કૅમ્પટોથેશિયા : નાયસાસી કુળના ચીની વૃક્ષ કૅમ્પટોથેશિયા ઍક્યુમિનેટાનાં ફળ, કાષ્ઠ અને વૃક્ષની છાલમાંથી મળતી ઔષધિ. તેમાં કૅમ્પોથેસીન ક્વિનોલીન સંરચના ધરાવતા આલ્કલૉઇડ છે. તે પ્રયોગપાત્ર પ્રાણીમાં સ્પષ્ટત: શ્વેતરક્તતારોધી અને ગુલ્મરોધી ક્રિયા દર્શાવે છે. જઠર આંત્રના કૅન્સરમાં તેનો ઉપયોગ થાય છે.

બકુલા શાહ