૧૧.૨૩

પૈસોથી પૉર્ટ એલિઝાબેથ

પૈસો

પૈસો : ભારતમાં પ્રાચીન કાળમાં નાના મૂલ્ય માટે પ્રચલિત તાંબાનો સિક્કો. એમાં કાર્ષાપણ 80 રતીનો, પાષ 5 રતીનો અને કાકણી 1 રતીનો તોલ ધરાવતાં. મુઘલ કાળમાં શેરશાહ સૂરીએ ચાંદીના ‘રૂપૈયા’ અને તાંબાના ‘પૈસા’ નામે સિક્કા પડાવ્યા. ત્યારથી આ બંને નામ ભારતમાં પ્રચલિત રહ્યાં છે. 1835માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના…

વધુ વાંચો >

પોઆ (Poa)

પોઆ (Poa) : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા પોએસી (તૃણાદિ) કુળની એક પ્રજાતિ. તેની આશરે 300 જેટલી જાતિઓ બંને ગોળાર્ધોના સમશીતોષ્ણ અને પહાડી પ્રદેશોમાં થાય છે. ભારતમાં તેની લગભગ 49 જાતિઓ નોંધાઈ છે. ગુજરાતમાં તેની કોઈ જાતિ થતી નથી. ભારતમાં થતી કેટલીક જાણીતી જાતિઓ પૈકી P. annua, P. bulbosa, P. compressa,…

વધુ વાંચો >

પોઈ

પોઈ : બહુવર્ષાયુ પ્રકારની વનસ્પતિ. શાસ્ત્રીય નામ Basella rubra Linn. કુળ : બસેલસી. (ગુ. હિં. મ. બં. : પોઈ; તે. બટસલા; કન્નડ. બસાલે; મલ. બસાલા; અં. Indian spinach.) તેની દાંડી તેમજ પર્ણો આછા જાંબલી પડતા અથવા લીલા રંગનાં, ભરાવદાર, માંસલ હોય છે. પર્ણો 10થી 15 સેમી. લાંબાં અને ટોચ ઉપર…

વધુ વાંચો >

પૉઇકિલિટિક કણરચના (poikilitic texture)

પૉઇકિલિટિક કણરચના (poikilitic texture) : અસમ દાણાદાર કણરચનાનો એક વિશિષ્ટ પ્રકાર. તેમાં નાના કે મોટા કણો કે સ્ફટિકો કોઈ પણ પ્રકારની દિશાકીય ગોઠવણી વિના મોટા સ્ફટિકોની અંદર રહેલા હોય છે; દા. ત., પિક્રાઇટ જેવા અગ્નિકૃત ખડકમાં નાના કદના ઑલિવીન સ્ફટિકો મોટા પરિમાણવાળા ઑગાઇટ કે હૉર્નબ્લેન્ડ સ્ફટિકોમાં જોવા મળે છે. અગાઉ…

વધુ વાંચો >

પૉઇટિયર સિડની

પૉઇટિયર, સિડની (જ. 20 ફેબ્રુઆરી 1927, માયામી, ફ્લૉરિડા) : અમેરિકાના અશ્વેત અભિનેતા અને દિગ્દર્શક. ન્યૂયૉર્ક શહેરમાં આવેલા ‘અમેરિકન નિગ્રો થિયેટર’માં તેમણે અભિનયની તાલીમ લીધી. ત્યારબાદ રંગમંચ પર તથા ચલચિત્રોમાં અભિનય આપ્યો; પણ હૉલિવૂડમાં અભિનયનો સૌપ્રથમ પ્રારંભ કર્યો 1950માં. મુખ્યત્વે તેમને સહાયક પાત્રોની ભૂમિકા મળતી; પણ 1963માં તેમને ‘લિલીઝ ઑવ્ ધ…

