૧૪.૧૨

ભવનનિર્માણથી ભાન પુષ્કર

ભવિષ્યપુરાણ

ભવિષ્યપુરાણ : એક ભારતીય મહાપુરાણ. વર્તમાન ભવિષ્ય-પુરાણમાં 28,000 જેટલા શ્લોક છે. એનું આ નામ એટલા માટે પડ્યું કે એમાં ભવિષ્યમાં થનારી ઘટનાઓનું વર્ણન છે. એમાં મુસલમાનો અને અંગ્રેજોનાં આક્રમણોનું વર્ણન મળે છે. વસ્તુત: છેક ઓગણીસમી સદી સુધી આ પુરાણમાં નવી નવી ઘટનાઓનું વર્ણન ઉમેરાતું રહ્યું છે; તેને લઈને આ પુરાણનું…

વધુ વાંચો >

ભવિષ્યવાદ

ભવિષ્યવાદ (futurism) : ઇટાલીનાં કલા, સાહિત્ય અને સંગીતમાં આવાં ગાર્દ દ્વારા ચાલેલી આધુનિક ઝુંબેશ. એનો પુરસ્કર્તા ફિલિપ્પો તોમાઝો મારિનેત્તી છે. એણે પૅરિસથી પ્રસિદ્ધ થતા ‘લ ફિગારો’(22 ફેબ્રુઆરી, 1909)માં અતિશયોક્તિપૂર્ણ પયગંબરી ભયંકરતા સાથે ભવિષ્યવાદી ખરીતો પ્રગટ કર્યો હતો. કહે છે : ‘અમે જાહેર કરીએ છીએ કે જગતની ચમકદમકને અમે નવા સૌંદર્યે…

વધુ વાંચો >

ભવિષ્યવિદ્યા

ભવિષ્યવિદ્યા (futurology) : વર્તમાનમાં જે કંઈ બની રહ્યું છે, જે કાંઈ જોવા-જાણવા મળે છે, તેને આધારે ભાવિવલણોનું અર્થઘટન કરતી, વીસમી સદીમાં વિકસેલી વિદ્યાશાખા. ભવિષ્યનું અનુમાન કરવા માટે કોઈ એકલદોકલ વસ્તુ કે ઘટના પર્યાપ્ત નથી. ભાવિના ઊંડાણમાં ઊતરવા માટે વિવિધ સામાજિક અને વૈજ્ઞાનિક પૂર્વધારણાઓ(postulates)નો સહારો લેવો પડે છે. તેમાં અટકળ (conjectiurs),…

વધુ વાંચો >

ભવિસયત્તકહા

ભવિસયત્તકહા (ભવિષ્યદત્તકથા) (દસમી સદી) : અપભ્રંશ ભાષાનું મહાકાવ્ય. કર્તા ધનપાલ કે ધર્કટવણિક દિગંબર જૈન ધનપાલ, ‘પાઇયલચ્છી’ના લેખકથી જુદા. પ્રથમ કડવકના ચોથા શ્લોકમાં તેઓ પોતાને સરસ્વતીનું મહાવરદાન પામેલા કહે છે. આમાં હરિભદ્રસૂરિની ‘સમરાઇચ્ચકહા’ને નમૂના તરીકે સ્વીકારી લાગે છે અને કથાનકમાં મહેશ્વરસૂરિના પ્રાકૃત ‘પંચમીમાહાત્મ્ય’માંની છેલ્લી ભવિષ્યદત્તની કથાનો આધાર લેવાયો જણાય છે. આની…

