ખંડ ૨

આદિવિષ્ણુથી ઈલાઇટિસ

આદિવિષ્ણુ

આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય

આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…

વધુ વાંચો >

આદીશ્વર મંદિર, શત્રુંજય

આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…

વધુ વાંચો >

આદું

આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…

વધુ વાંચો >

આદ્ય તારકપિંડ

આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…

વધુ વાંચો >

આદ્ય રંગાચાર્ય

આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…

વધુ વાંચો >

આધ ચાનની (ચાંદની) રાત

આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…

વધુ વાંચો >

આધમખાન (આઝમખાન)

આધમખાન (આઝમખાન) ( જ. 1531 કાબુલ, અફઘાનિસ્તાન; અ. 16 મે 1562 આગ્રા ફોર્ટ) : અકબરની ધાત્રી માહમ આંગાનો નાનો પુત્ર. એ રીતે એ અકબરનો દૂધભાઈ થતો. આધમખાન સ્વભાવે ઘણો સ્વાર્થી હતો. બૈરમખાનની વધતી જતી સત્તાને નાબૂદ કરવા તે અકબરની સતત કાનભંભેરણી કર્યા કરતો. એટલે અકબરે બૈરમખાનને દૂર હઠાવ્યો. એ સમયે…

વધુ વાંચો >

આધમગઢ (આઝમગઢ)

આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…

વધુ વાંચો >

આરે દૂધ કૉલોની

Jan 7, 1990

આરે દૂધ કૉલોની : 1945માં મુંબઈમાં સ્થપાયેલો દેશનો સર્વપ્રથમ દૂધ-ઉત્પાદક સંઘ. મુંબઈ શહેરમાં દૂધપુરવઠાની સ્થિતિમાં સુધારો કરવાના આશયથી રાજ્ય-સરકારે 1,000 ભેંસો ઉછેરી શકાય તેવી ક્ષમતાવાળું સરકારી ફાર્મ શરૂ કરવા શહેરની નજીક આરે ગામની 1,100 એકર જમીન સંપાદન કરેલી. વિકાસના આ તબક્કા દરમિયાન આણંદથી પાશ્ચુરીકૃત દૂધ રેલવે મારફત મુંબઈ લાવવાનું વિચારાયું,…

વધુ વાંચો >

આરેન્ટ, હન્નાહ

Jan 7, 1990

આરેન્ટ, હન્નાહ (જ.14 ઑક્ટોબર 1906, હૅનોવર, જર્મની; અ. 4 ડિસેમ્બર 1975, ન્યૂયૉર્ક) : જર્મન અને અમેરિકન રાજ્યશાસ્ત્રી અને તત્વજ્ઞાનનાં પ્રાધ્યાપિકા. સર્વસત્તાવાદના તેમના અભ્યાસ અને યહૂદીઓ અંગેનાં તેમનાં લખાણો માટે તે વિશેષ જાણીતાં થયાં. તેમણે મારબર્ગ, ફ્રેઇબર્ગ અને હાઇડલબર્ગ યુનિવર્સિટીઓમાં અધ્યયન કર્યું. 1928માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1933માં જર્મનીમાં નાઝીઓ…

વધુ વાંચો >

આરેસિબો રેડિયો ઑબ્ઝર્વેટરી

Jan 7, 1990

આરેસિબો રેડિયો ઑબ્ઝર્વેટરી : ચિલીમાં પૉર્ટોરિકોના આરેસિબો નગરથી આશરે 16 કિમી. દક્ષિણે આવેલી, વિશ્વનો મોટો ટેલિસ્કોપ ધરાવનાર રેડિયો ઑબ્ઝર્વેટરી (વેધશાળા). કૉર્નેલ યુનિવર્સિટીના પ્રોફેસર વિલિયમ ઈ. ગૉર્ડને 1958માં વિચારેલી મૂળ યોજના અનુસાર આ વેધશાળા 1963માં ચાલુ કરવામાં આવી હતી. તેનું મુખ્ય ઉપકરણ 305 મીટર પહોળાઈનો સ્થિર (immobile) રેડિયો ટેલિસ્કોપ છે. તે…

વધુ વાંચો >

આરોગ્ય-કાર્યકરોની રક્ષા (ચેપી રોગો)

Jan 7, 1990

આરોગ્ય-કાર્યકરોની રક્ષા (ચેપી રોગો) : આરોગ્ય-કાર્યકરોનું ચેપી રોગ સામે રક્ષણ. આરોગ્ય-કાર્યકરોમાં તબીબો, પરિચારિકાઓ, પ્રયોગશાળાના કર્મચારીઓ, હૉસ્પિટલ અને દવાખાનાંમાં કામ કરતા કર્મચારીઓ અને સામાન્ય આરોગ્ય-કાર્યકરોનો સમાવેશ થાય છે. વિવિધ પ્રકારના દર્દીઓના સંસર્ગમાં આવવાને કારણે તેઓ કોઈ વખત ચેપી રોગોના ભોગ પણ બને છે. આ ચેપી રોગોમાં યકૃતશોથ-બી (hepatitis-B, માનવપ્રતિરક્ષાઊણપકારી વિષાણુ(human immuna-dificiency…

