૨૩.૨૯
સેતલવાડથી સેન્ટ ડેનિસ
સેન સુદીપ
સેન, સુદીપ (જ. 9 ઑગસ્ટ 1964, નવી દિલ્હી) : અંગ્રેજીમાં લખતા ભારતીય લેખક. વર્જિનિયાની હૉલિન્સ કૉલેજમાંથી અંગ્રેજીમાં એમ.એ. અને ન્યૂયૉર્કની કૉલંબિયા યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં એમ.એસ.ની ડિગ્રી મેળવી. ‘આર્ક આર્ટ્સ બુક્સ’ના સાહિત્યિક તંત્રી તથા લેખનની કારકિર્દી મળી. સુદીપ સેન તેમને મળેલાં સન્માન આ પ્રમાણે છે : સર્જનાત્મક લખાણ માટે વેરેન બેલ રનર્સ-અપ…
વધુ વાંચો >સેન સુરેન્દ્રનાથ
સેન, સુરેન્દ્રનાથ (જ. જુલાઈ 1890, બારિસાલ, બાંગ્લાદેશ; અ. જુલાઈ 1962) : ભારતના પ્રસિદ્ધ ઇતિહાસકાર. તેમનો જન્મ મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. ઈ. સ. 1906માં મૅટ્રિકની અને 1908માં ઇન્ટર આર્ટ્સની પરીક્ષા પાસ કર્યા બાદ, નબળી આર્થિક સ્થિતિને કારણે અભ્યાસ છોડીને પ્રાથમિક શાળાના શિક્ષક થયા. તે પછી ઢાકા કૉલેજમાં ભણીને 1913માં બી.એ.…
વધુ વાંચો >સેન સૂર્ય (‘માસ્ટરદા’)
સેન, સૂર્ય (‘માસ્ટરદા’) (જ. 22 માર્ચ 1894, નોઆપરા, જિ. ચિત્તાગોંગ, હાલ બાંગ્લાદેશ; અ. 12 જાન્યુઆરી 1934, ચિત્તાગોંગ જેલ) : બંગાળના આગેવાન ક્રાંતિકાર. સૂર્ય સેનનો જન્મ નીચલા મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રાજમણિ સેન હતું. ઇન્ટરમિજીએટ પરીક્ષા પાસ કર્યા પછી તેમનાં લગ્ન પુષ્પા કુંતલ સાથે થયાં. તે પછી…
વધુ વાંચો >સેન સોસાયટી ધ
સેન સોસાયટી, ધ : એરિક ફ્રોમ (1900-1980) નામના જર્મનીમાં જન્મેલા પણ અમેરિકામાં કાયમી વસવાટ કરવા સ્થળાંતર કરી ગયેલા મનોવૈજ્ઞાનિક અને સામાજિક દાર્શનિકે 1955માં પ્રકાશિત કરેલો વિખ્યાત ગ્રંથ. આ ગ્રંથમાં લેખકે એવી દલીલ કરી છે કે આધુનિક જમાનાના ગ્રાહકપ્રણીત ઔદ્યોગિક સમાજમાં માણસ પોતાનાથી વિખૂટો પડી ગયેલો છે. તેના ઉપાય તરીકે તેમણે…
વધુ વાંચો >સેન હીરાલાલ
સેન, હીરાલાલ (જ. 1866, બાકજુરી ગામ, મુનશીગંજ, હાલ બાંગ્લાદેશમાં; અ. 27 ઑક્ટોબર 1917) : ચલચિત્રસર્જક. હીરાલાલ સેને ચલચિત્રોના વિકાસમાં એવું પાયાનું કામ કર્યું હતું કે બંગાળીઓ તો તેમને ભારતના પ્રથમ ચિત્રનિર્માતા ગણાવે છે. વકીલ પિતાના સંતાન હીરાલાલ 16 વર્ષની ઉંમરે ઇન્ટરમીડિયેટના અભ્યાસ માટે કોલકાતા આવ્યા હતા, પણ અભ્યાસ કરતાં છબિકલામાં…
વધુ વાંચો >સેનાચેરિબ
