ખંડ ૬(૨)
ગુજરાતથી ઘોળ
ગુજરાત (ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતથી ગુજરાતનાં અભયારણ્યો)
ગુજરાત ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ‘ગરવી ગુજરાત’ નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની સમુજ્જ્વલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદીર્ઘ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને તેમ પ્રજાને પણ તેનાં મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાટે…
વધુ વાંચો >ગુજરાત (ઇતિહાસ)
ગુજરાત ઇતિહાસ પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ સંસ્કૃતિના ઉગમકાળથી માનવ લેખનકલા જાણતો નહોતો ને પ્રયોજાતો નહોતો. સંસ્કૃતિનાં હજારો વર્ષોનો વૃત્તાંત અ-લિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિને જાણવા માટે અન્ય સમકાલીન સાધનોનો આધાર લેવો પડે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગ-અક્ષરજ્ઞાન કે નિર્-અક્ષરજ્ઞાન કાલને ‘પ્રાગ-ઐતિહાસિક કાલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિનો સમય પટ…
વધુ વાંચો >ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)
ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું. તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે…
વધુ વાંચો >ગુજરાત (શિક્ષણથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી)
ગુજરાત શિક્ષણ શિક્ષણની પ્રાચીન પદ્ધતિનાં મુખ્ય ધ્યેયોમાં ધાર્મિકતા અને નૈતિક ભાવનાનો વિકાસ, ચારિત્ર્યનિર્માણ, નાગરિક અને સામાજિક ફરજોનું પાલન, સામાજિક કાર્યકુશળતાનો વિકાસ અને સંસ્કૃતિની જાળવણી, તેનો વિકાસ અને પ્રસાર ગણાવી શકાય. મોટેભાગે શિષ્યોએ ગુરુ પાસે રહી અભ્યાસ કરવો પડતો. આશ્રમ, ગુરુકુળ યા મઠ, પરિષદ, સંઘ જેવી સંસ્થાઓમાં શિક્ષણ અપાતું. 8 વર્ષે…
વધુ વાંચો >ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)
ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…
વધુ વાંચો >ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)
ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…
વધુ વાંચો >ગુજરાત (રમતગમત અને યુવાપ્રવૃત્તિથી પરિશિષ્ટ)
ગુજરાત રમતગમત અને યુવાપ્રવૃત્તિ રમતગમત પ્રાચીન કાળથી રમત માનવીના જીવનક્રમના એક અંગ તરીકે પ્રસ્થાપિત થયેલી પ્રવૃત્તિ છે. માનવીના ઉત્પત્તિકાળથી તેની મુખ્ય અને મોટી ગતિઓ તેના પગ, હાથ તથા પીઠ દ્વારા થાય છે. પગથી તે ચાલે છે, દોડે છે, કૂદે છે, તરે છે, ઊંચે ચડે છે અને પેટે સરકે છે; હાથથી…
વધુ વાંચો >ગુજરાત (પાક્ષિક)
ગુજરાત (પાક્ષિક) : ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતું સામયિક. 1 મે 1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ સરકારની કામગીરી આમજનતા સુધી પહોંચે એ હેતુથી આ સામયિકનો પ્રારંભ થયેલો. આજે એ પાક્ષિક સ્વરૂપે પ્રસિદ્ધ થાય છે. માહિતી કમિશનર આ સામયિકના તંત્રીની જવાબદારી સંભાળે છે. આથી આજ…
વધુ વાંચો >ગુજરાત (માસિક)
