૫.૧૦
કૃષ્ણથી કેથીડ્રલ
કૃષ્ણ
કૃષ્ણ : વસુદેવ અને માતા દેવકીના પુત્ર. મહામાનવ અને પૂર્ણાવતાર. કૃષ્ણચરિત્ર મહાભારત, પુરાણો, પ્રાચીન તમિળ સાહિત્ય અને તમિળ ‘દિવ્ય પ્રબન્ધમ્’માં વર્ણવાયેલું છે. વસુદેવ અને દેવકીનાં લગ્ન થયા પછી, કંસ કાકાની દીકરી બહેન દેવકીને શ્વશુરગૃહે પહોંચાડવા જતો હતો. માર્ગમાં દેવકીના આઠમા સંતાન દ્વારા પોતાનું મૃત્યુ થશે એ જાણતાં કંસે વસુદેવ-દેવકીને કારાગૃહમાં…
વધુ વાંચો >કૃષ્ણ–1(ઉર્ફે કૃષ્ણરાજ)
કૃષ્ણ–1(ઉર્ફે કૃષ્ણરાજ) (ઈ.સ. 758-773) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો રાજા. દંતિદુર્ગ અપુત્ર મૃત્યુ પામતાં તેના કાકા કૃષ્ણ (પ્રથમ) ગાદીએ બેઠા. તેણે ચાલુક્ય રાજા કીર્તિવર્મા બીજાને ઈ.સ. 760માં હરાવી તેનું બાકીનું રાજ્ય જીતી લીધું. તેણે મૈસૂરના ગંગો તથા વેંગીના પૂર્વીય ચાલુક્યોને હરાવ્યા. તે પછી રાષ્ટ્રકૂટો આખા ચાલુક્ય રાજ્યનો માલિક બન્યો. કૃષ્ણ (પ્રથમ)…
વધુ વાંચો >કૃષ્ણ–2
કૃષ્ણ–2 (ઈ.સ. 878-914) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો રાજા અને અમોઘવર્ષનો પુત્ર. તેણે જબલપુર નજીક ત્રિપુરીના ચેદિ વંશના રાજા કોકલ્લ1ની રાજકુંવરી મહાદેવી સાથે લગ્ન કર્યું હતું. તેના રાજ્યઅમલ દરમિયાન થયેલી લડાઈઓમાં મહાદેવીના પિયર પક્ષ તરફથી તેને ઘણી મદદ મળી હતી. વેંગીના પૂર્વીય ચાલુક્યોની શાખાના રાજા વિજયાદિત્ય-3એ કૃષ્ણ-2ના રાજ્ય ઉપર ચડાઈ કરી.…
વધુ વાંચો >કૃષ્ણ–3
કૃષ્ણ–3 (ઈ.સ. 939-967) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો શક્તિશાળી અને પ્રતાપી રાજા. તે અમોઘવર્ષ-3જાનો પુત્ર હતો. અમોઘવર્ષ ધાર્મિક વૃત્તિનો તથા રાજ્યવહીવટમાં રસ નહિ ધરાવતો હોવાથી શક્તિશાળી અને મહત્વાકાંક્ષી યુવરાજ કૃષ્ણે વહીવટ કર્યો. તેણે ગંગવાડી પર ચડાઈ કરી રાજા રાજમલ્લને ઉઠાડી મૂકી, તેના સ્થાને તેના નાનાભાઈ અને પોતાના બનેવી બુતુગને ગાદીએ બેસાડ્યો.…
વધુ વાંચો >કૃષ્ણ આંગિરસ
કૃષ્ણ આંગિરસ : ‘ઋગ્વેદ’ 8-85ના મંત્રદ્રષ્ટા ઋષિ. પરંપરા અનુસાર તે અથવા તેમના પુત્ર વિશ્વક કાર્ષણિ ‘ઋગ્વેદ’ 8-86ના ઋષિ મનાય છે. ‘કૌષિતકીબ્રાહ્મણ’માં કૃષ્ણ આંગિરસ ઋષિનો નિર્દેશ છે. બન્ને ઉલ્લેખાયેલા કૃષ્ણ આંગિરસ એક જ હોવાનો સંભવ છે. ઉ. જ. સાંડેસરા
વધુ વાંચો >કૃષ્ણકમળ
