કૃષ્ણકમળ

January, 2008

કૃષ્ણકમળ : દ્વિદળી વર્ગમાં આવેલા પેસિફ્લૉરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Passiflora caerulea L. (ગુ. કૌરવપાંડવ; અં. સ્ટિન્કિંગ બ્લૂ પૅશન ફ્લાવર) છે. તે મજબૂત સૂત્રારોહી (tendril climber) વનસ્પતિ છે. પ્રકાંડ કક્ષીય સૂત્ર દ્વારા આરોહણ કરે છે. પર્ણો સાદાં, એકાંતરિક, પાંચ ખંડીય અને ગ્રંથિયુક્ત હોય છે. તેનાં પુષ્પો અત્યંત સુંદર, મોટાં, સુગંધિત, આછાં વાદળી રંગનાં અને કક્ષીય એકાકી હોય છે. પુષ્પમાં બે પંક્તિમાં ગોઠવાયેલા આશરે 100 (કૌરવ) જેટલા વાદળી રંગના વંધ્ય તંતુઓ આવેલા હોય છે. તેને પુષ્પમુકુટ (corona) કહે છે. તેઓ પાંચ દલપત્રો પરથી ઉદભવે છે. દલપુંજ અને પુંકેસરચક્ર વચ્ચે આવેલી આંતરગાંઠને પુંધર (androphore) કહે છે. તેના પર પાંચ પુંકેસરો (પાંડવો) આવેલા હોય છે. સ્ત્રીકેસરચક્ર ત્રણ જાંબલી રંગની પરાગવાહિનીઓ (બહ્મા, વિષ્ણુ, મહેશ) ધરાવે છે. ફળ અનષ્ઠિલ (berry) પ્રકારનું અને સોનેરી-નારંગી હોય છે.

  1. edulis Sims (પૅશન ફ્રૂટ, પર્પલ ગ્રાન્ડિલા) કાષ્ઠમય આરોહી અને બ્રાઝિલનું મૂલનિવાસી છે. તે દુનિયાના બધા ભાગોમાં તેનાં ખાદ્ય ફળો અને સુંદર પુષ્પો માટે વાવવામાં આવે છે. તેનાં પર્ણોનું ત્રણ ખંડોમાં ઊંડું છેદન થયેલું હોય છે. પુષ્પીય રચના કૃષ્ણકમળ જેવી હોય છે. ફળ ગોળાકાર કે અંડાકાર, 4 સેમી.થી 5 સેમી. વ્યાસવાળું અને કઠણ છાલ ધરાવતું હોય છે; જે ખાદ્ય ગર અને અસંખ્ય નાનાં બીજને આવરે છે. તેની જાંબલી અને પીળાં ફળવાળી-એમ બે જાતો થાય છે. પીળાં ફળવાળી જાતની સુગંધી ઓછી હોય છે. તાજાં પાકાં ફળો સીધેસીધાં કે તેનો રસ કાઢીને ખાવામાં આવે છે. તે ખૂબ ખાટો અને સુગંધિત હોય છે. તેના રસનું ડબ્બાબંધી (canning) કે શીતન (freezing) દ્વારા પરિરક્ષણ કરવામાં આવે છે. તેને ઓછાં ખાટાં ફળોના રસ સાથે પણ મિશ્ર કરવામાં આવે છે. તેનો રસ સિરપ, કાર્બોનેટેડ પીણાં, જેલી, સુગંધિત કૅન્ડી, આઇસક્રીમ વગેરે બનાવવામાં વપરાય છે.

પાકાં જાંબલી ફળ (સરેરાશ 28.4 ગ્રા. વજન) 36.8 % રસ, 49.6 % છાલ અને 13.6 % અવશેષ (મોટેભાગે બીજ) આપે છે. પાકાં પીળાં ફળના રસનું ઉત્પાદન 30.9 % જેટલું હોય છે. જાંબલી ફળોનો રસ વધારે પોષક હોય છે. તે શર્કરાઓ, ઍસ્કોર્બિક ઍસિડ (વિટામિન ‘સી’) અને કૅરોટિન ધરાવે છે. પીળાં ફળોમાં વિટામિન ‘સી’ અને શર્કરાઓનું પ્રમાણ ઓછું હોય છે. જાંબલી અને પીળાં ફળોનું રાસાયણિક વિશ્લેષણ સારણી 1માં આપવામાં આવ્યું છે :

સારણી 1 : પૅસિફ્લૉરા પ્રજાતિની જાતિઓનાં ફળોનું રાસાયણિક બંધારણ

P. edulis (પૅશન ફ્રૂટ) P. quadrang-

P. mollissima

ઘટકનું નામ જાંબલી
જાત
પીળી
જાત
ularis var.
macrocarpa
(જાયન્ટ ગ્રાન્ડિલા)
બનાના પૅશન
પાણી % 80.4 89.0 91.8
ઈથર-નિષ્કર્ષ % 0.05 0.2 0.1
રેસા % 0.05 1.2 0.6
ઘન દ્રાવ્ય
પદાર્થો %
17.3 10.5
ઍસિડિટી %
રિડ્યુસિંગ
3.4 1.69
શર્કરાઓ %
કુલ
4.6
શર્કરાઓ % 10.00 7.70 6.6
પ્રોટીન % 0.80 1.20 0.40
ખનિજ-દ્રવ્ય % 0.46 0.70 0.40
કૅલ્શિયમ
મિગ્રા./100 ગ્રા.
12.14 10.00 10.00
ફૉસ્ફરસ
મિગ્રા./100 ગ્રા.
લોહ મિગ્રા./
30.10 30.00 10.00
100 ગ્રા.
ઍસ્કોર્બિક
3.12 0.70 0.40
ઍસિડ મિગ્રા./
100 ગ્રા.
થાયેમિન મિગ્રા./
34.6 13.0 64.0 29.0
100 ગ્રા.
રાઇબૉફ્લેવિન
0.03 0.01 0.103
મિગ્રા./100 ગ્રા.
નિકોટિનિક
ઍસિડ મિગ્રા./
0.168 0.023 0.023
100 ગ્રા.
કૅરોટિન
(વિટામિન
‘એ’ તરીકે
આઇ. યુ./
1.71 2.4
100 ગ્રા. 1.345 3.284 6.0

પર્ણો P. incarnata સાથે ઔષધ તરીકે ઉપયોગમાં લેવાય છે. તેઓ મેરેક્યુજિન નામનો કડવો ઘટક, રાળ, રેઝિન ઍસિડ, ટેનિન અને ઍસ્કોર્બિક ઍસિડ ધરાવે છે. પ્રકાંડ અને મૂળ અલ્પ પ્રમાણમાં સાયનોજનીય (cyanogenetic) હોય છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