સેનાચેરિબ (રાજ્યકાળ ઈ. પૂ. 704-681) : એસિરિયા(હાલના ઉત્તર ઇરાક)નો રાજા. સારગોન 2જાનો પુત્ર. ગાદીએ આવ્યા બાદ તેનું પ્રથમ કાર્ય તેના પ્રદેશો છીનવી લેનાર બૅબિલોનિયાના રાજા મેરોડાક-બાલાદન સામે લશ્કરી કાર્યવાહી કરવાનું હતું. સેનાચેરિબે તેને ઈ. પૂ. 703માં હરાવીને બૅબિલોનમાંથી કાઢી મૂક્યો. તેણે બૅબિલોનના રાજા તરીકે બેલ ઈબનીને નીમ્યો. તેને રાજા સારગોને…
વધુ વાંચો >સેનાજિત
સેનાજિત : પ્રાચીન મગધના બાર્હદ્રથ રાજવંશનો એક નોંધપાત્ર અને શક્તિશાળી રાજા. મહાભારતના યુદ્ધ વખતે મગધમાં બાર્હદ્રથ રાજવંશ રાજ્ય કરતો હતો. આ વંશનો પહેલો રાજા જરાસંધ હતો. એના અવસાન પછી એનો પુત્ર સહદેવ રાજા બન્યો, જે પાંડવોના પક્ષે લડતાં મહાભારતના યુદ્ધમાં મૃત્યુ પામ્યો. સહદેવ પછી એનો પુત્ર સોમાધિ રાજગાદીનો વારસ બન્યો.…
વધુ વાંચો >સેનાનાયક ડડલી શેલ્ટન
સેનાનાયક ડડલી શેલ્ટન (જ. 1911; અ. 1973) : શ્રીલંકાના રાજકારણી અને વડાપ્રધાન. શ્રીલંકાના સૌપ્રથમ વડાપ્રધાન સેનાનાયક ડોન સ્ટીફન તેમના પિતા હતા તેથી સ્વાભાવિક રીતે જ રાજકારણ તેમને વારસામાં મળ્યું હતું. 1952-53, 1960 અને 1965થી 70 દરમિયાન તેઓ વડાપ્રધાન બન્યા હતા. તેમના પિતાએ આરંભેલી સિંહાલી-તમિળ સંવાદિતાની નીતિઓ તેમણે ચાલુ રાખી હતી.…
વધુ વાંચો >સેનાનાયક ડૉન સ્ટીફન
સેનાનાયક ડૉન સ્ટીફન (જ. 1884, કોલંબો; અ. 1952) : શ્રીલંકાના રાજકારણી અને સૌપ્રથમ વડાપ્રધાન. કોલંબો ખાતે અભ્યાસ કર્યા બાદ પિતાની રબરની એસ્ટેટ પર કામ કર્યું. તે દરમિયાન રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય બન્યા. 1922માં લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય બન્યા. 1923માં શ્રીલંકાની સહકારી સોસાયટી માટેનાં આંદોલનોનો આરંભ કર્યો. 1931માં ત્યાંની સ્ટેટ કાઉન્સિલમાં ચૂંટાયા અને…
વધુ વાંચો >સેનાનિર્વાહ-તંત્ર
સેનાનિર્વાહ–તંત્ર : દેશના લશ્કરનો બિનલડાયક વિભાગ, જે યુદ્ધ દરમિયાન લડાયક વિભાગ(combatants)ને તેની જરૂરિયાતો પૂરી પાડવાનું કામ કરતો હોય. ફ્રાન્સમાં 1789માં રાજ્યક્રાંતિ થઈ ત્યાં સુધી વિશ્વના કોઈ પણ દેશમાં તેના લશ્કરના લડાયક અને બિનલડાયક એવા કોઈ વિભાગ પાડવાની પ્રથા ન હતી; પરંતુ ત્યારબાદ યુદ્ધના યોગ્ય સંચાલન માટે તેમજ દેશના લશ્કરનું તર્કશુદ્ધ…
વધુ વાંચો >સેતલવાડ ચિમનલાલ હરિલાલ (સર)
