૧૧.૨૩
પૈસોથી પૉર્ટ એલિઝાબેથ
પૈસો
પૈસો : ભારતમાં પ્રાચીન કાળમાં નાના મૂલ્ય માટે પ્રચલિત તાંબાનો સિક્કો. એમાં કાર્ષાપણ 80 રતીનો, પાષ 5 રતીનો અને કાકણી 1 રતીનો તોલ ધરાવતાં. મુઘલ કાળમાં શેરશાહ સૂરીએ ચાંદીના ‘રૂપૈયા’ અને તાંબાના ‘પૈસા’ નામે સિક્કા પડાવ્યા. ત્યારથી આ બંને નામ ભારતમાં પ્રચલિત રહ્યાં છે. 1835માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના…
વધુ વાંચો >પોઆ (Poa)
પોઆ (Poa) : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા પોએસી (તૃણાદિ) કુળની એક પ્રજાતિ. તેની આશરે 300 જેટલી જાતિઓ બંને ગોળાર્ધોના સમશીતોષ્ણ અને પહાડી પ્રદેશોમાં થાય છે. ભારતમાં તેની લગભગ 49 જાતિઓ નોંધાઈ છે. ગુજરાતમાં તેની કોઈ જાતિ થતી નથી. ભારતમાં થતી કેટલીક જાણીતી જાતિઓ પૈકી P. annua, P. bulbosa, P. compressa,…
વધુ વાંચો >પોઈ
પોઈ : બહુવર્ષાયુ પ્રકારની વનસ્પતિ. શાસ્ત્રીય નામ Basella rubra Linn. કુળ : બસેલસી. (ગુ. હિં. મ. બં. : પોઈ; તે. બટસલા; કન્નડ. બસાલે; મલ. બસાલા; અં. Indian spinach.) તેની દાંડી તેમજ પર્ણો આછા જાંબલી પડતા અથવા લીલા રંગનાં, ભરાવદાર, માંસલ હોય છે. પર્ણો 10થી 15 સેમી. લાંબાં અને ટોચ ઉપર…
વધુ વાંચો >પૉઇકિલિટિક કણરચના (poikilitic texture)
પૉઇકિલિટિક કણરચના (poikilitic texture) : અસમ દાણાદાર કણરચનાનો એક વિશિષ્ટ પ્રકાર. તેમાં નાના કે મોટા કણો કે સ્ફટિકો કોઈ પણ પ્રકારની દિશાકીય ગોઠવણી વિના મોટા સ્ફટિકોની અંદર રહેલા હોય છે; દા. ત., પિક્રાઇટ જેવા અગ્નિકૃત ખડકમાં નાના કદના ઑલિવીન સ્ફટિકો મોટા પરિમાણવાળા ઑગાઇટ કે હૉર્નબ્લેન્ડ સ્ફટિકોમાં જોવા મળે છે. અગાઉ…
વધુ વાંચો >પૉઇટિયર સિડની
પૉઇટિયર, સિડની (જ. 20 ફેબ્રુઆરી 1927, માયામી, ફ્લૉરિડા) : અમેરિકાના અશ્વેત અભિનેતા અને દિગ્દર્શક. ન્યૂયૉર્ક શહેરમાં આવેલા ‘અમેરિકન નિગ્રો થિયેટર’માં તેમણે અભિનયની તાલીમ લીધી. ત્યારબાદ રંગમંચ પર તથા ચલચિત્રોમાં અભિનય આપ્યો; પણ હૉલિવૂડમાં અભિનયનો સૌપ્રથમ પ્રારંભ કર્યો 1950માં. મુખ્યત્વે તેમને સહાયક પાત્રોની ભૂમિકા મળતી; પણ 1963માં તેમને ‘લિલીઝ ઑવ્ ધ…
વધુ વાંચો >પોઇન્કારે હેન્રી
પોઇન્કારે, હેન્રી (જ. 29 એપ્રિલ 1857, નાન્સી, ફ્રાન્સ; અ. 17 જુલાઈ 1912, પૅરિસ) : ફ્રેંચ ગણિતશાસ્ત્રી, સૈદ્ધાંતિક ખગોળવેત્તા અને વૈજ્ઞાનિક તત્વવેત્તા. માધ્યમિક શિક્ષણ નાન્સીમાં મેળવેલું અને 19 વર્ષની વયે સ્નાતક થયેલા. તેમનું કુટુંબ મધ્યમવર્ગનું પણ આર્થિક રીતે સધ્ધર હતું. બાલ્યાવસ્થાથી જ તેમને ગણિતશાસ્ત્રમાં રસ હતો. 1872થી 1875 દરમિયાન તેઓ પૉલિટૅકનિકમાં…
વધુ વાંચો >પૉઇન્ટ ફોર પ્રોગ્રામ
પૉઇન્ટ ફોર પ્રોગ્રામ : એશિયા, આફ્રિકા અને લૅટિન અમેરિકાના વિકાસશીલ દેશો માટે ટૅકનિકલ અને આર્થિક સહાયનો ખાસ કાર્યક્રમ. 20 જાન્યુઆરી, 1949ના રોજ અમેરિકાના પ્રમુખ હૅરી એસ. ટ્રુમાનના શપથગ્રહણ પ્રસંગે કરવામાં આવેલ ઉદબોધનનો ચોથો મુદ્દો આને લગતો હોઈને પાછળથી આ કાર્યક્રમને ‘પૉઇન્ટ ફોર પ્રોગ્રામ’ તરીકે ઓળખવામાં આવ્યો. 1950માં અમેરિકન ‘કૉંગ્રેસ’ની અનુમતિ…
