૧૫.૧૩

મલાવ તળાવથી મસ્તાની

મલાવ તળાવ

મલાવ તળાવ : અમદાવાદ જિલ્લાના ધોળકા ગામની પશ્ચિમ ભાગોળે આવેલું તળાવ. તે મીનળદેવીના નામ સાથે જોડાયેલું છે. આ તળાવ ચારે બાજુએ પથ્થરના ઘાટ તથા પગથિયાંથી બાંધેલું છે. તળાવની મધ્યમાં આવેલ બકસ્થલ પર એક સમયે નાનકડું મંદિર આવેલું હશે એવું હાલના અવશેષો પરથી જણાય છે. ગામની બાજુએથી આ બકસ્થલ પર પહોંચવાનો…

વધુ વાંચો >

મલિક અયાઝ

મલિક અયાઝ (જ. ?; અ. 1522) : મહમૂદ બેગડાના રાજ્યકાલનો સત્તાધીશ અમીર અને દીવ બંદરનો સૂબો (નાઝિમ). એ સમયે એના જેટલો સત્તા તથા સંપત્તિવાળો બીજો કોઈ અમીર નહોતો. જન્મથી એ રશિયન હતો અને તુર્ક લોકોને હાથે કેદ પકડાયો હતો; તેથી તેને ઇસ્તંબુલ લઈ ગયા અને દમાસ્કસ, બસરા તથા પૂર્વના દેશો…

વધુ વાંચો >

મલિક અહમદ

મલિક અહમદ – 1 : અહમદાબાદ (વર્તમાન અમદાવાદ) શહેરની ખાતવિધિ કરનાર ચાર પવિત્ર અહમદોમાંના એક. સુલતાન અહમદશાહ પહેલાએ નવું શહેર વસાવવા માટે સરખેજના શેખ અહમદ ખટ્ટૂ ગંજબક્ષની સલાહ માગી ત્યારે એમણે જણાવ્યું કે જેણે એક પણ નમાજ પાડી ન હોય, એવા ચાર પવિત્ર અહમદો ભેગા થઈ ખાતમુહૂર્ત કરે તો નગર…

વધુ વાંચો >

મલિક કાલુ

મલિક કાલુ (ઈ. સ.ની પંદરમી–સોળમી સદી) : સુલતાન મહમૂદશાહ બેગડા(1459–1511)ના સમયનો અમીર. મહમૂદશાહ માત્ર તેર વરસની ઉંમરે ગાદીએ બેઠો હતો. થોડા સમયમાં સુલતાન વિરુદ્ધ ચાર અમીરોએ બળવો કર્યો ત્યારે મલિક કાલુએ સુલતાનને મદદ કરી હતી. તેથી સુલતાને તેને ઊંચો હોદ્દો અને જાગીર આપ્યાં હતાં. મલિક કાલુ અગાઉ એક ગુલામ હતો…

વધુ વાંચો >

મલિક કુમ્મી

મલિક કુમ્મી (જ. કુમ, ઇરાક; અ. હિ. સં. 1025, બીજાપુર) : દક્ષિણ હિંદના આદિલશાહી રાજ્ય-અમલ દરમિયાનના નામાંકિત ફારસી કવિ. ઇબ્રાહીમ આદિલશાહ(બીજા)ના દરબારમાં મલિક કુમ્મીનું વિશિષ્ટ સ્થાન હતું. બાલ્યાવસ્થામાં જ તેઓ વિદ્યાપ્રાપ્તિ અને કારકિર્દીના ઘડતર માટે પોતાનું વતન છોડીને કાશાન અને કઝવીન ગયા. મલિક કુમ્મીએ યુવાન વયે કાવ્યરચનાની શરૂઆત કરી હતી.…

વધુ વાંચો >

મલિક ખુશનૂદ

મલિક ખુશનૂદ : સત્તરમા સૈકાના દક્ષિણ ભારતના ઉર્દૂ કવિ. દક્ષિણી (દક્કની) ઉર્દૂની પ્રાચીન પરંપરામાં તે મહત્વનું સ્થાન ધરાવે છે. તેના વિશે માત્ર એટલું જ જાણવા મળે છે કે જ્યારે સુલતાન મુહમ્મદ આદિલશાહનાં લગ્ન ગોલકોન્ડાના રાજવી અબ્દુલ્લા કુતુબશાહની બહેન ખદીજા સુલતાન સાથે થયાં ત્યારે નવવધૂ પોતાની તેહનાતમાં અન્ય ગુલામો તથા ચાકરોની…

