૧૫.૦૯

મનશ્ચિકિત્સાવિદ્યા સમાજલક્ષીથી મનોવિજ્ઞાન

મનીષા

મનીષા : ગુજરાતી સામયિક. છઠ્ઠા દાયકાના પ્રારંભે પાશ્ચાત્ય સાહિત્યના સંસર્ગે આધુનિક સાહિત્યની વિભાવનાને વ્યક્ત કરવા સુરેશ જોષીએ વિવિધ સામયિકોનો પ્રારંભ કરીને આધુનિક સાહિત્યિક પત્રકારત્વની કેડી કંડારી હતી. ‘મનીષા’ તે પૈકીનું પ્રારંભનું એક માસિક. તે માત્ર સાહિત્ય પૂરતું સીમિત નહોતું. જૂન 1954માં એ શરૂ થયું. રસિક શાહ, સુરેશ જોષીના સાથી તંત્રી…

વધુ વાંચો >

મનુ

મનુ : ભારતીય પરંપરા મુજબ માનવ-યોનિનો આદ્યપુરુષ. ભારતીય કાલગણનામાં મનુ મહત્વનું સીમાચિહ્ન ગણાય છે. આવા મનુ એક નહિ, પણ 14 છે. એકેક મનુ 71 ચતુર્યુગથી કંઈક અધિક કાલ ધરાવે છે. એક મનુ અને એની પછીના મનુની વચ્ચેના કાલને ‘મન્વન્તર’ કહે છે. પહેલા મનુ સ્વયંભૂ(બ્રહ્મા)ના પુત્ર હોઈ ‘સ્વાયંભુવ મનુ’ તરીકે ઓળખાય…

વધુ વાંચો >

મનુસ્મૃતિ

મનુસ્મૃતિ : ભારતીય ધર્મશાસ્ત્રની સહુથી પ્રાચીન અને સર્વમાન્ય સ્મૃતિ. એના પ્રથમ અધ્યાયમાં જણાવ્યું છે કે મનુએ ધર્મનાં સર્વ લક્ષણ પોતાના શિષ્ય ભૃગુને સમજાવ્યાં ને ભૃગુએ એમની હાજરીમાં એ સર્વ ઋષિઓને વિદિત કર્યાં. આમ ‘મનુસ્મૃતિ’ ખરી રીતે ‘મનુસ્મૃતિ’ની ‘ભૃગુસંહિતા’ છે. એમાં 12 અધ્યાય છે, જે કુલ 2,694 શ્લોકોમાં રચાયા છે. ‘મનુસ્મૃતિ’માં…

વધુ વાંચો >

મનોનાટ્ય

મનોનાટ્ય (psychodrama) : દર્દીને તેનો વર્તનવિકાર સમજાવીને તે જાતે તેમાં સુધારો લાવી શકે તે માટે નાટક ભજવવારૂપ માનસિક સારવારની પદ્ધતિ. મનશ્ચિકિત્સાવિદ્યામાં ઘણા પ્રકારની સારવારપદ્ધતિઓ ઉપલબ્ધ છે. મનોનાટ્ય પણ તેમાંની એક છે. વર્તનવિકારના કોઈ પણ દર્દીની સારવાર કરતા પહેલાં તેના મનોવિકાર વિશે પૂરેપૂરો ખ્યાલ મેળવવામાં આવે છે. દર્દીમાં મનોવિકાર ક્યારે અને…

વધુ વાંચો >

મનોન્મણિયમ્

મનોન્મણિયમ્ (1891) : તમિળ પદ્યનાટક. રાવબહાદુર પી. સુંદરમ્ પિલ્લઈરચિત આ નાટક 1891માં ચેન્નાઈમાં સૌપ્રથમ પ્રગટ થયું. આ કૃતિથી તમિળ નાટ્યસાહિત્યમાં રેનેસાંનો આરંભ થયો ગણાય છે. આ કૃતિ લૉર્ડ લિટનના ‘લૉસ્ટ ટેલ્સ ઑવ્ મિલિયસ : ધ સીક્રેટ વે’નું પદ્યમાં નાટ્યરૂપાંતર છે, જ્યારે નાટકમાંનું નાટક ‘શિવકામી ચરિતમ્’ ઑલિવર ગોલ્ડસ્મિથના ‘ધ હર્મિટ’ પર…

