કૅમોઈં, શાર્લી (Camoin, Charles) (જ. 1879, ફ્રાંસ; અ. 1965, સ્પેન) : ફ્રેંચ નવપ્રભાવવાદી (neo impressionist) ચિત્રકાર. નવપ્રભાવવાદી ચિત્રકાર જ્યૉર્જ સેઉરા (George Seurat) પાસે કૅમોઈંએ ચિત્રકલાની તાલીમ લીધેલી. સેંટ ટ્રોપેઝ ખાતે તેમણે આસપાસના નિસર્ગને આલેખતાં ઘણાં ચિત્રો ચીતર્યાં; પરંતુ પછીથી ઝીણાં ટપકાંથી ચિત્રો આલેખવાની સેઉરાની શૈલીનો ત્યાગ કરી તેમણે પીંછીના પહોળા અને મુક્ત લસરકાની શૈલી અપનાવી.

અમિતાભ મડિયા