ખંડ ૪
ઔરંગાથી કાંસું
કરણ
કરણ : આયુર્વેદ અનુસાર જે સાધનો વડે વૈદ્ય ચિકિત્સા કરે તે. વ્યાકરણની ર્દષ્ટિએ ક્રિયાવ્યાપારમાં ઉપકારક સાધન તે કરણ. ‘क्रियते अनेन इति करणम्’ એ વ્યુત્પત્તિપરક વ્યાખ્યા કરણ સામાન્યના અર્થમાં છે. વસ્તુત: ક્રિયાપ્રક્રમનું જે અસાધારણ કારણ તે ‘કરણ’ છે. ચિકિત્સાનો આરંભ કરતા પહેલાં વૈદ્યને જે જ્ઞાન હોવું જોઈએ તેમાં પ્રથમ ‘કારણ’ એટલે…
વધુ વાંચો >કરણઘેલો
કરણઘેલો (1866) : લેખક નંદશંકર તુળજાશંકર મહેતાની ગુજરાતની પહેલી ગણનાપાત્ર નવલકથા. કથાવસ્તુ ઐતિહાસિક હોવા છતાં એમાં સમકાલીન રંગો પણ સારી પેઠે પૂરેલા છે. લેખકે વૉલ્ટર સ્કૉટ જેવાની કૃતિથી પ્રેરાઈ આ કથા લખી છે. ઘટનાનિરૂપણ, એની ગૂંથણીની રીતિ, વર્ણનો તથા પાત્રનિરૂપણ પાશ્ચાત્ય નવલકથાની પરંપરા અનુસાર છે. પાટણનો રાજા કરણ વાઘેલો એના…
વધુ વાંચો >કરણસિંગ ડૉક્ટર
કરણસિંગ, ડૉક્ટર (જ. 9 માર્ચ 1931, કેન્સ, ફ્રાન્સ) : જમ્મુ અને કાશ્મીર રિયાસતના રાજપુત્ર, પૂર્વ રીજેન્ટ, પૂર્વ સદર-ઇ-રિયાસત, તે રાજ્યના પૂર્વ રાજ્યપાલ, દેશના અગ્રણી ચિંતક અને રાજપુરુષ. જમ્મુ અને કાશ્મીર રિયાસતના પૂર્વ રાજા હરિસિંગના તેઓ પુત્ર છે. માતાનું નામ તારાદેવી. તેઓ જમ્મુ અને કાશ્મીર રિયાસતનાં મહારાણી હતાં. પ્રાથમિક અને માધ્યમિક…
વધુ વાંચો >કરબલા
કરબલા : મુસ્લિમોનું – વિશેષ કરીને શિયા પંથીઓનું પવિત્ર સ્થળ. ભૌગોલિક સ્થાન : 32o 36′ ઉ. અ. અને 44o 02′ પૂ. રે. અર્વાચીન ઇરાકમાં બગદાદથી નૈર્ઋત્ય ખૂણે આશરે એકસો કિલોમિટર દૂર સીરિયાના રણને છેડે અને ફુરાત નદીના કાંઠે વસેલું કરબલા નામના પ્રાંતનું મુખ્ય શહેર. ત્યાં હજરત મહંમદ પેગમ્બર સાહેબના દોહિત્ર…
વધુ વાંચો >કર – બિમલ
કર, બિમલ (જ. 19 સપ્ટેમ્બર 1921, ટાંકી; અ. 26 ઑગસ્ટ, 2003, બિધાનનગર, કોલકાતા, વેસ્ટ બેંગાલ) : વિખ્યાત બંગાળી નવલિકા-લેખક અને નવલકથાકાર. બંગાળના ચોવીશ પરગણાં જિલ્લાના ટાંકી ગામમાં પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક તથા કૉલેજ શિક્ષણ કોલકાતામાં. બી.એસસી. થયા પછી કેટલોક સમય સૈન્યમાં અને કેટલોક સમય રેલવેમાં નોકરી કર્યા પછી પત્રકારત્વનો વ્યવસાય લીધો.…
વધુ વાંચો >કરમદી
કરમદી : દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Carissa congesta Wt. syn. C. carandas Linn. (સં. કરમર્દ; હિં. કરોંદા, કરોંદી; બં. કરમચા; મ. કરવંદ; ગુ. કરમદી; તે. વાંકા; ત. કલાક્કેય) છે. તેના સહસભ્યોમાં સર્પગંધા, બારમાસી, સપ્તપર્ણી, કડવો ઇંદ્રજવ, દૂધલો, કરેણ, ચાંદની વગેરેનો સમાવેશ થાય છે. તેનું…
વધુ વાંચો >કરમરકર રાધુ
કરમરકર, રાધુ (જ. 1919, ઢાકા, બ્રિટીશ ભારત; અ. 5 ઑક્ટોબર 1993, મુંબઈ) : ભારતીય ચલચિત્ર ઉદ્યોગના નિષ્ણાત સિનેછાયાકાર, દિગ્દર્શક. હિંદી ચલચિત્રોના જાણકાર અને જિજ્ઞાસુ પ્રેક્ષકો સિને અભિનેતા રાજ કપૂરની સિને-નિર્માણ સંસ્થા આર. કે. ફિલ્મ્સના સિનેમેટોગ્રાફર તરીકે જ કરમરકરને મુખ્યત્વે જાણે છે. આ નિર્માણસંસ્થાની પ્રતિષ્ઠા બાંધવામાં કૅમેરા-સંચાલક તથા નિર્દેશક તરીકે તેમનું…