વધુ વાંચો >

પોઇન્કારે હેન્રી

પોઇન્કારે, હેન્રી (જ. 29 એપ્રિલ 1857, નાન્સી, ફ્રાન્સ; અ. 17 જુલાઈ 1912, પૅરિસ) : ફ્રેંચ ગણિતશાસ્ત્રી, સૈદ્ધાંતિક ખગોળવેત્તા અને વૈજ્ઞાનિક તત્વવેત્તા. માધ્યમિક શિક્ષણ નાન્સીમાં મેળવેલું અને 19 વર્ષની વયે સ્નાતક થયેલા. તેમનું કુટુંબ મધ્યમવર્ગનું પણ આર્થિક રીતે સધ્ધર હતું. બાલ્યાવસ્થાથી જ તેમને ગણિતશાસ્ત્રમાં રસ હતો. 1872થી 1875 દરમિયાન તેઓ પૉલિટૅકનિકમાં…

વધુ વાંચો >

પૉઇન્ટ ફોર પ્રોગ્રામ

પૉઇન્ટ ફોર પ્રોગ્રામ : એશિયા, આફ્રિકા અને લૅટિન અમેરિકાના વિકાસશીલ દેશો માટે ટૅકનિકલ અને આર્થિક સહાયનો ખાસ કાર્યક્રમ. 20 જાન્યુઆરી, 1949ના રોજ અમેરિકાના પ્રમુખ હૅરી એસ. ટ્રુમાનના શપથગ્રહણ પ્રસંગે કરવામાં આવેલ ઉદબોધનનો ચોથો મુદ્દો આને લગતો હોઈને પાછળથી આ કાર્યક્રમને ‘પૉઇન્ટ ફોર પ્રોગ્રામ’ તરીકે ઓળખવામાં આવ્યો. 1950માં અમેરિકન ‘કૉંગ્રેસ’ની અનુમતિ…

વધુ વાંચો >

પોયન્ટિંગ-રૉબર્ટસન (Poynting-Robertson) ઘટના

પોયન્ટિંગ–રૉબર્ટસન (Poynting-Robertson) ઘટના : બધા જ કણોની ઘનતા સમાન હોય ત્યારે નાના કણોની સૂર્યની નજીક અને મોટા કણોની સૂર્યથી દૂર જવાની ઘટના. આ ઘટના દ્વારા વૈશ્વિક નિગોલક-કણો(spherules)નું ધારા પ્રવાહીમાં વિતરણ થાય છે. સૂર્યની ફરતે લંબવર્તુળાકાર (elliptical) કક્ષામાં પૃથ્વી ગતિ કરતી હોય છે ત્યારે તે દર વર્ષે આવા કણોનો સામનો કરે…

વધુ વાંચો >

પૉઇન્ટિંગ સદિશ (Poynting vector)

પૉઇન્ટિંગ સદિશ (Poynting vector) : વિદ્યુતચુંબકીય ક્ષેત્રમાં ઊર્જા-વહનની દિશા અને મૂલ્ય આપતો સદિશ. કોઈ પણ બિંદુ આગળ આ સદિશ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાના સદિશ ગુણાકાર (vector product) જેટલો હોય છે. વિદ્યુતચુંબકીય ક્ષેત્રમાં બંધ સપાટીને બહારની દિશામાં આ સદિશ લંબ ઘટકરૂપ હોય છે. પૉઇન્ટિંગ સદિશ π = E × H…

વધુ વાંચો >

પૉઇન્તે નૉઇર (કૉંગો)

પૉઇન્તે નૉઇર (કૉંગો) : મધ્ય-પશ્ર્ચિમ આફ્રિકાખંડમાં આવેલા રિપબ્લિક ઑવ્ કૉંગોનું ઍટલાન્ટિક મહાસાગરના કિનારા પરનું મુખ્ય બંદર તથા કૉંગોના પ્રાદેશિક વિભાગ કૌઈલોઉ(Kouilou)નું મુખ્ય વહીવટી મથક. ભૌ. સ્થાન : 4o 48’ દ. અ. અને 11o 51’ પૂ. રે. આ શહેર કૉંગોના પાટનગર બ્રેઝાવિલેથી પશ્ર્ચિમે 392 કિમી. અંતરે તથા કૉંગો નદીથી ઉત્તરે 150…

વધુ વાંચો >

પોટૅશિયમ નાઇટ્રેટ (નાઇટર સૉલ્ટપીટર) (KNO3)

