૧૧.૦૯
પાર્થેનિયમથી પાંડ્ય શિલ્પકલા
પાર્થેનિયમ
પાર્થેનિયમ : અમેરિકામાં વિતરણ પામેલી દ્વિદળી વર્ગના એસ્ટરેસી કુળની નાનકડી પ્રજાતિ. તેની એક જાતિ P. hysterophorus Linn. છે. અમેરિકાથી પી.એલ. 480 હેઠળ ઘઉંની આયાત કરવામાં આવતી હતી ત્યારે તેનાં બીજ ભેળસેળ રૂપે ભારતમાં પ્રવેશ પામ્યાં હતાં. તે લગભગ 1.0 મી.ની ઊંચાઈ ધરાવતી એકવર્ષાયુ શાકીય જાતિ છે. તેના પ્રકાંડ પર લંબવર્તી…
વધુ વાંચો >પાર્મિજિયાનીનો ફ્રાન્ચેસ્કો માત્ઝોલા
પાર્મિજિયાનીનો, ફ્રાન્ચેસ્કો માત્ઝોલા (જ. 1503, પાર્મ; અ. 1540, પાર્મ) : ઇટાલિયન રીતિવાદી (mannerist) ચિત્રકારોમાંનો સૌથી વધુ સંવેદનશીલ અને મનોહર ચિત્રકાર. 1522-23માં તેણે સેન્ટ જિયોવાના ઈવૅન્જલિસ્ટ ચર્ચમાં ભીંતચિત્રો ચીતર્યાં. રૅફેલના અવસાન પછી તે રોમમાં આવ્યો અને રૅફેલની કલા-વિશેષતા વધુ વિકસાવી; જેમ કે, સુંદરતા, લાવણ્ય, આલંકારિકતા અને અતિ લાંબી માનવ-આકૃતિઓ. આ રીતે…
વધુ વાંચો >પાર્વતી
પાર્વતી : હિંદુ ધર્મ-પુરાણઅનુસાર હિમાલય પર્વતની પુત્રી અને શિવની પત્ની. પાર્વતી તે પૂર્વજન્મમાં, બ્રહ્માના માનસપુત્ર દક્ષ-પ્રજાપતિનાં પુત્રી સતી. સંહારના દેવ તરીકે શંકર પ્રત્યે દક્ષને પહેલેથી જ તિરસ્કાર હતો અને પોતાની ઇચ્છા વિરુદ્ધ સતી શંકરને પરણ્યાં, તેથી તે દુર્ભાવ દૃઢતર બન્યો. પોતે આરંભેલા મહાયજ્ઞમાં દક્ષે, એકમાત્ર મહાદેવ સિવાય, સહુને નિમંત્ર્યા. પિતાને…
વધુ વાંચો >પાર્વતીકુમાર
પાર્વતીકુમાર (જ. 27 ફેબ્રુઆરી 1921, માલવણ, કોંકણ, મહારાષ્ટ્ર; અ. 29 નવેમ્બર, 2012 મુંબઈ) : જાણીતા નૃત્યગુરુ અને નૃત્યનિયોજક. મરાઠી પાંચ ચોપડી ભણ્યા પછી મુંબઈ આવી સ્થાયી થયા. નૃત્ય વિશેની લગનીએ તેમને શહેરના ખ્યાતનામ નૃત્યગુરુઓ પ્રતિ આકર્ષ્યા. તાંજાવુરના મંદિર સાથે સંકળાયેલ દેવદાસીના પુત્ર ગુરુ ચંદ્રશેખર પિલ્લૈ પાસે તેમણે ભરતનાટ્યમની તાલીમ લીધી.…
વધુ વાંચો >પાર્વતીપરિણય (1400)
પાર્વતીપરિણય (1400) : વામનભટ્ટ બાણે રચેલું સંસ્કૃત નાટક. લેખક વત્સગોત્રના બાણભટ્ટ એવું નામ ધરાવતા હોવાથી કાદંબરીના લેખક બાણભટ્ટ મનાઈ ગયેલા. પાછળથી તેમને આ મહાન લેખકથી જુદા પાડવા વામન એવો શબ્દ ઉમેરવામાં આવ્યો. આ નાટક પાંચ અંકોનું બનેલું છે અને તેમાં શિવ-પાર્વતીનાં લગ્નની વાર્તા વર્ણવાઈ છે. પ્રસ્તાવનામાં નાંદી પછી નાટક અને…
વધુ વાંચો >પાર્શ્વચન્દ્રસૂરિ
પાર્શ્વચન્દ્રસૂરિ (જ. 1481; અ. 1546, જોધપુર) : પાર્શ્વચંદ્ર ગચ્છના સ્થાપક જૈનાચાર્ય. તે હમીરપુરના નિવાસી વીસા પોરવાડ જ્ઞાતિના શ્રેષ્ઠી વેલગ શાહના પુત્ર હતા. તેમની માતાનું નામ વિમલાદેવી હતું. તેમણે 1490માં નાગોરી તપાગચ્છના આચાર્યશ્રી સાધુરત્નસૂરિની પાસે દીક્ષા લીધી. તેમણે ટૂંકસમયમાં જ સંસ્કૃત અને પ્રાકૃતનું; ન્યાય અને વ્યાકરણનું અધ્યયન કરી 1498માં ઉપાધ્યાયપદ પ્રાપ્ત…