વધુ વાંચો >

મનોભૌતિક પદ્ધતિઓ

મનોભૌતિક પદ્ધતિઓ (psychophysical methods) : આપણે ચોતરફ પર્યાવરણના અનેક ઊર્જાયુક્ત ઉદ્દીપકોથી ઘેરાયેલા હોઈએ છીએ. બાહ્ય ઉદ્દીપકો કે ઉદ્દીપક પરિસ્થિતિઓ આપણી જ્ઞાનેન્દ્રિયો સાથે સંપર્કમાં આવતાં આ સંવેદનગ્રાહક અવયવો ઉત્તેજિત થાય છે. આ ઉત્તેજના સાંવેદનિક અનુભવોમાં પરિણમે છે. સંવેદન થતાં પ્રાણી ઉદ્દીપક પરત્વે પ્રતિક્રિયા કરે તેને ‘વર્તન’ કહેવાય. ઉદ્દીપકનું સ્વરૂપ ભૌતિક હોય…

વધુ વાંચો >

મનોભ્રંશ

મનોભ્રંશ (dementia) : વ્યક્તિની સામાજિક અને આર્થિક ક્રિયાઓને અસર કરે તેવી રીતે તેની વૈધિક ક્રિયાઓમાં થયેલા સતત અને કાયમી ઘટાડાની સ્થિતિ. (1) ભાષા, (2) સ્મૃતિ, (3) અંતર જાણવાનું ર્દષ્ટિકૌશલ્ય (visuospatial skill), (4) લાગણીઓ અને વ્યક્તિત્વ તથા (5) સંક્ષિપ્તીકરણ (abstraction) કરવું, ગણતરી કે અંદાજો બાંધવાની ક્ષમતા જેથી બોધાત્મકતા (cognition) વગેરે 5…

વધુ વાંચો >

મનોમાપનશાસ્ત્ર

મનોમાપનશાસ્ત્ર (Psychometrics) સંવેદનો, મનોવલણો, પસંદગીઓ અને વ્યક્તિત્વલક્ષણોનાં માપન અને તે માટેની અંકશાસ્ત્રીય પદ્ધતિઓના વિકાસ અને ઉપયોગ સાથે સંબંધ ધરાવતી મનોવિજ્ઞાનની શાખા. મનોમાપનનો વિકાસ બે દિશામાં થયો છે : મનોભૌતિકશાસ્ત્રમાં અને માનસિક કસોટીઓ અને તુલાઓની રચનામાં. મનોભૌતિક જેવી માપપદ્ધતિઓની મદદથી સંવેદનના અનુભવની સીમા, માંડ માંડ અનુભવાતા તફાવતો અને પ્રત્યક્ષ અનુભવોમાં થતી…

વધુ વાંચો >

મનોલક્ષી નાટ્યચિકિત્સા

મનોલક્ષી નાટ્યચિકિત્સા : જુઓ મનોનાટ્ય

વધુ વાંચો >

મનોલક્ષી માપનકસોટીઓ

મનોલક્ષી માપનકસોટીઓ (psychometric tests) : ચેતાતંત્રના વિકારોના મૂલ્યાંકનમાં ઉપયોગી થતી મનોલક્ષી કસોટીઓ. તેનાં પરિણામોને દર્દીની હાલત સાથે સરખાવીને અર્થઘટન કરાય છે. કોઈ એક કસોટીની અંતર્ગત મર્યાદા દૂર કરવા કસોટીસમૂહ (battery of tests) વપરાય છે. ગુરુમસ્તિષ્ક(મોટા મગજ)ના રોગમાં બૌદ્ધિક ક્રિયાક્ષમતા અસરગ્રસ્ત થાય છે, પરંતુ તેની કક્ષાને મૂળની રોગની તીવ્રતા સાથે ખાસ…