ગુજરાત (માસિક) : મહદ્ અંશે સર્જનાત્મક ગુજરાતી સાહિત્યનું માસિક. એમાં અવારનવાર તત્કાલીન સામાજિક-રાજકીય વિગતો આમેજ થતી. વિ. સં. 1978ના ચૈત્ર અર્થાત્ ઈ. સ. 1922ના એપ્રિલ માસથી એ માસિક શરૂ થયું હતું. સાહિત્ય સંસદના મુખપત્ર રૂપે એ પ્રત્યેક માસની આખરે પ્રસિદ્ધ થતું. એના તંત્રી હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી. ગુજરાતી સાહિત્યના મોટા…
વધુ વાંચો >ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ
ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ : અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તથા આર્થિક સમસ્યાઓ પ્રત્યે ચર્ચા-વિચારણા દ્વારા સભાનતા કેળવતી સંસ્થા. સ્થાપના 1969. ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો. સી. એન. વકીલ તેના સ્થાપક પ્રમુખ હતા. જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. ડી. ટી. લાકડાવાલા પણ તેના પ્રમુખ ચૂંટાયા હતા. મંડળના ઉદ્દેશોમાં આર્થિક બાબતોને સ્પર્શતું સંશોધન કરવું, ચર્ચાસભાઓ, પરિષદો તથા ઓપ…
વધુ વાંચો >ગુરુજાડ અપ્પારાવ
ગુરુજાડ અપ્પારાવ (જ. 21 સપ્ટેમ્બર 1862, રામવરમ્, જિ. વિશાખાપટ્ટનમ્ આંધ્રપ્રદેશ, અ. 30 નવેમ્બર 1915, વિશાખાપટ્ટનમ્, આંધ્રપ્રદેશ ) : તેલુગુ કવિ, નાટકકાર, વાર્તાકાર તથા સમીક્ષક. પિતા વેંકટરામદાસ અને માતા કૌસલ્યમ્મા વિજયનગરના રાજા ગણપતિ રાજુલુનાં આશ્રિત હતાં. ગણપતિ રાજુલુને કાવ્યશાસ્ત્ર અને નાટ્યમાં સવિશેષ રસ હતો. અપ્પારાવનું શિક્ષણ આ રાજાનાં આશ્રય અને દેખરેખ…
વધુ વાંચો >ગુરુત્વ-અસ્વાભાવિકતા
ગુરુત્વ-અસ્વાભાવિકતા : પૃથ્વીની ગુરુત્વમોજણી દરમિયાન નોંધવામાં આવતી એક ઘટના. પૃથ્વીના પોપડાનો મોટો ભાગ સમતુલા ધરાવે છે. છતાં પણ તેનો 3 ટકા ભાગ સમતુલાની સ્થિતિમાં નથી. પૃથ્વીના કોઈ પણ ભાગની ગુરુત્વમાપણીની ગણતરી સૈદ્ધાંતિક ગણતરી કરતાં વધારે કે ઓછી હોય ત્યારે તેને ગુરુત્વ-અસ્વાભાવિકતા કહેવામાં આવે છે. ગુરુત્વમાપણીની ગણતરી સૈદ્ધાંતિક મૂલ્ય કરતાં વધારે…
વધુ વાંચો >ગુરુત્વ-કેન્દ્ર (centre of gravity)
ગુરુત્વ-કેન્દ્ર (centre of gravity) : પૃથ્વી ઉપર અસર કરતા એકસરખા (uniform) ગુરુત્વીય ક્ષેત્ર(uniform gravitational field)ને કારણે, પિંડ ઉપર ઉદભવતું પરિણામી બળ પિંડના જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુ. પૃથ્વીની સપાટી ઉપર આવેલા દરેક પદાર્થ માટે, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રને એકસરખું (સમાંગી) ક્ષેત્ર ગણવામાં આવેલું છે. આવા ક્ષેત્રમાં કોઈ પિંડને ગમે તે…
વધુ વાંચો >ગુરુત્વ-સહાયી ઉડ્ડયન (gravity assisted flight)
ગુરુત્વ-સહાયી ઉડ્ડયન (gravity assisted flight) : સૂર્ય-મંડળમાંના ગ્રહ કે તેના ઉપગ્રહ કે કોઈ મોટા લઘુગ્રહ જેવા ગ્રહીય પિંડ(planetary body)ના ગુરુત્વાકર્ષણક્ષેત્રના અથવા સૂર્યના ગુરુત્વાકર્ષણક્ષેત્રના ઉપયોગ દ્વારા અંતરીક્ષયાનની ઝડપ વધારવા તથા તેની દિશા કે તેનો પથ બદલવા માટે પ્રયોજાતી એક તકનીક. યાનને તેના નિર્ધારિત પ્રક્ષેપ-પથ (trajectory) પર લઈ જવા માટેની નજીવી હિલચાલ…
