૫.૧૦

કૃષ્ણથી કેથીડ્રલ

કૃષ્ણ

કૃષ્ણ : વસુદેવ અને માતા દેવકીના પુત્ર. મહામાનવ અને પૂર્ણાવતાર. કૃષ્ણચરિત્ર મહાભારત, પુરાણો, પ્રાચીન તમિળ સાહિત્ય અને તમિળ ‘દિવ્ય પ્રબન્ધમ્’માં વર્ણવાયેલું છે. વસુદેવ અને દેવકીનાં લગ્ન થયા પછી, કંસ કાકાની દીકરી બહેન દેવકીને શ્વશુરગૃહે પહોંચાડવા જતો હતો. માર્ગમાં દેવકીના આઠમા સંતાન દ્વારા પોતાનું મૃત્યુ થશે એ જાણતાં કંસે વસુદેવ-દેવકીને કારાગૃહમાં…

વધુ વાંચો >

કૃષ્ણ–1(ઉર્ફે કૃષ્ણરાજ)

કૃષ્ણ–1(ઉર્ફે કૃષ્ણરાજ) (ઈ.સ. 758-773) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો રાજા. દંતિદુર્ગ અપુત્ર મૃત્યુ પામતાં તેના કાકા કૃષ્ણ (પ્રથમ) ગાદીએ બેઠા. તેણે ચાલુક્ય રાજા કીર્તિવર્મા બીજાને ઈ.સ. 760માં હરાવી તેનું બાકીનું રાજ્ય જીતી લીધું. તેણે મૈસૂરના ગંગો તથા વેંગીના પૂર્વીય ચાલુક્યોને હરાવ્યા. તે પછી રાષ્ટ્રકૂટો આખા ચાલુક્ય રાજ્યનો માલિક બન્યો. કૃષ્ણ (પ્રથમ)…

વધુ વાંચો >

કૃષ્ણ–2

કૃષ્ણ–2 (ઈ.સ. 878-914) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો રાજા અને અમોઘવર્ષનો પુત્ર. તેણે જબલપુર નજીક ત્રિપુરીના ચેદિ વંશના રાજા કોકલ્લ1ની રાજકુંવરી મહાદેવી સાથે લગ્ન કર્યું હતું. તેના રાજ્યઅમલ દરમિયાન થયેલી લડાઈઓમાં મહાદેવીના પિયર પક્ષ તરફથી તેને ઘણી મદદ મળી હતી. વેંગીના પૂર્વીય ચાલુક્યોની શાખાના રાજા વિજયાદિત્ય-3એ કૃષ્ણ-2ના રાજ્ય ઉપર ચડાઈ કરી.…

વધુ વાંચો >

કૃષ્ણ–3

કૃષ્ણ–3 (ઈ.સ. 939-967) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો શક્તિશાળી અને પ્રતાપી રાજા. તે અમોઘવર્ષ-3જાનો પુત્ર હતો. અમોઘવર્ષ ધાર્મિક વૃત્તિનો તથા રાજ્યવહીવટમાં રસ નહિ ધરાવતો હોવાથી શક્તિશાળી અને મહત્વાકાંક્ષી યુવરાજ કૃષ્ણે વહીવટ કર્યો. તેણે ગંગવાડી પર ચડાઈ કરી રાજા રાજમલ્લને ઉઠાડી મૂકી, તેના સ્થાને તેના નાનાભાઈ અને પોતાના બનેવી બુતુગને ગાદીએ બેસાડ્યો.…

વધુ વાંચો >

કૃષ્ણ આંગિરસ

કૃષ્ણ આંગિરસ : ‘ઋગ્વેદ’ 8-85ના મંત્રદ્રષ્ટા ઋષિ. પરંપરા અનુસાર તે અથવા તેમના પુત્ર વિશ્વક કાર્ષણિ ‘ઋગ્વેદ’ 8-86ના ઋષિ મનાય છે. ‘કૌષિતકીબ્રાહ્મણ’માં કૃષ્ણ આંગિરસ ઋષિનો નિર્દેશ છે. બન્ને ઉલ્લેખાયેલા કૃષ્ણ આંગિરસ એક જ હોવાનો સંભવ છે. ઉ. જ. સાંડેસરા

