૫.૧૮

કૅમરલિંગ-ઑનસ, હાઇકથી કેરોસીન

કૅમ્પટોથેશિયા

કૅમ્પટોથેશિયા : નાયસાસી કુળના ચીની વૃક્ષ કૅમ્પટોથેશિયા ઍક્યુમિનેટાનાં ફળ, કાષ્ઠ અને વૃક્ષની છાલમાંથી મળતી ઔષધિ. તેમાં કૅમ્પોથેસીન ક્વિનોલીન સંરચના ધરાવતા આલ્કલૉઇડ છે. તે પ્રયોગપાત્ર પ્રાણીમાં સ્પષ્ટત: શ્વેતરક્તતારોધી અને ગુલ્મરોધી ક્રિયા દર્શાવે છે. જઠર આંત્રના કૅન્સરમાં તેનો ઉપયોગ થાય છે. બકુલા શાહ

વધુ વાંચો >

કૅમ્પસ

કૅમ્પસ : દક્ષિણ અમેરિકાના બ્રાઝિલ રાજ્યની દક્ષિણે આવેલું આગળ પડતું ઔદ્યોગિક શહેર. ભૌગોલિક સ્થાન : 21o 45′ દ. અ. અને 41o 18′ પ. રે.. તે પૅરાઇબા નદીના દક્ષિણ કાંઠા ઉપર સમુદ્રથી 37 કિમી. દૂર વસેલું છે. તેની દક્ષિણે ફૈયા સરોવર આવેલું છે. રિયો-દ-જાનેરો તેનાથી 320 કિમી. દૂર છે. તેની હવા…

વધુ વાંચો >

કૅમ્પાનીલી

કૅમ્પાનીલી : ઉત્તર ઇટાલીમાંનો બેલ ટાવર અથવા મિનારો. સિસિલિયન-નૉર્મન શૈલીમાં છઠ્ઠી સદીમાં દેવળની સાથે એક મિનારાની રચના કરવામાં આવતી હતી. સામાન્ય રીતે આ કૅમ્પાનીલીનો પ્લાન ચોરસ રહેતો. અપવાદરૂપે તે ગોળાકાર પણ જોવા મળે છે. કૅમ્પાનીલી દેવળનાં મહત્વ અને શક્તિનું સૂચક છે. બચાવ-ચોકીનું કામ કરતું કૅમ્પાનીલી જે તે ગામ અથવા શહેરનું…

વધુ વાંચો >

કૅમ્પૅન્ડૉન્ક – હીન્રીખ

કૅમ્પૅન્ડૉન્ક, હીન્રીખ (Campendonk, Heinrich) (જ. 1889, ક્રેફેલ્ડ, જર્મની; અ. ? 1957, ઍમસ્ટર્ડૅમ, નેધર્લૅન્ડ્ઝ) : જર્મન અભિવ્યક્તિવાદી (expressionist) ચિત્રકાર. ક્રેફેલ્ડ ખાતેની કલાશાળા સ્કૂલ ઑવ્ એપ્લાઇડ આર્ટ્સ ખાતે ચિત્રકાર થૉર્ન-પ્રીકર પાસે તેમણે 1905થી 1909 સુધી કલાનો અભ્યાસ કર્યો. 1911માં તેઓ સિન્ડેસ્ડૉર્ફ ગયા અને ત્યાં અભિવ્યક્તિવાદી ચિત્રકારો માર્ક અને માકે સાથે દોસ્તી કરી.…

વધુ વાંચો >

કૅમ્પેન્યુલેસી

કૅમ્પેન્યુલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. (લૉબેલીઓઇડી સહિત) લગભગ 60 પ્રજાતિ અને 1500 જાતિઓનું બનેલું છે. મોટી પ્રજાતિઓમાં Campanula (230 જાતિઓ), Lobelia (225 જાતિઓ), Siphocampylus (200 જાતિઓ), Centropogon (200 જાતિઓ), Wahlenbergia (70 જાતિઓ), Phyteama (40 જાતિઓ), Cyanea (50 જાતિઓ) અને Lightfootia(40 જાતિઓ)નો સમાવેશ થાય છે. આ કુળની વનસ્પતિઓ…