વધુ વાંચો >કરમરકર વિનાયક પાંડુરંગ
કરમરકર, વિનાયક પાંડુરંગ (જ. 2 ઑક્ટોબર 1891, સાસવને, જિલ્લો કોલાબા, મહારાષ્ટ્ર; અ. 13 જૂન 1967, મુંબઈ) : ભારતના વિખ્યાત શિલ્પકાર. બાલ્યાવસ્થામાં જ શિલ્પકલા પ્રત્યે અભિરુચિ પેદા થઈ. સુપ્રસિદ્ધ જર્મન શિલ્પકાર ઑટો રૉશફિલ્ડની કલાથી પ્રભાવિત થયા અને તેમની પાસેથી શિલ્પકાર થવાની પ્રેરણા મળી. શરૂઆતનું શિક્ષણ વતનમાં પૂરું કર્યા પછી મુંબઈ આવ્યા…
વધુ વાંચો >કરમોડી (કમોડી – દાહ)
કરમોડી (કમોડી, દાહ) (blast) : ડાંગરમાં Pyricularia oryzae નામની ફૂગથી થતો રોગ. આ રોગ દુનિયાના 85 દેશોમાં નોંધાયેલ છે. સૌપ્રથમ ચીનમાં 1637માં અને ભારતમાં 1931માં તે નોંધાયેલ છે. ડાંગર ઉગાડતા દરેક દેશમાં તે વધતાઓછા પ્રમાણમાં નુકસાન કરે છે જે કેટલીકવાર 90 % સુધી હોય છે. આ ફૂગના આક્રમણથી પાનગાંઠ, પુષ્પવિન્યાસદંડ,…
વધુ વાંચો >કરલકખણ (કરલક્ષણ)
કરલકખણ (કરલક્ષણ) : અજ્ઞાત જૈનાચાર્ય દ્વારા રચાયેલી સામુદ્રિકશાસ્ત્રવિષયક પદ્યબદ્ધ લઘુ કૃતિ. આમાં પ્રાકૃત ભાષાની 61 ગાથાઓમાં કરલક્ષણ અર્થાત્ હાથમાં દેખાતાં લક્ષણો કે હસ્તરેખાઓનો અભ્યાસ કરાયો છે. હસ્તરેખાઓનું મહત્વ, પુરુષોનાં લક્ષણો, પુરુષોનો જમણો અને સ્ત્રીઓનો ડાબો હાથ જોઈને કરી શકાતું ભવિષ્યકથન વગેરે વિષયોની આમાં ટૂંકમાં ચર્ચા કરવામાં આવી છે. વિદ્યા, કુળ,…
વધુ વાંચો >ઔરંગા
ઔરંગા : દક્ષિણ ગુજરાતની નદી. શરૂઆતમાં બે અલગ શાખાઓ માન અને તાન નામથી ઓળખાતી. નદીઓનો સંગમ ધરમપુર તાલુકામાં થતાં તે ઔરંગા તરીકે ઓળખાય છે. ધરમપુરની ટેકરીઓમાંથી નીકળી અંતે વલસાડ શહેર નજીક અંબિકા નદીથી 12.88 કિમી. દક્ષિણે દરિયાને મળે છે. તેના મુખથી 8 કિમી. સુધી ભરતીની અસર જણાય છે અને નાની…
વધુ વાંચો >ઔરંગાબાદ (બિહાર)
ઔરંગાબાદ (બિહાર) : બિહાર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 45′ ઉ. અ. અને 84o 22′ પૂ. રે.ની આજુબાજુનો 3,389 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જહાનાબાદ જિલ્લો, પૂર્વ તરફ ગયા જિલ્લો, દક્ષિણ તરફ પાલામૌ જિલ્લો (ઝારખંડ) તથા ગયા જિલ્લાનો…
વધુ વાંચો >ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)
ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 19o 53′ ઉ. અ. અને 75o 20′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,106 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જલગાંવ, પૂર્વે જાલના, દક્ષિણે બીડ અને અહમદનગર તથા પશ્ચિમે અહમદનગર તેમ…
વધુ વાંચો >ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય
ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય : ઔરંગાબાદની ગુફાઓ મહાયાન બૌદ્ધ ગુફાસ્થાપત્યનાં છઠ્ઠી સદીનાં ઉદાહરણો છે. આ જ પ્રકારની બીજી ગુફાઓ અજંતા અને ઇલોરામાં જોવા મળે છે. ઔરંગાબાદની ગુફાઓ અજંતા, ઇલોરા પછીની છે; તે બે વિસ્તારમાં છે. પહેલામાં નં. 1 અને 3માં અજંતાની પ્રણાલીની અસર જોવા મળે છે અને બીજામાં નં. 2, 5, 6,…