વધુ વાંચો >

મનશ્ચિકિત્સાવિદ્યા, સમાજલક્ષી

Jan 9, 2002

મનશ્ચિકિત્સાવિદ્યા, સમાજલક્ષી : જુઓ મનશ્ચિકિત્સાવિદ્યા

વધુ વાંચો >

મનસા

Jan 9, 2002

મનસા : પંજાબ રાજ્યના મધ્ય-દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 29° 59´ ઉ. અ. અને 75° 23´ પૂ. રે.ની આજુબાજુનો 2,192 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વમાં સંગરૂર જિલ્લો, દક્ષિણ અને નૈર્ઋત્ય તરફ હરિયાણા રાજ્યનો હિસ્સાર જિલ્લો, પશ્ચિમમાં હરિયાણાનો સિરસા અને પંજાબનો બથિંડા (ભટિંડા) જિલ્લો…

વધુ વાંચો >

મનસામંગલ

Jan 9, 2002

મનસામંગલ : મધ્યકાલીન બંગાળી સાહિત્યમાં પ્રચલિત મંગલકાવ્યનો એક આખ્યાનપ્રકાર. ત્યાં વૈષ્ણવ કાવ્યની સુદીર્ઘ પરંપરા સાથે મંગલકાવ્યોની પણ સમૃદ્ધ પરંપરા સમાંતરે રહી છે. આ મંગલકાવ્યોમાં મનસામંગલ, ચંડીમંગલ, ધર્મમંગલ એમ વિવિધ રીતે આખ્યાનો લખાયાં છે. ગુજરાતી આખ્યાનોની જેમ આ મંગલકાવ્યો આમ પ્રજામાં ઘણાં લોકપ્રિય હતાં અને ઠેર ઠેર ગવાતાં હતાં. મનસામંગલ કાવ્યો…

વધુ વાંચો >

મનસા વાઇલ્ડ લાઇફ સેંક્ચ્યુઅરી

Jan 9, 2002

મનસા વાઇલ્ડ લાઇફ સેંક્ચ્યુઅરી : વન્ય પ્રાણીઓ માટેનું આસામમાં આવેલું અભયારણ્ય. કામરૂપ જિલ્લામાં આવેલું હોવાથી તે કામરૂપ અભયારણ્ય નામે પણ ઓળખાય છે. હિમાલયની તળેટીમાં મનસા નદીના કાંઠે, ગૌહતી શહેરથી 153 કિમી. દૂર. 1928માં તેની રચના થઈ. તે 272 ચોકિમી.માં પથરાયેલું છે. ગાઢ, સદાય હરિયાળા અને ભીનાશવાળા પર્ણપાતી જંગલ-વિસ્તારમાં તે આવેલું…

વધુ વાંચો >

મનસુખલાલ મજીઠિયા

Jan 9, 2002

મનસુખલાલ મજીઠિયા (1993) : લાભશંકર ઠાકરની લાક્ષણિક નાટ્યકૃતિ. તેમાં માણસ ઓગળીને નિ:શેષ વિલોપન પામે તેવી તરંગ-લીલા(fantasy)નો વિશિષ્ટ પ્રયોગ કરવામાં આવ્યો છે. મૂળે સ્વયં લેખક દ્વારા લીલાનાટ્યરૂપે ભજવાયેલું આ નાટક કોઈ પણ જાતના અંકવિભાજન વિના કુલ 6 ર્દશ્યોમાં વહેંચાયેલું છે. પ્રથમ ર્દશ્યમાં પોતાના જ નામધારી એક પુરુષે લૉજમાં કોઈ જુવાન સ્ત્રી…

વધુ વાંચો >

મનસૂર

Jan 9, 2002

મનસૂર (સત્તરમી સદી) : પશુ-પંખીઓના મુઘલકાલીન ભારતીય ચિત્રકાર. તેઓ જહાંગીરના ખાસ પ્રીતિપાત્ર હતા. જહાંગીરે તેમને ‘નાદિર-ઉલ-અસ્ર’ (વિશ્વનું વિસ્મય) ખિતાબ આપીને નવાજ્યા હતા. મનસૂરે પંશુપંખીઓનાં ચિત્રો પ્રાકૃતિક ઇતિહાસવિદના ર્દષ્ટિકોણથી આલેખ્યાં છે. તેમાં જે તે પશુપંખીની શરીરરચનાનું યથાર્થ અને હૂબહૂ આલેખન અવશ્ય જોવા મળે છે; પરંતુ વૈયક્તિક અભિવ્યક્તિ અને પશુ-પંખીના વિશિષ્ટ જુસ્સાની…