Jan 23, 1999

પોટૅશિયમ નાઇટ્રેટ (નાઇટર, સૉલ્ટપીટર) (KNO3) : પોટૅશિયમ ધાતુનું એક ઉપયોગી લવણ. તે પારદર્શક, રંગવિહીન, સ્ફટિકમય સંયોજન છે. તે સાધારણ જળગ્રાહી, તીખું, ખારા સ્વાદવાળું છે. તેનું ગ.બિં. 3370 સે., ઉ.બિં. 4000 સે. (વિઘટન) અને ઘટત્વ 2.106 છે તે પાણી તથા ગ્લિસરીનમાં દ્રાવ્ય તથા આલ્કોહૉલમાં સાધારણ દ્રાવ્ય છે. પોટૅશિયમ નાઇટ્રેટ પ્રબળ ઉપચયનકર્તા…

વધુ વાંચો >

પોટૅશિયમ પરમૅંગેનેટ (KMnO4)

Jan 23, 1999

પોટૅશિયમ પરમૅંગેનેટ (KMnO4) : પોટૅશિયમનું તીવ્ર ઉપચયનકારી લવણ. હવા અથવા પોટૅશિયમ નાઇટ્રેટ જેવા ઉપચયનકર્તાની હાજરીમાં કૉસ્ટિક પૉટાશ અને પાયરોલ્યુસાઇટને પિગાળતાં ઘેરા લીલા રંગનો પોટૅશિયમ મૅંગેનેટ બને છે જેને દ્રાવણરૂપે જુદો પાડવામાં આવે છે. 2MnO2 + 4KOH → 2K2MnO4 + 2H2O આ દ્રાવણમાં મંદ H2SO4 ઉમેરતાં પરમૅંગેનેટ બને છે. 2K2MnO4 + 2H2SO4…

વધુ વાંચો >

પોટૅશિયમ બ્રોમાઇડ (KBr)

Jan 23, 1999

પોટૅશિયમ બ્રોમાઇડ (KBr) : સફેદ સ્ફટિક દાણા અથવા પાઉડર-સ્વરૂપે મળતું પોટૅશિયમનું બ્રોમાઇડ લવણ. તે તીખું, તૂરું, ખારાશવાળા સ્વાદનું, સાધારણ ભેજગ્રાહી સંયોજન છે. પાણીમાં તથા ગ્લિસરીનમાં તે દ્રાવ્ય છે, પરંતુ ઈથર અને આલ્કોહૉલમાં સાધારણ દ્રાવ્ય છે. તેનું ગ.બિં. 730o સે., ઉ.બિં 1435o સે. તથા ઘટત્વ 2.749 છે. પોટૅશિયમ બ્રોમાઇડ મેળવવા માટે…

વધુ વાંચો >

પોટૅશિયમ સાયનાઇડ વિષાક્તતા

Jan 23, 1999

પોટૅશિયમ  વિષાક્તતા : જુઓ, પોટાશિયમ સાયનાઇડ અને સાયનાઇડ વિષાક્તતા (આયુર્વિજ્ઞાન)

વધુ વાંચો >

પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડ (KOH)

Jan 23, 1999

પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડ (KOH) : કૉસ્ટિક પોટાશ તરીકે ઓળખાતું ઔદ્યોગિક અગત્ય ધરાવતું સંયોજન. સોડિયમ હાઇડ્રૉક્સાઇડની માફક જ સંકેન્દ્રિત પોટૅશિયમ ક્લોરાઇડના દ્રાવણના વિદ્યુત-વિભાજનથી તે મોટા પાયા ઉપર બનાવવામાં આવે છે. ગાંગડા-સ્વરૂપે, લાકડી-સ્વરૂપે કે પતરી-સ્વરૂપે ઉપલબ્ધ આ  સંયોજન રંગવિહીન અને ખૂબ ભેજગ્રાહી હોય છે. તેને હવાચુસ્ત પાત્રમાં રાખવું જરૂરી હોય છે; કારણ કે…