કૃષ્ણકમળ : દ્વિદળી વર્ગમાં આવેલા પેસિફ્લૉરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Passiflora caerulea L. (ગુ. કૌરવપાંડવ; અં. સ્ટિન્કિંગ બ્લૂ પૅશન ફ્લાવર) છે. તે મજબૂત સૂત્રારોહી (tendril climber) વનસ્પતિ છે. પ્રકાંડ કક્ષીય સૂત્ર દ્વારા આરોહણ કરે છે. પર્ણો સાદાં, એકાંતરિક, પાંચ ખંડીય અને ગ્રંથિયુક્ત હોય છે. તેનાં પુષ્પો અત્યંત સુંદર,…
વધુ વાંચો >કૃષ્ણકાંત
કૃષ્ણકાંત (જ. 28 ફેબ્રુઆરી 1927, કોટ મોહમ્મદ ખાન, જિલ્લો અમૃતસર; અ. 27 જુલાઈ 2002, નવી દિલ્હી) : પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા ભારતના અગ્રણી રાજપુરુષ, સ્વાતંત્ર્ય-સેનાની અને દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ. પિતા લાલા અચિંતરામ સમાજસેવક, ભારતની બંધારણ સભાના સભ્ય અને આઝાદી બાદ લોકસભાના સભ્ય બનેલા. માતાનું નામ સત્યવતી. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી એમ.એસસી.ની પદવી…
વધુ વાંચો >કૃષ્ણકુમારસિંહજી
કૃષ્ણકુમારસિંહજી (જ. 19 મે 1912, ભાવનગર; અ. 2 એપ્રિલ 1965) : ભાવનગર રાજ્યના ગોહિલકુળના રાજવી. પ્રજાપક્ષે રહીને રાષ્ટ્રાભિમાન વ્યક્ત કરનાર. સુવહીવટથી પ્રજાનો પ્રેમ સંપાદન કરી લોકપ્રિય બનેલા. ભાવનગરના મહારાજશ્રી ભાવસિંહજી બીજાનું 1919માં અવસાન થતાં કૃષ્ણકુમારસિંહજી ગાદીએ આવ્યા, પરંતુ તે સગીર વયના હોવાથી ભાવનગર રાજ્યનો વહીવટ ચલાવવા માટે સર પ્રભાશંકર પટ્ટણીની…
વધુ વાંચો >કૃષ્ણકોષ ઉત્તેજક અંત:સ્રાવ
કૃષ્ણકોષ ઉત્તેજક અંત:સ્રાવ (melanocyte stimulating hormone, MSH) : માણસ અને અન્ય પ્રાણીઓની ચામડીના રંગનું નિયંત્રણ કરતા અંત:સ્રાવનું જૂથ. તેને કૃષ્ણવર્ણ-વર્ધક (melanotrophin) પણ કહે છે. કેટલાંક ઉભયજીવી પ્રાણીઓ અને માછલીઓમાં તે વર્ણકદ્રવ્ય(pigment)ના કણોને એકઠા કે છૂટા કરીને તેમને વાતાવરણ સાથે સુમેળ પામે તેવું રંગપરિવર્તન કરાવે છે. તેને કારણે તે સહેલાઈથી અલગ…
વધુ વાંચો >કૃષ્ણગાથા
કૃષ્ણગાથા (તેરમી-ચૌદમી સદી) : મલયાળમ ભાષાનું પ્રથમ મહાકાવ્ય. રચયિતા કવિ ચેરુશ્શેરી નમ્બૂતિરી. કવિ અને કવિના અભિભાવક રાજા ઉદયવર્મા જ્યારે શેતરંજ રમતા હતા ત્યારે રાણીએ હાલરડાં દ્વારા કરેલ સંકેતને ગ્રહણ કરવાને બદલે રાજાએ રાણીના મુખે ગવાયેલ છંદમાં કૃષ્ણકાવ્ય રચવા કવિને સૂચવ્યું. શ્રીમદ્ ભાગવતના દશમસ્કંધમાં વર્ણવેલ કૃષ્ણની બાળલીલા દેશી લોકગીતના ઢાળમાં કવિએ…
વધુ વાંચો >કેઇજ જોન