વધુ વાંચો >

કેમ્પ્ટોનાઇટ

કેમ્પ્ટોનાઇટ : ભૂમધ્યકૃત ખડકોનો પ્રકાર. મૅગ્માની સ્વભેદનક્રિયાથી ઉદભવેલો ઘેરા રંગવાળો બેઝિક અગ્નિકૃત ખડક. તેની કણરચના અંત:કૃત અને બહિષ્કૃત ખડકોની વચ્ચેની છે. તેથી નરી આંખે તેના ખનિજબંધારણમાં રહેલાં ખનિજો પારખી શકાતાં નથી, માત્ર સૂક્ષ્મદર્શક હેઠળ તેનું ખનિજ-બંધારણ જોઈ-જાણી શકાય છે. આ ખડકના બંધારણમાં પ્લેજિયોક્લેઝ, આલ્કલી ઍમ્ફિબૉલ-બાર્કેવિકાઇટ અને પાયરૉક્સિન-ટાઇટનઓગાઇટ ખનિજો રહેલાં હોય…

વધુ વાંચો >

કૅમ્બર

કૅમ્બર : સ્થાપત્યની પરિભાષામાં મોભ જેવા સમાંતર ઘટકોમાં અપાતો ઊર્ધ્વગોળ વળાંક. સમાંતર ઘટક પર જ્યારે ભાર આવે છે ત્યારે તે ભારની વિરુદ્ધ દિશામાં વળે છે. આ વણજોઈતા વળાંકની અસર ટાળવા માટે આ ઊર્ધ્વગોળ વળાંક પહેલેથી જ અપાય છે. આ પદ્ધતિનો ઉપયોગ રસ્તાની સપાટી બનાવવામાં પણ થાય છે. રસ્તાને આવો ઊર્ધ્વ…

વધુ વાંચો >

કૅમ્બાઇસીઝ 2જો

કૅમ્બાઇસીઝ 2જો (શાસન : ઈ. પૂ. 529-ઈ. પૂ. 522, સીરિયા) : ઈરાનનો સમ્રાટ. તે ઈરાનના સમ્રાટ મહાન સાયરસ 2જાનો જ્યેષ્ઠ પુત્ર હતો. તેના પિતાના રાજ્યઅમલ દરમિયાન કૅમ્બાઇસીઝ બૅબિલોનિયાનો વહીવટ સંભાળતો હતો. તેને ઈ. પૂ. 530માં બૅબિલોનમાં રીજન્ટ નીમવામાં આવ્યો હતો. તેના શાસનની મોટી સિદ્ધિ ઈ. પૂ. 525માં ઇજિપ્તના વિજયની હતી.…

વધુ વાંચો >

કેમ્બ્રિજ યુનિવર્સિટી

કેમ્બ્રિજ યુનિવર્સિટી : ઇંગ્લૅન્ડની જગપ્રસિદ્ધ યુનિવર્સિટી. લંડનથી ઉત્તર દિશામાં 80 કિમી. દૂર કૅમ નદીને કાંઠે કેમ્બ્રિજ શહેરમાં આ યુનિવર્સિટી સ્વાયત્ત સંસ્થા તરીકે સદીઓ પૂર્વે સ્થપાયેલી છે. 1209ની સાલમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ કેમ્બ્રિજ ચાલી આવ્યા. ઑક્સફર્ડની મર્ટન કૉલેજના મૉડલ પર 1284માં પીટર હાઉસ નામની પહેલી કૉલેજ સ્થાપવામાં આવી. ત્યારપછીનાં 300…

વધુ વાંચો >

કેમ્બ્રિજ સ્કૂલ (ઑવ્ ઇકૉનૉમિક્સ)

કેમ્બ્રિજ સ્કૂલ (ઑવ્ ઇકૉનૉમિક્સ) : ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીઓના પ્રભાવ હેઠળ વિકાસ પામેલી આર્થિક વિચારસરણી. 1922માં કેઇન્સે ‘કેમ્બ્રિજ ઇકૉનૉમિક હૅન્ડબુક્સ સિરીઝ’ની પ્રસ્તાવનામાં ‘કેમ્બ્રિજ સ્કૂલ’નો શબ્દપ્રયોગ કરીને કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના અધ્યાપકોનો ઉલ્લેખ કર્યો હતો. આલ્ફ્રેડ માર્શલ અને પિગૂ બંનેને આ વિચારધારાના પ્રણેતા ગણવામાં આવે છે. ડી. એચ. રૉબટર્સન, એફ. લેવિંગ્ટન, એચ.…

