ખંડ ૨૦
વિકરી, વિલિયમથી વૈંપટિ, ચિન્ન સત્યમ્
વિકરી, વિલિયમ
વિકરી, વિલિયમ (જ. 1914, વિક્ટૉરિયા, બ્રિટિશ કોલંબિયા, કૅનેડા; અ. 13 ઑક્ટોબર 1996, ન્યૂયૉર્ક) : અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી. માત્ર અસમમિતીય માહિતી (asymetric information) જ ઉપલબ્ધ હોય તેવા સંજોગોમાં લેવાતા નિર્ણયો પાછળ કયા પ્રકારનાં પરિબળો કામ કરતાં હોય છે તેનું વિશ્લેષણ કરતો સિદ્ધાંત તારવવા બદલ 1996નું અર્થશાસ્ત્ર માટેનું…
વધુ વાંચો >વિકલ, શ્રીવત્સ
વિકલ, શ્રીવત્સ (જ. 1930, રામનગર, જમ્મુ; અ. 1970, તેજપુર, આસામ) : ડોગરી વિદ્વાન. પંડિત પરિવારમાં જન્મ. તેમણે નાની ઉંમરમાં તેમનાં માતાપિતા ગુમાવેલાં. તેથી અનુકૂળ સંજોગો માટે એક સ્થળેથી બીજા સ્થળે તેમને ભટકવું પડેલું. તે દરમિયાન તેઓ ક્ષયરોગનો ભોગ બન્યા હતા. તેમણે 20 વર્ષની વયે ટૂંકી વાર્તાઓ અને કાવ્યો લખવાનો પ્રારંભ…
વધુ વાંચો >વિકલ સમીકરણો
વિકલ સમીકરણો : x, y અને y ના x વિશેના વિકલન ફળોને સમાવતું કોઈ પણ સમીકરણ. દા.ત., વગેરે વિકલ સમીકરણો છે. વિકલ સમીકરણોનું જ્ઞાન ગણિત સિવાયની વિજ્ઞાનની અન્ય શાખાઓ તથા સમાજવિદ્યાની શાખાઓના અભ્યાસમાં પણ ઘણું ઉપયોગી છે. વિકલ સમીકરણમાં આવતા મહત્તમ કક્ષાના વિકલનફળની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા (order) કહેવાય છે.…
વધુ વાંચો >વિકસિત અને વિકાસશીલ દેશો
વિકસિત અને વિકાસશીલ દેશો : માથાદીઠ આવકની કસોટીના આધાર પર કરવામાં આવેલું દુનિયાના દેશોનું વર્ગીકરણ. 1950-60ના દસકામાં દુનિયાના ગરીબ દેશોના આર્થિક વિકાસના પ્રશ્નોની ચર્ચા અર્થશાસ્ત્રીઓએ હાથ ધરી ત્યારે તેમણે વિશ્લેષણના હેતુ માટે દુનિયાના દેશોને બે વિભાગમાં વહેંચ્યા હતા. એ દસકાના ઉત્તરાર્ધમાં દુનિયાની માથાદીઠ આવક અમેરિકાના 200 ડૉલર જેટલી અંદાજવામાં આવી…
વધુ વાંચો >વિકળો
વિકળો : દ્વિદળી વર્ગમાં આવેલા સિલેસ્ટ્રેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gymnosporia montana (Roth) Benth syn. spinosa (Forsk.) Flori (l syn – Maytenus emarginata) (સં. વિકંકત્; હિં. કંટાઈ, વંજ, બૈકલ; ગુ. વિકળો, બહેકળ) છે. તે ક્ષુપ કે નાના વૃક્ષ-સ્વરૂપે સમગ્ર ભારતમાં, ખાસ કરીને ડુંગરાળ જમીનમાં થાય છે. પર્ણપાતી (deciduous)…
વધુ વાંચો >વિકાચીભવન (devitrification)
વિકાચીભવન (devitrification) : કાચમય કણરચનાવાળા ખડકોની અમુક ચોક્કસ ખનિજ-ઘટકોમાં છૂટા પડવાની ઘટના. છૂટા પડતા ઘટકોમાં સામાન્ય રીતે ક્વાર્ટ્ઝ અને ફેલ્સ્પારના અતિસૂક્ષ્મ સ્ફટિકો હોય છે. કાચમય સ્થિતિમાં ઘનીભવન થયા પછીથી સ્ફટિકમય સ્થિતિમાં થતો ફેરફાર આ ઘટનાની ખાસિયત છે. ઑબ્સિડિયન કે પિચસ્ટૉન જેવા મળૂભૂત કાચમય અગ્નિકૃત ખડકમાંથી નાના પાયા પર થતા આ…
વધુ વાંચો >વિકાસ
વિકાસ : લોકોના જીવનધોરણને ઊંચે લઈ જતાં પરિવર્તનો. વિકાસનો ખ્યાલ આદર્શલક્ષી (normative) છે. તેથી તેમાં કયાં અને કેવાં પરિવર્તનોને વિકાસ ગણવો એ વિશે મતમતાંતર પ્રવર્તે છે. આને કારણે અર્થશાસ્ત્રીઓ વિકાસને બદલે આર્થિક વૃદ્ધિ (economic growth) કે વૃદ્ધિ(growth)ના ખ્યાલને પસંદ કરે છે; જેમાં કોઈ આદર્શ અભિપ્રેત નથી. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રના…
વધુ વાંચો >વિકાસનાં સોપાનો
વિકાસનાં સોપાનો : જુઓ સોપાનો, બાળવિકાસનાં.
