cella) (જ. 11 મે 1916, આઇરિઆ, ફ્લાવિઆ, સ્પેન અ. 17 જાન્યુઆરી 2002, મેડ્રિડ) : સ્પૅનિશ નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર અને કવિ. તેમને સંયમિત સહાનુભૂતિ સાથે મનુષ્યની આંતરિક નબળાઈને પડકારતી દૃષ્ટિ પ્રદાન કરતા તેમના સમૃદ્ધ અને અર્થપૂર્ણ ગહન ગદ્ય માટે 1989નો સાહિત્ય માટેનો નોબલ પુરસ્કાર એનાયત કરવામાં…

વધુ વાંચો >

કૅમેરા

કૅમેરા : પ્રકાશગ્રાહી માધ્યમ પર વ્યક્તિ, પદાર્થ કે ર્દશ્યની છબી ઉપસાવવાનું સાધન. કૅમેરાનું મૂળ નામ ‘કૅમેરા ઑબ્સ્ક્યૉરા’ અથવા ‘અંધારાવાળું ખોખું’ (dark box) છે. માનવસંસ્કૃતિ વિકાસ પામી ત્યારથી માનવીને ખબર હતી કે નાના છિદ્રમાંથી પ્રકાશ પસાર થઈ અંધારા ઓરડામાં દાખલ થાય ત્યારે છિદ્રની બહારનું ચિત્ર ઊંધું પડે છે. પરંતુ કાચની અથવા…

વધુ વાંચો >

કૅમેરૂન

કૅમેરૂન : પશ્ચિમ આફ્રિકા અને મધ્ય આફ્રિકાની વચમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : 6o 00 ઉ. અ. અને 12o 00 પૂ. રે.. તેનું સત્તાવાર નામ રિપબ્લિક ઑવ્ કૅમેરૂન છે. તેની વાયવ્યમાં નાઇજીરિયા, ઈશાનમાં ચાડ, પૂર્વમાં મધ્ય આફ્રિકાનું પ્રજાસત્તાક, દક્ષિણમાં કાગો, વિષુવવૃત્તીય ગીની અને ગેબન તથા નૈર્ઋત્યમાં આટલાન્ટિક મહાસાગર છે. આ…

વધુ વાંચો >

કૅમેરૂન પર્વત

કૅમેરૂન પર્વત : પશ્ચિમ આફ્રિકાના કૅમેરૂન દેશમાં આવેલી જ્વાળામુખી ગિરિમાળાનો એક પર્વત. ભૌગોલિક સ્થાન : 4o 12′ ઉ. અ અને 9o 11′ પૂ. રે. તેની ઊંચાઈ 4095 મીટર છે અને તે ઉત્તર કૅમેરૂન અને નાઇજીરિયા વચ્ચે કુદરતી સરહદ બનાવે છે. પશ્ચિમ અને મધ્ય આફ્રિકામાં તે ઊંચામાં ઊંચો પર્વત છે. તેની…

વધુ વાંચો >

કૅમોઇંશ – લૂઈ (વાઝ) દ

કૅમોઇંશ, લૂઈ (વાઝ) દ (જ. 1525, લિસ્બન; અ. 10 જૂન 1580, લિસ્બન) : પોર્ટુગલના મહાન રાષ્ટ્રીય કવિ અને ‘ધ લ્યુસિઆડ્ઝ’ (1572) નામના મહાકાવ્યના રચયિતા. નિર્ધન અવસ્થામાં મુકાઈ ગયેલા શ્રીમંત કુટુંબના તે નબીરા હતા. કુઇમ્બ્રા યુનિવર્સિટી ખાતે ચર્ચની કારકિર્દીને લગતું શિક્ષણ લીધું. લગભગ 1542માં લિસ્બન પાછા ફર્યા. અહીં ડોના કેટેરિના નામની…

વધુ વાંચો >

કૅમોઈં – શાર્લી

કૅમોઈં, શાર્લી (Camoin, Charles) (જ. 23 સપ્ટેમ્બર 1879, ફ્રાંસ; અ. 20 મે 1965, પેરિસ, ફ્રાંસ) : ફ્રેંચ નવપ્રભાવવાદી (neo impressionist) ચિત્રકાર. નવપ્રભાવવાદી ચિત્રકાર જ્યૉર્જ સેઉરા (George Seurat) પાસે કૅમોઈંએ ચિત્રકલાની તાલીમ લીધેલી. સેંટ ટ્રોપેઝ ખાતે તેમણે આસપાસના નિસર્ગને આલેખતાં ઘણાં ચિત્રો ચીતર્યાં; પરંતુ પછીથી ઝીણાં ટપકાંથી ચિત્રો આલેખવાની સેઉરાની શૈલીનો…