વધુ વાંચો >

આરોગ્ય-કાર્યકરોની રક્ષા (વિકિરણલક્ષી)

Jan 7, 1990

આરોગ્ય-કાર્યકરોની રક્ષા (વિકિરણલક્ષી) (protection of health workers, radiation releted) : આયનકારી (ionising) વિકિરણની આડઅસરો સામે આરોગ્ય કાર્યકરોનું રક્ષણ. આરોગ્ય અને તબીબી ક્ષેત્રે આયનકારી વિકિરણ જુદી જુદી રીતે ઉપયોગી છે. આરોગ્ય-કાર્યકર  ક્યારેક અચાનક જ ઘણી મોટી માત્રા(dose)માં વિકિરણન(irradiation)નો ભોગ બને અથવા તો લાંબા સમય સુધી મળેલી વિકિરણમાત્રા સંચિત (cumulative) રૂપે તેનામાં…

વધુ વાંચો >

આરોગ્યનિકેતન (1956)

Jan 7, 1990

આરોગ્યનિકેતન (1956) : જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા બંગાળી લેખક તારાશંકર બંદોપાધ્યાયની કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કૃત પ્રસિદ્ધ કૃતિ. આ કૃતિને ‘રવીન્દ્ર પુરસ્કાર’ પણ પ્રાપ્ત થયો હતો. જીવનબાબુની આત્મકથા રૂપે આ નવલકથા લખાયેલી છે. તેમાંની મુખ્ય સમસ્યા છે પ્રાચીન તથા આધુનિક ચિકિત્સાપ્રણાલીનો ભેદ. આયુર્વેદમાં વૈદ્ય પરા-અપરાવિદ્યાને એકાત્મભાવથી ગ્રહણ કરે છે. એની સફળતા આધ્યાત્મિક…

વધુ વાંચો >

આરોગ્ય-નિર્ધારણ

Jan 7, 1990

આરોગ્ય-નિર્ધારણ : આરોગ્ય વિશે નિર્ણય કરવો તે. વિશ્વ-આરોગ્ય સંસ્થા દ્વારા આરોગ્યની વ્યાખ્યા આ પ્રમાણે આપેલી છે : સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક સંતુલન(balance)ની સ્થિતિ તે આરોગ્ય. રોગ કે અલ્પક્ષમતા (disability) ન હોય તે આરોગ્ય માટે પૂરતું નથી. અમુક વિદ્વાનોએ આ વ્યાખ્યામાં આધ્યાત્મિક સંતુલનનું પરિમાણ ઉમેર્યું છે. શારીરિક સ્વાસ્થ્ય એ આરોગ્યનો…

વધુ વાંચો >

આરોગ્યનું અર્થશાસ્ત્ર

Jan 7, 1990

આરોગ્યનું અર્થશાસ્ત્ર : માંદગી સમાજમાં ઉપયોગી થવાની માણસની શક્તિને ઘટાડી નાંખે છે. નાના-મોટા રોગ કે બીમારીઓને લીધે સમાજના કામના કલાકો બગડે છે. તંદુરસ્ત માણસો થાક્યા વગર, ઉત્પાદકતાનું ઊંચું ધોરણ જાળવી રાખીને કામગીરી કરી શકે છે. આથી સ્વસ્થ માણસોનો સમાજ, અન્ય પરિસ્થિતિ સમાન હોય તો, અસ્વસ્થ કે માંદલા માણસોના સમાજ કરતાં…

વધુ વાંચો >

આરોગ્ય, રોગપ્રતિરોધ અને તબીબી સેવાઓ

Jan 7, 1990

આરોગ્ય, રોગપ્રતિરોધ અને તબીબી સેવાઓ આરોગ્ય અને રોગનિર્ધારણ આરોગ્ય એટલે શારીરિક, માનસિક તથા સામાજિક સ્વસ્થતા. રોગપ્રતિરોધ (prophylaxis) એટલે રોગ કે વિકાર થાય તે પહેલાં તેને થતો અટકાવવો તે. રોગ કે વિકાર ન થાય તેવી સર્વ સ્થિતિ થાય કે કરાય તેને પૂર્વનિવારણ (prevention) કહે છે. ઔષધપ્રયોગ, રસી કે અન્ય ક્રિયાથી કોઈ…

વધુ વાંચો >

આરોગ્ય-વીમો

Jan 8, 1990

આરોગ્ય-વીમો : સરકાર કે અન્ય સંસ્થાઓ દ્વારા યોગ્ય નાણાંની ચુકવણીથી વ્યક્તિગત આરોગ્યનાં જોખમો વખતે રક્ષણ આપવાની વ્યવસ્થા. લોકશાહી રાષ્ટ્ર તરીકે ઇંગ્લૅન્ડમાં આ હેતુસરની રાષ્ટ્રીય આરોગ્ય યોજના (National Health Scheme) શરૂ થયેલી છે. આવી યોજનામાં પ્રત્યેક વ્યક્તિ પોતાને ભાગે આવતા હિસ્સાની ચુકવણી કરી રાજ્ય કે રાષ્ટ્ર દ્વારા સમાજની દરેક વ્યક્તિના આરોગ્યની…

વધુ વાંચો >