વધુ વાંચો >

મલિક, જૅકબ ઍલેક્ઝૅન્ડ્રોવિચ

મલિક, જૅકબ ઍલેક્ઝૅન્ડ્રોવિચ (જ. 1906, યુક્રેન, રશિયા; અ. 1980) : સોવિયેત દેશના રાજકારણી. તેઓ સ્ટેલિનના કૃપાપાત્ર ગણાતા હતા. 1942થી ’45 દરમિયાન તેમણે જાપાન ખાતે એલચી તરીકે કામગીરી બજાવી. 1946માં તેઓ નાયબ વિદેશપ્રધાન નિયુક્ત થયા. આન્દ્રે ગૉમિકોના અનુગામી તરીકે તેઓ 1948માં રાષ્ટ્રસંઘ ખાતે સોવિયેત દેશના પ્રવક્તા બની રહ્યા. 1953થી ’60 સુધી…

વધુ વાંચો >

મલિક મુહમ્મદ ઇખ્તિયાર

મલિક મુહમ્મદ ઇખ્તિયાર : ગુજરાતના સુલતાન મહમૂદ બેગડા- (ઈ. સ. 1458–1513)ના સમયમાં થયેલા એક ફકીર. તેઓ સુલતાન  સાથેની મિત્રતા અને પોતાની શક્તિ-હોશિયારીથી એ રાજ્યના મહત્વના અમીર બન્યા હતા. એક દિવસ અમદાવાદ નજીકના મીઠાપુર પાસેથી પસાર થતાં શેખ કબીરુદ્દીનના પરિચયમાં આવ્યા અને એમના શિષ્ય બનવા તત્પર થયા. મહમૂદ બેગડાએ એમને ફકીર…

વધુ વાંચો >

મલિક શાબાન

મલિક શાબાન (જ. ?; અ. 1461, રખિયાલ, અમદાવાદ) : સુલતાન કુત્બુદ્દીનના સમયનો (ઈ. સ. 1451–1459) વજીરની પદવી ઉપર ચડેલો અમીર. એ ડાહ્યો અને રાજદ્વારી કુનેહવાળો હતો. એમ કહેવાય છે કે એના શાંત સ્વભાવને લીધે લોકોને એના અમલથી સંતોષ હતો. કુત્બુદ્દીન પછી મહમૂદ બેગડાના સમયમાં એ વૃદ્ધ હતો. છતાંયે ઊંચી પાયરી…

વધુ વાંચો >

મલિક સારંગ

મલિક સારંગ : સુલતાન મહમૂદશાહ બેગડો, મુઝફ્ફરશાહ બીજો અને બહાદુરશાહના સમયનો નામાંકિત વજીર. અમદાવાદ શહેરના સારંગપુર વિસ્તાર તથા દરવાજાથી આજે એનું નામ ચિરંજીવ છે. આ મલિક અને એનો ભાઈ મૂળ રજપૂત હતા. લડાઈમાં કેદી તરીકે પકડાયેલા અને ઇસ્લામનો અંગીકાર કરવાની એમને ફરજ પડેલી. સુલતાન મહમૂદ બેગડાના સમયમાં ઘણી લડાઈઓમાં એણે…

વધુ વાંચો >

મસૂરી

Jan 13, 2002

મસૂરી : ઉત્તર પ્રદેશના દહેરાદૂન જિલ્લામાં આવેલું ગિરિમથક. ભૌગોલિક સ્થાન : 30° 30´ ઉ. અ. અને 78° 08´ પૂ. રે. તે સમુદ્રસપાટીથી 2,005 મીટરની ઊંચાઈએ આવેલું છે. દહેરાદૂનથી ઉત્તર તરફ 35 કિમીને અંતરે મસૂરી હારમાળાની ઘોડાનાળ આકારની તળેટી-ટેકરીઓ (foot-hills) પર તે વસેલું છે. તળેટી-ટેકરીઓથી થોડેક દૂર દક્ષિણ ભાગમાંથી ગંગા નદી…

વધુ વાંચો >

મસો, ગુહાંતર્ગત

Jan 13, 2002

મસો, ગુહાંતર્ગત (Polyp) : કોઈ અવયવના પોલાણમાં પ્રવર્ધમાન થઈને મોટો થયેલો રોગવિસ્તાર. તેને ગુહામસો પણ કહી શકાય. આંતરડાં કે અન્ય પોલા અવયવોની દીવાલમાં જ્યારે કોઈ રોગ કે વિકારને કારણે પેશીવૃદ્ધિ થાય ત્યારે તે ઘણી વખત પોલાણમાં મોટી થાય છે અને વધે છે. આવા ઊપસેલા ભાગને ગુહામસો અથવા ગુહાંતર્ગત મસો કહે…

વધુ વાંચો >

મસ્કત

Jan 13, 2002

મસ્કત : ઓમાનનું પાટનગર. તે ઓમાનના ઈશાન કાંઠે ઓમાનના અખાત પર આવેલું છે. ભૌગોલિક સ્થાન : 23° 35´ ઉ. અ. અને 58° 25´ પૂ. રે. 1970 સુધી મસ્કત અને ઓમાન એકબીજાના પર્યાય ગણાતા હતા. તે જ્વાળામુખી પર્વતોથી કમાન-આકારમાં ઘેરાયેલું છે, માત્ર તેના દક્ષિણ અને પશ્ચિમ ભાગ તરફ અખાત સાથે સડક…

