૧૮.૦૨

રિયો દ લાપ્લાટાથી રુઆન્ડા-ઉરુન્ડી

રિયો દ લાપ્લાટા

રિયો દ લાપ્લાટા : દક્ષિણ અમેરિકાના અગ્નિકોણમાં પારાના અને ઉરુગ્વે નદીઓ દ્વારા રચાતો નદીનાળપ્રદેશ (ગળણી આકારનો અખાતી વિભાગ). ભૌગોલિક સ્થાન : આશરે 34° 00´ દ. અ. અને 58° 00´ પ. રે.. આ અખાતી વિભાગ ઍટલૅંટિક મહાસાગરથી આશરે 270 કિમી.ના અંતર સુધી વાયવ્ય તરફ વિસ્તરેલો છે. આ બંને નદીઓ તેમનાં જળ…

વધુ વાંચો >

રિયો નિગ્રો

રિયો નિગ્રો : દક્ષિણ-મધ્ય આર્જેન્ટીનાનો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે આશરે 37° 30´ થી 42° 00´ દ. અ. અને 63° 30´થી 72° 00 પ. રે. વચ્ચેનો 2,03,013 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ પ્રાંત પેટાગોનિયામાં ન્યૂક્વેનની સરહદની અંદર આવેલો છે, અને પૂર્વમાં ઍટલૅન્ટિક મહાસાગરથી પશ્ચિમ તરફ ઍન્ડીઝ સુધી વિસ્તરેલો…

વધુ વાંચો >

રિયોબામ્બા (Riobamba)

રિયોબામ્બા (Riobamba) : ઇક્વેડોરના ચિમ્બોરાઝો પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 1° 45´ દ. અ. અને 78° 30´ પ. રે. . તે માઉન્ટ ચિમ્બોરાઝો નજીક દક્ષિણ તરફ રિયોબામ્બા નદીના થાળામાં મધ્યના ઊંચાણવાળા પ્રદેશ પર આશરે 2,700 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ નગર પૂર્વ-ઇન્કા અને ઇન્કા સંસ્કૃતિકાળથી અસ્તિત્વ ધરાવે છે. 1534માં…

વધુ વાંચો >

રિયો મુનિ

રિયો મુનિ : વિષુવવૃત્તીય ગિનીનો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : આ પ્રદેશ આશરે 1° 00´ થી 2° 00´ ઉ. અ. અને 9° 00´થી 11° 30´ પૂ. રે. વચ્ચેનો 26,017 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ગેબન અને કેમેરૂન વચ્ચે મધ્ય-પશ્ચિમ આફ્રિકામાં આટલાંટિક મહાસાગરના કિનારા પર આવેલો છે. તેનું જૂનું નામ…

વધુ વાંચો >

રિયો સંધિ

રિયો સંધિ : પશ્ચિમ ગોળાર્ધના, અમેરિકા ખંડનાં રાજ્યો વચ્ચેનો પારસ્પરિક સલામતી માટેનો કરાર; જેમાં અમેરિકાનું સંયુક્ત રાજ્ય પણ જોડાયેલું હતું. 2 સપ્ટેમ્બર, 1947ના રોજ આ સંધિ અંગેના સહીસિક્કા બ્રાઝિલના મુખ્ય બંદર રિયો-ડી-જાનેરો ખાતે કરવામાં આવેલા, જેમાં પ્રારંભે કુલ 21 દક્ષિણ અમેરિકન પ્રજાસત્તાક રાજ્યો જોડાયાં હતાં. આ પ્રાદેશિક સંધિ વ્યાપક આંતરરાષ્ટ્રીય…

વધુ વાંચો >

રિલિસ, જૅકબ ઑગસ્ટ

રિલિસ, જૅકબ ઑગસ્ટ (જ. 3 મે 1849, રિબ, ડેન્માર્ક; અ. 26 મે 1914, મૅસેચૂસેટ્સ, અમેરિકા) : અમેરિકાના અખબારી પત્રકાર, સમાજસુધારક તથા ફોટોગ્રાફર. અમેરિકાના ગીચ-ગંદા વિસ્તારો(slums)નો તાદૃશ ચિતાર આપતા તેમના પુસ્તક ‘હાઉ ધી અધર હાફ લિવ્ઝ’ દ્વારા તેમણે 1890માં અમેરિકાની અંતરતમ સંવેદનાને હચમચાવી મૂકી હતી. 21 વર્ષની વયે તેઓ સ્થળાંતર કરીને…

વધુ વાંચો >

રિલ્કે, રાઇનર મારિયા

રિલ્કે, રાઇનર મારિયા (જ. 4 ડિસેમ્બર 1875, પ્રાગ, બોહેમિયા, ઑસ્ટ્રિયા-હંગેરી (અત્યારે ઝેક પ્રજાસત્તાકમાં); અ. 29 ડિસેમ્બર 1926, વાલ્મૉન્ટ, સ્વિટ્ઝર્લૅન્ડ) : ઑસ્ટ્રો-જર્મન કવિ. મૂળ નામ રેને મારિયા રિલ્કે. ઑસ્ટ્રો ‘દુઇનો એલિજિઝ’ અને ‘સૉનેટ્સ ટુ ઑર્ફિયસ’ માટે જગવિખ્યાત. ખાસ સુખી નહિ તેવા પરિવારનું એકનું એક સંતાન. તેમના પિતા જોસેફ મુલકી સેવામાં હતા.…