વધુ વાંચો >

કૅમરલિંગ-ઑનસ – હાઇક

Jan 18, 1993

કૅમરલિંગ-ઑનસ, હાઇક (જ. 21 સપ્ટેમ્બર 1853, ગ્રોનિંગન, નેધરલૅન્ડ; અ. 21 ફેબ્રુઆરી 1926, લેડન) : નિમ્ન તાપમાન અંગેના સંશોધનકાર્ય અને પ્રવાહી હીલિયમની બનાવટ માટે 1913માં ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કારવિજેતા ડચ વૈજ્ઞાનિક. નિરપેક્ષ શૂન્ય (absolute zero) નજીકના તાપમાન સુધી ઠંડા કરેલા કેટલાક પદાર્થોમાં વિદ્યુતઅવરોધના લગભગ સંપૂર્ણ અભાવની એટલે કે અતિવાહકતા(superconductivity)ની તેમણે શોધ કરી.…

વધુ વાંચો >

કેમર્જી

Jan 18, 1993

કેમર્જી : અખાદ્ય કૃષિનીપજોનો લાભપ્રદ ઉપયોગ કરવા માટે વિકસાવાયેલી પ્રયુક્ત વિજ્ઞાનની શાખા. chem = રસાયણવિજ્ઞાન, તથા urgy = કાર્ય, પરથી બનેલો આ શબ્દ 1930થી 1950 દરમિયાન વિશેષ પ્રચલિત થયો. કેમર્જી સંકલ્પના રસાયણશાસ્ત્ર, જીવરસાયણ, ભૌતિકશાસ્ત્ર, જીવાણુશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, ઇજનેરી વગેરે શાખાઓને આવરી લે છે. ખેતપેદાશોની વધારાની નીપજનો શો ઉપયોગ કરવો તે…

વધુ વાંચો >

કૅમિલો જોઝે સેલા (Camilo Jose Cella)

Jan 18, 1993

કૅમિલો જોઝે સેલા (Camilo Jose Cella) (જ. 11 મે 1916, આઇરિઆ, ફ્લાવિઆ, સ્પેન અ. 17 જાન્યુઆરી 2002, મેડ્રિડ) : સ્પૅનિશ નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર અને કવિ. તેમને સંયમિત સહાનુભૂતિ સાથે મનુષ્યની આંતરિક નબળાઈને પડકારતી દૃષ્ટિ પ્રદાન કરતા તેમના સમૃદ્ધ અને અર્થપૂર્ણ ગહન ગદ્ય માટે 1989નો સાહિત્ય માટેનો નોબલ પુરસ્કાર એનાયત કરવામાં…

વધુ વાંચો >

કેમ્મુ – મોતીલાલ

Jan 18, 1993

કેમ્મુ, મોતીલાલ (જ. 24 જૂન 1933, શ્રીનગર, કાશ્મીર) : જાણીતા કાશ્મીરી નાટ્યલેખક. સ્નાતક (1953). જાણીતા નર્તક સુંદરલાલ ગાંગાણી પાસે કથક નૃત્યની તાલીમ; નાટ્યતાલીમ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ (વડોદરાની મ. સ. યુનિવર્સિટી, 1961-1964). જમ્મુ-કાશ્મીરની ‘કલા-સંસ્કૃતિ અને ભાષા અકાદમી’માં વિશેષ અધિકારી (1964). એમનાં જાણીતાં કાશ્મીરી નાટકોમાં ‘છાયા’, ‘તોતા તા આયના’, ‘નાટક તૃચે’ વગેરે…

વધુ વાંચો >

કૅમેરા

Jan 18, 1993

કૅમેરા : પ્રકાશગ્રાહી માધ્યમ પર વ્યક્તિ, પદાર્થ કે ર્દશ્યની છબી ઉપસાવવાનું સાધન. કૅમેરાનું મૂળ નામ ‘કૅમેરા ઑબ્સ્ક્યૉરા’ અથવા ‘અંધારાવાળું ખોખું’ (dark box) છે. માનવસંસ્કૃતિ વિકાસ પામી ત્યારથી માનવીને ખબર હતી કે નાના છિદ્રમાંથી પ્રકાશ પસાર થઈ અંધારા ઓરડામાં દાખલ થાય ત્યારે છિદ્રની બહારનું ચિત્ર ઊંધું પડે છે. પરંતુ કાચની અથવા…