વધુ વાંચો >

કૃષ્ણકમળ

કૃષ્ણકમળ : દ્વિદળી વર્ગમાં આવેલા પેસિફ્લૉરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Passiflora caerulea L. (ગુ. કૌરવપાંડવ; અં. સ્ટિન્કિંગ બ્લૂ પૅશન ફ્લાવર) છે. તે મજબૂત સૂત્રારોહી (tendril climber) વનસ્પતિ છે. પ્રકાંડ કક્ષીય સૂત્ર દ્વારા આરોહણ કરે છે. પર્ણો સાદાં, એકાંતરિક, પાંચ ખંડીય અને ગ્રંથિયુક્ત હોય છે. તેનાં પુષ્પો અત્યંત સુંદર,…

વધુ વાંચો >

કૃષ્ણકાંત

કૃષ્ણકાંત (જ. 28 ફેબ્રુઆરી 1927, કોટ મોહમ્મદ ખાન, જિલ્લો અમૃતસર; અ. 27 જુલાઈ 2002, નવી દિલ્હી) : પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા ભારતના અગ્રણી રાજપુરુષ, સ્વાતંત્ર્ય-સેનાની અને દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ. પિતા લાલા અચિંતરામ સમાજસેવક, ભારતની બંધારણ સભાના સભ્ય અને આઝાદી બાદ લોકસભાના સભ્ય બનેલા. માતાનું નામ સત્યવતી. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી એમ.એસસી.ની પદવી…

વધુ વાંચો >

કૃષ્ણકુમારસિંહજી

કૃષ્ણકુમારસિંહજી (જ. 19 મે 1912, ભાવનગર; અ. 2 એપ્રિલ 1965) : ભાવનગર રાજ્યના ગોહિલકુળના રાજવી. પ્રજાપક્ષે રહીને રાષ્ટ્રાભિમાન વ્યક્ત કરનાર. સુવહીવટથી પ્રજાનો પ્રેમ સંપાદન કરી લોકપ્રિય બનેલા. ભાવનગરના મહારાજશ્રી ભાવસિંહજી બીજાનું 1919માં અવસાન થતાં કૃષ્ણકુમારસિંહજી ગાદીએ આવ્યા, પરંતુ તે સગીર વયના હોવાથી ભાવનગર રાજ્યનો વહીવટ ચલાવવા માટે સર પ્રભાશંકર પટ્ટણીની…

વધુ વાંચો >

કૃષ્ણકોષ ઉત્તેજક અંત:સ્રાવ

કૃષ્ણકોષ ઉત્તેજક અંત:સ્રાવ (melanocyte stimulating hormone, MSH) : માણસ અને અન્ય પ્રાણીઓની ચામડીના રંગનું નિયંત્રણ કરતા અંત:સ્રાવનું જૂથ. તેને કૃષ્ણવર્ણ-વર્ધક (melanotrophin) પણ કહે છે. કેટલાંક ઉભયજીવી પ્રાણીઓ અને માછલીઓમાં તે વર્ણકદ્રવ્ય(pigment)ના કણોને એકઠા કે છૂટા કરીને તેમને વાતાવરણ સાથે સુમેળ પામે તેવું રંગપરિવર્તન કરાવે છે. તેને કારણે તે સહેલાઈથી અલગ…

વધુ વાંચો >

કૃષ્ણગાથા

કૃષ્ણગાથા (તેરમી-ચૌદમી સદી) : મલયાળમ ભાષાનું પ્રથમ મહાકાવ્ય. રચયિતા કવિ ચેરુશ્શેરી નમ્બૂતિરી. કવિ અને કવિના અભિભાવક રાજા ઉદયવર્મા જ્યારે શેતરંજ રમતા હતા ત્યારે રાણીએ હાલરડાં દ્વારા કરેલ સંકેતને ગ્રહણ કરવાને બદલે રાજાએ રાણીના મુખે ગવાયેલ છંદમાં કૃષ્ણકાવ્ય રચવા કવિને સૂચવ્યું. શ્રીમદ્ ભાગવતના દશમસ્કંધમાં વર્ણવેલ કૃષ્ણની બાળલીલા દેશી લોકગીતના ઢાળમાં કવિએ…