વધુ વાંચો >વિકાસ બૅંકો
વિકાસ બૅંકો : આર્થિક વિકાસ માટે સહાયરૂપ બનતી બૅંકો. વિકાસ બૅંક અવિકસિત મૂડીબજાર તેમજ વ્યાપારી બૅંકોનું લાંબાગાળાનું ધિરાણ પૂરું પાડવાના આશયથી અસ્તિત્વમાં આવેલી સંસ્થા છે. તેનું કાર્ય મુખ્યત્વે નાણાકીય અછતને અનુરૂપ સહાય પૂરી પાડવાનું છે. આ ઉપરાંત તે તકનીકી સહાય તેમજ વિકાસ માટે તજ્જ્ઞો દ્વારા સલાહની પણ વ્યવસ્થા ગોઠવી આપે…
વધુ વાંચો >વિકાસ-વળતર
વિકાસ-વળતર : આયકર અધિનિયમ 1961 હેઠળ નવાં યંત્રો અને વહાણોની ખરીદકિંમતના નિર્દિષ્ટ દરે ધંધાની કરપાત્ર આવકમાંથી આપવામાં આવતી કપાત. દેશના ઝડપી ઔદ્યોગિક વિકાસ માટે વિશ્વભરની સરકારો જાહેર વિત્તવ્યવસ્થા હેઠળ વિવિધ યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવે છે. ભારત સરકારે પણ તેવી યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવી છે. સીધા કરવેરા હેઠળ સરકારે આવકવેરા દ્વારા આવી પ્રયુક્તિ અજમાવી છે.…
વધુ વાંચો >વેરાક્રુઝ (Veracruz)
વેરાક્રુઝ (Veracruz) : પૂર્વ-મધ્ય મેક્સિકોમાં આવેલું રાજ્ય તથા તે જ નામ ધરાવતું મેક્સિકોનું મુખ્ય બંદર. ભૌગોલિક સ્થાન : 19° 12´ ઉ. અ. અને 96° 08´ પ. રે.. વેરાક્રુઝ રાજ્યનો વિસ્તાર 71,895 ચોકિમી. જેટલો છે. તેની પૂર્વ તરફ તબાસ્કો રાજ્ય અને મેક્સિકોનો અખાત, દક્ષિણ તરફ ચિયાપાસ અને ઓઆક્સાકા, પશ્ચિમ તરફ પ્યુએબ્લા,…
વધુ વાંચો >વેરાવળ
વેરાવળ : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો, તાલુકામથક (નગર) અને મધ્યમ કક્ષાનું બંદર. ભૌગોલિક સ્થાન : તે 21° 45´ ઉ. અ. અને 70° 40´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 688 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે જિલ્લામથક જૂનાગઢથી 83 કિમી. દૂર આવેલું છે. અહીંથી તદ્દન નજીક (માત્ર 4 કિમી.) આવેલું…
વધુ વાંચો >વેરિટી, હેડલી
વેરિટી, હેડલી (જ. 18 મે 1905, હેડિંગ્લી, લીડ્ઝ, યૉર્કશાયર, યુ.કે.; અ. 31 જુલાઈ 1943, કૅસેર્ટા, ઇટાલી) : આંગ્લ ક્રિકેટ-ખેલાડી. 1930ના દાયકાના વિશ્વના સર્વોત્તમ ધીમા મધ્યમ (slow medium) ડાબેરી સ્પિનર તરીકે તેઓ વ્યાપક ખ્યાતિ પામ્યા હતા. બીજા વિશ્વયુદ્ધની અતિજાણીતી ક્રિકેટ-દુર્ઘટના નિમિત્તે પણ તેમનું નામ જુદી રીતે પ્રસિદ્ધિ પામ્યું હતું – ઇટાલીની…
વધુ વાંચો >વેરિયર, એલ્વિન (Verrier Elwin)
વેરિયર, એલ્વિન (Verrier Elwin) (જ. 29 ઑગસ્ટ 1902, ડોવર, ઇંગ્લૅન્ડ; અ. 22 ફેબ્રુઆરી 1964, નવી દિલ્હી) : ભારતની સ્વતંત્રતાની લડતના સક્રિય કાર્યકર, નૃવંશશાસ્ત્રી અને ભારતના આદિવાસીઓની જીવનપ્રણાલીના અઠંગ અભ્યાસી. તેમનો જન્મ ઇંગ્લૅન્ડના એક ધાર્મિક પરિવારમાં થયો હતો. પિતા પાદરી હતા. તેમણે ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય અને ધર્મવિજ્ઞાન આ બંને…
