કૃષ્ણસ્વામી વી. ડી.

January, 2008

કૃષ્ણસ્વામી, વી. ડી. (જ. 18 જાન્યુઆરી 1905; અ. 15 જુલાઈ 1970) : ભારતના પ્રાગૈતિહાસિક અધ્યયનના એક અગ્રયાયી, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના પ્રથમ પ્રાગિતિહાસજ્ઞ. તેમણે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનાં વિવિધ સ્થળોએ અધીક્ષક તરીકે કાર્ય કર્યું છે અને પ્રાગિતિહાસની શાખા વ્યવસ્થિત કરી છે. તે પુરાતત્વ-સર્વેક્ષણના મદદનીશ નિયામક હતા. નિવૃત્ત થયા બાદ તેમણે ઇન્ડિયન મ્યુઝિયમ, કોલકાતા અને સાલારજંગ મ્યુઝિયમ, હૈદરાબાદ ખાતે નિયામક તરીકે કામ કર્યું હતું.

તેમણે ભારતીય પ્રાગિતિહાસનાં વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કર્યું છે અને તેમનાં આ ક્ષેત્રમાં ઘણાં લખાણો છે.

ર. ના. મહેતા