વધુ વાંચો >

કૅમેરૂન

Jan 18, 1993

કૅમેરૂન : પશ્ચિમ આફ્રિકા અને મધ્ય આફ્રિકાની વચમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : 6o 00 ઉ. અ. અને 12o 00 પૂ. રે.. તેનું સત્તાવાર નામ રિપબ્લિક ઑવ્ કૅમેરૂન છે. તેની વાયવ્યમાં નાઇજીરિયા, ઈશાનમાં ચાડ, પૂર્વમાં મધ્ય આફ્રિકાનું પ્રજાસત્તાક, દક્ષિણમાં કાગો, વિષુવવૃત્તીય ગીની અને ગેબન તથા નૈર્ઋત્યમાં આટલાન્ટિક મહાસાગર છે. આ…

વધુ વાંચો >

કૅમેરૂન પર્વત

Jan 18, 1993

કૅમેરૂન પર્વત : પશ્ચિમ આફ્રિકાના કૅમેરૂન દેશમાં આવેલી જ્વાળામુખી ગિરિમાળાનો એક પર્વત. ભૌગોલિક સ્થાન : 4o 12′ ઉ. અ અને 9o 11′ પૂ. રે. તેની ઊંચાઈ 4095 મીટર છે અને તે ઉત્તર કૅમેરૂન અને નાઇજીરિયા વચ્ચે કુદરતી સરહદ બનાવે છે. પશ્ચિમ અને મધ્ય આફ્રિકામાં તે ઊંચામાં ઊંચો પર્વત છે. તેની…

વધુ વાંચો >

કૅમોઇંશ – લૂઈ (વાઝ) દ

Jan 18, 1993

કૅમોઇંશ, લૂઈ (વાઝ) દ (જ. 1525, લિસ્બન; અ. 10 જૂન 1580, લિસ્બન) : પોર્ટુગલના મહાન રાષ્ટ્રીય કવિ અને ‘ધ લ્યુસિઆડ્ઝ’ (1572) નામના મહાકાવ્યના રચયિતા. નિર્ધન અવસ્થામાં મુકાઈ ગયેલા શ્રીમંત કુટુંબના તે નબીરા હતા. કુઇમ્બ્રા યુનિવર્સિટી ખાતે ચર્ચની કારકિર્દીને લગતું શિક્ષણ લીધું. લગભગ 1542માં લિસ્બન પાછા ફર્યા. અહીં ડોના કેટેરિના નામની…

વધુ વાંચો >

કૅમોઈં – શાર્લી

Jan 18, 1993

કૅમોઈં, શાર્લી (Camoin, Charles) (જ. 1879, ફ્રાંસ; અ. 1965, સ્પેન) : ફ્રેંચ નવપ્રભાવવાદી (neo impressionist) ચિત્રકાર. નવપ્રભાવવાદી ચિત્રકાર જ્યૉર્જ સેઉરા (George Seurat) પાસે કૅમોઈંએ ચિત્રકલાની તાલીમ લીધેલી. સેંટ ટ્રોપેઝ ખાતે તેમણે આસપાસના નિસર્ગને આલેખતાં ઘણાં ચિત્રો ચીતર્યાં; પરંતુ પછીથી ઝીણાં ટપકાંથી ચિત્રો આલેખવાની સેઉરાની શૈલીનો ત્યાગ કરી તેમણે પીંછીના પહોળા…

વધુ વાંચો >

કેમ્ઝ

Jan 18, 1993

કેમ્ઝ : હિમનદીના નિક્ષેપકાર્યથી રચાતો એક વિશિષ્ટ ભૂમિઆકાર. હિમનદીના જળપ્રવાહ સાથે રેતી, માટી જેવાં દ્રવ્યો માર્ગમાં ઊંચાનીચા ઢગરૂપે જમા થઈને બનતી રેતી અને માટીની ટેકરીને ‘કેમ’ કહે છે. આ પ્રકારની કેમ ટેકરીઓ એકબીજી સાથે જોડાતાં ટેકરીઓની જે લાંબી હાર બને છે તેને લાંબી કેમ-ટેકરીઓ અથવા હિમ અશ્માવલીની ટેકરીઓ (glacial moraines…

વધુ વાંચો >