પોપા, વાસ્કો (. 27 જૂન 1922 સર્બિયા; અ. ) : યુગોસ્લાવિયાના કવિ. 1950ના દશકામાં સાહિત્યનાં સ્થાપિત હિતોને પડકારનારા લેખકોમાં તેઓ અગ્રેસર બન્યા. એ રીતે તેમણે વાસ્તવવાદીઓ વિરુદ્ધ આધુનિકતાવાદીઓના વાદવિવાદમાં સક્રિય ભાગ ભજવ્યો. તેમની લખાવટનું વલણ ભારોભાર આધુનિકતાથી રંગાયેલું હતું અને માનવજીવનની કારુણ્યલક્ષી પરિસ્થિતિઓને વૈશ્વિક વ્યાપપૂર્વક આલેખવાની તેમની નેમ હતી. ઉત્કટ સંવેદનો જગાડનારી પોપાની કવિતામાં સર્બિયાના ઇતિહાસના તથા પરંપરાગત લોકસંસ્કૃતિના પડઘા ઝિલાયા છે. તેમનાં ચૂટેલાં તથા અંગ્રેજીમાં અનૂદિત કાવ્યોનો સંચય ‘સિલેક્ટેડ પોએમ્સ’ નામે 1969માં પ્રગટ થયો હતો.

મહેશ ચોકસી