૨૩.૧૩

સિયલથી સિલિકેટ (ભૂસ્તરીય)

સિરેક્યુઝ (Syracuse) (2)

સિરેક્યુઝ (Syracuse) (2) : યુ.એસ.ના ન્યૂયૉર્ક રાજ્યનું ઔદ્યોગિક મથક. ભૌગોલિક સ્થાન : 43° 02´ ઉ. અ. અને 76° 08´ પ. રે. તે ન્યૂયૉર્ક રાજ્યમાં આવેલા ઓનોનડગા સરોવર-કાંઠે વસેલું છે. અહીં એક વખત મીઠાનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થતું હતું, તેથી તે ‘સૉલ્ટ સિટી’ કહેવાતું હતું. સિરેક્યુઝમાં રસાયણો, ચિનાઈ માટીનાં પાત્રો, ઔષધો,…

વધુ વાંચો >

સિરેનો દ બર્ઝરાક (1897)

સિરેનો દ બર્ઝરાક (1897) : પ્રખ્યાત ફ્રાન્સુસી કવિ, નાટ્યકાર. એદમોં રોસ્તાં(1868-1918)નું ખૂબ જાણીતું સફળ નાટક. એમાં રાજા લૂઈ તેરમાના રાજ્યકાળ દરમિયાન થયેલા કવિ-પ્રણયી સિરેનોની પ્રેમકહાણી નિરૂપાઈ છે. ઐતિહાસિક પાત્ર તરીકે સિરેનો (1619-1655) ખુદ કવિ નાટ્યકાર હતો અને એણે ‘ડેથ ઑવ્ એગ્રીપીના’ જેવાં પદ્યનાટકો અને કેટલીક તરંગકથાઓ લખ્યાં હતાં. સિરેનો ઐતિહાસિક…

વધુ વાંચો >

સિરોઝ (Syros/Siros)

સિરોઝ (Syros/Siros) : ભૂમધ્ય સમુદ્રના ભાગરૂપ એજિયન સમુદ્રમાં આવેલા સાયક્લેડ્ઝ ટાપુજૂથ પૈકીનો મધ્ય ભાગમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 37° 26´ ઉ. અ. અને 24° 54´ પૂ. રે.ની આજુબાજુનો 84 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ ટાપુ-જૂથ ગ્રીસ નજીક આવેલું છે. અહીંના અખાતના પૂર્વ કાંઠે આવેલું હર્મોપૉલિસ સાયક્લેડ્ઝનું…

વધુ વાંચો >

સિરોહી

સિરોહી : રાજસ્થાનના નૈર્ઋત્યભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 20´થી 25° 17´ ઉ. અ. અને 72° 16´થી 73° 10´ પૂ. રે. વચ્ચેનો 5,136 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેના ઈશાનમાં પાલી, પૂર્વમાં ઉદેપુર, દક્ષિણમાં બનાસકાંઠા (ગુજરાત) તથા પશ્ચિમ અને વાયવ્યમાં જાલોર…

વધુ વાંચો >

સિર્પસ/સ્કિર્પસ (Scirpus L.)

સિર્પસ/સ્કિર્પસ (Scirpus L.) : એકદળી વર્ગમાં આવેલા સાયપરેસી કુળની એકવર્ષાયુ કે બહુવર્ષાયુ પ્રતૃણો(sedges)ની એક પ્રજાતિ. આ પ્રજાતિની વિશ્વભરમાં 300 જેટલી, ભારતમાં લગભગ 40 અને ગુજરાતમાં 11 જેટલી જાતિઓ થાય છે. આ જાતિઓને અંગ્રેજીમાં ‘બુલરશ’ (bulrush) તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ભેજવાળી જગાઓમાં, ખાબોચિયાંમાં, છીછરા પાણીમાં, કળણભૂમિમાં અને ક્ષારજ પરિસ્થિતિમાં ઊગે…

વધુ વાંચો >

સિર્પી, બાલસુબ્રહ્મણ્યમ્

સિર્પી, બાલસુબ્રહ્મણ્યમ્ (જ. 29 જુલાઈ 1936, આતુપોલ્લાચી, જિ. કોઇમ્બતૂર, તામિલનાડુ) : તમિળ કવિ અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘ઓરુ ગિરામત્તુ નદી’ માટે 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અન્નામલાઈ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ. અને મદ્રાસ (ચેન્નાઈ) વિશ્વવિદ્યાલયમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી અને રશિયન ભાષામાં ડિપ્લોમા મેળવ્યો. તમિળ ઉપરાંત…

વધુ વાંચો >

સિલ (Sill)

સિલ (Sill) : સંવાદી પ્રકારનું આગ્નેય ખડકપટ રચતું અંતર્ભેદક. જે અંતર્ભેદક જળકૃત ખડકોની સ્તર-રચનાને કે વિકૃત ખડકોની શિસ્ટોઝ સંરચનાને કે કોઈ પણ પ્રકારના ખડકોની રચનાત્મક સપાટીઓને સમાંતર ગોઠવાયેલું હોય, લગભગ સળંગ પણ સરખી જાડાઈવાળું હોય, જેની જાડાઈ તેના પટવિસ્તાર કરતાં પ્રમાણમાં ઓછી હોય એવા મૅગ્માજન્ય અંતર્ભેદકને સિલ કહેવાય છે. જે…