વધુ વાંચો >

પોટ્ટી શ્રીરામુલુ

Jan 23, 1999

પોટ્ટી, શ્રીરામુલુ (જ. 1901, ચેન્નઈ; અ. 15 ડિસેમ્બર 1952) : ગાંધીવિચાર અને વ્યવહારના આજીવન પુરસ્કર્તા. શાળાકીય અભ્યાસ ચેન્નઈમાં. અભ્યાસ દરમિયાન ગાંધીવિચારથી પ્રભાવિત થયેલા. આથી પિતાના આગ્રહ છતાં ઉચ્ચ અભ્યાસાર્થે કૉલેજશિક્ષણ ન લીધું અને સૅનિટરી એન્જિનિયરિંગનો ડિપ્લોમા અભ્યાસક્રમ પાસ કર્યો. ત્યારબાદ એ જમાનાની ગ્રેટ ઇન્ડિયન પૅનિન્સ્યુલર રેલવે કંપનીમાં નોકરી સ્વીકારી. ટૂંકા…

વધુ વાંચો >

પૉટ્સડૅમ પરિષદ

Jan 23, 1999

પૉટ્સડૅમ પરિષદ : જર્મનીમાં બર્લિન પાસે પૉટ્સડૅમ મુકામે 17 જુલાઈથી 2 ઑગસ્ટ, 1945 દરમિયાન મળેલી ત્રણ મહાસત્તાઓના વડાઓની પરિષદ. જર્મનીએ મે, 1945માં શરણાગતિ સ્વીકારી. ત્યારબાદ જર્મનીના ભાવિનો નિર્ણય કરવા યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ હૅરી ટ્રુમૅન, સોવિયેત સંઘના વડાપ્રધાન જૉસેફ સ્તાલિન અને ગ્રેટ બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ (પાછળથી તેમના અનુગામી ક્લેમન્ટ ઍટલી)…

વધુ વાંચો >

પોડગોર્ની નિકોલય વિક્ટોરોવિચ

Jan 23, 1999

પોડગોર્ની, નિકોલય વિક્ટોરોવિચ (જ. 5 ફેબ્રુઆરી 1903, કારલોવ્કા, યુક્રેન; અ. 12 જાન્યુઆરી 1983, મૉસ્કો) : ટોચના રશિયન રાજપુરુષ અને સામ્યવાદી પક્ષના અગ્રણી નેતા. રાજકીય કારકિર્દીની શરૂઆત પોતાના જિલ્લાની કોમસોમોલ કમિટી(છાત્ર યુવાપાંખ)ના મંત્રી તરીકે કરી હતી. તેમના માધ્યમિક શિક્ષણ માટે 1923-26 દરમિયાન કોમસોમોલ કમિટીએ આર્થિક સહાય પૂરી પાડી હતી. તેમણે ઉચ્ચશિક્ષણ…

વધુ વાંચો >

પોડસોલ

Jan 23, 1999

પોડસોલ : જમીનનો એક પ્રકાર. જે જમીન રંગવિહીન બની હોય (રંગદ્રવ્યનો સ્રાવ થઈ ગયો હોય), જેમાં લોહ અને ચૂનાનું દ્રવ્ય તદ્દન ઓછું હોય (કે ઓછું થઈ ગયું હોય) એવી જમીનને પોડસોલ કહેવાય છે. આ પ્રકારની જમીન ભેજવાળા અને ઠંડી આબોહવાના સંજોગો હેઠળ તૈયાર થતી હોય છે. ગિરીશભાઈ પંડ્યા

વધુ વાંચો >

પોતદાર દત્તો વામન

Jan 23, 1999

પોતદાર, દત્તો વામન (જ. 5 ઑગસ્ટ 1890, બિરવાડી, મહાડ તાલુકો, મહારાષ્ટ્ર; અ. 6 ઑક્ટોબર 1979, પુણે) : જાણીતા ઇતિહાસકાર, કેળવણીકાર અને પ્રકાંડ પંડિત. પિતાનું નામ વામનરાવ, જે બાળાસાહેબ તરીકે પણ જાણીતા હતા અને માતાનું નામ આનંદીબાઈ. દત્તોપંત છ વર્ષની વયે પુણે આવ્યા અને ત્યાંના નૂતન મરાઠી વિદ્યાલયમાં પ્રાથમિક અને માધ્યમિક…

વધુ વાંચો >