ખંડ ૩
ઈલેટિનેસીથી ઔરંગઝેબ (આલમગીર)
ઓદંતપુરી (ઉદ્દંડપુર)
ઓદંતપુરી (ઉદ્દંડપુર) : પ્રાચીન બિહાર(મગધ)માં આવેલ પ્રમુખ વિદ્યાધામ અને બૌદ્ધતીર્થ. ધર્મપાલે અહીં ભવ્ય વિહાર બંધાવ્યો હતો. તિબેટી પરંપરાનુસાર ગોપાલ અથવા દેવપાલે ઓદંતપુરી વિહારની રચના કરી હતી. બિહારના રાજાશાહી જિલ્લાના પહાડપુરનો ઉત્ખનનમાંથી પ્રાપ્ત વિહાર સંભવત: ઓદંતપુરી વિહાર હોય. આ સ્થળ અને નજીકના ગામનું નામ ઓમપુર આ સંદર્ભે વિચારણીય છે. ધર્મપાલના વિહારની…
વધુ વાંચો >ઑદુબૉન, જૉન જેમ્સ
ઑદુબૉન, જૉન જેમ્સ [જ. 26 એપ્રિલ 1785, લેસ કેઇસ, હેઇટી (Haiti); અ. 27 જાન્યુઆરી 1851, મેનહટ્ટન, ન્યૂયોર્ક, યુ. એસ.] : અમેરિકાનો મોખરાનો પક્ષીવિદ (ornithologist) અને વિખ્યાત પક્ષીચિત્રકાર. પક્ષીવિજ્ઞાનના ક્ષેત્રે અમેરિકામાં પાયાનું કામ કરનાર વિજ્ઞાની તરીકે તેની આજે ઓળખ છે. તેણે ચીતરેલાં અમેરિકન પંખીઓનાં 435 ચિત્રો આજે ‘કલા દ્વારા પ્રકૃતિને આપવામાં…
વધુ વાંચો >ઑન ધ વૉટર ફ્રન્ટ (1954)
ઑન ધ વૉટર ફ્રન્ટ (1954) : શોષિત ગોદી કામદારોના ભ્રષ્ટાચારી નેતા સામે એકલે હાથે બળવો પોકારનાર વીર કામદાર અને તેના સમર્થક પાદરીની કથાને વણી લેતી સિનેકૃતિ. દિગ્દર્શક : ઇલિયા કઝાન; નિર્માતા : સામ સ્પીગેલ; પટકથા : બડશુલબર્ગ; સંગીત : લિયોનાર્દ બર્નસ્ટીન; અભિનયવૃંદ : માર્લોન બ્રેન્ડો, ઇવા મારી સેન્ટ, કાર્લ માલ્ડેન,…
વધુ વાંચો >ઑનસેગર, લાર્સ
ઑનસેગર, લાર્સ (જ. 27 નવેમ્બર 1903, ક્રિસ્ટિયાના (હવે ઑસ્લો), નૉર્વે; અ. 5 ઑક્ટોબર 1976, કોરલ ગેબલ્સ, ફ્લોરિડા, યુ.એસ.) : જન્મે નૉર્વેજિયન અમેરિકન રસાયણવિદ અને 1968ના રસાયણશાસ્ત્રના નોબેલ પારિતોષિકવિજેતા. વકીલના પુત્ર એવા ઓસામુર 1920માં ટ્રૉન્ડહીમની નોર્જીસ ટેક્નિસ્ક વૉગસ્કૂલ(Norges Tekniske Wogskde)માં રાસાયણિક ઇજનેરીના અભ્યાસ માટે દાખલ થયા. સાંખ્યિકીય (statistical) યાંત્રિકી (mechanics) ઉપરના…
વધુ વાંચો >ઓનાગ્રેસી
ઓનાગ્રેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી – વજ્ર-પુષ્પી (Calyciflorae), ગોત્ર મિર્ટેલીસ, કુળ – ઓનાગ્રેસી. આ કુળને ઇનોથેરેસી કે એપિલોબિયેસી તરીકે પણ ઓળખાવવામાં આવે છે. તે લગભગ 20 પ્રજાતિઓ અને 650…
વધુ વાંચો >ઑનિક્સ
ઑનિક્સ : સિલિકાવર્ગની અતિસૂક્ષ્મ સ્ફટિકમય કૅલ્સિડોની ખનિજનો એક પ્રકાર. તેનું રાસાયણિક બંધારણ SiO2 છે. ઑનિક્સમાં સફેદ અને રાખોડી કે કથ્થાઈ પટ્ટા હોય છે, જે નિયમિત ગોઠવાયેલા હોય છે. આ લક્ષણને કારણે ઑનિક્સ અર્ધકીમતી ખનિજ તરીકે ઝવેરાતમાં વપરાય છે. પ્રા. સ્થિ. – જ્વાળામુખી ખડકોનાં કોટરોમાં અને કોંગ્લૉમરેટ જળકૃત ખડકોમાં. તૃતીય જીવયુગના…
વધુ વાંચો >ઓ’નીલ, યુજેન