કેઇજ, જોન (Cage John) (જ. 5 સપ્ટેમ્બર 1912, લૉસ ઍન્જેલસ, કૅલિફૉર્નિયા, અમેરિકા; અ. 12 ઑગસ્ટ 1992, ન્યૂયૉર્ક) : અગ્રણી આધુનિક અમેરિકન સંગીતકાર. તેમના ક્રાંતિકારી વિચારોએ વીસમી સદીના ઉત્તરાર્ધના સંગીત પર ઊંડો પ્રભાવ પાડ્યો છે. યુરોપની પ્રશિષ્ટ પ્રણાલીમાં કેઇજનું સાંગીતિક ઘડતર થયું. વીસમી સદીના ત્રણ આધુનિક પ્રશિષ્ટ સંગીતકારો તેમના ગુરુ હતા…
વધુ વાંચો >કેઇન્સ જ્હૉન મેનાર્ડ
કેઇન્સ, જ્હૉન મેનાર્ડ (જ. 5 જૂન 1883, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ; અ. 21 એપ્રિલ 1946, ફર્લી, સસેક્સ, ઇંગ્લૅન્ડ) : પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની વિચારસરણીને પડકારનાર વીસમી સદીના પ્રભાવક અંગ્રેજ અર્થશાસ્ત્રી. જન્મ મધ્યમ સ્તરના કુટુંબમાં. પિતા જ્હૉન નેવિલ કેઇન્સ તર્કશાસ્ત્રી, અર્થશાસ્ત્રી અને કુશળ વહીવટકર્તા. માતા કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક, સમાજકલ્યાણ પ્રવૃત્તિનાં અગ્રેસર, કેમ્બ્રિજનાં મેયર અને જાણીતાં…
વધુ વાંચો >કેઇન્સ યોજના
કેઇન્સ યોજના : 1944માં અમેરિકાના બ્રેટન વુડ્ઝ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ઇન્ટરનૅશનલ ક્લિયરિંગ યુનિયનની સ્થાપના કરવા અંગે ઇંગ્લૅન્ડ તરફથી રજૂ કરવામાં આવેલી યોજના. આ યોજનાનો ખરડો તૈયાર કરવામાં વિશ્વવિખ્યાત અંગ્રેજ અર્થશાસ્ત્રી જે. એમ. કેઇન્સે અગત્યનો ભાગ ભજવ્યો હોવાથી તે ‘કેઇન્સ યોજના’ (Keynes Plan) તરીકે ઓળખાય છે. બીજા વિશ્વયુદ્ધ(1939-45)ની સમાપ્તિ પછીના…
વધુ વાંચો >કેઇન્સવાદી અર્થશાસ્ત્ર
કેઇન્સવાદી અર્થશાસ્ત્ર : જે. એમ. કેઇન્સના નામ સાથે સંકળાયેલ આર્થિક સિદ્ધાંતોનો સમૂહ. તે મહામંદી જેવી વિશિષ્ટ પરિસ્થિતિમાં રાજ્યે કેવી આર્થિક નીતિનું અવલંબન કરવું જોઈએ તેનું વિશ્લેષણ કરે છે. લૉર્ડ જે. એમ. કેઇન્સે ‘ધ જનરલ થિયરી ઑવ્ ઍમ્પ્લૉયમૅન્ટ, ઇન્ટરેસ્ટ ઍન્ડ મની’ એ ગ્રંથ દ્વારા વિશ્વની આર્થિક વિચારધારામાં એક ક્રાંતિ સર્જી અને…
વધુ વાંચો >કેઓલિનાઇટ (કેઓલિન)
કેઓલિનાઇટ (કેઓલિન) : માટી વર્ગનાં ખનિજો માટે અપાયેલું જૂથનામ. ચિનાઈ માટી (china clay) એ આ ખનિજ માટે વપરાતો પ્રચલિત પર્યાય છે. કેઓલિનાઇટ એ Al2(Si2O5)(OH)4ના સરખા બંધારણવાળાં કેઓલિનાઇટ, ડિકાઇટ અને નેક્રાઇટ, જેવાં જુદી જુદી અણુરચનાવાળાં ખનિજોને આપેલું જૂથનામ છે. કેઓલિનાઇટમાંનું કેઓલિન – Al2O3•2SiO2•2H2O – એ ચાઇના ક્લેનો મુખ્ય ઘટક ગણાય છે.…