વધુ વાંચો >પાર્શ્વદેવ (બારમી સદી)
પાર્શ્વદેવ (બારમી સદી) : સંગીતના અગ્રણી શાસ્ત્રકાર. તેઓ દિગંબર જૈન આચાર્ય હતા. પિતાનું નામ આદિદેવ તથા માતાનું નામ ગૌરી હતું. એમનો સમય બારમી સદીના અંતથી તેરમી સદીની શરૂઆતનો ગણાય છે. કેટલાક વિદ્વાનોના મત મુજબ એમનો સમય તેરમી સદીનો ઉત્તરાર્ધ છે. એમણે ‘સંગીતસમયસાર’ નામનો સંગીતવિષયક ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચ્યો છે. તેમાં…
વધુ વાંચો >પાર્શ્વનાથ
પાર્શ્વનાથ (જ. ઈ. પૂ. 877, વારાસણી; અ. ઈ. પૂ. 777, બિહાર) : જૈનોના તેવીસમા તીર્થંકર. તેમની માતા વામાદેવી હતાં અને પિતા કાશી રાજ્યના રાજા અશ્ર્વસેન હતા. તે ઉરગવંશના કાશ્યપ ગોત્રના હતા. આર્યેતર વ્રાત્યક્ષત્રિયોની નાગજાતિની સંભવત: એક શાખા ઉરગવંશ હતી. નાની વયમાં જ પાર્શ્ર્વે પોતાના પરાક્રમ અને વીરત્વનો પરિચય કરાવી દીધો…
વધુ વાંચો >પાર્શ્વનાથ (મૂર્તિવિધાન)
પાર્શ્વનાથ (મૂર્તિવિધાન) : ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ જૈન ધર્મના સૌથી મોટા તીર્થંકરોમાંના એક છે. એમની મૂર્તિઓ લગભગ દરેક દેરાસરમાં દૃષ્ટિગોચર થાય છે. પૂજન માટેની ધાતુમૂર્તિઓ તો સેંકડોની સંખ્યામાં પ્રાપ્ત થાય છે. એમાં પરિકરયુક્ત બેઠેલી એટલે કે આસનસ્થ અન પરિકર સહિત કે પરિકર –રહિત પણ સર્પના છત્રવટાવાળી કાયોત્સર્ગ મુદ્રામાં ઊભેલી પ્રતિમાઓ પણ…
વધુ વાંચો >પાર્શ્વયક્ષ (ધરણેન્દ્ર) (મૂર્તિવિધાન)
પાર્શ્વયક્ષ (ધરણેન્દ્ર) (મૂર્તિવિધાન) : 23મા તીર્થંકર પાર્શ્વનાથનો યક્ષ. આ યક્ષ સમગ્ર યક્ષસૃષ્ટિમાં મહત્વનું સ્થાન ધરાવે છે. શ્વેતાંબર અને દિંગબર બંને સંપ્રદાયો પ્રમાણે તેનું પ્રતીક સર્પ અને સર્પની ફણાનું છત્ર છે. કૂર્મ તેનું વાહન છે. શ્વેતાંબર પ્રમાણે તેના ચાર હાથમાં નકુલ, સર્પ, બિજોરું અને સર્પ હોય છે. દિગંબર પ્રમાણે સર્પ, પાશ…
વધુ વાંચો >પાંડા રાજેન્દ્ર
પાંડા, રાજેન્દ્ર (જ. 23 જૂન 1944, બાટાલાગા, જિ. સંબલપુર) : ઊડિયા લેખક. એમણે 1960 પછી 20 વર્ષની વયે કાવ્યલેખન શરૂ કર્યું. પ્રાથમિક શિક્ષણ વતનમાં લીધું. તેઓ ગ્રૅજ્યુએટ ઉત્કલ યુનિવર્સિટીમાંથી થયા. રાજ્યશાસ્ત્ર મુખ્ય વિષય સાથે ગ્રૅજ્યુએટ થયા અને ડિસ્ટિંગશન માર્કસ મેળવ્યા. એમ.એ. રાજ્યશાસ્ત્ર વિષયમાં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી પાસ થયા. તેમને ડી.લિટ્.ની માનદ…
વધુ વાંચો >પાંડુ