વધુ વાંચો >

રિવર્ટન (Riverton)

રિવર્ટન (Riverton) : યુ.એસ.ના વાયોમિંગ રાજ્યના મધ્ય-પશ્ચિમે આવેલા ફ્રીમૉન્ટ પરગણાનું શહેર. ભૌગોલિક સ્થાન : 43° 01´ ઉ. અ. અને 108° 22´ પ. રે. તે વિન્ડ નદીના મુખ ખાતે બિગહૉર્ન નદીથી રચાતા સંગમસ્થાને વસેલું છે. 1906માં તે ‘વર્ડ્ઝવર્થ’ નામથી સ્થપાયેલું, પરંતુ તે ચાર નદીઓના સંગમસ્થાન પર આવેલું હોવાથી તેને રિવર્ટન નામ…

વધુ વાંચો >

રિવર્સ, લૅરી (Rivers, Larry)

રિવર્સ, લૅરી (Rivers, Larry) (જ. 17 ઑગસ્ટ 1923, ન્યૂયૉર્ક સિટી) : અમૂર્ત અભિવ્યક્તિવાદી અમેરિકન ચિત્રકાર. ચિત્રમાં બળૂકો આવેગ દર્શાવતા લસરકા માટે તે જાણીતો છે. મૂળ નામ ઇટ્ઝ્રોખ લોઇઝા ગ્રોસ્બર્ગ (Yitzroch Loiza Grossberg). ‘જિલિયાર્ડ સ્કૂલ ઑવ્ મ્યુઝિક’માં રિવર્સે સંગીતસંરચના(composition)નો અભ્યાસ કર્યો અને ધંધાદારી સેક્સોફૉનિસ્ટ બન્યો. 1947થી 1948 સુધી ન્યૂયૉર્ક નગર અને…

વધુ વાંચો >

રિવર્સ, વિલિયમ હેલ્સ રિવર્સ

રિવર્સ, વિલિયમ હેલ્સ રિવર્સ (જ. 1864; અ. 1922) : ઇંગ્લૅન્ડના નૃવંશશાસ્ત્રી. તેમણે શાળાનું શિક્ષણ ટોનબ્રિજ સ્કૂલમાંથી લીધું. કૉલેજ-શિક્ષણ લંડનની સેન્ટ બોથોલોમ્યુ હૉસ્પિટલમાં મેળવ્યું. તબીબી પદવી મેળવ્યા પછી તેઓ રૉયલ કૉલેજ ઑવ્ ફિઝિશિયનમાં જોડાયા. ઈ. સ. 1879માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં શરીરવિજ્ઞાન અને પ્રયોગાત્મક મનોવિજ્ઞાનના અધ્યાપક તરીકે સેવા આપી. આ દરમિયાન તેમણે જ્ઞાનેન્દ્રિયોના…

વધુ વાંચો >

રી ભોઈ

Jan 2, 2004

રી ભોઈ : મેઘાલય રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો. તે 25° 45´ ઉ. અ. અને 92° 00´ પૂ. રે.ની આજુબાજુનો 2,448 ચોકિમી. વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય, ઉત્તર અને ઈશાન તરફ આસામ રાજ્યની સીમા, અગ્નિ તરફ અને દક્ષિણમાં ઈસ્ટ ખાસી હિલ્સ જિલ્લો તથા નૈર્ઋત્યમાં વેસ્ટ ખાસી હિલ્સ જિલ્લો તેમજ…

વધુ વાંચો >

રીમાન્ન, જ્યૉર્જ ફ્રેડરિક બર્નહાર્ડ

Jan 2, 2004

રીમાન્ન, જ્યૉર્જ ફ્રેડરિક બર્નહાર્ડ (જ. 17 સપ્ટેમ્બર 1826, બ્રેસલેન્ઝ-હેનોવર; અ. 20 જુલાઈ 1866, સેલેસ્કા, ઇટાલી) : જર્મન ગણિતશાસ્ત્રી. તેમનું કર્તૃત્વ મુખ્યત્વે ભૂમિતિ અને ગાણિતિક પૃથક્કરણ સાથે સંકળાયેલું છે. વળી તેમના અવકાશ અંગેના ખ્યાલ અવકાશની ભૂમિતિ સાથે સંકળાયેલા હતા, જેની આધુનિક ભૌતિકશાસ્ત્રના વિકાસમાં ભારે અસર થઈ અને પાછળથી સાપેક્ષવાદના ખ્યાલોમાં આધારરૂપ…