વધુ વાંચો >

સિલન્પા, ફ્રાન્સ એમિલ

સિલન્પા, ફ્રાન્સ એમિલ (જ. 16 સપ્ટેમ્બર 1888, કીરિક્કલા, ફિનલૅન્ડ; અ. 3 જૂન 1964, હેલસિન્કી) : 1939નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર મેળવનાર ફિનલૅન્ડના સર્વપ્રથમ સાહિત્યકાર. ફ્રાન્સ એમિલ સિલન્પા તેમના સમયના તેઓ સૌથી અગ્રણી લેખક બની રહ્યા. તેઓ ખેડુ-પુત્ર હતા. થોડો સમય તેમણે પ્રાકૃતિક વિજ્ઞાનનો અભ્યાસ કર્યો, પછી પૂરો સમય તેમણે લેખનકાર્ય પાછળ…

વધુ વાંચો >

સિલહટ (Sylhet)

સિલહટ (Sylhet) : બાંગ્લાદેશના ચિતાગોંગ વિભાગમાં આવેલા સિલહટ જિલ્લાનું નગર તથા જિલ્લા વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : તે 24° 54´ ઉ. અ. અને 91° 52´ પૂ. રે. પર સુરમા નદીના જમણા કાંઠે વસેલું છે. જિલ્લો : સિલહટ જિલ્લાનો વિસ્તાર 12,388 ચોકિમી. જેટલો છે. 1947 સુધી તો સિલહટ ભારતનો એક ભાગ…

વધુ વાંચો >

સિલાજિનેલેલ્સ

સિલાજિનેલેલ્સ : ત્રિઅંગી વનસ્પતિઓના લાયકૉપ્સિડા વર્ગનું એક ગોત્ર. આ ગોત્ર એક જ કુળ સિલાજિનેલેસીનું બનેલું છે. આ કુળ એક જીવંત પ્રજાતિ સિલાજિનેલા ધરાવે છે. એક અશ્મીભૂત પ્રજાતિ સિલાજિનેલાઇટિસ પુરાજીવ (Carboniferous) ભૂસ્તરીય યુગમાં મળી આવે છે. આ પ્રજાતિ Selaginellites crassicinctus, S. canonbiensis, S. sussei, S. polaris અને S. primaevae દ્વારા પ્રતિનિધિત્વ…

વધુ વાંચો >

સિયલ (Sial)

Jan 13, 2008

સિયલ (Sial) : પ્રધાનપણે સિલિકા અને ઍલ્યુમિનાના બંધારણવાળા ખનિજ-ઘટકોથી બનેલો ભૂપૃષ્ઠતરફી પોપડાનો ભાગ. ખંડોનો સૌથી ઉપરનો ભૂમિતલ-વિભાગ મોટેભાગે સિયલ બંધારણવાળા ખડકોથી બનેલો છે. તેની સરેરાશ ઘનતા 2.7 છે. તેમાં સિલિકોન-ઍલ્યુમિનિયમ તત્ત્વોનું પ્રમાણ વિશેષ હોવાથી તેને સિયલ (Si-Al) નામ અપાયું છે. ખડકોના વિશિષ્ટ સંદર્ભમાં મૂલવતાં સૌથી ઉપર ગ્રૅનાઇટ અને તળ ગૅબ્બ્રોથી…

વધુ વાંચો >

સિયાચીન

Jan 13, 2008

સિયાચીન : કારાકોરમ પર્વતમાળામાં આવેલી હિમનદી, સરહદી વિસ્તાર-ક્ષેત્ર અને દુનિયાભરમાં સૌથી વધુ ઊંચાઈએ આવેલી યુદ્ધભૂમિ. ઉત્તર અને દક્ષિણ ધ્રુવના પ્રદેશોને બાદ કરતાં પૃથ્વી પરની માનવ-વસાહતોની નજીકના ભાગોમાં તે મોટી ગણાતી, લાંબામાં લાંબી અને વધુમાં વધુ ઊંચાઈએ આવેલી હિમનદી છે. સ્થાન : 35° 30´ ઉ. અ. અને 77° 00´ પૂ. રે..…

વધુ વાંચો >

સિયામી જોડકાં (Siamese twins)

Jan 13, 2008

સિયામી જોડકાં (Siamese twins) : જન્મથી જ શરીરના કોઈ ભાગથી જોડાયેલું સહોદરોનું જોડકું. તેને સંશ્લિષ્ટ (conjointed) કે અવિભક્ત જોડકું (યુગ્મક, twin) કહે છે. સન 1811-1874માં સિયામ – હાલના થાઇલૅન્ડ – માં જન્મેલા ચાંગ અને ચેન્ગ બુન્કર નામના પ્રખ્યાત ચીની ભાઈઓના અવિભક્ત જોડકા પરથી શરીરથી જોડાયેલા સહોદરોના જોડકાને સિયામી જોડકું કહે…