પાંડુ : મહાભારતનું એક પ્રસિદ્ધ પાત્ર. યુધિષ્ઠિર વગેરે પાંચ ભાઈઓ પાંડુના પુત્રો હોવાથી ‘પાંડવો’ કહેવાયા. હસ્તિનાપુરના રાજા શાંતનુ યમુનાતીરના ધીવરરાજની પુત્રી મત્સ્યગંધાને પરણ્યા. તેના બે પુત્રોમાંથી મોટા ચિત્રાંગદનું યુદ્ધમાં મૃત્યુ થયું. નાના પુત્ર વિચિત્રવીર્યનો રાજ્યાભિષેક કર્યા પછી, પુત્રીઓ માટે કાશીરાજે યોજેલા સ્વયંવરમાંથી એ ત્રણેયને ભીષ્મ, વિચિત્રવીર્ય માટે, અપહરણ કરીને લઈ…
વધુ વાંચો >પાંડુતા (anaemia)
પાંડુતા (anaemia) લોહીમાં હીમોગ્લોબિનનું પ્રમાણ ઘટે, રક્તકોષો(લાલ કોષો)ની સંખ્યા ઘટે અથવા રક્તકોષદળ (haematocrit) ઘટે તેને પાંડુતા કહે છે. લોહીમાંના રક્તકોષોના કુલ કદની ટકાવારીને રક્તકોષદળ કહે છે. તેને કારણે શરીર ફિક્કું લાગે છે. આંખની પલકની અંદરની સપાટી, હોઠ, જીભ તથા નખનો ગુલાબી રંગ ઝાંખો પડે છે અને તીવ્ર પાંડુતા હોય તો…
વધુ વાંચો >પાંડુરોગ અને કમળો (anaemia & jaundice)
પાંડુરોગ અને કમળો (anaemia & jaundice) : રક્તક્ષયથી થતો રોગ. ‘પાંડુ’ શબ્દનો અર્થ છે સફેદાઈવાળો પીળો, ફિક્કો રંગ. શરીરમાં ફિક્કાશ કે થોડી પીળાશ લાવતો રોગ. આ રોગ શરીરમાં લોહીની અછત કે રક્તક્ષયથી ઉત્પન્ન થાય છે. પ્રકારો : આયુર્વેદને મતે પાંડુરોગ પાંચ પ્રકારનો થાય છે : (1) વાતદોષજન્ય, (2) પિત્તદોષજન્ય, (3)…
વધુ વાંચો >પાંડે કમલાકાન્ત
પાંડે, કમલાકાન્ત (જ. 11 ડિસેમ્બર 1926, વારાણસી) : વિશ્વના ટોચના વનસ્પતિજનીનવિજ્ઞાની. તેઓ ભારતના એવા પ્રથમ કૃષિ-સ્નાતક હતા કે જેમણે લંડન એક્ઝિબિશન સ્કૉલરશિપ મેળવી હતી. વનસ્પતિજનીનવિજ્ઞાન ઉપર સંશોધનો કરવા તેમણે જૉન ઇનેસ ઇન્સ્ટિટ્યૂટ, લંડનમાં પ્રવેશ મેળવ્યો હતો અને 1954માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી ન્યૂઝીલૅન્ડ ગયા હતા. 1966માં લિનિયન સોસાયટી ઑવ્ લંડનના ફેલો…
વધુ વાંચો >પાંડ્ય રાજ્ય
પાંડ્ય રાજ્ય : દક્ષિણ ભારતના પૂર્વ કાંઠા પરનું પ્રાચીન રાજ્ય. પાંડ્યોએ દક્ષિણ ભારતના પૂર્વ કાંઠા પર રાજ્ય કર્યું. પાંડ્ય દેશમાં મદુરા, રમ્નાદ, અને તિનેવેલી જિલ્લાનો સમાવેશ થતો હતો. એની રાજધાની મદુરા હતી, જે વેપારનું મથક હતું. તે પછી કાયલ નગર વેપારનું કેન્દ્ર બન્યું. પાંડ્ય રાજ્ય પ્રાચીન હતું. કાત્યાયને (ઈ. સ.…
વધુ વાંચો >પાંડ્ય શિલ્પકલા
પાંડ્ય શિલ્પકલા : સુદૂર દક્ષિણમાં પાંડ્ય રાજ્યમાં 8મી સદીથી પ્રચલિત થયેલ શિલ્પશૈલી. પલ્લવ શૈલીનાં પ્રભાવવાળાં પાંડ્ય સ્થાપત્યોમાં શિલ્પો પણ એનાથી પ્રભાવિત હોવાનું જણાય છે. તિરુમલાઈપુરમનું શૈલમંદિર પૂર્વકાલીન પાંડ્યશૈલીનું સારું દૃષ્ટાંત પૂરું પાડે છે. એના બ્રહ્મા, નૃત્ય કરતા શિવ તથા વિષ્ણુ અને ગણેશનાં શિલ્પોમાં દેહનું સ્થૂળપણું અને અન્ય સુશોભનોની સજાવટમાં સાદાઈ…
વધુ વાંચો >