ઈવ્ઝ્ (Eaves) – નેવાં

January, 2004

ઈવ્ઝ્ (Eaves) – નેવાં : ઇમારતોનાં છાપરાંની રચના કરતી વખતે દીવાલ પરના તેના આધારોને લંબાવી અને ત્યાં ઉદભવતા સાંધાને રક્ષણ આપવા માટેની રચના. ખાસ કરીને નેવાંની રચના એવી હોય છે કે તે છાપરા પરથી નીચે દડતા વરસાદના પાણીને એકત્રિત કરીને નિકાલ માટેની નીકમાં જવા દે છે. આ નીક સાથે નેવાંની રચના જોડેલી હોય છે. ઇમારતી લાકડાનાં તથા લોખંડનાં છાપરાંમાં નેવાંની રચના જોવા મળે છે. તેમાં લોખંડની કે ઍસ્બેસ્ટોસની બનેલી નીક વપરાય છે.

રવીન્દ્ર વસાવડા