વધુ વાંચો >

કૃષ્ણવિજય

Jan 10, 1993

કૃષ્ણવિજય (પંદરમી સદી) : કૃષ્ણની લીલા પર રચાયેલું પાંચાલી પ્રકારનું સૌથી પ્રાચીન બંગાળી કાવ્ય. રચયિતા માલાધર બસુ. મહાન કૃષ્ણભક્ત ચૈતન્યદેવે પોતાના શરૂઆતના જીવનમાં આ કાવ્યનું ગાન સાંભળ્યું હતું, તે પરથી એની લોકપ્રિયતાનો ખ્યાલ આવે છે. ચૈતન્યદેવ આ કાવ્યથી પૂર્ણાંશે પરિચિત હોવાથી ઓરિસ્સામાં માલાધરના પુત્રો સાથે પ્રથમ મુલાકાત થઈ ત્યારે ઊર્મિવિવશ…

વધુ વાંચો >

કૃષ્ણશતકમ

Jan 10, 1993

કૃષ્ણશતકમ (ચૌદમું શતક) : તેલુગુ વૈષ્ણવ કવિતામાં મહત્વનું સ્થાન ધરાવતું કાવ્ય. રચયિતા કવનલૈ ગોપન્ના. કાવ્ય સો શ્લોકોમાં રચાયેલું છે. એમાં બાળપણથી માંડીને વૈકુંઠ પ્રયાણ સુધીના શ્રીકૃષ્ણના જીવનના મહત્વના પ્રસંગો સંક્ષેપમાં નિરૂપાયા છે. અનેકાનેક પ્રસંગોમાંથી વિવેકપૂર્ણ ચયન કરીને, કાવ્યમાં સાતત્ય જળવાઈ રહે એ રીતે નિરૂપણ કરવું એ કઠિન કાવ્ય કવિ સફળતાથી…

વધુ વાંચો >

કૃષ્ણશાસ્ત્રી ડી. વી.

Jan 10, 1993

કૃષ્ણશાસ્ત્રી ડી. વી. (જ. 1897, પિથાપુરમ્, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્ર; અ. ?) : તેલુગુ લેખક અને કવિ. ઉચ્ચ શિક્ષણ ચેન્નાઇમાં લીધું. ત્યાંથી 1918માં બી.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં મેળવી. તે પછી ઉચ્ચ માધ્યમિક શાળામાં શિક્ષકની નોકરી કરી અને 1925માં કાકીનાડા કૉલેજમાં તેલુગુના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા. ઘણાં વર્ષ સુધી ‘આકાશવાણી’ હૈદરાબાદ…

વધુ વાંચો >

કૃષ્ણસ્વામી વી. ડી.

Jan 10, 1993

કૃષ્ણસ્વામી, વી. ડી. (જ. 18 જાન્યુઆરી 1905; અ. 15 જુલાઈ 1970) : ભારતના પ્રાગૈતિહાસિક અધ્યયનના એક અગ્રયાયી, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના પ્રથમ પ્રાગિતિહાસજ્ઞ. તેમણે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનાં વિવિધ સ્થળોએ અધીક્ષક તરીકે કાર્ય કર્યું છે અને પ્રાગિતિહાસની શાખા વ્યવસ્થિત કરી છે. તે પુરાતત્વ-સર્વેક્ષણના મદદનીશ નિયામક હતા. નિવૃત્ત થયા બાદ તેમણે ઇન્ડિયન મ્યુઝિયમ,…

વધુ વાંચો >

કૃષ્ણા

Jan 10, 1993

કૃષ્ણા :આંધ્રપ્રદેશનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 16o 18′ ઉ. અ. અને 81o 13’ પૂ. રે. પર આવેલ છે. વિસ્તાર 3773 ચો. કિમી. છે. આ જિલ્લાની પૂર્વે બંગાળનો ઉપસાગર, પશ્ચિમે ગુંટુર, બાપટલા(Bapatla) અને ઉત્તરે ઈલુરુ અને એન.ટી. આર. જિલ્લા અને દક્ષિણે પણ બંગાળનો ઉપસાગર સીમા રૂપે આવેલ છે. આ જિલ્લાને…