વધુ વાંચો >

રીમ્ઝ કથીડ્રલ

Jan 2, 2004

રીમ્ઝ કથીડ્રલ : ગૉથિક કલા અને સ્થાપત્યનું એક સૌથી ભવ્ય સર્જન. 1211થી 1311 દરમિયાન બંધાયેલ આ કથીડ્રલનું નિર્માણ, ફ્રાન્સના રીમ્ઝ શહેરમાં રાજવીઓના રાજ્યાભિષેકના પરંપરાગત સ્થળે કરવામાં આવ્યું છે. 1210માં આગ લાગ્યા પછી આ કથીડ્રલનું બાંધકામ જ્યાં દ’ ઑરબેઝ નામના સ્થપતિના માર્ગદર્શન હેઠળ 1211માં આરંભાયું. જે જિન લુપે 1231થી 1237 સુધી;…

વધુ વાંચો >

રીમ્સ (Reims)

Jan 2, 2004

રીમ્સ (Reims) : ઉત્તર ફ્રાન્સમાં આવેલું કિલ્લેબંધીવાળું શહેર. ભૌગોલિક સ્થાન : 49° 19´ ઉ. અ. અને 4° 04´ પૂ. રે.. તે પૅરિસથી ઈશાનમાં આશરે 158 કિમી. અંતરે વેસ્લી નદી પર આવેલું છે. આ શહેરની ખ્યાતિ તેના ભવ્ય કથીડ્રલને કારણે ઊભી થયેલી છે. રીમ્સનું આ કથીડ્રલ તેરમી સદીમાં બંધાવું શરૂ થયેલું…

વધુ વાંચો >

રીયુનિયન

Jan 2, 2004

રીયુનિયન : હિંદ મહાસાગરમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન :  21° 00´ દ. અ. અને 56° 00´ પૂ. રે. તે માડાગાસ્કરથી પૂર્વમાં આશરે 650 કિમી. તથા મૉરિશિયસથી નૈર્ઋત્યમાં 180 કિમી. અંતરે આવેલો છે. આ ટાપુ જ્વાળામુખી-પ્રસ્ફુટનની ક્રિયાથી તૈયાર થયેલો છે. તેનો વિસ્તાર 2,512 ચોકિમી. જેટલો છે. સેન્ટ ડેનિસ તેનું પાટનગર (વસ્તી…

વધુ વાંચો >

રીવિયેરા

Jan 2, 2004

રીવિયેરા : ભૂમધ્ય સમુદ્રના ઉત્તર કિનારા પરની આશરે 6°થી 10° પૂ. રે. વચ્ચેની સાંકડી ભૂમિપટ્ટી. તે દક્ષિણ ફ્રાન્સના હાયેર્સથી વાયવ્ય ઇટાલીના લા સ્પેઝિયા સુધી વિસ્તરેલી છે. તેના પીઠપ્રદેશની ભૂમિ પરથી આલ્પ્સ પર્વતો શરૂ થાય છે. વાસ્તવમાં અહીંના દરિયાકિનારે દુનિયાના ઘણા ભાગોમાંથી, વિશેષે કરીને યુરોપમાંથી હજારો પ્રવાસીઓ સ્વાસ્થ્ય સુધારવા અને મનોરંજન…

વધુ વાંચો >

રીશા, ચાર્લ્સ રૉબર્ટ (Richet, Charles Robert)

Jan 2, 2004

રીશા, ચાર્લ્સ રૉબર્ટ (Richet, Charles Robert) (જ. 26 ઑગસ્ટ 1850, પૅરિસ; અ. 4 ડિસેમ્બર 1935, પૅરિસ) : સન 1913ના તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પારિતોષિક-વિજેતા. તેમને ઍલર્જીને કારણે ઉદભવતી ઉગ્ર સંકટમય આઘાતની સ્થિતિ અંગે સંશોધન કરવા માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેઓ પૅરિસમાં ભણીને ત્યાંની મેડિસિન વિદ્યાશાખા(faculty)માં પ્રાધ્યાપક બન્યા…

વધુ વાંચો >

રીંગણ

Jan 2, 2004

રીંગણ દ્વિદળી વર્ગના સોલેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Solanum melongena Linn. (સં. વાર્તાકી; મ. વાંગી; હિં. બેંગન, ભંટા, ભટોરા; બં. બેગુન; ક. બદનેકાઈ, કાચીગીડ; ત. કટ્ટારી; મલ. વાળુતિના; ગુ. રીંગણ, વેંગણી, વંતાકડી; અં. એગ પ્લાન્ટ, બ્રિંજલ) છે. તે શાકીય, કાંટાળી કે કેટલીક વાર અશાખિત બહુવર્ષાયુ, 0.6 મી.થી 2.4…

વધુ વાંચો >

રીંછ (Bear)

Jan 2, 2004

રીંછ (Bear) : ગળા અને ખભા પર લાંબા કેશ ધરાવતું બરછટ વાળવાળું માંસાહારી (carnivora) શ્રેણીનું પ્રાણી. કુળ ઉર્સિડે. ભારતમાં સામાન્યપણે જોવા મળતા રીંછને અંગ્રેજીમાં ‘sloth bear’ કહે છે. તેનું શાસ્ત્રીય નામ છે Melurus ursinus. મધમાખી અને ઊધઈ જેવા કીટકો, તેનો મનગમતો ખોરાક. પોતાના તીણા અને લાંબા નહોરથી આવા કીટકોને તેમના…

વધુ વાંચો >