વધુ વાંચો >

ભસ્મશંકુ

ભસ્મશંકુ : શંકુ આકારના જ્વાળામુખી-પર્વતનો પ્રકાર. જ્વાળામુખી પ્રસ્ફુટિત થતાં તેની ભસ્મથી બનેલી શંકુ આકારની ટેકરી. પ્રસ્ફુટન દરમિયાન જ્વાળામુખીની નળીમાંથી વધુ પડતી ભસ્મનું પ્રસ્ફુટન થાય અને આજુબાજુના ભાગમાં ગોળાકારે પથરાય ત્યારે તૈયાર થતી મધ્યમસરની ઊંચાઈવાળી ટેકરીને ભસ્મશંકુ કહે છે. આ પ્રકારના શંકુઓનું દ્રવ્ય-બંધારણ સામાન્ય રીતે ભસ્મકણિકાઓથી બનેલું હોય છે. ભસ્મકણિકાઓ મોટાભાગે…

વધુ વાંચો >

ભંગાર

ભંગાર : ઉપયોગમાં ન લઈ શકાતી વસ્તુઓ. ઉત્પન્ન થયેલ વસ્તુઓ અમુક સમયના વપરાશ પછી ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં રહે નહિ અથવા તો ઉપયોગમાં ચાલુ રાખવી એ તેમાં થતા ખર્ચને લીધે મોંઘી પડતી હોય ત્યારે તેને ભંગાર તરીકે કાઢી નાખવામાં આવે. અમુક પ્રકારના ઉત્પાદનમાં જે કાચો માલ વપરાય તે કાચા…

વધુ વાંચો >

ભંજ, ઉપેન્દ્ર

ભંજ, ઉપેન્દ્ર (સત્તરમી શતાબ્દી) : ઊડિયા લેખક. મધ્યકાલીન ઊડિયાના ખ્યાતનામ કવિ. એમનો જન્મ ગુંજાર જિલ્લાના ધુમુસર ગામના રાજકુટુંબમાં થયો હતો. એમનો જીવનકાળ ઈ. સ. 1680થી ઈ.સ. 1720નો મનાય છે. એમના દાદા ધનંજય ભંજ એ યુગના અગ્રગણ્ય કવિ હતા. એમણે પરંપરાગત રીતે શિક્ષણ લીધું હતું. સંસ્કૃતમાં પાંડિત્ય મેળવ્યું હતું. એમણે 100…

વધુ વાંચો >

ભંડારા

ભંડારા : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 20° 39´થી 21° 38´ ઉ. અ. અને 79° 27´થી 80° 42´ પૂ. રે. વચ્ચેનો 9,321 ચોકિમી. જેટલો લગભગ સમચોરસ વિસ્તાર આવરી લે છે. જિલ્લાનો આશરે અડધો વિસ્તાર વેનગંગા નદીના થાળામાં આવેલો છે. તેની ઉત્તર…

વધુ વાંચો >

ભંડારી, મોહન

ભંડારી, મોહન (જ. 1937, બનમૌરા, જિ. સંગરૂર, પંજાબ) : પંજાબી વાર્તાકાર તથા અનુવાદક. એમને ‘મૂન દી ઍંખ’ નામના વાર્તાસંગ્રહ માટે 1998ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો છે. કાયદાશાસ્ત્રમાં સ્નાતકની અને પંજાબીમાં એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી તેઓ સરકારી સેવામાં જોડાયા અને 1995માં સેવાનિવૃત્ત થયા. લેખનપ્રવૃત્તિનો પ્રારંભ તો તેમણે 1960થી કરેલો. પંજાબીમાં…

વધુ વાંચો >

ભંડોળપ્રવાહ-વિશ્લેષણ

ભંડોળપ્રવાહ-વિશ્લેષણ : ધંધો ચલાવવા માટે નિશ્ચિત અવધિ દરમિયાન થયેલા નાણાકીય વ્યવહારોના સ્રોત (sources) અને વિનિયોગ(application)ના આંકડાઓ ઉપર આધાર રાખીને તૈયાર કરેલા પત્રકનું વિશ્લેષણ. નાણાકીય હિસાબોના આધારે તૈયાર કરેલાં પાકાં સરવૈયાં અને નફાનુકસાનખાતાં વેપારી એકમો માટે પાયાનાં નાણાકીય પત્રકો હોય છે. આ પત્રકો ધંધાકીય એકમની નાણાકીય ગતિવિધિની આંકડાકીય માહિતી આપે છે.…