વધુ વાંચો >

કૃષ્ણા કન્વલ

Jan 10, 1993

કૃષ્ણા, કન્વલ (જ. 1910, મૉન્ટ્ગોમેરી, પંજાબ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. બાળપણ પંજાબનાં ખેતરોમાં વીત્યું; પંજાબી લોક-સંગીતનું એમણે આકંઠ પાન કર્યું. મૅટ્રિક્યુલેશન પસાર કરીને એ ઇજનેરી વિદ્યાનો અભ્યાસ કરવા કૉલકાતા પહોંચ્યા, પરંતુ તેમાં દિલ ચોંટ્યું જ નહિ તેથી એ પડતો મૂકીને કૉલકાતાની ગવર્ન્મેન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં એ કલા-વિદ્યાર્થી તરીકે જોડાયા.…

વધુ વાંચો >

કૃષ્ણાટ્ટમ્

Jan 10, 1993

કૃષ્ણાટ્ટમ્ :  સંસ્કૃત નાટકો પરથી ઊતરી આવેલી નાટ્યશૈલીનો કુટિયાટ્ટમ્ નાટ્યપ્રકાર. કેરળ પ્રદેશ પ્રાચીન અને મધ્યયુગીન મંચનપ્રધાન કલાઓ(performing arts)નો ભંડાર છે. ત્યાં આદિવાસીઓનાં માનસમાં વસતાં ભૂતપ્રેત એમના જીવન પર પણ છવાઈ ગયાં છે. તૈય્યમ આવી એક વિધિવિધાનાત્મક (ritualistic) કલા છે, જેના અનેક પ્રકારો છે. ભદ્રકાળી અને દારિકાવધમ્ નાટ્યપ્રકાર પણ ગ્રામનિવાસીઓમાં પ્રચલિત…

વધુ વાંચો >

કૃષ્ણા દેવયાની

Jan 10, 1993

કૃષ્ણા, દેવયાની (જ. 1918, ઇન્દોર, ભારત) : આધુનિક ભારતીય મહિલા ચિત્રકાર. મૂળ, પિયરનું નામ દેવયાની જાદવ. બાળપણથી જ દેવયાનીએ ઇન્દોરના ચિત્રકાર ડી.ડી. દેવલાલીકર પાસેથી તાલીમ લેવી શરૂ કરેલી. પ્રકૃતિ અને નિસર્ગ-ચિત્રણામાં દેવયાનીને પહેલેથી જ ઊંડી રુચિ હતી. મૅટ્રિક્યુલેશન પસાર કરીને 1935માં દેવયાની મુંબઈ પહોંચ્યાં અને ત્યાંની પ્રખ્યાત કળાશાળા સર જે.જે.…

વધુ વાંચો >

કૃષ્ણા નદી

Jan 10, 1993

કૃષ્ણા નદી : મહારાષ્ટ્ર, કર્ણાટક તથા આંધ્રપ્રદેશમાંથી વહેતી દક્ષિણ ભારતની એક મોટી નદી. પુરાણોમાં તે વિષ્ણુરૂપે વર્ણવવામાં આવે છે. કૃષ્ણા નદીનું મૂળ મહારાષ્ટ્ર રાજ્યના પશ્ચિમ ઘાટમાં આવેલ મહાબળેશ્વર વિસ્તારમાં આવેલું છે. મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ સાંગલી થઈને તે કોલ્હાપુર નજીક કર્ણાટકના બેલગામ જિલ્લામાં પ્રવેશે છે. ત્યાંથી બિજાપુર, ગુલબર્ગ અને રાયપુર જિલ્લાઓની…

વધુ વાંચો >

કૃષ્ણાયન

Jan 10, 1993

કૃષ્ણાયન : પંડિત દ્વારકાપ્રસાદ મિશ્રરચિત પ્રસિદ્ધ અવધિ મહાકૃતિ. પંડિત દ્વારકાપ્રસાદ મિશ્ર (ડી. પી. મિશ્ર) રાજકીય નેતા, મધ્યપ્રદેશના પ્રખ્યાત પત્રકાર અને ભૂતપૂર્વ ગૃહમંત્રી હતા. આઝાદીની ચળવળને કારણે તેમને જેલવાસ ભોગવવાનો આવ્યો ત્યારે એમણે 1942માં આ બૃહદ કાવ્યકૃતિ રચી હતી જે પ્રથમ વાર 1947માં પુસ્તકાકારે પ્રકાશિત થઈ હતી. એના કર્તા પોતે સમાજસેવક,…

વધુ વાંચો >