વધુ વાંચો >

મનસૂર, મલ્લિકાર્જુન

Jan 9, 2002

મનસૂર, મલ્લિકાર્જુન (જ. 31 ડિસેમ્બર 1910, મનસૂર, ધારવાડ; અ. 12 સપ્ટેમ્બર 1992, ધારવાડ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના મહાન ગાયક કલાકાર. પિતાનું નામ ભીમરાયપ્પા તથા માતાનું નામ નીલમ્મા હતું. બાળપણમાં પ્રાથમિક શિક્ષણ ધારવાડમાં મેળવ્યા બાદ ઔપચારિક શિક્ષણને તિલાંજલિ આપીને સંગીતના અધ્યયનમાં જ મન પરોવ્યું. તેમણે શરૂઆતની સંગીતતાલીમ ગ્વાલિયર ઘરાનાની લીધી…

વધુ વાંચો >

મનસૂરી, નબીબખ્શ મહંમદ

Jan 9, 2002

મનસૂરી, નબીબખ્શ મહંમદ (જ. 1966, સાબરકાંઠા; ગુજરાત) : ગુજરાતના ચિત્રકાર. અમદાવાદની સી. એન. ફાઇન આટ્ર્સ કૉલેજમાંથી તેમણે ચિત્રકળાનો ડિપ્લોમા (1990) અને વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી ગુલામ મહંમદ શેખ અને જ્યોતિ ભટ્ટની રાહબરી હેઠળ 1992માં ચિત્રકળાનો પોસ્ટ-ડિપ્લોમા મેળવ્યો. મનસૂરી ચિત્રોમાં ચિત્રવિચિત્ર કલ્પનાવાળું વિષય-વિશ્વ રજૂ કરે છે; વાસ્તવજગતના…

વધુ વાંચો >

‘મનસ્વી’ પ્રાંતિજવાળા

Jan 9, 2002

‘મનસ્વી’ પ્રાંતિજવાળા (જ. 1904, પ્રાંતિજ, જિ. સાબરકાંઠા; અ. 3 જુલાઈ 1969, એકાદર, એહમદનગર, મહારાષ્ટ્ર) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના ગીતકાર અને નાટ્યકાર. મૂળ નામ : ચીમનલાલ ભીખાભાઈ જોશી. બ્રાહ્મણ પરિવારમાં જન્મ. ‘શ્રી આર્યનૈતિક નાટક સમાજ’થી શરૂઆત. 1923માં એમનું ‘મહારાષ્ટ્રનો મહારથી’ નાટક ભજવાયું. 1927માં ‘વલ્લભીપતિ’ નાટકનું ગીત ‘ઝટ જાઓ ચંદનહાર લાવો’ અનન્ય…

વધુ વાંચો >

મનહર નટકલા મંડળ

Jan 9, 2002

મનહર નટકલા મંડળ (સ્થાપના : 15 સપ્ટેમ્બર 1959) : મનહરલાલ તુળજાશંકર જોશીની વ્યવસાયી નાટ્યમંડળી. શ્રી મનહર નટકલા મંડળ જેવા નાના મંડળે 1960માં દામનગર(જિ. અમરેલી)માં હરિભાઈ પટેલ-લિખિત ‘વીર માંગડાવાળો’ નાટકના કિટસન લૅમ્પના અજવાળે સળંગ 100 પ્રયોગો કરીને વ્યવસાયી રંગભૂમિના ઇતિહાસમાં યશસ્વી પ્રકરણ ઉમેર્યું. માંગડાવાળાની મુખ્ય ભાવવાહી ભૂમિકા મનહરલાલ જોશીએ ભજવી હતી.…

વધુ વાંચો >