વધુ વાંચો >ઔલખ, અજમેરસિંહ
ઔલખ, અજમેરસિંહ (જ. 19 ઑગસ્ટ 1942, કુંભરવાલ, જિ. બરનાલા, પંજાબ; અ. 15 જૂન 2017, મનસા, પંજાબ) : પંજાબી નાટ્યકાર. તેમણે પંજાબી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ઇશ્ક બાઝ નમાજ હજ્જ નાહી’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ અંગ્રેજી અને…
વધુ વાંચો >ઔલી સ્કીઇંગ કેન્દ્ર
ઔલી સ્કીઇંગ કેન્દ્ર : હિમાલયના ચમોલી ગઢવાલમાં આવેલું બરફ પરની રમતોનું જાણીતું કેન્દ્ર. ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલા ગામ જોષીમઠથી 16 કિમી. દૂર આવેલું આ કેંદ્ર એશિયાભરમાં વિખ્યાત છે. ભૂતપૂર્વ ઉત્તરપ્રદેશના ચમોલી જિલ્લાનું પ્રથમ અને દેશનું નવું, બરફીલા ઢોળાવોવાળું આ હિમક્રીડા કેંદ્ર દુનિયાના નકશામાં તેજ ગતિએ ઊભરી રહ્યું છે. ઔલીના…
વધુ વાંચો >ઔષધ-અભિજ્ઞાન
ઔષધ-અભિજ્ઞાન (pharmacognosy) : ખાદ્યપદાર્થો સિવાયના, ઔષધો તરીકે ઉપયોગી એવા નૈસર્ગિક પદાર્થો અંગે જીવશાસ્ત્ર, જીવરસાયણ અને અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ થતો અભ્યાસ. આ પદાર્થો મુખ્યત્વે વનસ્પતિજન્ય હોય છે, જોકે પ્રાણીજન્ય પદાર્થોની સંખ્યા પણ નજેવી ન ગણાય. આ પદાર્થો જેમાંથી મેળવવામાં આવતા હોય તેવાં વૃક્ષ કે છોડવા(અથવા પ્રાણીઓ)નો સઘન અભ્યાસ, તેની વિવિધ જાતો તથા…
વધુ વાંચો >ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ
ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ આયુર્વિજ્ઞાનના સિદ્ધાંતો તથા સામાજિક રૂઢિઓથી જુદો પડતો દવાઓનો ઉપયોગ એટલે ઔષધ કુપ્રયોગ. તબીબી સલાહથી અથવા તેના વગર પણ સ્વપ્રયોગ (self medication) રૂપે, મનોરંજન માટે કે ઉત્સુકતાને કારણે પણ તેમ થતું હોય છે. આવી રીતે લેવાતી દવા વધુ માત્રામાં (excess dose) અથવા વધુ સમય માટે કે…
વધુ વાંચો >ઔષધકોશ
ઔષધકોશ (pharmacopaea) : ફાર્માસિસ્ટને ઔષધો અંગેની વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડતો પ્રમાણભૂત અધિકૃત ગ્રંથ. ‘ફાર્માકોપિયા’ શબ્દ ગ્રીક ‘pharmakon = ઔષધ’ અને ‘poicin = બનાવવું’ ઉપરથી બનેલો છે. આ ગ્રંથનું કાર્યક્ષેત્ર જે તે ભૌગોલિક પ્રદેશ પૂરતું મર્યાદિત હોય છે. આધુનિક અર્થમાં જોઈએ તો ‘ફાર્માકોપિયા’ એટલે શાસકીય એકમના ઔષધશાસ્ત્રના નિષ્ણાતો દ્વારા માન્ય…
વધુ વાંચો >ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં
ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં : મૂત્રપિંડના રોગોમાં ઔષધ અને સારવાર કરવી તે. મૂત્રપિંડના રોગના દર્દીમાં મૂત્રપિંડના રોગની સારવાર ઉપરાંત જો તેને અન્ય કોઈ રોગ કે વિકાર હોય તો તેની સારવાર પણ કરવી પડે છે. (જુઓ ‘ઉત્સર્ગતંત્ર’.) કેટલીક દવાઓ શરીરમાંથી મુખ્યત્વે મૂત્રપિંડ દ્વારા જ બહાર નીકળતી હોય છે. મૂત્રપિંડની નિષ્ફળતા(renal failure)ના દર્દીમાં…
વધુ વાંચો >