વધુ વાંચો >

ભવનનિર્માણ

Jan 12, 2001

ભવનનિર્માણ : માનવીના રહેણાક કે વ્યાવસાયિક કાર્ય માટે ઊભી કરાતી ઇમારતનું નિર્માણ. ભવનનિર્માણમાં તેનો કેવી પરિસ્થિતિમાં અને કયા પ્રકારનો ઉપયોગ કરવાનો છે તે બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. ભવનનિર્માણનો મુખ્ય આશય તેનો ઉપયોગ કરનારને ગરમી, ઠંડી, વરસાદ, ધૂળ-કચરો, અવાજ વગેરેથી રક્ષણ આપવું તે છે. કોઈ પણ ભવનનિર્માણમાં નીચેની બાબતો મહત્વની…

વધુ વાંચો >

ભવનાગ

Jan 12, 2001

ભવનાગ : ભારશિવ વંશનો એક પ્રતાપી રાજા. ભારશિવો નાગકુલના હતા. તેઓ મહાભૈરવના ભક્ત હતા. તેઓ ખભા પર શિવલિંગ ધારણ કરતા. તેમણે પરાક્રમથી ભાગીરથી પ્રદેશ પ્રાપ્ત કર્યો હતો. તેમણે દસ અશ્વમેધ કર્યા હતા. એ પરથી વારાણસીમાં દશાશ્વમેધ ઘાટનું નામ પડ્યું છે એવું જયસ્વાલે કલ્પ્યું છે. મહારાજ ભવનાગના દૌહિત્ર વાકાટક વંશના મહારાજ…

વધુ વાંચો >

ભવનાણી રણવીરસિંહ

Jan 12, 2001

ભવનાણી રણવીરસિંહ (જ. 6 જુલાઈ 1985, મુંબઈ) : ફિલ્મ અભિનેતા. એક સિંધી હિંદુ કુટુંબમાં રણવીર સિંહના દાદા ભારત પાકિસ્તાનના ભાગલા સમયે કરાંચીથી નિર્વાસિત તરીકે આવેલા. અભિનેત્રી સોનમ કપૂર રણવીર સિંહના માતૃ પક્ષે પિતરાઈ થાય. રણવીરસિંહનો અભ્યાસ મુંબઈની એચ. આર. કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનૉમિક્સમાં થયો. ત્યાર બાદ અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >

ભવની ભવાઈ

Jan 12, 2001

ભવની ભવાઈ : નોંધપાત્ર ગુજરાતી ચલચિત્ર. સાડા છ દાયકાના ગુજરાતી ચલચિત્રના ઇતિહાસમાં ‘ભવની ભવાઈ’ વાસ્તવદર્શી અને કલાત્મક ચલચિત્ર તરીકે વિશિષ્ટ કક્ષાનું બની રહે છે. પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્નાતક થયેલા યુવાનોએ ‘સંચાર ફિલ્મ કો-ઑ. સોસાયટી લિ.’ બનાવીને, લોન મેળવી, આ ફિલ્મ બનાવી. નિર્માતા પરેશ મહેતા અને દિગ્દર્શક કેતન મહેતાની આ ફિલ્મમાં…

વધુ વાંચો >

ભવભાવના

Jan 12, 2001

ભવભાવના (ઈ. સ. 1114) : પ્રાકૃત કથાગ્રંથ. કર્તા મલધારી હેમચન્દ્રસૂરિ. 531 ગાથાઓ. મેડતા અને છત્રપલ્લીમાં શ્રીમંત શ્રાવકોની વસ્તીમાં રહી ઈ. સ. 1114માં રચ્યો – 13,000 શ્લોકપ્રમાણની સ્વોપજ્ઞવૃત્તિ સાથે. ઋષભદેવ કેશરીમલજી જૈન શ્વેતામ્બર સંસ્થા, રતલામ દ્વારા બે ભાગમાં 1936માં પ્રકાશિત. 12 ભાવનાઓનું 12 દિવસમાં પઠન થાય છે. વચ્ચે વચ્ચે સંસ્કૃત અને…