વધુ વાંચો >પોયન્ટિંગ-રૉબર્ટસન (Poynting-Robertson) ઘટના
પોયન્ટિંગ–રૉબર્ટસન (Poynting-Robertson) ઘટના : બધા જ કણોની ઘનતા સમાન હોય ત્યારે નાના કણોની સૂર્યની નજીક અને મોટા કણોની સૂર્યથી દૂર જવાની ઘટના. આ ઘટના દ્વારા વૈશ્વિક નિગોલક-કણો(spherules)નું ધારા પ્રવાહીમાં વિતરણ થાય છે. સૂર્યની ફરતે લંબવર્તુળાકાર (elliptical) કક્ષામાં પૃથ્વી ગતિ કરતી હોય છે ત્યારે તે દર વર્ષે આવા કણોનો સામનો કરે…
વધુ વાંચો >પૉઇન્ટિંગ સદિશ (Poynting vector)
પૉઇન્ટિંગ સદિશ (Poynting vector) : વિદ્યુતચુંબકીય ક્ષેત્રમાં ઊર્જા-વહનની દિશા અને મૂલ્ય આપતો સદિશ. કોઈ પણ બિંદુ આગળ આ સદિશ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાના સદિશ ગુણાકાર (vector product) જેટલો હોય છે. વિદ્યુતચુંબકીય ક્ષેત્રમાં બંધ સપાટીને બહારની દિશામાં આ સદિશ લંબ ઘટકરૂપ હોય છે. પૉઇન્ટિંગ સદિશ π = E × H…
વધુ વાંચો >પૉઇન્તે નૉઇર (રીપબ્લિક ઑવ્ ધ કૉંગો)
પૉઇન્તે નૉઇર (રીપબ્લિક ઑવ્ ધ કૉંગો) : મધ્ય-પશ્ર્ચિમ આફ્રિકાખંડમાં આવેલા રિપબ્લિક ઑવ્ ધ કૉંગોનું ઍટલાન્ટિક મહાસાગરના કિનારા પરનું મુખ્ય બંદર તથા કૉંગોના પ્રાદેશિક વિભાગ કૌઈલોઉ(Kouilou)નું મુખ્ય વહીવટી મથક. ભૌ. સ્થાન : 4o 48’ દ. અ. અને 11o 51’ પૂ. રે. આ શહેર કૉંગોના પાટનગર બ્રેઝાવિલેથી પશ્ર્ચિમે 392 કિમી. અંતરે તથા…
વધુ વાંચો >પોપટ (parakeet/parrot)
પોપટ (parakeet/parrot) : માનવીના શબ્દોચ્ચારનું અનુકરણ કરવાની ખાસિયતને લીધે પાલતુ પ્રાણીઓમાં અગત્યનું સ્થાન ધરાવતું એક પક્ષી. ભારતમાં વ્યાપક રીતે પરિચિત એવા પોપટનું શાસ્ત્રીય નામ છે Psittacula krameri, borealis negmann. ગુજરાતમાં પોપટને ‘સૂડો’ પણ કહે છે. તેનું અંગ્રેજી નામ Rose ringed green parakeet છે. પોપટની ગણના Pscittaciformes શ્રેણીના Psittacidae કુળમાં થાય…
વધુ વાંચો >પોપા વાસ્કો
પોપા, વાસ્કો (જ. 27 જૂન 1922 સર્બિયા; અ. ) : યુગોસ્લાવિયાના કવિ. 1950ના દશકામાં સાહિત્યનાં સ્થાપિત હિતોને પડકારનારા લેખકોમાં તેઓ અગ્રેસર બન્યા. એ રીતે તેમણે વાસ્તવવાદીઓ વિરુદ્ધ આધુનિકતાવાદીઓના વાદવિવાદમાં સક્રિય ભાગ ભજવ્યો. તેમની લખાવટનું વલણ ભારોભાર આધુનિકતાથી રંગાયેલું હતું અને માનવજીવનની કારુણ્યલક્ષી પરિસ્થિતિઓને વૈશ્વિક વ્યાપપૂર્વક આલેખવાની તેમની નેમ હતી. ઉત્કટ…
વધુ વાંચો >પૉપી
પૉપી : દ્વિદળી વનસ્પતિઓના પૅપાવરેસી કુળમાં આવેલી પ્રજાતિ પૅપાવરની જાતિઓ. તેમનું વિતરણ મુખ્યત્વે સમશીતોષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં છ જેટલી જાતિઓ થાય છે. તે પૈકી ત્રણ પ્રવેશ પામેલી છે. Papaver sommiferum Linn. અફીણના મુખ્ય સ્રોત તરીકે ઉગાડાય છે. તેની ઘણી જાતિઓ તેમનાં અતિસુંદર ચકચકિત પુષ્પો માટે શોભન-વનસ્પતિઓ તરીકે…
