ખંડ ૨૫

હક, ઝિયા-ઉલથી હવાંગ

હક ઝિયા-ઉલ

હક, ઝિયા-ઉલ [જ. 12 ઑગસ્ટ 1924, જાલંધર; અ. 17 ઑગસ્ટ 1988, ભાવલપુર, પંજાબ (પાકિસ્તાન)] : પાકિસ્તાનના લશ્કરી વડા અને પ્રમુખ. પિતા મોહમ્મદ અક્રમ બ્રિટિશ લશ્કરી શાળામાં શિક્ષક હતા. સિમલામાં શાલેય શિક્ષણ મેળવી તેમણે દિલ્હીમાં કૉલેજ શિક્ષણ મેળવ્યું. 1943માં બ્રિટિશ લશ્કરમાં ભરતી થયા, બીજા વિશ્વયુદ્ધ (1939–1945) દરમિયાન બર્મા (હવે મ્યાનમાર), મલાયા…

વધુ વાંચો >

હકનો ખરડો

હકનો ખરડો : પ્રજાના હકો અને સ્વતંત્રતાઓની જાહેરાત કરતો તથા તાજના વારસાનો હક નક્કી કરતો કાયદો (1689). રાજા જેમ્સ 2જાએ પ્રજાની લાગણી અને પરંપરાની અવગણના કરીને દરેક સરકારી ખાતામાં કૅથલિક ધર્મ પાળતા અધિકારીઓની ભરતી કરી. પ્રજાએ રાજાને ચેતવણી આપી; પરંતુ એણે ગણકારી નહિ. તેથી પ્રજાએ ઉશ્કેરાઈને રાજાને દૂર કરવાનું નક્કી…

વધુ વાંચો >

હકીકત

હકીકત : જાણીતું ચલચિત્ર. નિર્માણવર્ષ : 1964. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માતા, દિગ્દર્શક અને પટકથા-લેખક : ચેતન આનંદ. ગીતકાર : કૈફી આઝમી. છબિકલા : સદાનંદ દાસગુપ્તા. સંગીત : મદનમોહન. મુખ્ય કલાકારો : ધર્મેન્દ્ર, પ્રિયા રાજવંશ, બલરાજ સાહની, વિજય આનંદ, સંજય, સુધીર, જયંત, મેકમોહન, ઇન્દ્રાણી મુખરજી, અચલા સચદેવ. આઝાદ…

વધુ વાંચો >

હકીમ અજમલખાન

હકીમ અજમલખાન (જ. 1863; અ. 29 ડિસેમ્બર 1927) : યુનાની વૈદકીય પદ્ધતિના પુરસ્કર્તા અને મુસ્લિમ લીગના એક સ્થાપક. દિલ્હીમાં જન્મેલા અજમલખાનના પૂર્વજોએ મુઘલ બાદશાહોના શાહી હકીમ તરીકે કામ કર્યું હતું. નાની વયથી જ અજમલખાને અંગ્રેજી શિક્ષણ લેવાને બદલે કુટુંબમાં જ યુનાની વૈદકીય અભ્યાસ કર્યો હતો. પાછળથી તેમણે યુનાની વૈદકીય સારવારને…

વધુ વાંચો >

હકીમ રૂહાની સમરકંદી

હકીમ રૂહાની સમરકંદી : બારમા સૈકાના ફારસી કવિ. તેમનું પૂરું નામ અબૂ બક્ર બિન મુહમ્મદ બિન અલી અને ઉપનામ રૂહાની હતું. તેમનો જન્મ અને ઉછેર આજના અફઘાનિસ્તાનના ગઝના શહેરમાં થયો હતો. તેઓ શરૂઆતમાં ગઝનવી વંશના સુલતાન બેહરામશાહ(1118–1152)ના દરબારી કવિ હતા. પાછળથી તેઓ પૂર્વીય તુર્કસ્તાનના પ્રખ્યાત અને ઐતિહાસિક શહેર સમરકંદમાં સ્થાયી…

વધુ વાંચો >

હકીમ સનાઈ (બારમો સૈકો)