વધુ વાંચો >

ભવભૂતિ

Jan 12, 2001

ભવભૂતિ (જ. આશરે 675; અ. 760) : સંસ્કૃત સાહિત્યના જાણીતા નાટ્યકાર. પોતાનાં ત્રણ નાટકોની પ્રસ્તાવનામાં નાટકકાર ભવભૂતિએ પોતાના જીવન વિશે આપેલી માહિતી મુજબ તેમના પૂર્વજો સોમરસનું પાન કરનારા, પંચાગ્નિ વચ્ચે રહેવાનું વ્રત કરનારા, અગ્નિહોત્રમાં નિત્ય હોમ કરનારા, ભોજન કરનારાઓની પંગતને પવિત્ર કરનારા, બ્રહ્મના જ્ઞાની, કાશ્યપ ગોત્રમાં જન્મેલા, વાજપેય જેવા અનેક…

વધુ વાંચો >

ભવસ્વામી

Jan 12, 2001

ભવસ્વામી (સાતમી સદી) : તૈત્તિરીય શાખાના કૃષ્ણ યજુર્વેદના ભાષ્યલેખક. વૈદિક ભાષ્યકારોમાં ભવસ્વામી ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. એમનો સમય સાતમી સદીના ઉત્તરાર્ધનો ગણી શકાય. ભવસ્વામીએ ‘તૈત્તિરીય સંહિતા’, ‘તૈત્તિરીય બ્રાહ્મણ’ અને ‘બૌધાયન-શ્રૌતસૂત્ર’ ઉપર ભાષ્ય રચ્યાં હતાં. તેમાંથી જુદા જુદા હસ્તપ્રતભંડારોમાં માત્ર ‘બૌધાયનસૂત્ર-વિવરણ’ના છૂટા છૂટા અંશો મળે છે. ‘નારદસ્મૃતિ’ ઉપરના એક ભાષ્યકાર પણ…

વધુ વાંચો >

ભવાઈ

Jan 12, 2001

ભવાઈ : જુઓ પરંપરાપ્રાપ્ત ભારતીય નાટ્યપ્રયોગો

વધુ વાંચો >

ભવાની મ્યુઝિયમ ઔંધ

Jan 12, 2001

ભવાની મ્યુઝિયમ, ઔંધ (સતારા) (સ્થાપના 1938) : પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન કેન્દ્રીય તથા પંદરમીથી વીસમી સદીનાં યુરોપીય ચિત્રોથી સમૃદ્ધ સંગ્રહસ્થાન. ઔંધ(સતારા)ના રાજા બાલા-સાહેબ પંત-પ્રતિનિધિએ તેની સ્થાપના કરીને વિકસાવેલું. તેમાં જયપુર, પંજાબ અને મુઘલ શૈલીનાં રાગ-રાગિણીઓનાં ચિત્રો, રાજપૂત શૈલીનાં 12 મહિનાનાં તથા કાંગરા શૈલીનાં અષ્ટનાયક ચિત્રો, હિમાલય શૈલીનાં સપ્તશતીનાં તેમજ ગઢવાલ…

વધુ વાંચો >

ભવિષ્યનિધિ ધારો, 1952

Jan 12, 2001

ભવિષ્યનિધિ ધારો, 1952 : નિવૃત્તિને કારણે નિયમિત આવકનો મુખ્ય સ્રોત બંધ થવાથી કર્મચારી કે કામદાર માટે જે આર્થિક વિમાસણ ઊભી થાય છે તેને પહોંચી વળવાના હેતુથી સામાજિક સુરક્ષાના ભાગ તરીકે કરવામાં આવતી વચગાળાની જોગવાઈને લગતો ધારો. વેતન મેળવનારાઓએ નિયત ઉંમરે નિવૃત્ત થવાનું હોય છે. નોકરીના સમય દરમિયાન એમને નિર્ધારિત આવક…

વધુ વાંચો >