સેતલવાડ, ચિમનલાલ હરિલાલ (સર) (જ. 1866, ભરૂચ, ગુજરાત; અ. 1947, મુંબઈ) : ભારતના પ્રખર ધારાશાસ્ત્રી, મુંબઈ ઇલાકાના પૂર્વ ઍડ્વોકેટ જનરલ અને મુંબઈ વડી અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ. કાયદાના ક્ષેત્રમાં તેમણે જે સિદ્ધિઓ મેળવી તેની પ્રેરણા તેમણે તેમના પિતા પાસેથી પ્રાપ્ત કરી હતી જે પોતે તેમના જમાનાના જાણીતા ધારાશાસ્ત્રી હતા. ચિમનલાલનું પ્રાથમિક…
વધુ વાંચો >સેતલવાડ મોતીલાલ ચિમનલાલ
સેતલવાડ, મોતીલાલ ચિમનલાલ (જ. 12 નવેમ્બર 1884, અમદાવાદ; અ. ઑગસ્ટ 1974, મુંબઈ) : ભારતના અગ્રણી ધારાશાસ્ત્રી, પ્રથમ પંક્તિના ન્યાયવિદ અને સ્વતંત્ર ભારતના પ્રથમ ઍટર્ની જનરલ. કાયદા અને વકીલાત સાથે ઘનિષ્ઠ અને પરંપરાગત સંબંધ ધરાવતા પરિવારમાં જન્મ. તેમના પ્રપિતામહ અંબાશંકર શરૂઆતમાં મુંબઈમાં સદર દીવાની અદાલતના શિરસ્તેદાર અને નિવૃત્તિ ટાણે અમદાવાદમાં મુખ્ય…
વધુ વાંચો >સેન અપર્ણા
સેન, અપર્ણા (જ. 20 ઑક્ટોબર 1945, કોલકાતા) : અભિનેત્રી, દિગ્દર્શિકા, સંપાદિકા, મહિલાઓનાં હિતો માટે ઝૂઝતાં કર્મશીલ સન્નારી. કથાનકોની પસંદગી અને તેની વિશિષ્ટ માવજતને કારણે પોતાનાં બંગાળી અને અંગ્રેજી ચિત્રો થકી એક અનોખાં ચિત્રસર્જક બની રહેલાં અપર્ણા સેન એક એવા ઉચ્ચસ્તરીય બુદ્ધિજીવીઓ ધરાવતા બંગાળી ખાનદાનમાંથી આવે છે, જેનું બંગાળના સામાજિક ક્ષેત્રે…
વધુ વાંચો >સેન અમર્ત્ય
સેન, અમર્ત્ય (જ. 3 નવેમ્બર 1933, શાંતિનિકેતન, પશ્ચિમ બંગાળ) : વર્ષ 1998ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા ભારતીય અર્થશાસ્ત્રી. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રની વિચારસરણીના નિષ્ઠાવાન સમર્થક, પ્રખર માનવતાવાદી તથા ધર્મનિરપેક્ષ અને બહુવાદી (pluralist) વિચારક. પિતાનું નામ આશુતોષ, જેઓ કૃષિવૈજ્ઞાનિક હતા અને માતાનું નામ અમિતા, જેઓ બાણું વર્ષની વયે આજે પણ શાંતિનિકેતનના પરિસરમાં…
વધુ વાંચો >સેન કેશવચંદ્ર
સેન, કેશવચંદ્ર (જ. 1838; અ. 1884) : 19મી સદીની ભારતની ધાર્મિક અને સામાજિક નવજાગૃતિના જાણીતા ચિંતક અને ‘બ્રહ્મોસમાજ’ સંસ્થાના એક અગ્રગણ્ય કાર્યકર. રાજા રામમોહન રાય દ્વારા સ્થાપિત બ્રહ્મોસમાજનું નેતૃત્વ કેશવચંદ્રે 1857થી લીધું. તેમનાં વિચાર અને પ્રવૃત્તિથી શરૂઆતમાં સંસ્થાને વેગ મળ્યો. તેઓ બ્રહ્મસમાજને ખ્રિસ્તી ધર્મની દૃષ્ટિએ ચલાવવા માગતા હતા; જ્યારે દેવેન્દ્રનાથ…
વધુ વાંચો >સેન ગણનાથ પંડિત