વધુ વાંચો >પોપોવ ઍલેક્સાન્દ્ર સ્ટેપાનોવિક
પોપોવ, ઍલેક્સાન્દ્ર સ્ટેપાનોવિક (જ. 16 માર્ચ 1859, ટર્નિસ્કિયે, રૂડનિકી, પર્મ, રશિયા; અ. 13 જાન્યુઆરી 1906, સેન્ટ પીટર્સબર્ગ) : સોવિયેત યુનિયનમાં રેડિયોના શોધક તરીકે ઘોષિત થયેલા ભૌતિકશાસ્ત્રી તથા વૈદ્યુત-ઇજનેર. સ્વાભાવિક રીતે જ, ઇટાલિયન શોધક ગૂલ્યેલ્મો માર્કોનીના સમકાલીન કાર્યની કોઈ પણ જાતની માહિતી વગર તેમણે 1896માં પ્રાચીન ઢબના પ્રથમ રેડિયો રિસીવરની રચના…
વધુ વાંચો >પોપ્લે જ્હૉન એ. (Pople John A.)
પોપ્લે, જ્હૉન એ. (Pople John A.) (જ. 31 ઑક્ટોબર 1925, સમરસેટ; અ. 15 માર્ચ 2004, શિકાગો) : બ્રિટનના સૈદ્ધાંતિક રસાયણના જ્ઞાતા અને 1998માં વૉલ્ટેર કોહ્ન સાથે રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. તેમને ક્વૉન્ટમ રસાયણની ગણતરીઓ માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો. જ્હૉન પોપ્લેનો જન્મ સમરસેટમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ બ્રિસ્ટૉલ…
વધુ વાંચો >પૉમ્પિડુ જ્યૉર્જ જિં રેમન્ડ
પૉમ્પિડુ, જ્યૉર્જ જિં રેમન્ડ (જ. 5 જુલાઈ 1911 મોન્તબોદીફ, ફ્રાન્સ; અ. 2 એપ્રિલ 1974, પૅરિસ) : અગ્રણી ફ્રેન્ચ મુત્સદ્દી તથા કુશળ પ્રશાસક. પૅરિસ ખાતે ઇકોલ નોરમાલે સુપીરિયરમાં તેમણે શિક્ષણ લીધું હતું. બીજા વિશ્વયુદ્ધ પહેલાં તેઓ શાળાના શિક્ષક હતા. 1944-46 સુધી તેઓ દ’ ગોલના અંગત સ્ટાફમાં અને તેમાંથી રાજીનામું આપ્યા પછી…
વધુ વાંચો >પૉમ્પી
પૉમ્પી : ભૂમધ્ય સમુદ્રના ભાગરૂપ ટિરીનિયન સમુદ્રમાં નેપલ્સના અખાત ઉપર આવેલું દક્ષિણ ઇટાલીના કંપેનિયા પ્રદેશનું પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન ; 40o 45′ ઉ. અ. અને 14o 30′ પૂ. રે. તે નેપલ્સના વાયવ્ય ખૂણે 23 કિમી. દૂર સાર્નો નદીના મુખથી ઉત્તરે વિસુવિયસ પર્વતના ઢોળાવ પર આવેલું છે. ઈ. સ. 79માં વિસુવિયસ…
વધુ વાંચો >પોમ્ફ્રેટ
પોમ્ફ્રેટ : જુઓ `પાપલેટ’.
વધુ વાંચો >પોયણાં
પોયણાં : દ્વિદળી વર્ગના નિમ્ફિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Nymphaea pubescens Willd. syn. N. nouchali Burm. F; N. lotus Hook f. S. Thoms non Linn. N. rubra Roxb. ex Salisb. (સં. કુમુદિની, પદ્મિની, ચંદ્રવિકાસિની; બં. રક્તક્મલ; મ. રક્તકમલ, લાલ કમળ; ગુ. પોયણાં, કમળ, કુમુદિની, કમલફૂલ, નીલોફર, કોકનદ, કુંભકમળ, બોકંડા,…
વધુ વાંચો >પોરબંદર (જિલ્લો)
પોરબંદર (જિલ્લો) : ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં પશ્ચિમ તરફ આવેલો જિલ્લો, તેમજ તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21o 18′ ઉ. અ. અને 69o 36′ પૂ. રે.ની આજુબાજુનો 2298 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તેની ઉત્તરે જામનગર જિલ્લો, ઈશાન અને પૂર્વ તરફ રાજકોટ અને જૂનાગઢ જિલ્લો તથા…
વધુ વાંચો >