ઓ’નીલ, યુજેન (ગ્લેડ્સ્ટોન) (જ. 16 ઑક્ટોબર 1888, ન્યૂયૉર્ક; અ. 27 નવેમ્બર 1953, બૉસ્ટન) : વિખ્યાત અમેરિકન નાટ્યકાર અને નોબેલ પારિતોષિક વિજેતા. પિતા જેમ્સ ઓ’નીલ સારા અભિનેતા હતા. એમની સાથે પ્રવાસી નાટ્યકંપનીમાં ફરવાને કારણે અને નાનપણથી જ નાટકમાં નાનાં પાત્રો ભજવવાને કારણે નાટકમાં અભિરુચિ. શરૂઆતનો અભ્યાસ ખાનગી શિક્ષકો દ્વારા. ત્યારપછી પ્રિન્સ્ટન…
વધુ વાંચો >ઑન્ટેરિયો
ઑન્ટેરિયો : વિસ્તારની ર્દષ્ટિએ બીજા ક્રમે આવતો, કૅનેડાનો પ્રાંત. ભોગોલિક સ્થાન : તે આશરે 420થી 570 ઉ. અ. અને 800થી 950 પ. રે. વચ્ચેનો કુલ 10,68,580 ચો.કિમી. (ભૂમિવિસ્તાર : 8,91,190 ચોકિમી. અને જળવિસ્તાર : 1,77,390 ચોકિમી.) જેટલો વિસ્તાર આવરી લે છે. આ પ્રાંત ઉત્તર તરફના હડસનના અખાત અને જેમ્સના અખાત…
વધુ વાંચો >ઑન્ટેરિયો (સરોવર)
ઑન્ટેરિયો (સરોવર) : ઉત્તર અમેરિકામાં આવેલું તથા અમુક અંશે અમેરિકા અને કૅનેડાની સરહદ નક્કી કરતું સરોવર. ગ્રેટ લેઇક્સના નામથી ઓળખાતાં પાંચ સરોવરો પૈકી આ સૌથી નાનું સરોવર છે. પૂર્વથી પશ્ચિમ તરફ તે 310 કિમી. તો ઉત્તરથી દક્ષિણ તરફ તે 85 કિમી. જેટલું વિસ્તરેલું છે. તેનો કુલ વિસ્તાર આશરે 18,941 ચોકિમી.…
વધુ વાંચો >ઓપન જનરલ લાયસન્સ (OGL)
ઓપન જનરલ લાયસન્સ (OGL) : પરદેશથી વસ્તુની આયાત માટે પરવાના સુલભ કરવાની જોગવાઈ. મુક્ત આંતરરાષ્ટ્રીય વ્યાપારને લીધે ઊભી થયેલી સમસ્યાઓના નિરાકરણ માટે અને ખાસ કરીને પોતાના દેશનાં આર્થિક હિતોના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું નિયમન કરવાની નીતિ અખત્યાર કરવામાં આવી, જેના ફળસ્વરૂપે આયાતો અંકુશિત બની. બધી જ આયાતોનું સ્વરૂપ એકસરખું હોતું…
વધુ વાંચો >ઈલેટિનેસી
ઈલેટિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી-પુષ્પાસનપુષ્પી (Thalamiflorae), ગોત્ર – ગટ્ટીફરેલ્સ, કુળ – ઈલેટિનેસી. આ કુળ 2 પ્રજાતિઓ અને લગભગ 40 જેટલી જાતિઓનું બનેલું છે અને તેનું વિતરણ સર્વદેશીય (cosmopolitan) થયેલું…
વધુ વાંચો >ઈલેસ્ટોમર
ઈલેસ્ટોમર : રબર જેવા પ્રત્યાસ્થ (elastic) પદાર્થો. વિરૂપણ (deformation) પછી મૂળ આકાર ફરી પ્રાપ્ત કરવો, ચવડપણું (toughness), હવામાનની તથા રસાયણોની અસર સામે પ્રતિકાર વગેરે રબરના અગત્યના ગુણો છે. ઈલેસ્ટોમર શબ્દપ્રયોગ સામાન્ય રીતે રબર જેવા સંશ્લેષિત પદાર્થો માટે વપરાય છે. બધા જ ઈલેસ્ટોમરને 100થી 1,000 ટકા સુધી ખેંચીને લાંબા કરી શકાય…
વધુ વાંચો >ઈલોરા
ઈલોરા (ઈ. સ. પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી) : મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાંનું ભારતનાં પ્રાચીન શિલ્પસ્થાપત્ય માટે જગવિખ્યાત બનેલું પ્રવાસધામ. ઔરંગાબાદથી 29 કિમી. ઇશાન ખૂણે આવેલા આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. ખડકોને કંડારીને કરેલી સ્થાપત્યરચના શૈલસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. ગુપ્તકાળમાં પશ્ચિમ ઘાટના પહાડો પર કોતરાયેલાં શિલાસર્જનો ધરાવતી હિંદુ, બૌદ્ધ…
વધુ વાંચો >ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ
ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ (1820) : કીટ્સનું અનેક ર્દષ્ટિએ મહત્વનું દીર્ઘ અંગ્રેજી કથાકાવ્ય. કીટ્સે મધ્યયુગીન પ્રેમવિષયક રોમાંચક કથાસામગ્રીનો અહીં ઉપયોગ કર્યો છે. શેક્સ્પિયરની ‘રોમિયો ઍન્ડ જુલિયટ’ નાટ્યકૃતિની, તેમજ તેની કલાત્મક રચના પર અંગ્રેજ કવિ ચૉસર અને ઇટાલિયન વાર્તાકાર બૉકેચિયોની અસર અહીં સ્પષ્ટપણે દેખાય છે. પણ સમગ્ર કૃતિના આંતરબાહ્ય બંધારણ ઉપર…
વધુ વાંચો >ઈવાન્જેલિકલ ચર્ચ
ઈવાન્જેલિકલ ચર્ચ : ખ્રિસ્તી ધર્મના પ્રૉટેસ્ટન્ટ પંથનો પેટાપ્રવાહ. ખ્રિસ્તી ધર્મમાં મુખ્યત્વે 3 ધર્મપ્રવાહો કે સંપ્રદાયો છે : કૅથલિક (જે પોપની અધ્યક્ષતા નીચે છે અને જેમાં પેટાસંપ્રદાયો નથી.), ઑર્થડૉક્સ અને પ્રૉટેસ્ટન્ટ (જે પોપના અધિકારને માનતા નથી.) છેલ્લા બે ધર્મપ્રવાહોમાં ઘણા પેટાસંપ્રદાયો છે. ઈવાન્જેલિકલ ચર્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રવાહનો એક પેટાપ્રવાહ છે. અંગ્રેજી શબ્દ…
વધુ વાંચો >ઈવાન્સ, ઑલિવર
ઈવાન્સ, ઑલિવર (જ. 13 સપ્ટેમ્બર 1755, ન્યૂયૉર્ક; અ. 15 એપ્રિલ 1819, ન્યૂયૉર્ક) : સતત ઉત્પાદન (continuous production) અને ઉચ્ચ-દબાણવાળા વરાળએન્જિનના અમેરિકન શોધક. 1784માં અનાજ દળવાના કારખાનામાં એક છેડે અનાજ દાખલ કરીને વચ્ચેનાં બધાં જ સોપાને યાંત્રિક યુક્તિઓનો ઉપયોગ કરીને બીજા છેડે તૈયાર લોટ મેળવવાની સતત ઉત્પાદનની પદ્ધતિ તેમણે પ્રથમવાર દાખલ…
વધુ વાંચો >ઈવાલ, યોહૅનિસ
ઈવાલ, યોહૅનિસ (જ. 18 નવેમ્બર 1743, કોપનહેગન; અ. 17 માર્ચ 1781, કોપનહેગન) : ડેન્માર્કના એક મહાન ઊર્મિકવિ અને નાટ્યકાર. સ્કૅન્ડિનેવિયાની દંતકથા તથા પુરાણકથાઓના વિષયોનો સર્જનાત્મક ઉપયોગ કરનાર તેઓ એમની ભાષાના સર્વપ્રથમ લેખક હતા. પાદરી પિતાના અવસાન પછી તેમને શાળાએ મૂકવામાં આવ્યા. ત્યાં ‘ટૉમ જૉન્સ’ તથા ‘રૉબિન્સન ક્રૂસો’ના વાચનથી તેમની સાહસ-ભાવના…
વધુ વાંચો >ઈવોલ્વુલસ
ઈવોલ્વુલસ : જુઓ વિષ્ણુકાંતા (કાળી શંખાવલી).
વધુ વાંચો >ઈવ્ઝ્ (Eaves) – નેવાં
ઈવ્ઝ્ (Eaves) – નેવાં : ઇમારતોનાં છાપરાંની રચના કરતી વખતે દીવાલ પરના તેના આધારોને લંબાવી અને ત્યાં ઉદભવતા સાંધાને રક્ષણ આપવા માટેની રચના. ખાસ કરીને નેવાંની રચના એવી હોય છે કે તે છાપરા પરથી નીચે દડતા વરસાદના પાણીને એકત્રિત કરીને નિકાલ માટેની નીકમાં જવા દે છે. આ નીક સાથે નેવાંની…
વધુ વાંચો >ઈશાનવર્મા
ઈશાનવર્મા (રાજ્યકાળ 554-576 આશરે) : કનોજનો મૌખરિ વંશનો રાજા. પિતા ઈશ્વરવર્મા અને માતાનું નામ ઉપગુપ્તા. ઉપગુપ્તા ગુપ્તકુલની રાજકન્યા હતી. કનોજનું મૌખરિ રાજ્ય ઈશાનવર્માને વારસામાં મળ્યું હતું તેથી તેની ગણના મહારાજાધિરાજ તરીકે થવા લાગી. ઉત્તરકાલીન ગુપ્તોના કુમારગુપ્ત ત્રીજાએ ઉત્તરમાં કૂચ કરી ઈશાનવર્માને હરાવ્યો હતો. મૌખરિ અને ગુપ્તો વચ્ચે આ વિગ્રહ લાંબો…
વધુ વાંચો >