આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે.

Image of cave no 4 of adamgarh

ગુફાચિત્રો, આધમગઢ

સૌ. "Image of cave no 4 of adamgarh" | CC BY-SA 4.0

સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું સાબિત થાય છે. તેમ છતાં આધમગઢ કે આઝમગઢનાં ચિત્રો યુગના લોકોએ દોર્યાં હશે અને ત્યારબાદ ત્યાં ચિત્રો દોરવાની પ્રવૃત્તિ નહિ થઈ હોય એમ માનવાને કારણ નથી.

ર. ના. મહેતા