મનસા વાઇલ્ડ લાઇફ સેંક્ચ્યુઅરી

January, 2002

મનસા વાઇલ્ડ લાઇફ સેંક્ચ્યુઅરી : વન્ય પ્રાણીઓ માટેનું આસામમાં આવેલું અભયારણ્ય. કામરૂપ જિલ્લામાં આવેલું હોવાથી તે કામરૂપ અભયારણ્ય નામે પણ ઓળખાય છે. હિમાલયની તળેટીમાં મનસા નદીના કાંઠે, ગૌહતી શહેરથી 153 કિમી. દૂર. 1928માં તેની રચના થઈ. તે 272 ચોકિમી.માં પથરાયેલું છે. ગાઢ, સદાય હરિયાળા અને ભીનાશવાળા પર્ણપાતી જંગલ-વિસ્તારમાં તે આવેલું છે. તેના અમુક ભાગમાં ઘાસ-પ્રદેશ આવેલો છે. તેમાં ગેંડા, હાથી, જંગલી ભેંસ, હરણ, સોનેરી વાનર, કાળાં રીંછ, જંગલી ડુક્કર, સાબર ઉપરાંત સંખ્યાબંધ પક્ષીઓ અને નદીની માછલીઓનો સમાવેશ થયેલો છે.

મહેશ ચોકસી