વધુ વાંચો >ગુરુત્વ-સ્તરભંગ
ગુરુત્વ-સ્તરભંગ : એક પ્રકારનો સ્તરભંગ. સ્તરભંગના મુખ્ય બે પ્રકારો છે : સામાન્ય સ્તરભંગ અને વિપરીત સ્તરભંગ. સામાન્ય સ્તરભંગમાં ગુરુત્વ અસરને કારણે ખડકબાજુની નીચે તરફ ખસતી દીવાલ તે ઝૂલતી દીવાલ અને સામેની ખડકબાજુની આધાર દીવાલ તરીકે ઓળખાવાય છે. જે સ્તરભંગમાં આધાર દીવાલની અપેક્ષાએ ઝૂલતી દીવાલ નીચે તરફ ખસે, એ પ્રકારના સ્તરભંગને…
વધુ વાંચો >ગુરુત્વાકર્ષણ
ગુરુત્વાકર્ષણ : વિવિધ પદાર્થો વચ્ચે પ્રવર્તતું અખિલ બ્રહ્માંડને આવરી લેતું નૈસર્ગિક આકર્ષણનું બળ. પૂર્વભૂમિકા : ઈ. સ. 1919માં સૂર્યના ખગ્રાસ ગ્રહણ સમયે દક્ષિણ આટલાંટિક મહાસાગરમાં આવેલા પ્રિન્સાઇપ ટાપુ ઉપરથી કરેલાં અવલોકનો દ્વારા આઇન્સ્ટાઇનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાન્તનું ન્યૂટનના સિદ્ધાંત ઉપર ચડિયાતાપણું સાબિત થયું; ત્યારપછી પ્રોફેસર આઇન્સ્ટાઇનની વિશ્વભરમાં ખ્યાતિ ફેલાઈ અને દુનિયાભરમાંથી તેમને…
વધુ વાંચો >ગુરુત્વાકર્ષણીય તરંગો (gravitational waves)
ગુરુત્વાકર્ષણીય તરંગો (gravitational waves) : ગુરુત્વાકર્ષણ-ક્ષેત્રમાં થતા ક્ષોભ(perturbation)ને કારણે સૈદ્ધાંતિક ર્દષ્ટિએ ઉદભવતા તરંગો. વ્યાપક સાપેક્ષવાદ(general relativity)ના સિદ્ધાંત અનુસાર જ્યારે કોઈ પદાર્થ તેની સમગ્રાકૃતિ (configuration) બદલે ત્યારે તેના ગુરુત્વાકર્ષણક્ષેત્રમાં પરિવર્તન થાય છે. પ્રકાશની ગતિ કરતાં વધારે ગતિ અસંભવિત હોવાથી, ગુરુત્વાકર્ષણના ક્ષેત્રમાં તત્કાલ પરિવર્તન થતું નથી; પરંતુ ગુરુત્વાકર્ષણનું પરિવર્તન બધી દિશામાં તરંગસ્વરૂપે…
વધુ વાંચો >ગુરુત્વીય ત્રિજ્યા
ગુરુત્વીય ત્રિજ્યા : આઇન્સ્ટાઇનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત મુજબ M દ્રવ્યમાનના તારકના કેન્દ્રથી r અન્તરે આવેલા બિન્દુએ પ્રકાશનો વેગ C નહિ રહેતાં ઘટશે અને થશે. અહીં G એ ગુરુત્વનો અચલાંક છે. આ ઘટેલો પ્રકાશનો વેગ જો શૂન્ય થઈ જાય તો અથવા ને તારકની ગુરુત્વ ત્રિજ્યા કહે છે. તે અંતરે પ્રકાશનો વેગ શૂન્ય…
વધુ વાંચો >ગુરુત્વીય નિપાત (gravitational collapse)
ગુરુત્વીય નિપાત (gravitational collapse) : આંતરતારકીય વાદળમાં અને તારકની અંદર, ગુરુત્વાકર્ષણ દ્વારા થતાં સંકોચન અને નિપાત. ખભૌતિકીમાં આ ઘટના ઘણી મહત્વની છે, કારણ કે તેની દ્વારા તારકો, તારકગુચ્છો અને તારકવિશ્વોનું સર્જન અને વિસર્જન બંને થતાં હોય છે. કેટલીક વખત આંતરતારકીય વાદળનું સંઘટ્ટન એટલા બધા પ્રમાણમાં થાય છે કે તેના કેન્દ્રીય…
વધુ વાંચો >ગુરુદત્ત
ગુરુદત્ત (જ. 9 જુલાઈ 1925, બૅંગાલુરુ, કર્ણાટક; અ. 20 ઑક્ટોબર 1964, મુંબઈ) : ભારતીય ચલચિત્ર જગતની એક આગવી કલાકાર-દિગ્દર્શક પ્રતિભા. મૂળ કન્નડભાષી છતાં મુંબઈને કર્મભૂમિ બનાવી હિંદી ચલચિત્રોમાં દિગ્દર્શન અને અભિનયમાં નવી ભાત પાડી. પૂરું નામ ગુરુદત્ત શિવશંકર પદુકોણ. બાળપણ અને શાળાકીય શિક્ષણ કોલકાતા ખાતે. 1941માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી…
વધુ વાંચો >