હકીમ સનાઈ (બારમો સૈકો) : ફારસી ભાષાના સૂફી કવિ. તેમણે તસવ્વુફ વિશે રીતસરનું એક લાંબું મસ્નવી કાવ્ય – હદીકતુલ હકીકત – લખીને તેમના અનુગામી અને ફારસીના મહાન સૂફી કવિ જલાલુદ્દીન રૂમીને પણ પ્રેરણા આપી હતી. સનાઈએ પોતાની પાછળ બીજી અનેક મસ્નવીઓ તથા ગઝલો અને કસીદાઓનો એક સંગ્રહ છોડ્યો છે. તેમની…

વધુ વાંચો >

હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના)

હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના) (જ. 1871, હસ્બા, જિ. રાયબરેલી, ઉત્તર પ્રદેશ; અ. 2 ફેબ્રુઆરી 1923, રાયબરેલી) : અરબી, ફારસી અને ઉર્દૂ ભાષાના પ્રખર વિદ્વાન. તેમના પિતા ફખરૂદ્દીન એક હોશિયાર હકીમ તથા કવિ હતા અને ‘ખ્યાલી’ તખલ્લુસ રાખ્યું હતું. અબ્દુલ હૈ ‘ઇલ્મે હદીસ’ના પ્રખર વિદ્વાન હતા. તેમણે હદીસના પ્રસિદ્ધ ઉસ્તાદ…

વધુ વાંચો >

હકોની અરજી

હકોની અરજી : પાર્લમેન્ટના જે જૂના હકો ઉપર રાજાએ તરાપ મારી હતી, તે હકો રાજા પાસે સ્વીકારાવવા ઈ. સ. 1628માં પાર્લમેન્ટે રાજાને કરેલી અરજી. ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ વંશના રાજા જેમ્સ 1લાના શાસનકાળ (ઈ. સ. 1603–1625) દરમિયાન રાજાના પાર્લમેન્ટ સાથેના સંઘર્ષની શરૂઆત થઈ. એના પુત્ર રાજા ચાર્લ્સ 1લાના સમય(1625–1649)માં આ સંઘર્ષ વધારે…

વધુ વાંચો >

હક્ક ફઝલુલ

હક્ક, ફઝલુલ (જ. 26 ઑક્ટોબર 1873, ચખાર, જિ. બારિસાલ, બાંગલાદેશ; અ. 27 એપ્રિલ 1962, ઢાકા, બાંગલાદેશ) : ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના સ્થાપક, પાકિસ્તાનના ગૃહમંત્રી, પૂર્વ પાકિસ્તાનના ગવર્નર, કૃષક પ્રજા પાર્ટીના (1937) અને કૃષક શ્રમિક પાર્ટી(1954)ના સ્થાપક. અબ્દુલ કાસમ ફઝલુલ હક્ક, તેમના પિતા કાજી મોહંમદ વાજેદના એકમાત્ર પુત્ર હતા. ફઝલુલ હક્કના…

વધુ વાંચો >

હક્સલી આલ્ડસ (લિયૉનાર્ડ)

હક્સલી, આલ્ડસ (લિયૉનાર્ડ) (જ. 26 જુલાઈ 1894, ગોડાલ્મિંગ, સરે, ઇંગ્લૅન્ડ; અ. 22 નવેમ્બર 1963, લૉસ એન્જેલસ, યુ.એસ.) : અંગ્રેજ નવલકથાકાર, કવિ, નાટ્યકાર અને વિવેચક. જગપ્રસિદ્ધ જીવશાસ્ત્રી ટી. એચ. હક્સલીના પૌત્ર અને જીવનચરિત્રોના પ્રસિદ્ધ લેખક લિયૉનાર્ડ હક્સલીના પુત્ર. 1937થી અમેરિકામાં સ્થાયી થયેલ. શરૂઆતમાં સુરુચિપૂર્ણ અને કટાક્ષથી ભરપૂર લખાણોના લેખક તરીકે પ્રસિદ્ધિ…