સેન, ગણનાથ પંડિત (જ. ઈ. સ. 1877; અ. 1944) : સંસ્કૃતના અને આયુર્વેદના બંગાળી વિદ્વાન. ભારતમાં વિદેશી શાસનકાળ દરમિયાન આયુર્વેદ ક્ષેત્રે 18મી-19મી સદીમાં ભારે અંધકાર-યુગ હતો. આ સમયે આયુર્વેદના ઉત્થાન માટે તાતી આવશ્યકતા હતી. આવા સમયે ભારતના સંસ્કૃતજ્ઞ ઘણા વિદ્વાનોને આયુર્વેદની પ્રગતિ માટે જરૂરી વૈદકવિદ્યાના ગ્રંથોની ખાસ આવશ્યકતા હતી, તેવા…
વધુ વાંચો >સેનગુપ્ત અચિન્ત્યકુમાર
સેનગુપ્ત, અચિન્ત્યકુમાર (જ. 1903; અ. 1976) : આધુનિક બંગાળી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, જીવનચરિત્રલેખક. અંગ્રેજી સાહિત્ય અને કાયદાનો અભ્યાસ કરનાર અચિન્ત્યકુમાર સેનગુપ્તનું નામ બંગાળી સાહિત્યમાં આધુનિકતાના આંદોલનના અન્ય કવિઓ બુદ્ધદેવ બસુ, જીવનાનંદ દાસ, પ્રેમેન્દ્ર મિત્ર આદિ સાથે જોડાયેલું છે. આ આધુનિકોનું દલ પ્રસિદ્ધ સાહિત્યપત્રિકા ‘કલ્લોલ’ સાથે જોડાઈ રવીન્દ્રનાથની છાયામાંથી મુક્ત થવા…
વધુ વાંચો >સેનગુપ્ત પલ્લવ (કુશલવ સેન બદન મુન્શી)
સેનગુપ્ત, પલ્લવ (કુશલવ સેન, બદન મુન્શી) (જ. 8 માર્ચ 1940, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : બંગાળી વિવેચક અને અનુવાદક. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી તથા રવીન્દ્રભારતી યુનિવર્સિટીમાંથી ડી.લિટ્.ની પદવી મેળવી. તેઓએ રવીન્દ્રભારતી યુનિવર્સિટીમાં બંગાળીના વિદ્યાસાગર પ્રાધ્યાપક તરીકે અધ્યાપન-કાર્ય કર્યું; તેઓ (1) 1966-77 ‘ચતુષ્કોણ’ બંગાળી સાહિત્યિક સામયિકના સહાયક…
વધુ વાંચો >સેનગુપ્ત ભવાની (ચાણક્યસેન)
સેનગુપ્ત, ભવાની (ચાણક્યસેન) [જ. 11 સપ્ટેમ્બર 1922, ફરિદપુર (હાલ બાંગ્લાદેશ)] : બંગાળી લેખક. તેમણે સિટી યુનિવર્સિટી ન્યૂયૉર્કમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ 1967થી 71, 1973થી 76 કોલમ્બિયા યુનિવર્સિટી, ન્યૂયૉર્કમાં સિનિયર ફેલો; 1993માં નવી દિલ્હી ખાતે સેન્ટર ફૉર પૉલિસી રિસર્ચમાં સંશોધક; 1996માં નવી દિલ્હી ખાતે સ્ટડીઝ ઇન ગ્લોબલ ચેન્જમાં નિયામક…
વધુ વાંચો >સેનગુપ્તા પ્રીતિ
સેનગુપ્તા, પ્રીતિ (જ. 17 મે 1944, અમદાવાદ) : પૃથ્વી પરના બધા જ ખંડોનો સફળતાથી પ્રવાસ ખેડનાર સાહસિક ગુજરાતી નારી. મૂળ નામ પ્રીતિ શાહ. પિતાનું નામ રમણલાલ અને માતાનું નામ કાંતાગૌરી. સમગ્ર શિક્ષણ અમદાવાદમાં. અહીંની જાણીતી શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલયમાંથી 1961માં એસ.એસ.સી.ની પરીક્ષા, સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અંગ્રેજી મુખ્ય અને સંસ્કૃત…
વધુ વાંચો >