શિવાનંદ સ્વામી
શિવાનંદ સ્વામી (જ. 8 સપ્ટેમ્બર 1887, પટ્ટામડાઈ; અ. 14 જુલાઈ 1963, હૃષીકેશ) : આધ્યાત્મિક સાધક અને ‘દિવ્ય જીવન સંઘ’ના સ્થાપક. શિવાનંદ સ્વામીનું મૂળ નામ કુપ્પુસ્વામી અય્યર. તેમનો જન્મ તમિલનાડુના તેરૂનેલવેલી નજીક પટ્ટામડાઈ ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. માતાનું નામ પાર્વતી અમ્મલ અને પિતાનું નામ વેંગુ અય્યર. પિતા ભગવાન શંકરના ભક્ત.…
વધુ વાંચો >શિવામ્બુ (સ્વમૂત્ર) ચિકિત્સા
શિવામ્બુ (સ્વમૂત્ર) ચિકિત્સા : વર્તમાન વિશ્વમાં પ્રચલિત 333 ઉપરાંત ચિકિત્સાપદ્ધતિઓમાંની એક. શિવામ્બુ અથવા સ્વમૂત્ર કે urine therapy પણ એક ચિકિત્સાપદ્ધતિ છે. ‘શિવામ્બુ’ શબ્દમાં ‘શિવ’ એટલે કલ્યાણકારી અને ‘અમ્બુ’ એટલે જળ. માનવીના પોતાના શરીરનું કલ્યાણકારી મૂત્રરૂપી જળ એટલે ‘શિવામ્બુ’. ‘સ્વમૂત્ર’, ‘માનવમૂત્ર’, ‘વૉટર ઑવ્ લાઇફ’, ‘જીવનજળ’ વગેરે તેનાં પર્યાયવાચી નામો છે. પોતાના…
વધુ વાંચો >શિવાલિક-રચના
શિવાલિક–રચના : મધ્ય માયોસીન કાળથી નિમ્ન પ્લાયસ્ટોસીન કાળ દરમિયાન તૈયાર થયેલી, હિમાલયની તળેટીમાં ટેકરીઓ રૂપે જોવા મળતી ખડકરચના. ભારતીય ઉપખંડમાં નિમ્ન માયોસીન કાળગાળો પૂરો થવાનો સમય થઈ ગયો હતો ત્યારે હિમાલય ગિરિનિર્માણ-ક્રિયાના ઉત્થાનનો બીજો તબક્કો શરૂ થઈ ચૂક્યો હતો. આ ઉત્થાનમાં ટેથીઝ મહાસાગરનું તળ એટલું બધું ઊંચકાયું હતું કે જેથી…
વધુ વાંચો >શિશિર
શિશિર : શિયાળા અને ઉનાળા વચ્ચેની ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં તે જાન્યુઆરી-ફેબ્રુઆરીના ગાળા દરમિયાન પ્રવર્તે છે. ભારતમાં પ્રવર્તતી છ ઋતુઓ (હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ) પૈકીની બીજા ક્રમે આવતી ઋતુ છે. તે હેમંતની ઠંડી પૂરી થતાં અને વસંતનું આહ્લાદક હવામાન શરૂ થાય તે પહેલાંના ગાળામાં આવે છે. ભારતમાં તે…
વધુ વાંચો >શિશુ (infant)
શિશુ (infant) : જન્મથી 1 વર્ષ સુધીનું બાળક. જન્મના પ્રથમ વર્ષના સમયગાળાને શૈશવ (infancy) કહે છે. જન્મના પ્રથમ મહિનામાં તેને નવજાત (neonat) કહે છે. આ સમયગાળામાં લેવાતી સંભાળ બાળકના સમગ્ર જીવનને અસર કરે છે. નવજાતકાળ(neonatal period)માં પણ માંદગી અને મૃત્યુ થાય છે. અલ્પવિકસિત દેશોમાં પ્રસૂતિપૂર્વની સંભાળ (antenatal care) અને પરિજન્મ…
વધુ વાંચો >શિશુનાગ
શિશુનાગ (ઈ.પૂ. 411 ઈ.પૂ. 393) : મગધનો રાજા અને શિશુનાગ વંશનો સ્થાપક. હર્યંક વંશના રાજાઓ ઉદયન, મુંડ અને નાગદર્શક પિતૃઘાતક હોવાથી લોકો તેમનાથી કંટાળી ગયા હતા. તેથી નાગદર્શકના પ્રધાન શિશુનાગને પ્રજાએ મગધની ગાદીએ બેસાડ્યો. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે આ શિશુનાગ પોતે શિશુનાગ વંશનો સ્થાપક હતો. તેના સમયમાં કેટલાંક શક્તિશાળી રાજ્યો મગધમાં…
વધુ વાંચો >શિશુનાગ વંશ