વધુ વાંચો >

સિયામી ભાષા અને સાહિત્ય

Jan 13, 2008

સિયામી ભાષા અને સાહિત્ય : થાઇલૅન્ડની અગ્નિ એશિયાના તાઈ કુળની ભાષા. જે થાઈ ભાષા તરીકે પણ જાણીતી છે. બૅંગકોકની બોલી પર તે રચાઈ છે. દેશની અન્ય બોલીઓ પણ આ ભાષામાં ભળી ગઈ છે. આ ઈશાનના ભાગની યુબોંન રાટ્છાથની, ખૉન કૅન, ઉત્તરની શિઆંગ માઇ, શિઆંગ રાઇ અને દક્ષિણની સોંગ્ખ્લા, નાખોન સી…

વધુ વાંચો >

સિયાલકોટ

Jan 13, 2008

સિયાલકોટ : પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા લાહોર વિભાગનો જિલ્લો અને શહેર. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 32° 30´ ઉ. અ. અને 74° 31´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. તેની ઉત્તરે આઇક નાળું અને ચિનાબ નદી, પૂર્વ તરફ ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા અને જમ્મુ (આશરે 60 કિમી.ને અંતરે), અગ્નિ તરફ રાવીનો ખીણપ્રદેશ,…

વધુ વાંચો >

સિયુકી

Jan 13, 2008

સિયુકી : પ્રાચીન ભારતના સમ્રાટ હર્ષવર્ધનના શાસનકાલ (ઈ. સ. 606થી 647) દરમિયાન ચીની યાત્રી હ્યુ-એન-સંગે ભારતની મુલાકાત લઈને લખેલું, તેના પ્રવાસનું વર્ણન કરતું પુસ્તક. હ્યુ-એન-સંગનું આ પુસ્તક ઘણું અગત્યનું છે. ‘સિયુકી’માંથી સમ્રાટ હર્ષના સમયના ભારતની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક સ્થિતિની વિસ્તૃત તથા આધારભૂત માહિતી મળે છે. હ્યુ-એન-સંગનો જન્મ ચીનના…

વધુ વાંચો >

સિયેટો (South East Asia Treaty Organization)

Jan 13, 2008

સિયેટો (South East Asia Treaty Organization) : સામ્યવાદનો ફેલાવો રોકવા અને એશિયાખંડમાં પ્રાદેશિક સલામતીની વ્યવસ્થા સ્થાપવા માટેની વિવિધ દેશો વચ્ચેની સામૂહિક સંરક્ષણ સંધિ, જેનું નેતૃત્વ અમેરિકાએ કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ પછીની અમેરિકાની વિદેશનીતિનું મુખ્ય ધ્યેય સોવિયેત સંઘની રાજકીય, લશ્કરી, આર્થિક વગના વધતા વિસ્તારને રોકવાનું (containment) હતું. 1947માં ટ્રુમેને જાહેરાત કરેલી…

વધુ વાંચો >

સિયેરા મેદ્રે (Sierra Madre)

Jan 13, 2008

સિયેરા મેદ્રે (Sierra Madre) : મૅક્સિકોમાં આવેલી ‘મધર રેન્જ’ ગિરિમાળા માટે અપાયેલું સ્પૅનિશ નામ. આ જ નામની હારમાળા સ્પેનમાં અને ફિલિપાઇન્સના લ્યુઝોન ટાપુ પર પણ આવેલી છે. મૅક્સિકોમાં આવેલા આ પર્વતો ત્યાંના મધ્યસ્થ પહોળા ઉચ્ચપ્રદેશની એક ધાર રચે છે. તે મૅક્સિકોના અખાત તરફ ઉચ્ચપ્રદેશની પૂર્વ બાજુ પર આવેલી છે, જ્યારે…

વધુ વાંચો >

સિયેરા લેયોન (Sierra Leon)

Jan 13, 2008

સિયેરા લેયોન (Sierra Leon) : પશ્ચિમ આફ્રિકાના આટલાંટિક કાંઠા પર આવેલો દેશ. તે આશરે 6° 55´થી 10° 00´ ઉ. અ. અને 10° 15´થી 13° 20´ પ. રે. વચ્ચેનો 71,740 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વમાં ગિની તથા અગ્નિ અને દક્ષિણ તરફ લાઇબેરિયા દેશો આવેલા છે; તેની…

વધુ વાંચો >

સિયોન નદી (Seone River)

Jan 13, 2008

સિયોન નદી (Seone River) : પૂર્વ ફ્રાન્સમાં આવેલી નદી. રહોનની મહત્ત્વની સહાયક નદી. ભૌગોલિક સ્થાન : 40° 10´ ઉ. અ. અને 4° 50´ પૂ. રે.. આ નદી વૉસ્જિસ પર્વતના તળેટી ભાગમાંથી નીકળે છે અને 431 કિમી.ની લંબાઈમાં વહ્યા પછી લિયૉન ખાતે રહોન નદીને મળે છે. તે મહત્ત્વના જળમાર્ગ તરીકે ઉપયોગમાં…

વધુ વાંચો >