વધુ વાંચો >

મસ્કાવા તોશીહિડે

Jan 13, 2002

મસ્કાવા તોશીહિડે (જ. 7 ફેબ્રુઆરી 1940, જાપાન) : જાપાની સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની અને વર્ષ 2008ના નોબેલ પુરસ્કારના વિજેતા. ભૌતિકવિજ્ઞાનનો આ પુરસ્કાર તેમને મકોટો કોબાયાશી અને યોઇચિરો નાન્બુની ભાગીદારીમાં મળ્યો છે. તેઓ આઇચી પ્રિફેક્ચર(Aichi Prefecture)ના વતની છે. 1962માં તેઓ નગોયા (Nagoya) યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. 1967માં તે જ સંસ્થામાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. તે…

વધુ વાંચો >

મસ્કોવાઇટ

Jan 13, 2002

મસ્કોવાઇટ (muscovite) : અબરખ સમૂહનું ખનિજ. ફાયલોસિલિકેટ. આર્થિક ર્દષ્ટિએ ઉપયોગી અબરખપ્રકાર. તે શ્વેત-અબરખ અથવા પોટાશ-અબરખ તરીકે પણ ઓળખાય છે. રાસા. બં. : KAl2 (AlSi3)O10(OH, F)2. Si4O10 રચનાત્મક માળખામાં Al સિલિકોનથી વિસ્થાપિત થાય છે. Kની જગાએ Na, Ba અને Rbનું ગૌણ પ્રમાણ આવી શકે છે; Alની જગાએ એ જ રીતે Mg,…

વધુ વાંચો >

મસ્તફકીર

Jan 13, 2002

મસ્તફકીર (જ. 1896, રાજકોટ; અ. 10 નવેમ્બર 1955) : ગુજરાતી હાસ્યલેખક. મૂળ નામ હરિપ્રસાદ ગૌરીશંકર ભટ્ટ. તેમણે ‘બંડખોર’, ‘લખોટો’ અને ‘લહિયો’ તખલ્લુસથી પણ સાહિત્યસર્જન કર્યું છે. તેમનું વતન ચાવંડ હતું. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદ, ભાવનગર અને મુંબઈમાં લીધું હતું. તેમણે મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. 1914થી 1917 દરમિયાન…

વધુ વાંચો >

મસ્તબા

Jan 13, 2002

મસ્તબા : પ્રાચીન ઇજિપ્તમાં ઈ. પૂ. ત્રીજી સહસ્રાબ્દી દરમિયાન બંધાયેલી અમીરો વગેરે પ્રખ્યાત પુરુષોની વિશિષ્ટ કબરો. ભવન-સ્વરૂપની આ સમચોરસ કબરોની દીવાલો ઢળતી હોય છે. એમાં ભૂગર્ભ દફનખંડ, તેના ભોંયતળિયાને જઈ મળતું છેક ઉપરથી કરેલું સમચોરસ બાકોરું અને ઉપરની સમચોરસ અધિરચના – એમ ત્રણ અંગો જોવામાં આવે છે. દફનવિધિ વખતે શબપેટી…

વધુ વાંચો >

મસ્તરામજી

Jan 13, 2002

મસ્તરામજી (જ. ?; અ. 1901, બોટાદ) : સૌરાષ્ટ્રના રામસનેહી પંથના અવધૂત. પૂર્વાશ્રમ અજ્ઞાત. તેમને પૂછતાં તેઓ બ્રહ્મને પોતાના પિતા, માયાને માતા અને વિશ્વને જન્મભૂમિ બતાવતા. સંભવત: બાળવય અયોધ્યામાં, યુવાની મારવાડમાં અને પ્રૌઢ તથા વૃદ્ધ અવસ્થા સૌરાષ્ટ્રમાં વીત્યાં. મારવાડની રામસનેહી પંથ-પરંપરાને સૌરાષ્ટ્રમાં ફેલાવનારા તેઓ અવધૂતી સંત હતા. ‘સાધુ તો ચલતા ભલા’…

વધુ વાંચો >

મસ્તાની

Jan 13, 2002

મસ્તાની (જ. ?; અ. 1740, પુણે, મહારાષ્ટ્ર) : અઢારમી સદીની અતિ સુંદર મુસ્લિમ નૃત્યાંગના, સંગીતકાર અને પેશવા બાજીરાવની પ્રિયતમા. મરાઠા બખર અને લેખો પરથી જાણવા મળે છે કે મસ્તાની અફઘાન અને ગૂજર જાતિની હતી. તેણે ઘોડેસવારી અને તીરંદાજીની તાલીમ પણ લીધી હતી. ગુજરાતના મુઘલ નાયબ સૂબેદાર શુજાતખાન અને  મસ્તાનીની પ્રથમ…

વધુ વાંચો >