વધુ વાંચો >કેકય
કેકય : એ નામની વૈદિક કાળની એક પ્રજા. તે ભારતવર્ષના વાયવ્ય પ્રદેશમાં સિંધુ અને વિતસ્તા(બિયાસ)ના દોઆબમાં વસતી હતી. વૈદિક સાહિત્યમાં ‘અશ્વપતિ કૈકેય’ કેકય દેશના રાજા તરીકે વર્ણવાયેલો છે. કેકય દેશ પુરાણો પ્રમાણે આગ્નેય કૌશલની ઉત્તરે હતો. એના રાજવી ‘કેકય’ કહેવાતા. શતપથ બ્રાહ્મણ અને છાંદોગ્ય ઉપનિષદમાં કેકય માટે કૈકેય શબ્દ પણ…
વધુ વાંચો >કૅક્ટસ
કૅક્ટસ : દ્વિદળીના કુળ કૅક્ટેસીની થોર જેવી વનસ્પતિઓ. ગુજરાતમાં કૅક્ટસની ફક્ત એક જ દેશી જાત મળે છે તે ફાફડો થોર (લૅ. Opuntia elatior Mill). ખેતરોમાં તેની વાડ અભેદ્ય ગણાય છે. તેનાં ફૂલ-ફળ ડિસેમ્બરથી મે માસ સુધી રહે છે. પીળાંથી અંતે રાતાં-ભૂરાં એકાકી પુષ્પો સાંધાવાળા પ્રકાંડની ધાર પર બેસે છે. તેનું…
વધુ વાંચો >કેક્યુલે ફ્રેડરિક ઑગસ્ટ
કેક્યુલે, ફ્રેડરિક ઑગસ્ટ (જ. 7 સપ્ટેમ્બર 1829, ડાર્મસ્ટાટ; અ. 13 જુલાઈ 1896, બૉન) : સંરચનાત્મક કાર્બનિક રસાયણના સ્થાપક અને બેન્ઝીનૉઇડ સંયોજનો માટે વલય સંરચના સૂચવનાર જર્મન રસાયણજ્ઞ. 1847માં તે ગીસન યુનિવર્સિટીમાં સ્થાપત્યના અભ્યાસ માટે દાખલ થયા. પરંતુ જર્મન રસાયણવિદ લીબિખના આકર્ષણને લીધે રસાયણશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો. પૅરિસમાં વધુ અભ્યાસ કરીને…
વધુ વાંચો >કૅક્સ્ટન વિલિયમ
કૅક્સ્ટન, વિલિયમ (જ. આ. 1422, ટેન્ટરડન, કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 1491 લંડન) : પ્રથમ અંગ્રેજ મુદ્રક અને અગ્રણી વેપારી. અનુવાદક તથા પ્રકાશક તરીકે અંગ્રેજી સાહિત્ય પરત્વે તેમનું ગણનાપાત્ર પ્રદાન રહ્યું છે. 1463માં ‘ગવર્નર ઑવ્ ધ ઇંગ્લિશ નેશન ઑવ્ મર્ચન્ટ ઍડ્વેન્ચરર્સ’ બન્યા. 1470માં એ પદ છોડી બર્ગન્ડીનાં ડચેસ માર્ગારેટના નાણાકીય સલાહકારનો હોદ્દો…
વધુ વાંચો >કેજરીવાલ, અરવિંદ
કેજરીવાલ, અરવિંદ (જ. 16 ઑગસ્ટ 1968, સિવાની, હરિયાણા) : દિલ્હીના મુખ્યમંત્રી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક, આવકવેરા વિભાગના પૂર્વજૉઇન્ટ કમિશનર, રેમન મેગ્સેસે ઍવૉર્ડ વિજેતા, સામાજિક કાર્યકર. અરવિંદ કેજરીવાલના પિતા ઇલૅક્ટ્રિકલ એન્જિનિયર હતા. પિતાની નોકરીઓ બદલાતી હોવાથી અરવિંદ કેજરીવાલનો શાળાનો અભ્યાસ હિસાર, સોનિપત, ગાઝિયાબાદ જેવાં શહેરોમાં થયો હતો. 1985માં આઈઆઈટી-જેઈઈની પરીક્ષા…
વધુ વાંચો >