વધુ વાંચો >

કેમ્ઝ

કેમ્ઝ : હિમનદીના નિક્ષેપકાર્યથી રચાતો એક વિશિષ્ટ ભૂમિઆકાર. હિમનદીના જળપ્રવાહ સાથે રેતી, માટી જેવાં દ્રવ્યો માર્ગમાં ઊંચાનીચા ઢગરૂપે જમા થઈને બનતી રેતી અને માટીની ટેકરીને ‘કેમ’ કહે છે. આ પ્રકારની કેમ ટેકરીઓ એકબીજી સાથે જોડાતાં ટેકરીઓની જે લાંબી હાર બને છે તેને લાંબી કેમ-ટેકરીઓ અથવા હિમ અશ્માવલીની ટેકરીઓ (glacial moraines…

વધુ વાંચો >

કૅમ્પટોથેશિયા

કૅમ્પટોથેશિયા : નાયસાસી કુળના ચીની વૃક્ષ કૅમ્પટોથેશિયા ઍક્યુમિનેટાનાં ફળ, કાષ્ઠ અને વૃક્ષની છાલમાંથી મળતી ઔષધિ. તેમાં કૅમ્પોથેસીન ક્વિનોલીન સંરચના ધરાવતા આલ્કલૉઇડ છે. તે પ્રયોગપાત્ર પ્રાણીમાં સ્પષ્ટત: શ્વેતરક્તતારોધી અને ગુલ્મરોધી ક્રિયા દર્શાવે છે. જઠર આંત્રના કૅન્સરમાં તેનો ઉપયોગ થાય છે. બકુલા શાહ

વધુ વાંચો >

કૅરલ

Jan 18, 1993

કૅરલ : પાશ્ચાત્ય દેશોમાં રૂઢ નૃત્યગીત. અંગ્રેજી કૅરલ શબ્દ ઇટાલિયન શબ્દ કૅરોલા ઉપરથી પ્રચલિત થયો છે. કૅરલ એટલે વર્તુળાકાર નૃત્ય. પણ સમય જતાં ગીત અને સંગીતનું તત્વ તેમાં ભળતાં નૃત્યગીત તરીકે સંજ્ઞા રૂઢ થઈ. યુરોપમાં ખ્રિસ્તી ધર્મનો વ્યાપક પ્રસાર થતાં ધાર્મિક સ્તોત્રો, ધાર્મિક ગીતો અને ધાર્મિક સંગીત સાથે જોડાયેલ ધાર્મિક…

વધુ વાંચો >

કૅરલ – ઍલેક્સિસ

Jan 18, 1993

કૅરલ, ઍલેક્સિસ (જ. 28 જૂન 1873, ફ્રાન્સ; અ. 5 નવેમ્બર 1944, પૅરિસ) : ફિઝિયૉલૉજી ઑવ્ મેડિસિન વિદ્યાશાખામાં નોબેલ પારિતોષિક(1912)વિજેતા ફ્રેન્ચ વિજ્ઞાની. તેમના સંશોધનનો વિષય હતો નસોનું સંધાણ અને નસો તથા અવયવોનું પ્રત્યારોપણ (transplantation) . કૅરલે યુનિવર્સિટી ઑવ્ લિયૉમાંથી ડૉક્ટરેટની ડિગ્રી 1900માં મેળવી હતી. તે પછી 1904માં તે યુ.એસ. ગયા અને…

વધુ વાંચો >

કેરલવર્મા – વાલિયા કોઇલ તમ્પુરન

Jan 18, 1993

કેરલવર્મા, વાલિયા કોઇલ તમ્પુરન (જ. 19 ફેબ્રુઆરી 1845, ચંગનચેરી, જિ. કોટ્ટ્યમ્, કેરળ; અ. 22 સપ્ટેમ્બર 1914) : મલયાળમ લેખક અને કવિ. મલયાળમ અને સંસ્કૃતનું પ્રાથમિક શિક્ષણ લીધા બાદ 10 વર્ષની વયે તેઓ ત્રિવેન્દ્રમ્ ગયા. ત્યાં તેમણે તેમના કાકા રાજરાજા વર્મા અને ઇલતૂર રામસ્વામી શાસ્ત્રીગલ જેવા પ્રખર સંસ્કૃત પંડિતો પાસેથી અનૌપચારિક…

વધુ વાંચો >

કેરળ

Jan 18, 1993

કેરળ ભારતની પશ્ચિમે અરબી સમુદ્રના કાંઠા પર આવેલું દક્ષિણ ભારતનું રાજ્ય. તે 9o 15′ ઉત્તરથી 12o 53′ ઉત્તર અક્ષાંશ અને 74o 46′ પૂર્વથી 77o 15′ પૂર્વ રેખાંશ પર આવેલું છે. તેના ઈશાનમાં કર્ણાટક, પૂર્વ અને અગ્નિમાં તામિલનાડુ તથા પશ્ચિમે અરબી સમુદ્ર છે. તેનો કુલ વિસ્તાર 38,863 ચોકિમી. છે. તેની દક્ષિણ-ઉત્તર…