શિશુનાગ વંશ (ઈ.પૂ. 411થી ઈ.પૂ. 343) : મગધમાં નાગદર્શકના પ્રધાન શિશુનાગે સ્થાપેલો વંશ. શિશુનાગે અવંતિ, વત્સ, કોશલ જેવાં શક્તિશાળી રાજ્યો જીતીને મગધમાં જોડી દીધાં હતાં. તેની રાજધાની પ્રાચીન ગિરિવ્રજમાં હતી. તેના પછી તેના વંશના અગિયાર રાજાઓ થયા હોવાના ઉલ્લેખો મળે છે. શિશુનાગ પછી તેનો પુત્ર કાકવર્ણ (કાલાસોક) મગધની ગાદીએ બેઠો.…
વધુ વાંચો >શિશુપાલવધ (સાતમી સદી)
શિશુપાલવધ (સાતમી સદી) : સંસ્કૃત ભાષાનાં પાંચ શ્રેષ્ઠ મહાકાવ્યોમાંનું એક. મહાકવિ માઘે લખેલું આ મહાકાવ્ય સંસ્કૃત સાહિત્યની બૃહતત્રયીમાં પણ સ્થાન પામેલું છે. તેનું શીર્ષક સૂચવે છે તેમ શિશુપાલના વધનો પ્રસંગ તેમાં વર્ણવાયો છે. વીસ સર્ગના બનેલા આ મહાકાવ્યના પહેલા સર્ગમાં દ્વારકામાં શ્રીકૃષ્ણ પાસે નારદ મુનિ આવે છે. કૃષ્ણ મુનિનો સત્કાર…
વધુ વાંચો >શિશુવધ (infanticide)
શિશુવધ (infanticide) : એક વર્ષ કે તેથી ઓછી વયના શિશુનો વધ. તેને કાયદાની પરિભાષામાં હત્યા (murder) ગણવામાં આવે છે. જન્મથી 12 મહિના સુધીની વયના બાળકને શિશુ (infant) કહે છે; પરંતુ જો જન્મ સમયે નવજાત શિશુ કાલપૂર્વ અથવા અપરિપક્વ (premature) હોય તો તે સમયે તેણે જીવનક્ષમતા (viability) પ્રાપ્ત કરેલી છે કે…
વધુ વાંચો >શિશ્નદેવ
શિશ્નદેવ : જુઓ લિંગ અને લિંગપૂજા.
વધુ વાંચો >શિશ્નોત્થાન (erection)
શિશ્નોત્થાન (erection) : પુરુષની બાહ્યજનનેન્દ્રિય શિશ્નનું લોહી ભરાવાથી કદમાં મોટું અને અક્કડ થવું તે. પુરુષની લૈંગિક ક્રિયા (sexual activity) શિશ્નોત્થાનથી શરૂ થાય છે. તે એક ચેતાપરાવર્તી ક્રિયા છે જે શિશ્નમુકુટ(glans penis)ને સ્પર્શ કરવાથી ઉદ્ભવતી ઉત્તેજનાથી શરૂ થાય છે. આ ઉપરાંત મોટા મગજ દ્વારા પણ આ ક્રિયાનો આરંભ થાય છે જેમાં…
વધુ વાંચો >શિશ્નોત્થાન, અવિરત (priapism)
શિશ્નોત્થાન, અવિરત (priapism) : જાતીય સુખ મેળવવાની ઇચ્છા ન હોય તેમ છતાં પુરુષ જનનેન્દ્રિય(શિશ્ન)નું સતત અક્કડ થવું અને રહેવું તે. મોટેભાગે તે પીડાકારક હોય છે અને તે જીવનના ત્રીજા અને ચોથા દાયકામાં વધુ જોવા મળે છે. તેના મુખ્ય 2 પ્રકાર છે (અ) સતત રહેતો વિકાર અને (આ) વારંવાર રાત્રે થતો…
વધુ વાંચો >શિષ્યધીવૃદ્ધિતંત્ર
શિષ્યધીવૃદ્ધિતંત્ર : સૂર્ય સિદ્ધાન્તના ટીકાકાર રંગનાથે ‘શિષ્યધી-વૃદ્ધિતંત્ર’ નામે આ સંસ્કૃત ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે. તેનો અર્થ ‘શિષ્યોની ધી અર્થાત્ બુદ્ધિની વૃદ્ધિ કરનાર તંત્ર’ એટલો જ થાય છે. લલ્લે લગભગ ‘શિષ્યધીવૃદ્ધિતંત્ર’ નામના ગ્રહગણિતના ગ્રંથની રચના કરી એમ જણાય છે. સુધાકર દ્વિવેદીએ આ ગ્રંથ શુદ્ધ કરી ઈ. સ. 1886માં કાશીથી પ્રકાશિત કર્યો…
વધુ વાંચો >શિસ્ટ (Schist)
શિસ્ટ (Schist) : એક પ્રકારનો વિકૃત ખડક. આ પ્રકારના ખડકો પ્રાદેશિક વિકૃતિની પેદાશ ગણાય છે, જેને પરિણામે ભૂપૃષ્ઠમાં જુદા જુદા પ્રકારના શિસ્ટ જોવા મળે છે. મુખ્યત્વે મૃણ્મય ખડકો પર પ્રાદેશિક વિકૃતિ થવાથી, વિકૃતિની કક્ષા પ્રમાણે, શિસ્ટ ખડકો અસ્તિત્વમાં આવે છે. જે ખડકોમાં વિરૂપતાની અમુક ચોક્કસ અસર હેઠળ શિસ્ટોઝ સંરચના ઉદ્ભવે…