વધુ વાંચો >વેરેફ્કીન, મારિયાને
વેરેફ્કીન, મારિયાને (જ. 1860, ટુલા, રશિયા; અ. 1938, ઍસ્કોના, જર્મની) : જર્મન અભિવ્યક્તિવાદી ચળવળ સાથે સંકળાયેલાં મહિલા- ચિત્રકાર. તેમનો ધનાઢ્ય કુટુંબમાં જન્મ થયેલો. નાનપણમાં ચિત્રો દોરવાના શોખને માતાએ ટેકો આપેલો. થોડો વખત ચિત્રોનાં અંગત ટ્યૂશનો લીધા બાદ તેમણે મૉસ્કો સ્કૂલ ઑવ્ આર્ટમાં કલાનો વિધિવત્ અભ્યાસ આદર્યો. ત્યારબાદ તેઓ સેંટ પિટર્સબર્ગ…
વધુ વાંચો >વેરોકિયો, આન્દ્રેઆ દેલ્લ
વેરોકિયો, આન્દ્રેઆ દેલ્લ (જ. 1435, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 1488, ફ્લૉરેન્સ, ઇટાલી) : રેનેસાંસની ફ્લૉરેન્ટાઇન શાખાના સોની, ચિત્રકાર અને શિલ્પી. મૂળનામ : આન્દ્રેઆ દી મિકેલી દી ફ્રાન્ચેસ્કો દાચિયોની. ચિત્રકાર કરતાં તેઓ શિલ્પી તરીકે જ વધુ પંકાયા. રેનેસાંસ-શિલ્પી દોનાતેલ્લોના એ સમોવડિયા ગણાય છે. પિતા ઈંટો અને ટાઇલ્સ બનાવનાર કુંભાર હતા. વેરોકિયો મહાન…
વધુ વાંચો >વેરૉનિઝ પાઓલો (Veronese, Paolo)
વેરૉનિઝ, પાઓલો (Veronese, Paolo) (જ. 1528, વેરૉના, વેનિસ નજીક, ઇટાલી; અ. 9 એપ્રિલ 1588, વેનિસ, ઇટાલી) : ઇટાલિયન બરોક-ચિત્રશૈલીની વૅનેશિયન શાખાનો એક પ્રમુખ ચિત્રકાર. મૂળનામ પાઓલો કેલિયારી. મોટા કદનાં કૅન્વાસ ચીતરવા માટે તે જાણીતો છે. તેમાં બાઇબલ, પુરાણો અને ઇતિહાસની કથાઓ ભવ્ય પ્રશિષ્ટ સ્થાપત્યની પૃષ્ઠભૂમિકામાં રજૂ થયેલ જોવા મળે છે.…
વધુ વાંચો >વેર્ને જૉસેફ (Vernet Joseph)
વેર્ને, જૉસેફ (Vernet, Joseph) (જ. 14 ઑગસ્ટ 1714, આવી ન્યોં, ફ્રાંસ; અ. 3 ડિસેમ્બર 1789, પૅરિસ, ફ્રાંસ) : ફ્રેંચ નિસર્ગ-ચિત્રકાર. વેર્નેના પિતા પણ ચિત્રકાર હતા. વીસ વરસની ઉંમરે 1734માં તેઓ ચિત્રકલાની તાલીમ માટે રોમ ગયા. ત્યાં સત્તરમી સદીના ફ્રેંચ નિસર્ગ-ચિત્રકાર ક્લોદ લૉરાંનાં નિસર્ગચિત્રોથી પ્રભાવિત થયા. લૉરાંનાં ચિત્રોમાં તેજથી ઝળહળતા અને…
વધુ વાંચો >વેર્ફેલ, ફ્રાન્ઝ
વેર્ફેલ, ફ્રાન્ઝ (જ. 10 સપ્ટેમ્બર 1890, પ્રાગ, ઑસ્ટ્રિયા; અ. 26 ઑગસ્ટ 1945, બીવર્લી હિલ્સ, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : ઑસ્ટ્રિયાના યહૂદી નવલકથાકાર, કવિ, નાટ્યકાર અને નિબંધકાર. પિતા હાથમોજાં બનાવવાનો ગૃહઉદ્યોગ કરતા. જોકે ફ્રાન્ઝ નાની ઉંમરે હેમ્બર્ગમાં જહાજી સેવાની પેઢીમાં જોડાયા. પ્રેમ, શ્રદ્ધા અને ભ્રાતૃભાવના વિષય પરની તેમની નવલકથાઓ આજે પણ વંચાય છે.…
વધુ વાંચો >વેલન્સ બૉન્ડ-પદ્ધતિ
વેલન્સ બૉન્ડ–પદ્ધતિ : જુઓ રાસાયણિક બંધ.
વધુ વાંચો >