વધુ વાંચો >

કેરળનું સ્થાપત્ય

Jan 18, 1993

કેરળનું સ્થાપત્ય : દક્ષિણ ભારતના પશ્ચિમ દરિયાકાંઠે આવેલો કેરળ એની વિશિષ્ટ સ્થાપત્યશૈલી માટે પ્રસિદ્ધ છે. મુખ્યત્વે લાકડાનો ઉપયોગ કરીને બનાવેલાં ત્યાનાં મકાનોનાં છાપરાં સીધા ઢોળાવવાળાં હોય છે. પંદરમી સદીમાં બાંધેલાં આવાં મકાનો હજુ સારી સ્થિતિમાં જોવા મળે છે. કેરળમાં ગુફાઓ, મંદિરો, દેવળો, સિનેગોગ, મસ્જિદો, મહેલો અને કિલ્લાઓનું નિર્માણ થયું હતું.…

વધુ વાંચો >

કેરળ શાસ્ત્ર-સાહિત્ય પરિષદ

Jan 18, 1993

કેરળ શાસ્ત્ર-સાહિત્ય પરિષદ : વૈજ્ઞાનિક અભિગમ દ્વારા લોક-કેળવણીના ધ્યેય સાથે સાહિત્યપ્રસાર અને નાટ્યપ્રવૃત્તિ કરતી કેરળની સુયોજિત સ્વૈચ્છિક સંસ્થા. અનેક પ્રકાશનો અને ‘લોકજથ્થા’ (લોકજાત્રાઓ) દ્વારા કેરળના ગ્રામવિસ્તારોમાં લોકજુવાળ ઊભો કરી ‘સાયલન્ટ વૅલી’ પ્રયોજવા વિશે આ સંસ્થાએ જાગૃતિ આણી હતી. સાંપ્રત પ્રશ્નો વિશે શેરીનાટકની પ્રવૃત્તિના અસંખ્ય પ્રયોગો રાજ્યના ગ્રામ તથા શહેરી વિસ્તારોમાં…

વધુ વાંચો >

કેરળ સાહિત્યચરિત્રમ્

Jan 18, 1993

કેરળ સાહિત્યચરિત્રમ્ (1953-57) : કેરળના સાહિત્યના ઇતિહાસની બૃહદ્ ગ્રંથશ્રેણી. 7 ગ્રંથોની આ શ્રેણી કેરળના વિદ્વાન કવિ ઉલ્લુરના 40 વર્ષના અભ્યાસ તથા સંશોધનના નિચોડરૂપ છે. પ્રથમ ગ્રંથ 1953માં અને છેલ્લો સાતમો ગ્રંથ 1957માં પ્રગટ થયો હતો. તેમણે કેરળમાં મલયાળમ તથા સંસ્કૃત એ બંને ભાષામાં લખાયેલી નાનીમોટી તમામ કૃતિઓનાં વિગતવર્ણન ઉપરાંત વિવેચનલક્ષી…

વધુ વાંચો >

કેરળસ્વરન્

Jan 18, 1993

કેરળસ્વરન્ : ટી. રમણ નમ્બીસાન(1888-1983)કૃત મલયાળમ ઐતિહાસિક નવલકથા. વેત્તાતના રાજા વિશે લખાયેલી આ એકમાત્ર નવલકથામાં રાજા અને કાલિકટના ઝામોરીન-સામૂતિરિ વચ્ચેના સંબંધોના પ્રવાહો અને પ્રતિપ્રવાહોનું નિરૂપણ છે. તેમાં ઐતિહાસિક હકીકતોનું નિરૂપણ છે પણ તેની સાહિત્યિક ગુણવત્તાને કારણે તે મલયાળમની એક ઉત્તમ બલકે શ્રેષ્ઠ ઐતિહાસિક નવલકથા બની છે. મલયાળમના અન્ય કોઈ નવલકથાકારે…

વધુ વાંચો >

કૅરિકેચર : જુઓ કટાક્ષચિત્ર

Jan 18, 1993

કૅરિકેચર : જુઓ કટાક્ષચિત્ર.

વધુ વાંચો >

કૅરિકેસી (પપેયેસી)

Jan 18, 1993

કૅરિકેસી (પપેયેસી) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ કુળ મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય અમેરિકા, પશ્ચિમ આફ્રિકા અને ઉષ્ણ પ્રદેશોમાં જોવા મળે છે. આ કુળમાં 4 પ્રજાતિઓ (Carica, Cylicomorpha, Jacaratia અને Jarilla) અને 55 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કુળની વનસ્પતિઓ પોચા પ્રકાંડવાળાં, નાનાં તાડ જેવાં વૃક્ષ, ક્ષુપ કે…

વધુ વાંચો >