વધુ વાંચો >

હડસનનો ઉપસાગર (હડસનનો અખાત)

Feb 2, 2009

હડસનનો ઉપસાગર (હડસનનો અખાત) : કૅનેડાના ઈશાન ભાગમાં આવેલો વિશાળ સમુદ્રફાંટો. ભૌગોલિક સ્થાન : તે 60° ઉ. અ. અને 86° પ. રે.ની આજુબાજુનો આશરે 8,19,730 (આજુબાજુના અન્ય ફાંટાઓ સહિત 12,33,000) ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ ઉપસાગર તેના દક્ષિણ ફાંટા જેમ્સના અખાત સહિત ઉત્તર–દક્ષિણ 1,690 કિમી. લાંબો અને પૂર્વ–પશ્ચિમ…

વધુ વાંચો >

હતાશા (frustration)

Feb 2, 2009

હતાશા (frustration) : આપણા જીવનમાં આપણી જૈવિક, મનોવૈજ્ઞાનિક, આવેગિક, સામાજિક જરૂરતો હંમેશા સરળતાથી સંતોષાઈ જાય એવું બનતું નથી જ. આપણી વૃત્તિઓ, લાગણીઓ, જરૂરતો તેમજ લક્ષ્યોના સંતોષની પ્રક્રિયાના માર્ગમાં આંતરિક તેમજ બાહ્ય વાતાવરણમાંથી અનેક વિઘ્નો, અવરોધો ઊપજે છે. વ્યક્તિની જરૂરત-સંતોષ અને લક્ષ્યપ્રાપ્તિની પ્રક્રિયામાં આ વિઘ્નો તેમજ અવરોધો તેનામાં સંઘર્ષ, તનાવ ઉપજાવે…

વધુ વાંચો >

હથોડાફેંક (hammer throw)

Feb 2, 2009

હથોડાફેંક (hammer throw) : મૂળ શક્તિની રમત ગણાતી, પણ હવે કલા બની ગયેલી એક રમત. તેમાં ભાગ લેનાર રમતવીરને ઓછામાં ઓછું 7.257 કિલોગ્રામનું વજન ધરાવતો લોખંડનો ગોળો સપાટ, સ્વચ્છ અને કોઈ પણ જાતના અવરોધ વિના ફેંક પ્રદેશમાંથી ફેંકવાનો હોય છે. પકડની અંદરથી માપતાં હથોડાની લંબાઈ ઓછામાં ઓછી 117.5 સેમી. અને…

વધુ વાંચો >

હથોડી (hammer)

Feb 2, 2009

હથોડી (hammer) : ફિટરો વડે વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાતું ઓજાર. જૉબવર્કમાં જરૂર પડે ત્યાં ફટકો મારવા માટે તે વપરાય છે. તેના ઉપયોગના અનુસંધાનમાં તે કઠણ હથોડી અથવા હલકી હથોડી તરીકે ઓળખાય છે. કઠણ હથોડી, રિવેટિંગ, ચિપિંગ અને ખીલી ઠોકવા વપરાય છે હથોડી : (અ) દડા આકારની હથોડી, (આ) ત્રાંસા આકારની…

વધુ વાંચો >

હદીસ

Feb 2, 2009

હદીસ : પયગંબર સાહેબનાં વાણી અને વર્તનની પરંપરાનો હવાલો આપતા ગ્રંથો. અરબી ભાષામાં હદીસ શબ્દનો અર્થ સમાચાર, બનાવ, વર્ણન કે વાત થાય છે. અકસ્માત માટેનો શબ્દ હાદિસા પણ હદીસ ઉપરથી બન્યો છે. પરંતુ ઇસ્લામ ધર્મ તથા મુસ્લિમ કોમમાં હદીસ શબ્દ પયગંબર સાહેબ (સ.અ.વ.) અથવા તેમના સહાબીઓની વાણી કે વર્તન માટે…