વધુ વાંચો >શિહાબુદ્દીન જમાલુદ્દીન મેહમરા (તેરમું શતક)
શિહાબુદ્દીન જમાલુદ્દીન મેહમરા (તેરમું શતક) : પહેલા હિંદુસ્તાની ફારસી કવિ. તેઓ બદાયૂનના રહેવાસી હતા. તેમના વડવાઓ અરબસ્તાનના પવિત્ર શહેર મક્કા પાસેના મેહમરા કસ્બાથી હિજરત કરીને હિંદુસ્તાનમાં બદાયૂન શહેરમાં સ્થિર થયેલા. તે ઉચ્ચ કોટિના કવિ અને વિદ્વાન હતા. તેઓ દર્શનશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, ગણિતશાસ્ત્રના પારંગત હતા. તેમનાં કાવ્યો લોકપ્રિય બનેલાં; પરંતુ તેનો…
વધુ વાંચો >શિહોર
શિહોર : ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 42´ ઉ. અ. અને 71° 72´ પૂ. રે.ની આજુબાજુનો 721 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે જિલ્લામથક ભાવનગરથી પશ્ચિમ તરફ 21 કિમી.ને અંતરે તથા ખોડિયાર મંદિર અને રાજપરા ગામથી 5 કિમી.ને…
વધુ વાંચો >શિંગડાંવાળી ઇયળ (Horned caterpillar)
શિંગડાંવાળી ઇયળ (Horned caterpillar) : ડાંગરના પાકમાં નુકસાન કરતી માથા પર લાલ રંગનાં બે શિંગડાં જેવી રચનાવાળી જીવાત. ભારતના ડાંગર પકવતાં લગભગ બધાં જ રાજ્યોમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે. તે એક ગૌણ જીવાત છે. તેનું વૈજ્ઞાનિક નામ મેલાનિટિસ લેડા ઇસ્મેન (Melanitis Leda ismene, Cramer) છે. તેનો રોમપક્ષ (Lepidoptera)…
વધુ વાંચો >શિંગણાપુર-શનૈશ્ચર
શિંગણાપુર-શનૈશ્ચર : મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદથી આશરે 72 કિમી. જેટલા અંતરે અહમદનગર જિલ્લાના નેવાસા તાલુકામાં આવેલું નાનકડું ગામ. આ ગામ નાનું છે પરંતુ ભારતમાં તે શનિદેવની અસીમ કૃપાના ભંડાર સમું ચમત્કારપૂર્ણ બની રહેલું છે. અહીં મંદિરના આવરણ વિના માત્ર એક ચબૂતરા પર શનિદેવની પૂર્ણ કદની, 1.72 મીટર ઊંચી તથા 45 સેમી.…
વધુ વાંચો >શિંગનો સુકારો
શિંગનો સુકારો : શિંગો અગર અન્ય વનસ્પતિના ફળ કે બીજ ઉપરનો ફૂગ કે વિષાણુજન્ય રોગ. કઠોળ વર્ગની કેટલીક વનસ્પતિ ઉપર ફલિનીકરણ થયા બાદ વ્યાધિજનક જીવાણુઓ, ફૂગ કે વિષાણુના આક્રમણથી શિંગોનો વિકાસ અટકી જાય છે. પાકના આ રોગને શિંગનો સુકારો કહે છે. શિંગની શરૂઆતની કુમળી અવસ્થામાં આ આક્રમણ થવાથી બીજાશય અપરિપક્વ…
વધુ વાંચો >શિંગભૂપાલ
શિંગભૂપાલ (ઈ. સ.ની 14મી સદીમાં હયાત) : સંસ્કૃત ભાષાના કવિ, વિવેચક અને શાસ્ત્ર લેખક. આ લેખકને વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. ‘શિંગમ્ નાયક’, ‘શિંગરાજા’, ‘શિંગધરણીશ’, ‘શિંગમહીપતિ’ અને ‘સિંહભૂપાલ’ વગેરે નામો તેમના માટે પ્રચલિત છે. તેઓ રેચર્લ વંશના રાજા હતા. તેમની રાજધાની રાજાચલ કે રાચકોંડા હતી. વિંધ્ય પર્વત અને શ્રીશૈલ પર્વત…
વધુ વાંચો >