વધુ વાંચો >

હદ્દુખાં

Feb 2, 2009

હદ્દુખાં (જ. ?; અ. 1875, ગ્વાલિયર) : ગ્વાલિયર ઘરાનાના શ્રેષ્ઠ ગાયક અને ઉસ્તાદ હસ્સુખાંના નાના ભાઈ. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના મોટા ભાગના ઘરાનાનું ઊગમસ્થાન આ બે ભાઈઓના યોગદાનને આભારી છે. મૂળભૂત રીતે તેઓ લખનૌના નિવાસી હતા. તેમના દાદા નથ્થન પીરબખ્શ અને પિતા કાદિરબખ્શ બંને હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગાયકો હતા. હદ્દુખાં અને…

વધુ વાંચો >

હનિસકલ (Honeysuckle)

Feb 2, 2009

હનિસકલ (Honeysuckle) : દ્વિદળી વર્ગમાં આવેલા કૅપ્રિફોલિયેસી કુળની લોનીસેરા પ્રજાતિ(genus)ની જાતિઓ. તેનું વિતરણ ઉત્તર ગોળાર્ધના ઉપોષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 40 જેટલી જાતિઓ થાય છે. બહુ થોડીક વિદેશી (exotic) જાતિઓ ઉદ્યાનોમાં શોભન વનસ્પતિ તરીકે ઉછેરવામાં આવે છે. જાપાની હનિસકલ (Lonicera japonica) તરીકે ઓળખાવાતી જાતિ લુશાઈની ટેકરીઓ (આસામ)…

વધુ વાંચો >

હનીફ મોહમંદ

Feb 2, 2009

હનીફ, મોહમંદ (જ. 1934, જૂનાગઢ, ભારત) : સૌથી નાની વયે ટેસ્ટ મૅચ રમવાનો વિક્રમ નોંધાવનારા પાકિસ્તાની ક્રિકેટ ખેલાડી, શ્રેષ્ઠ બૅટ્સમૅન અને પૂર્વ કપ્તાન. ટેસ્ટમાં રમનારા 5 ભાઈઓમાંના તે એક છે. પ્રથમ કક્ષાની મૅચમાં રમવાનો પ્રારંભ તેમણે કરાંચીમાં કર્યો. 16 વર્ષની વયે. 1957–58માં વેસ્ટ ઇંડિઝ સામે તેમણે 970 મિનિટમાં 337 રન…

વધુ વાંચો >

હનુમન્તૈયા કે.

Feb 2, 2009

હનુમન્તૈયા, કે. (જ. 1908, લક્કાપ્પનહલ્લી, જિ. બેંગલોર; અ. 1 ડિસેમ્બર 1980) : મૈસૂર રાજ્યના મુખ્ય પ્રધાન. પ્રમુખ, મૈસૂર પ્રદેશ કૉંગ્રેસ સમિતિ, ભારતની બંધારણ સભાના સભ્ય. હનુમન્તૈયા સાધારણ ખેડૂત કુટુંબમાં જન્મ્યા હતા. તેઓ 1930માં મૈસૂર યુનિવર્સિટીની મહારાજા કૉલેજમાંથી સ્નાતક થયા અને 1932માં પુણેની લૉ કૉલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી. તેમના જીવન પર…

વધુ વાંચો >

હનુમન્નાટક (મહાનાટક)

Feb 2, 2009

હનુમન્નાટક (મહાનાટક) : સંસ્કૃત સાહિત્યમાંનું સૌથી મોટું નાટક. શ્રી દામોદરમિશ્રસંપાદિત ‘હનુમન્નાટક’ રામકથા-આધારિત ચૌદ અંકની વિશાળકાય નાટ્યરચના છે; જેમાં શ્રીરામના જન્મથી શરૂ કરી શ્રીરામના રાજ્યાભિષેક અને સીતાત્યાગ સુધીની કથા ગૂંથી લેવામાં આવી છે. આ નાટકનાં બે સંસ્કરણ મળે છે : એક દામોદર મિશ્રસંપાદિત ‘હનુમન્નાટક’ જેમાં ચૌદ અંક અને 579 શ્લોકો છે…

વધુ વાંચો >